‘ કૉફી-શૉપનો એક નાનકડો પ્રસંગ છે. ”કુટુંબ” શબ્દનો અર્થ શું કરવો? હેત અને હૂંફ વગર જીવન જીવવું આકરું છે. હેત અને હૂંફના અભાવે કુટુંબો તૂટતાં મેં જોયા છે. હેત અને હૂંફને લીધે નવાં કુટુંબો બંધાતાં પણ જોયાં છે.’
માણ્યો .
ધન્યવાદ
અમેરિકાને તેની કૉફી પ્રત્યે પુષ્કળ પ્રેમ છે દેશ પોતાના કૉફીના વારસા પર ગર્વ કરે છે. અમેરિકા પાસે અસંખ્ય કૉફી શૉપ અને કૉફીની બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. કૉફી અમેરિકાના લોકોના રોજિંદા જીવનનો અભિન્ન અંગ છે. આંતરરાષ્ટ્રીય કૉફી દિવસ નિમિત્તે દેશના અનેક લોકોએ કૉફીની સાંસ્કૃતિક વિવિધતા અને ઇતિહાસ ની માન્યતાની ઉજવણી કરે. અમેરિકામાં સાંસ્કૃતિક અને સ્વાદિષ્ટ કૉફી દરેક જગ્યાએ મળે. દુનિયાએ ગૂગલ પર શું-શું શોધ્યુ –તેમા સૌથી વધુ કૉફી શૉપ નિયર મી !
આવા કૉફી-શૉપ અંગે અનેક વાર્તાઓ ,નાટકો અને નવલકથાઓ લખાઇ છે સમાજ એટલે સંઘભાવના. સમુહમાં રહેવાની સુખ દુખ વહેચવાની,ખભેખભા મિલાવી ટકી રહેવાની વ્યવસ્થા એટલે સમાજ. હાલ બદલાતા જતાં પ્રવાહી પરિવર્તનોના વહેણમાં સમાજ સામે ,તેના અસ્તિત્વ સામે અનેક ક્ષેત્રે પડકારો ઉભા થયા છે.આધુનિકતાનો પાસ જેમ જેમ વ્યક્તિગત જીવનને લાગતો જાય અને ભૌતિકતા વિસ્તરતી જાય તેમ તેમ સુખના પરિમાણો સ્વકેન્દ્રિતા ના પરિઘમાં સમાતાં જાય.બાહ્ય ભપકા, ને ઝાકમઝાળ ભરી પાર્ટીઓના કોલાહલ વચ્ચે એકલતાની ચીસો જયારે ગુંજવા લાગે ત્યારે સમાજ ની અહેમિયત સમજાવા માંડે.
કૌટુંબિક ક્ષેત્રની વાત કરીએ તો જેમ કુટુંબનું કદ નાનું થતું ગયું તેમ વ્યક્તિગત વર્તુળ વિસ્તરતું ગયું.ત્રણ કે ચાર જણ ના કુટુંબમાં તાલમેલ જાળવવો મુશ્કેલ બનતો ગયો છે.કુટુંબ હિતના સ્થાને સ્વહિત નો ખ્યાલ પાંગરવા માંડે ત્યારે કુટુંબભાવના સામે પ્રશ્નાર્થ ઉભા થાય છે. પોતાના અલગ વિશ્વ માં જીવવું એને સ્વ-નિર્ભરતા ના નામે ભલે સ્વીકારવામાં આવે પણ એકમેકની વ્યથા વહેચી ના શકનારા, કે અન્યના અંતરમનમાં ડોકિયું ના કરી શકનારા વિપરીત સંજોગોમાં ખૂબ જલદી હારી જાય છે.
કુટુંબ જેના થકી સર્જાય છે તેવી લગ્નસંસ્થા સામે હાલ મોટો પડકાર ઉભો થયો છે.આધૂનિક પેઢીને લગ્નજીવન ટકાવી રાખવું કઠીન લાગવા માંડયું છે.દિન પ્રતિદિન લગ્ન ભંગાણ ના કિસ્સા વધતા જાય છે દાંપત્ય ક્યાંથી મહોરે? લગ્ન એ દેહ કરતાંયે વિચારો ને ભાવનાઓ નું ઐક્ય માંગે છે.સૌથી વરવી વાત એ છે કે લગ્ન વિચ્છેદ હવે ખેદજનક મનાતું નથી.
અમેરિકનોને અંધ ભૌતિકવાદ ધાર્મિક ક્ષેત્રને પણ પ્રભાવિત કરે જ.શિક્ષણ નો વ્યાપ સમજ વિસ્તરે ને સમજ વધવાથી આધ્યાત્મિકતા વધે. સાચો ધર્મ સુકાતો ચાલ્યો.
ત્યારે આપની આ વાર્તા-કૉફી-શૉપનો એક નાનકડો પ્રસંગ સાંપ્રત સમયનો સાચો ધર્મ અંગે પ્રેરણાદાયી છે .
ધન્યવાદ