સ્વાહા./હરીશ દાસાણીજી

Harish Dasani <harishdasanu@gmail.com> wrote:

સ્વાહા__
______.

હરે હરિ હરી.
હરિ બોલશે હા.
હા હા  હા.
હરિ ઓમ હા.
સ્વાહા.
સ્વધા સ્વાહા.
ઓમ અગ્નિર્મય આ સર્વ.
આકાશે સ્વાહા.
વાયુર્મય આ સર્વ
આકાશે સ્વાહા.
હા પણ સ્વાહા
ના પણ સ્વાહા.
દેહ સ્વાહા દેહી સ્વાહા
શૂન્ય સ્વાહા
એકમ્ સ્વાહા.
મૃત્તિકા સ્વાહા
મૃણ્મય સ્વાહા
સુવર્ણ સ્વાહા
સર્વ સ્વર સ્વાહા
વ્યંજન સ્વાહા
વિશેષેણ ઇતિ વિશ્વ સ્વાહા.
ય:સ્વાહા
સ:સ્વાહા
ધ્વનિ સ્વાહા
નાદ સ્વાહા
સ્ફોટ સ્વાહા
શબ્દ રૂપ આ સર્વ સ્વાહા
મન:સ્વાહા
મનોમય સ્વાહા
અહમ્ સ્વાહા
યજ્ઞમય આ ચિત્ત સ્વાહા
શકિત સ્વાહા.
હરિ ઓમ શાંતિ.

15/04/2023.
શનિવાર.
સુરત.
06/52

મા.હરીશ દાસાણીજી

 સનાતન ધર્મનો સાર —‘ શબ્દ રૂપ આ સર્વ સ્વાહા

મન:સ્વાહા
મનોમય સ્વાહા
અહમ્ સ્વાહા
યજ્ઞમય આ ચિત્ત સ્વાહા
શકિત સ્વાહા.
હરિ ઓમ શાંતિ.’ સામાન્ય જન ને સમજાવવા વિગતે વાત…

આપણા શાસ્ત્રોમાં અને પરંપરામાં હવન નું ખુબ મહત્વ છે. આપણે કોઈ પણ શુભ કાર્યની શરુઆત આપણા ઈષ્ટદેવની પૂજા અર્ચના સાથે કરીએ છીએ કારણકે તેનાથી આપણું ધારેલું કાર્ય કે શુભ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય, અને તેમાં કોઈ અવરોધ કે વિઘ્ન ન આવે. કોઈ પણ શુભ કાર્યમાં કરવામાં આવતું ઈષ્ટદેવનું આહ્વાન કે પૂજા એ હવન વિના તો અપૂર્ણ માનવામાં આવે છે. અને એટલે જ આપણા શાસ્ત્રોમાં પૂજા દરમિયાન હવનનુમ મહ્તવ સમજાવામાં આવ્યું છે. કારણકે હવનમાં અગ્નિદેવની સાક્ષી હોય છે અને અગ્નિ દેવની સાક્ષી એ થતું કોઈ પણ કામ સરસ રીતે પાર પડે છે. હવનમાં તમામ દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. સાથે જ હવનકુંડમાં અગ્નિ દેવને સામગ્રી અર્પણ કરવામાં આવે છે, અને તેની સાથે ‘સ્વાહા’ શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે. કેટલાક જાણકારો તો કહે છે ‘સ્વાહા’ શબ્દના જાપ કે તેના ઉચ્ચાર વગર તો યજ્ઞ કે હવન પણ સફળ નથી રહેતો. ત્યારે સવાલ તો એ છે કે ‘સ્વાહા’નું આટલું મહ્તવ કેમ ?  આપણે ત્યાં એક કથા છે કે, ‘સ્વાહા’ પ્રજાપતિ દક્ષની પુત્રી હતા. પ્રજાપતિ દક્ષે તેમની પુત્રી ‘સ્વાહા’ના અગ્નિદેવ સાથે વિવાહ કર્યા હતા. આ જ કારણે અગ્નિદેવને જે પણ અર્પણ કરવામાં આવતું તે સૌથી પહેલાં તેમના પત્ની ‘સ્વાહા’ પાસે પહોંચતુ. એટલે કે દેવી ‘સ્વાહા’ જે પણ વસ્તુ કે દ્રવ્ય અગ્નિદેવને અર્પણ કરે છે તેનો અગ્નિદેવ સ્વીકાર કરે છે.એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ દેવી સ્વાહાને વરદાન આપ્યું હતું કે કોઈ પણ હવનમાં કોઈ પણ દેવતાને અર્પણ કરવામાં આવતું કોઈ પણ દ્રવ્ય દેવી સ્વાહાને યાદ કર્યા વગર કે તેમના ઉચ્ચાર વગર દેવતાઓ સુધી નહીં પહોંચે.તેથી જ આજે પણ કોઈ પણ હવનમાં ‘સ્વાહા’નો ઉચ્ચાર થાય છે. અને સ્વાહાના ઉચ્ચાર વગર યજ્ઞ પણ સફળ નથી થતો. કારણકે કે કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવાની આપની કામના ત્યાં સુધી પરિપૂર્ણ નથી થાતી જ્યાં સુધી તેમને અર્પણ કરવામાં આવતી તે વસ્તુ તે ગ્રાહ્ય નથી કરતાં. અને તે ગ્રાહ્ય ત્યાં સુધી નથી કરતાં જ્યાં સુધી ‘સ્વાહા’ ઉચ્ચારણ નથી થતું કે દેવી સ્વાહાને પહેલાં અર્પણ નથી થતું.આ વાત આધ્યાત્મિક રીતે સમજીએ…

હરિ ઓમ શાંતિ ક્યારે થાય? 

જ્યારે 

અહંકાર મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર

શંકા સર્વે મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ મોહ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ કામ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ ક્રોધ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ ભયમ્ સર્વે મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ લોભ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ રોગઃ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ આસક્તિ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ દ્વેષ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ રાગ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ દુઃખમ્ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
મમ સર્વસ્વમ્ મયા દત્તમ્ ગૃહાણ પરમેશ્વર સ્વાહા
 હરિ ઓમ શાંતિ.
હરીશ દાસાણીજી  
સ્વાહા થવું નો અર્થ--બળી જવું; પાયમાલ થઈ જવું , ખવાઈ જવું.
સ્વાહા શબ્દનું મહત્વ :  સ્વાહા અગ્નિ દેવની પત્ની છે તેથી હવનમાં દરેક મંત્ર પછી તેમના નામનો જાપ કરવાથી અગ્નિ દેવ પ્રસન્ન થાય છે અને તેનાથી યજ્ઞ પૂર્ણ માનવામાં આવે છે.                                   સ્વાહા શબ્દનું ઉચ્ચારણ કરતા મંત્રોના પાઠ કરીને અને હવન સામગ્રી અર્પણ કરીને તે ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ યજ્ઞ ત્યાં સુધી સફળ નથી માનવામાં આવતો જ્યાં સુધી હવન સામગ્રી અગ્નિ દેવતાને સ્વીકાર્ય ન હોય અને તેને સ્વાહા બોલ્યા વિના પૂર્ણ નથી માનવામાં આવતી.       ઋગ્વેદ અનુસાર હવનનો સબંધ અગ્નિદેવ સાથે છે અને સ્વાહા પ્રકૃતિની એક કળા હતી, જેમના લગ્ન અગ્નિદેવ સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે તેમના લગ્ન દેવતાઓના આગ્રહને કારણે થયા હતા.   કારણ કે સ્વાહાને ભગવાન કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હોવાથી હવન દરમિયાન તેમનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવન દરમિયાન, સ્વાહા બોલતી વખતે હવન સમાગ્રી અને સમિધાને અગ્નિમાં રેડવામાં આવે છે જેથી તે દેવતાઓ સુધી પહોંચી શકે.                                                               જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યાં સુધી સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ યજ્ઞ અને હવન પૂર્ણ કહેવામાં નથી આવતો. વાસ્તવમાં સ્વાહા શબ્દ વિના યજ્ઞ અધૂરો છે, તેથી તેનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.                                 
પ્રમુખજી આપની ઉપકાર વર્ષા ભીંજવે અમને,

ઋણી રહેશું સદાયે આપના નવ ભૂલીએ તમને. ૧

સહ્યા છે કષ્ટ અપરંપાર જીવનભર તમે સ્વામી,

છતાં અમ કાળજી લેતા કશી નવ રાખતા ખામી. ૨ૐ ગુરુવે સ્વાહા
.............................................................................
કાત્યાયનિ મંત્રાઃ
કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીશ્વરિ ।
નંદ ગોપસુતં દેવિપતિં મે કુરુ તે નમઃ ॥

॥ઓં હ્રીં કાત્યાયન્યૈ સ્વાહા ॥ ॥ હ્રીં શ્રીં કાત્યાયન્યૈ સ્વાહા ॥
અષ્ટનામનું સ્વરૂપ કેવું છે? અષ્ટનામમાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના તે આઠ પ્રકાર આ પ્રમાણે છે – ૧. નિર્દેશ – નિર્દેશ પ્રતિપાદક અર્થમાં કર્તા માટે પ્રથમા વિભક્તિ. ૨. ઉપદેશ – ઉપદેશ ક્રિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભક્તિ. ૩. કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ. ૪. સંપ્રદાન – સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ. ૫. અપાદન – છૂટા પડવાના અર્થમાં વિભક્તિ. ૬. સ્વર સ્વામિત્વ બતાવવા ષષ્ઠી વિભક્તિ. ૭. સન્નિધાન – આધારકાળ ભાવમાં સપ્તમી વિભક્તિ. ૮. સંબોધન – આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે. ૧. નિર્દેશમાં પ્રથમા વિભક્તિ, જેમ કે – તે, આ, હું ૨. ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ, જેમ કે – તેમને કહો, આને કહો. ૩. કરણમાં તૃતીયા વિભક્તિ, જેમ કે – મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ, ૪. સંપ્રદાન તથા નમઃસ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ, જેમ કે – ‘નમો જિનાય’ જિનને નમસ્કાર ‘અગ્નયે સ્વાહા’ ‘વિપ્રાય ગાં દદાતિ’ – બ્રાહ્મણને ગાય આપે છે. ૫. અપાદાનમાં પંચમી વિભક્તિ, જેમ કે – આને અહીંથી દૂર કરો, આને અહીંથી લઈ લો. ૬. સ્વામી સંબંધમાં ષષ્ઠી વિભક્તિ, જેમ કે – તેની અથવા આની આ વસ્તુ છે. ૭. આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ, જેમ કે – તે ફલાદિ આમાં છે. ૮. સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ, જેમ કે – હે યુવાન! સૂત્ર સંદર્ભ– ૨૦૫–૨૧૨
પ્રેરકમન્ત્રો એક એવ 'ૐ રાષ્ટ્રાય સ્વાહા' ।
Moti Shanti | બૃહદ્ શાંતી | श्री बृहत्‌-शांति | મોટી શાંતિ
https://jainstavanlyrics.com/lyrics/moti-shanti/

જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા. ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુઠ્ઠભક્ષ- ...
ઓમ ગતે ગતે પરગતે પરસંગતો બોધિ સ્વાહા અક્કલની પૂર્ણતા ...
મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ? શુ ફળ ...

amarkathao.in
https://amarkathao.in › maha-mrity...

મહામૃત્યુંજય મંત્ર તેનો અર્થ, જાપ કેવી રીતે કરવો ? શુ ફળ મળે ? રચના કોણે...
મહામૃત્યુંજય મંત્ર, મહામૃત્યુંજય મંત્ર કથા, મહામૃત્યુંજય મંત્ર mp3 downland, મહા મૃત્યુંજય જાપ, મૃત્યુંજય મંત્ર ...


... દોઢ લાખ જાપનો દસમો ભાગ એટલે કે 12500 મંત્રોના અંતે “સ્વાહા” લગાવીને હવન કરવામાં આવે છે.આમ સ્વાહા શબ્દ વેદમા માનનાર સીવાય જૈન..ઇના મંત્રો બાદ જપવામા આવે છે 


Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.