Daily Archives: મે 20, 2023

પ્રાણ ચિકિત્સા/મા કનકભાઇ અને મા મહેંદ્ર્ભાઈ

પ્રાણ ચિકિત્સા’ તરીકે ઓળખાતી યૌગિક સારવાર પદ્ધતિ ઈમ્યુનિટી વધારી અનેક રોગોનું નિવારણ કરે છે! ‘પ્રાણ ચિકિત્સા’ તરીકે ઓળખાતી યૌગિક સારવાર પદ્ધતિ ઈમ્યુનિટી વધારી અનેક રોગોનું નિવારણ કરે છે!- દેવેશ મહેતાનો સુંદર લેખ

– પ્રાણશક્તિ પર આધારિત ઉપચાર પદ્ધતિને ‘પ્રાણિક હિલિંગ’ કહેવામાં આવે છે. પ્રાણશક્તિનો ઉપયોગ કરી સારવાર આપતી આ પદ્ધતિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પર અસર કરે છે

‘પ્રાણં દેવા અનુપ્રાણન્તિ । મનુષ્યે પરાવશ્ચમે ।

પ્રાણો હિ ભૂકાનામાયુઃ । તસ્માત્સર્વાયુષમુચ્યતે ।

સર્વમેવત આયુર્વન્તિ મે પ્રાણ બ્રાહ્મોપાસતે ।

પ્રાણો હિ ભૂતાનામાયુ : તસ્માત્ સર્વાયુષમુચ્યતે ।

દે વો, મનુષ્ય, પશુ અને બધા પ્રાણીઓ પ્રાણથી અનુપ્રાણિત છે. પ્રાણ જ જીવન છે, એને કારણે જ એને આયુષ્ય કહે છે. આ જાણીને જે પ્રાણ રૂપ બ્રહ્મની ઉપાસના કરે છે તે ચોક્કસપણે પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરે છે.’  – તૈતરિય  ઉપનિષદ

તૈત્તરીય ઉપનિષદની જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે – ‘સર્વાણિ હવા ઈમાનિ ભૂતાનિ પ્રાણમેવાભિસંવિશન્તિ પ્રાણમન્યુગ્જિહતે । આ બધા પ્રાણીઓ પ્રાણમાંથી જ ઉત્પન્ન થાય છે અને પ્રાણમાં જ લીન થઇ જાય છે.’ ‘પ્રાણાદ્ધિ ખાલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે, પ્રાણેન જાતાનિ જિવન્તિ । પ્રાણથી જ બધા પ્રાણીઓનો ઉદ્ભવ થાય છે અને જન્મ્યા પછી તે પ્રાણથી જ જીવિત રહે છે.’

તૈત્તરીય, છાંદોગ્ય, કૌષીતકિ, બ્રહ્મ ઉપનિષદ જેવા અનેક ઉપનિષદોમાં પ્રાણ શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. વેદોમાં એક ઉપાખ્યાન આવે છે જેમાં જિજ્ઞાાસુ બ્રહ્મજ્ઞાાની ઋષિને પૂછે છે- ‘એવી કઇ વસ્તુ છે જેનું જ્ઞાાન થવાથી બાકીની બધી વસ્તુઓનું જ્ઞાાન થઇ જાય છે ?’ એનો જવાબ આપતાં ઋષિ કહે છે- ‘તે પ્રાણ તત્ત્વ જ છે જેને જાણી લીધા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી.’

સૃષ્ટિમાં જે ચૈતન્ય દેખાય છે એનું મૂળ કારણ પ્રાણ છે. અનંત સૃષ્ટિ પ્રવાહમાં પ્રાણ તત્ત્વ જ હિલોળા લઇ રહ્યું છે. એ જ સૃષ્ટિના સર્જન અને સ્થિતિનું કારણ છે. સ્થૂળ અને સૂક્ષ્મ બધામાં એની જ અભિવ્યક્તિ છે. પ્રાણ બધાની જીવનશક્તિ છે. એનાથી જ બળ, બુદ્ધિ, ક્રિયા અને સ્વાસ્થ્ય ટકી રહે છે. જેની પ્રાણશક્તિ પ્રવૃદ્ધ હોય એની આ તમામ બાબતો બળવાન હોય છે. પ્રાણશક્તિને પ્રવૃદ્ધ કરવા યોગ સર્વાધિક શક્તિશાળી સાધન છે. યોગની જ એક પ્રક્રિયા પ્રાણાયામ છે જેના થકી પ્રાણ વધારે બળવત્તર બને છે.

માનવ કાયામાં શક્તિનો સુષુપ્ત ભંડાર પડેલો છે. એને પ્રાણ ઊર્જા, જીવન શક્તિ, યોગ-અગ્નિ કે કુંડલિની શક્તિ વગેરે નામોથી ઓળખવામાં આવે છે- જેમ પરમાણુના નાભિક (ન્યૂક્લિઅસ)માં પ્રચંડ શક્તિ ભરેલી પડી હોય છે પણ તે જોઇ શકાતી નથી કે ઉપયોગમાં લઇ શકાતી નથી, ખાસ પ્રક્રિયા પછી જ તેનું નાભિકીય વિખંડન થાય છે ત્યારે જ તે પ્રગટ થાય છે તેમ યોગ્ગાનિ, કુંડલિની મહાશક્તિ પણ દરેક મનુષ્યમાં સુષુપ્તાવસ્થામાં પડેલી હોય છે પણ પ્રાણાયમ અને યોગના પ્રયોગ પછી તે પ્રગટ થાય છે.

કુંડલિનિ જાગરણ માટે પ્રાણશક્તિનો પ્રચંડ આઘાત જરૂરી હોય છે. એના માટે આખા બ્રહ્માંડમાં વ્યાપેલા પ્રાણતત્ત્વને આકર્ષિત કરી પોતાની અંદર પ્રસ્થાપિત કરવું પડે છે. સૂર્યભેદન પ્રાણાયામ આ હેતુ સિદ્ધ કરવા સર્વાધિક સહાયક બને છે. આ પ્રકારના પ્રાણાયામમાં સૂર્યમાંથી પ્રાણ ઊર્જા આકર્ષિત કરી એને ઈડા અને પિંગલા નાડીના માધ્યમથી મૂળાધાર ચક્ર અવસ્થિત ચિનગારી જેવા પ્રસુપ્ત અગ્નિ સુધી પહોંચાડવામાં આવે છે. એ પછી તે પ્રવૃદ્ધ થાય છે એટલે સૂસવાટા મારતા અગ્નિની જ્વાળાઓના રૂપમાં આખા તંત્રને દિવ્ય અગ્નિમય બનાવી દે છે. સૂર્યવેધન પ્રાણાયામની પ્રક્રિયા દરમિયાન આટલી પ્રક્રિયા પૂરી કર્યા બાદ પ્રાણ અગ્નિને સુષુમ્ણા નાડી સ્થિત ધન વિદ્યુત પ્રવાહવાળી પિંગલા નાડીમાંથી પસાર કરી પાછો વાળવામાં આવે છે, તેમાં પ્રવેશ કરતી વખતે અંતરીક્ષ સ્થિત પ્રાણ શીતળ હોય છે. ઋણ ધારાને પણ શીતળ માનવામાં આવે છે. એટલે ‘ઈડા’ને ચંદ્રનાડી કહેવામાં આવે છે, શ્વાસને ડાબા નસકોરામાં અંતર્કુંભક પછી પાછો વાળવામાં આવે છે. પાછા વળતી વખતે અગ્નિ ઉદ્દીપન, પ્રાણ પ્રહારની સંઘર્ષણ પ્રક્રિયાથી ઉષ્ણતા વધે છે અને પ્રાણમાં સંમીલિત થઇ જાય છે. પાછા ફરવાનો પિંગલા માર્ગ ધન વિદ્યુતનું ક્ષેત્ર હોવાથી ઉષ્ણતાનો આવિર્ભાવ કરે છે. પિંગલાને સૂર્યનાડી કહેવામાં આવે છે. આ સૂર્યવેધન પ્રાણાયામની વિશેષતા એ છે કે એમાં ફરીથી જમણા નસકોરાથી સૂર્યનાડી રેચક પ્રકારનો પ્રાણાયામ કરવામાં આવે છે. મૂલાધાર ચક્ર પર પ્રાણ પ્રહાર અને પ્રાણોદ્દીપનની ભાવના સતત કરવી પડે છે. આમ આ પ્રાણાયામ યૌગિક ચક્રોને જાગૃત અને સક્રિય કરવા ખૂબ ઉપયોગી બને છે.

પ્રાણશક્તિ પર આધારિત ઉપચાર પદ્ધતિને ‘પ્રાણિક હિલિંગ’ કહેવામાં આવે છે. ફિલિપાઇન્સના ગૂઢવાદી આધ્યાત્મિક પુરુષ ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક સુઇએ પ્રાણિક હિલિંગ અને અર્હટિક યોગનો વિશ્વભરમાં પ્રસાર કર્યો. પ્રાણશક્તિનો ઉપયોગ કરી સારવાર આપતી આ પદ્ધતિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પર અસર કરે છે. સૂક્ષ્મ શરીરમાં આવેલા મુખ્ય ૧૧ ચક્રોને ‘જીવદ્રવ્યશરીર’ના ઊર્જા કેન્દ્રો કહેવામાં આવે છે. મોટા ચક્રો લગભગ ત્રણ-ચાર ઈંચ જેટલા કદના અને નાના ચક્રો લગભગ એકાદ બે ઈંચ જેટલા કદના હોય છે.

બેઇજિંગના ‘ચાઇના ઈમ્યુનોલોજી સેન્ટર’માં થયેલો એક પ્રયોગ પ્રાણિક હિલિંગની અકલ્પ્ય અસરકારતા દર્શાવે છે. ડી.બી.એ ઉંદરના લ્યુકેમિયા (બ્લડ કેન્સર) કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ પર પ્રાણિક હિલિંગ દ્વારા ઉત્સર્જિત દૈવી ઊર્જાનો પ્રભાવ કેવો પડે છે તેનું તેમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રયોગ માટે પસંદ કરાયેલ ઉંદરોના એક સમુદાયને દસ દિવસ સુધી પંદર મિનિટ માટે પ્રાણઊર્જા પ્રસારિત કરવામાં આવી. જ્યારે બીજા જૂથને તે આપવામાં આવી નહોતી. એનું પરિણામ જોઇ શરીરવિજ્ઞાાનીઓ પણ વિસ્મયમાં મૂકાઇ ગયા હતા. જેમને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો હતો એ જૂથના ઉંદરોમાં કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ મોટી સંખ્યામાં ઘટી ગઇ હતી જ્યારે જે જૂથને પ્રાણશક્તિનો ઉપચાર આપવામાં આવ્યો નહોતો તેના ઉંદરોમાં કેન્સર કરનારી કે.એલ. ૧૨૧૦ કોશિકાઓમાં જરાય ઘટાડો થયો નહોતો. આ પ્રયોગ દર્શાવે છે કે પ્રાણિક હિલિંગ કેન્સર જેવા ભયાનક રોગને મટાડવા કેટલી અસરકારક બની શકે છે !

બેઈજિંગની આ સંસ્થામાં એક અન્ય પ્રયોગ કરાયો હતો. પ્રાણ શક્તિ  (Chi Power) ના સંપર્કમાં આવ્યા પછી શરીરની રોગ-પ્રતિકારક શક્તિ (Immunity) માં કોઇ ફેરફાર થાય છે કે નહીં તે જોવાનો આ પ્રયોગ હતો. ગિગાંક માસ્ટર્સે ઉંદરોના એક જૂથ પર પ્રાણ શક્તિનો ઉપચાર કર્યો હતો. જ્યારે બીજા જૂથ પર પ્રાણ શક્તિનો ઉપચાર કર્યો નહોતો. પ્રાણશક્તિનો ઉપચાર પામેલા ઉંદરોની રોગ-પ્રતિકારક શક્તિ (ઇમ્યૂનિટી) અત્યંત વધી ગયેલી જોવા મળી હતી- પ્રાણશક્તિ પેરિટોમિયલના મેક્રોફેગસની ફેગોસાઇટિક ક્રિયામાં સારા એવા પ્રમાણમાં વધારો કરે છે. ‘પ્રાણ- ધ સિક્રેટ ઑફ યોગિક હિલિંગ’ના લેખક અને પ્રાણ ચિકિત્સક આત્રેયે એક મહિલાને પ્રાણ ચિકિત્સા આપી તેની મોટા કદની ઓવેરિયન સીસ્ટ (Cyst) ને ઓગાળી તેને સારી કરી દીધી હતી. આ ચિકિત્સાથી અનેક રોગો દૂર થયાના ઉદાહરણો જોવા મળ્યા છે.+

યોગથી શું પ્રાપ્ત થાય છે આરોગ્ય સારું રહે છે, આપણે જાતને પામીએ છીએ અને બધા માટે સૌથી મહત્વનું કે ઈશ્વરના દર્શન થઈ જાય છે. ભક્તોએ પરમાત્માના સ્વરૂપ પોત-પોતાની રીતે તૈયાર કર્યા છે. આથી દરેકના પોત-પોતાના ભગવાન છે. એક સીધી વ્યાખ્યા એવી છે કે જે દિવસે તમે અંદર અને બહારથી આનંદિત રહો છો, સુખ-દુ:થી બહાર થઈ જાઓ છો અને ક્ષણે તમે પરમાત્માને પ્રાપ્ત કરી લો છો. પરમાત્માનું એક સ્વરૂપ આનંદ છે. કિષ્કિંધા કાંડમાં બાલિએ શ્રીરામનાં દર્શન અંગે જે ટિપ્પણી કરી હતી તે યોગમાં પ્રાણયામનો વિષય છે. એટલે કે યોગનો ચોથો તબક્કો. શરીરમાં જે વાયુ પ્રગટ થયેલો છે તેને પ્રાણ કહે છે. તેને રોકવો તેનો આયામ છે. ત્રણ રીત છે – રેચક: નાકના એક છિદ્રને દબાવીને બીજામાંથી વાયુ બહાર કાઢવો. પૂરક: બીજા છિદ્ર દ્વારા વાયુ અંદર લેવો. કૂંભક: વાયુના અંદર ઘડાની જેમ રોકવું. આઠ પ્રકારના પ્રાણાયામ જણાવાયા છે, જેની માહિતી અનેક સાહિત્યોમાંથી મળે છે. સંસ્કૃતમાં વાયુને પ્રાણ કહેવાયો છે. વાયુના નિયંત્રણના વિજ્ઞાનનું નામ પ્રાણાયામ છે. શરીરમાં દસ પ્રકારના પ્રાણ હોય છે. 1. પ્રાણ: પ્રયાણ કરે છે, એટલે પ્રાણ કહે છે. 2. અઅપાન: જે ભોજન કરવામાં આવે છે તેને જે વાયુ નીચે લઈ જાય છે. 3. વ્યાન: જે વાયુ તમામ અંગેનો વિકાસ કરે છે. 4. ઉદાન: જે મર્મ સ્થળોને ઉદ્વેલિત કરે છે. 5. સમાન : જે તમામ અંગોમાં સમાન સ્વરૂપે ચાલે છે. 6. નાગ: જે મોઢેથી કંઈક બહાર કાઢવામાં કારક છે. 7. કૂર્મ: આંખ ખોલવામાં કૂર્મ નામનો વાયુ આવેલો છે. 8. કૃકલ : છીંકમાં. 9. દેવદત્ત : જંભાઈમાં. 10. ધનંજય: સંપૂર્ણ શરીરમાં રહે છે અને મૃત શરીરને પણ છોડતતો નથી. પ્રાણાયામનું પરિણામ : મળ, મૂત્ર અને કફનું પ્રમાણ ઘટે છે. શરીર હળવું બને છે, ઝડપથી ચાલવાની શક્તિ, હૃદયમાં ઉત્સાહ, સુંદરતામાં વધારો, યુવાનીમાં સ્થિરતા અને સ્વરમાં મિઠાસ. ઉપરાંત તપ, પ્રાયશ્ચિત, યજ્ઞ, દાન અને વ્રત વગેરે પ્રાણાયામની સોળમી કળા જેટલા પણ નથી.

……………..

પ્રાણ ચિકિત્સા પુ વિભાકર દાદા દ્વારા આવિષ્કાર કરેલ અદ્ભુત પધ્ધતિ છે.

સામાન્ય રીતે પાણી ઢાળ હોય તે બાજુ વહે છે. પ્રાણ પણ એ જ સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપણે સર્વે પ્રાણના દરિયામાં જીવીએ છીએ. જેની પ્રાણ ગ્રહણ કરવાની શક્તિ વધારે તે વધારે પ્રાણ ખેંચે. આવી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂં રહે. એટલે, જે નિયમિત રીતે ધ્યાન, પ્રાણાયમ,યોગ કરે છે તે આ પ્રાણના દરિયામાંથી કુદરતી પ્રાણ વધારે મેળવે.

જે આધ્યાત્મિક વ્યક્તિ છે જેને આધ્યાત્મિક પ્રગતિ કરવી છે અને જેણે પુર્ણ શક્તિપાત મેળવેલ છે તેનો પ્રાણ પાણીની જેમ ચોતરફ વહેતો હોય છે કેમ કે શક્તિપાત થી તેનું પ્રાણ શરીરનું કવચ ખુલી ગયું છે.હવે કોઈપણ વ્યક્તિ આવી વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે સહજ પ્રાણનું આદાન પ્રદાન ચાલુ થાય છે.

પુ. દાદાએ આ જ સિદ્ધાંત નો ઉપયોગ કરી પ્રાણ ચિકિત્સા જેવી પ્રાણ આપવાની પદ્ધતિ આજ થી ૪૦-૪૫ વર્ષ પહેલાં શોધી છે.આપણું સ્થુળ શરીર છે અને શરીરની અંદર વિવિધ કાર્યો કરવા જુદા જુદા અવયવોને છે જેમ કે હ્રદય,ફેફસા,લીવર,આંતરડા, કીડની વગેરે. જે દરેકના પોતાના કાર્યો છે.હવે કોઈપણ કારણથી આ અવયવોમાં બિમારી આવે છે. જે ઠીક કરવા આપણે બાહ્ય એલોપૈથી,આયૉર્વેદીક, હોમિયોપેથીક દવા લઈએ છીએ. વારંવાર દવા લેવાથી શરીરમાં કંઈક અને કંઈક અસર થાય છે. જે રોગ છે તે અન્ય સ્વરૂપે બહાર આવે છે.

આ વસ્તુને આપણે પ્રાણના સ્વરૂપે સમજીએ. શરીરમાં જુદા જુદા અવયવોને છે તેમ જ કરોડરજ્જુના ભાગમાં સાત ચક્રો છે. જે ચક્રો આધ્યાત્મિક સાધનામાં પણ મહત્વના છે. આ ચક્રો શરીરના અવયવો સાથે સંકળાયેલા છે.વળી શરીર આખું પ્રાણ અથવા વિધ્યુતમય છે. આપણી ઘરની વિદ્યુત ની જેમ બે પોલ છે તેમ ચક્રો +ve તરીકે અને અવયવો -ve તરીકે કાર્ય કરે છે અને વીજસર્કીટ પુરી કરે છે. જ્યારે શરીર બિમાર પડે છે ત્યારે આ વીજ પોલ બદલાય જાય છે એટલે કે ચક્રો  -ve પોલ બને છે અને અવયવો  +ve પોલ બને છે. જો પુર્ણ શક્તિપાત વાળી વ્યક્તિ જો પ્રાણ આપી આ વીજ સર્કીટ ને બદલી નાંખે તો બિમાર માણસ સ્વસ્થ બની જાય.

પ્રાણચિકિત્સકે સિધ્ધ ગુરુ પાસેથી શક્તિપાત ની દીક્ષા લીધેલ હોવી જોઈએ, નિયમિત રીતે સાધના કરતો હોવો જોઈએ, પ્રાણ ચિકિત્સા શિબિર દ્વારા પુરેપુરી માહિતી અને અનુભવ લીધેલો હોવો જોઈએ. તેમ જ નિઃસ્વાર્થ પણે પુરેપુરી સેવા ભાવના જાગૃત થયેલ હોવી જોઈએ. આમાં કુદરત કરે છે અને આપણે માત્ર નિમિત્ત છીએ તેવું દૃઢપણે માનવું જોઈએ. પોતાની જાતે જ ચાલુ કરી દે તો દર્દીનો રોગ લાગુ પાડવાની પુરેપુરી શક્યતાઓ છે. જેનો પછીથી કોઈ જ ઈલાજ નથી.

જરૂર છે ઉદ્દાત્ત ભાવનાની,  સમર્પણની, ઉમદા હેતુની.

 પ્રાણ ચિકિત્સા બાબતે જરૂરી ચેતવણી:  પ્રાણ ચિકિત્સા પદ્ધતિને કાનૂની રીતે સરકાર દ્વારા કે મેડિકલ સાયન્સ દ્વારા પ્રમાણિત નથી કરાયેલ.  આ ચિકિત્સા પધ્ધતિ આધ્યાત્મિક અને માનસિક સ્તર પર નિસ્વાર્થ સેવાના પાયા પાર રચાયેલ છે. પ્રાણ ચિકિત્સા કરનાર અને પ્રાણ ચિકિત્સા લેનાર, બંને પાત્રોએ આ બાબત ધ્યાનમાં રાખી કામ કરવું જેથી કરીને બંને પાત્રો વચ્ચે કોઈ કાનૂની અને તબીબી તકરાર ના થાય. નિસ્વાર્થ સેવાના પાયા પર જ આ પધ્ધતિ રચાયેલ હોવાથી પ્રાણ ચિકિત્સકે દર્દી પાસેથી કોઈ પ્રકારનું અવેજ ના લેવાની ખાસ ભલામણ  ગુરુજી વિભાકર દાદાએ દરેક પ્રાણ ચિકિત્સકને દીક્ષા વખતે પ્રેમથી સમજાવેલી છે અને વર્તમાનમાંગુરુજી વિશાલ ભાઈ પણ તે જ વાત દીક્ષા વખતે દરેક સાધકને સમજાવે  છે. સાધકોની જાણ ખાતર તે જ વાતઅહીં ફક્ત રજૂ જ કરીએ છીએ.Show original message

Leave a comment

Filed under Uncategorized