Qasim Abbas | ![]() ![]() | ||
to me, ![]() |
મંદિર અને ઘંટ વગાડવાવાળા “અંગુઠા છાપ” શેઠ ની વાર્તા પર થી એ પુરાવાર થયું કે અંગુઠા નો પહેલો ભાગ ગમે તેટલો નાનો કે મોંટો હોય તેથી કોઈ તફાવત નથી પડતો. અત્યારે પણ ઘણા અંગુઠા ના પહેલા ભાગ વાળાઓ એટલે કે “અંગુઠા છાપ” લોકો ડિગ્રી વાળાઓ કરતા વધારે સ્થાન ધરાવે છે અને વધારે કમાય છે.
અંગુઠો ઝિંદાબાદ .

.
આંગળી ના ટેરવે …વિચારવમળે
હાથ તેમ જ પગની આંગળીઓ પૈકી સૌથી વધારે જાડાઇ ધરાવતી આંગળી જેને આપણે સામાન્ય રીતે અંગુઠો કહીએ છે તેનું વાસ્તવિક નામ “‘અંગુષ્ઠ’” છે.અંગુઠો ઈચ્છા શક્તિનું કેન્દ્ર હોય છે જેમાં ત્રણ ભાગ હોય છે. બે ભાગ તો હથેળીની બહારની તરફ નીકળતા દેખાય છે, પણ ત્રીજા ભાગથી હથેળીનું નિર્માણ થાય છે જે શુક્ર પર્વત સાથે જોડાયેલો હોય છે.પ્રથમ ભાગ :તે અંગુઠાનો સૌથી ઉપરનો નખ વાળો ભાગ હોય છે. જે વ્યક્તિના અંગુઠાનો પહેલો ભાગ બીજા ભાગથી લાંબો હોય તે વ્યક્તિમાં પ્રબળ ઈચ્છા શક્તિ હોય છે અને પોતાના નિર્ણય લેવામાં તે પોતે સક્ષમ હોય છે.
એવા વ્યક્તિ કોઈ ઉપર આધારિત રહીને કામ કરવાનું પસંદ નથી કરતા. ધાર્મિક વિચારોમાં તેમની ઊંડી આસ્થા હોય છે. એવા વ્યક્તિઓનું વ્યક્તિત્વ એટલું આકર્ષક હોય છે કે દરેક વ્યક્તિ તેમને જોતા જ તેમનાથી પ્રભાવિત થઇ જાય છે.યુવાનીની સરખામણીમાં વૃદ્ધાવસ્થામાં તેઓ વધુ સંવેદનશીલ અને સુખી હોય છે. જો પહેલો અને બીજો ભાગ સરખા અને લાંબા હોય તો એવા વ્યક્તિ સમાજમાં સન્માનનીય હોય છે. તે વ્યક્તિ કોઈને દગો પણ નથી આપતા.
બીજો ભાગ :
અંગુઠાનો બીજો ભાગ તર્ક શક્તિનું સ્થાન હોય છે. જેમના અંગુઠાનો બીજો ભાગ પહેલા ભાગથી મોટો હોય તેમની તર્ક કરવાની શક્તિ પ્રબળ હોય છે, અને તેઓ પોતાની સામે કોઈને ટકવા નથી દેતા.એવા લોકોની ખરાબ વાત એ હોય છે કે તે પોતાની સાચી કે ખોટી તમામ વાતોને સાચી સાબિત કરવા માટે એટલો વધુ તર્ક કરે છે કે લોકો તેમનાથી નારાજ થવા લાગે છે.
કારણ વગર તર્ક કરવો પણ તેમની ટેવમાં જોડાયેલું હોય છે. સભ્ય સમાજમાં એવા વ્યક્તિઓને વધુ આદર નથી મળતો અને તેમને વાચાળ કહેવામાં આવે છે.
ત્રીજો ભાગ :
અંગુઠાનો ત્રીજો ભાગ શુક્ર પર્વત કહેવાય છે. પહેલા બે ભાગની સરખામણીમાં તે વધુ જગ્યા રોકતો, પહોળો, ઉન્નત અને સુદ્રઢ હોય છે. જો તે ભાગ સામાન્ય રીતે વધુ ઉંચો ઉપસેલો હોય, ગુલાબી રંગનો હોય તો એવા વ્યક્તિ પ્રેમની બાબતમાં ઘણા આગળ જાય છે.
એવા વ્યક્તિના ઘણા મિત્ર હોય છે અને સમાજમાં તેમને વિશેષ સ્થાન પ્રાપ્ત થાય છે. મુશ્કેલીઓ આવે તો પણ આવા વ્યક્તિ ગભરાતા નથી અને તેનો મક્કમતા પૂર્વક સામનો કરે છે
કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ ।
બોલિવૂડના હોટેસ્ટ એક્ટર રિતિક રોશનને તેના હાથમાં એક અંગુઠો વધારે છે.
અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે, ગોરી કહે તને શે આવે ઉંઘ
*અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય
– કૃષ્ણ દવે
ઇંગ્લૅંડના રાજા હેન્રી પહેલાના જમાનામાં એક વારને માપવા માટે “રાજાના નાકની ટોચથી લઈને તેમણે આગળ લંબાવેલા હાથના અંગૂઠા સુધીનું” અંતર લેવામાં આવતું હતું.
એક મંદિર હતુ, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવા વાળો માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો….
ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભગવાનમાં એટલો મસગુલ થઈ જાય કે એને ભાન જ રેહતુ નહી,
ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તી ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસની ભક્તીનાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી….
એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયુ અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યુ કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને નીકાળી દો,
તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ પોતાની કેબીનમાં બોલાવી કીધુ કે આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી, પેલાએ કીધુ કે મારી ભક્તી જોવો સાહેબ, ટ્રસ્ટીએ કીધુ કે ભણેલા નથી તો નોકરી માં રાખવામાં આવસે નહી….
બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પેહલા જેવી મજા આવતી નહી, ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી, ૮,૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા, એ લોકો એ ભેગા થઈ કીધુ કે તમે મંિદરમાં આવો, તો એ ભાઈએ કીધુ કે હુ આવીસ તો ટ્રસ્ટી લાગસે કે આ નોકરી લેવા માટે આવે છે માટે હુ આવી શકતો નથી, તો ત્યા આવેલા લોકો એ એને કીધુ કે મંદિરની એકજ્ટ સામે તમને એક ગલ્લો ખોલી આપીએ છીએ ત્યા તમારે બોસવાનુ ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનુ પછી કોઈ નહી કે કે તમારે નોકરીની જરુર છે….
હવે એ ભાઈનો ગલ્લો એટલો ચાલ્યો કે એક માથી સાત ગલ્લા ને સાતમાંથી એક ફેક્ટરી ઉભી થઈ ગઈ, હવે એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે,
હવે આ વાત જુની થઈ ગઈ, મંદિરનુ ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ, હવે મંદિરનો જીણ્ણોદાર કરવાનો હતો, માટે દાનની જરુર હતી, મંદિરના ટ્રસ્ટીઓ એ વીચાર્યુ કે પેહલા આ મંદિરની સામે રહેલ ફ્રેક્ટરી માલીક વે પેહલા વાત કરીએ…
માલીક જોડે ગયા ૭ લાખ નો ખર્ચો છે, એવુ ટ્રસ્ટીઓ એ આ માલીક ને કીધુ, એ માલીકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રીસ્ટીને આપી દીધો, ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ સહી તો બાકી છે, માલીકે કીધુ કે મને સહી કરતા ની આવડતુ, લાવો અંગુઠો મારી આપુ, ચાલી જશે .તો પેલાએ ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોકી ગયો કે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, ભણેલા હોત તો ક્યા હોત…
તો પેલા શેઠે હસીને કીધુ કે ભણેલો હોત તો મંદિરમાં ઘંટ વગાડતો હોત, માટે ભગવાનની લીલા અપંરમપાર છે…
લેખક : *અજ્ઞાત*
બયોમેટ્રિકમાં અંગુઠો માર્યો.
આ જમાનામા
માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?