Category Archives: અધ્યાત્મ

तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यत:/ સ્વામી સચ્ચિદાનંદજી

B – VYAKTIVAAD-THEE BRAHMVAAD – વ્યક્તિવાદથી બ્રહ્મવાદ – સંત માર્ગ અને ઉપનિષદ માર્ગ એ બે મળતા માર્ગો છે. બીજા માર્ગો જે આજીવિકા માટે નીકળ્યા તે જુદા પડયા. મથુરા-વૃંદાવનમાં ડગલે અને પગલે તમારી પાસે પૈસા કઢાવાય છે, એ વિશે સાંભળો. એટલે ઉપનિષદ તમને આ બધામાંથી છોડાવવા માંગે છે.ઉપનિષદમાં વ્યક્તિવાદ નથી. કોઈ ઋષિ એવો દાવો કરતો નથી કે હું ભગવાન છું. ઉપનિષદમાં પ્રકૃત્તિવાદ, વ્યક્તિવાદ નથી પણ દેવવાદ છે, પણ દેવોનું સમીકરણ બ્રહ્મમાં છે. હમણાં હમણાંથી દેશમાં વ્યક્તિવાદ ખુલ્યો છે. સ્વામીજી પાસે ઘણા લોકો એમનો ફોટો પૂજામાં રાખવા માટે માંગવા આવે છે. સ્વામીજી કહે કે પૂજામાં ભગવાનનો ફોટો રખાય. મારા જેવાનો ફોટો રાખો તો ભગવાન ત્યાંથી ખસી જાય. એટલે ભગવદ ગીતા અને ઉપનિષદ વારંવાર ભાર મૂકે છે કે एक भक्तिर विशिष्यते. ઘણા આવા પોતાની જાતને ભગવાન ગણાવતા લોકો ભગવાનના ફોટા કઢાવી પોતાનો ફોટો રાખવાનું કહે છે. અને કહે છે કે કોઈની નહિ પણ મારીજ ભક્તિ કરવાની એને વ્યક્તિવાદ કહેવાય. જે માણસ જન્મે છે અને મરી જાય છે એ કદી ભગવાન હોઈ શકે નહીં. એટલે ઉપનિષદ તમને વ્યક્તિવાદી કે પ્રકૃત્તિ પૂજક નથી બનાવવા માંગતા પણ તમને બ્રહ્મ પૂજક બનાવવા માંગે છે. તમે જળ પાસેથી શક્તિ પ્રાપ્ત કરો, વાયુ પાસેથી, અગ્નિ પાસેથી, ધરતી પાસેથી જે શક્ય હોય તે પ્રાપ્ત કરો. @5.01min. આપણે જે બ્રહ્મવાદની ચર્ચા કરવાની છે, એ બ્રહ્મ કેવું છે? तनैजति, तददूरे, तद्वन्तिके तदुसूक्तस्य बाह्यत ઉપનિષદનો આ મંત્ર છે. તો એ બ્રહ્મ છે એમાં પહેલામાં પહેલો નકાર મૂકી દીધો કે એ આવતું નથી, જતું નથી કારણકે अखण्ड एकरस सर्वव्यापक એ સર્વવ્યાપક છે. જરા એનો મેળ કરો. ભગવાન પહેલા દ્વારિકામાં હતા અને ત્યાંથી ડાકોર આવ્યા. આ પુરાણવાદ કહેવાય. જ્યારે ભગવાન દ્વારિકામાં હતા ત્યારે ડાકોરમાં હતા કે નહીં? એટલે ઉપનિષદનો જ્ઞાતા છે, એ સમજે છે કે ડાકોરમાંયે તું છે અને દ્વારિકામાંયે તું છે. મક્કામાંએ તું છે અને જેરુસલામમાંયે તુંજ છે. એટલે કવિએ ગાયું છે કે એક તું એક તું  એમ કહેવું. એક ભગતે એવી જાહેરાત કરી કે ફલાણા દિવસે, આટલા વાગ્યે હું સમાધિ દ્વારા મારો પ્રાણ છોડીશ અને ભગવાન મને લેવા આવશે. એવું કશું થયું નહિ એટલે પેલા ભગતે કહ્યું કે ભગવાનનો ઓર્ડર છે કે હજુ તારે દુનિયામાં કામ કરવાનું બાકી છે, એટલે હું અત્યારે લેવા આવીશ નહીં. આવી ઘટનાઓ બધે બનતી હોય, લોકોના ટોળાં ભેગા થઈ જતા હોય છે, કારણકે એમને ઉપનિષદનું બ્રહ્મ પ્રાપ્ત થયું નથી. પછી એ કેવો છે? मनसो जवीय: એ મનથી પણ બળવાન છે. अनेजदेकं એટલે આવ-જા નથી કરતો. આપણે ત્યાં પુરાણો-સંપ્રદાયોમાં બે માન્યતાઓ છે કે એ વ્યાપક છે પણ વ્યાપક હોવા છતાં એ નિશ્ચિત લોકમાં રહે છે. પણ હમણાં હમણાં એવા સંપ્રદાયો નીકળ્યા છે તે કહે છે કે પરમેશ્વર તો અમુક જગ્યાએ આકાશમાં રહે છે. એ વ્યાપક હોઈ શકે નહિ, જો વ્યાપક હોય તો ઉકરડામાં રહે ખરો? પછી એ પરમાત્મા કોઈવાર નીચે આવે છે. એ કોઈના શરીરમાં આવે છે અને જ્ઞાન આપીને પાછા જતા રહે છે. સ્વામીજીએ પૂછ્યું કે @10.01min. એ અહીં આવે તો ત્યાંની કાળજી કોણ રાખે? તો કહ્યું કે એ તો અહીંથી પણ વ્યવસ્થા કરી શકે. તો સવાલ એ થાય કે એ ભગવાન ત્યાંજ રહીને અહીં એને જ્ઞાન ન આપી શકે? એને શરીરમાં આવવાની શી જરૂર છે? એટલે ઉપનિષદ કહે છે अनेजदेकं – એ અનેજક છે, સ્થિર છે, અચળ છે, એનું ગમન આગમન નથી. પછી કહે છે एकं  બ્રહ્મ એકજ છે.ઉપનિષદોમાં ખાસ કરીને બ્રહ્મના લક્ષણોમાં વિરોધી વાતો હોય છે. मनसो जवीय: એટલે મનથી વધારે ગતિ વાળો. अनेजदेकं એ આવ-જા નથી કરતો એટલે અહીં વિરોધાભાષ થયો. આવું કેમ? હનુમાનજીની સ્તુતિમાં લખ્યું છે, मनोजवं मारुततुल्य वेगम એટલેકે જ્યારે કોઈ ભક્ત ઉપર ભીડ પડી હોય તો એ ભક્તની ભીડ ભાંગવા મન કરતાં પણ વધુ ગતિએ પહોંચી જાય છે, જેવી રીતે દ્રૌપદીની લાજ રાખવા કૃષ્ણ પહોંચી ગયા હતા. એ આવતો કે જતો નથી પણ ત્યાંને ત્યાંથીજ પ્રગટ થાય છે. એને આપણે પૌરાણિક માન્યતા પ્રમાણે આવેલો કહીએ છીએ. ઉત્તર ગુજરાતમાં એક બનેલી ઘટના સાંભળો.એક સ્ત્રી એના પતિ સાથે ઝગડીને પાંચ-દશ માઈલ પિઅર હશે ત્યાં જવા નીકળી ગઈ. રેલવે સ્ટેશનથી બળદગાડામાં ઘરે જવા બેઠી. બરાબર અડધે રસ્તે ગઈ અને ગાડાવાળાને એના પહેરેલા દાગીના ઉપર દાનત બગડી. એણે બધા દાગીના ઉતારી દીધા પણ પગના કલ્લા નીકળ્યા નહીં. @15.05min. એટલે એ પગ કાપીને લેવા તૈયાર થયો. પગ લાંબા કરાવ્યા, કુહાડી કાઢી, દરમ્યાનમાં પેલી બહેન પ્રાર્થના કરવા માંડી કે પ્રભુ ગરુડે ચઢીને વહેલા આવજો. ઘા કરવા જાય ત્યારે કુહાડી હાથમાંથી છટકી અને ઝાડ પર વાગી. ઝાડ આગળ નાગ હતો એણે આ ગાડાવાળાને ડંસ માર્યો કે ત્યાંજ મારી ગયો. આવી જ્યારે જીવનમાં ઘટના થાય છે ત્યારે માણસ સમજે કે ભગવાને મને બચાવી લીધો. ભગવાને મારી રક્ષા કરી. આને કહેવાય मनसो जवीय: જ્યારે એણે કોઈનું રક્ષણ કરવાનું હોય કે જેણે એનું રાતદિવસ ભજન કર્યું હોય, એના માટે જ્યારે દોડવું પડે ત્યારે મન કરતાં વધારે ગતિએ ભગવાન મદદે આવે છે. સ્વામીજીનો પોતાનો આંધ્રમાં નક્ષલવાદ સંબંધે થયેલો અનુભવ સાંભળો. સ્વામીજી થોડા હરિભક્તો સાથે આંધ્રમાં જાત્રા કરવા ગયેલા. રસ્તામાં એક ગામ આવ્યું, ત્યાં નાસ્તો કરવા રોકાયા. ત્યાં એક મારવાડી મળ્યો. એણે કહ્યું તમે જ્યા જવા માંગો છો એ રસ્તો બહુ ખતરનાક છે. ત્યાં જવું હોય તો રાતના આઠ વાગ્યા પહેલા પહોંચી જજો. @20.01min.  આગળનો રસ્તો ખાડાવાળો બિલકુલ ખરાબ અને ઉપરથી વરસાદ આવતો હતો. અંધારામાં કશું દેખાય નહીં. પાછળ એક જીપ આવી રહી હતી. રસ્તાના ફાંટા પડે ત્યાં, અમે આગળથી નક્કી કરેલો એના કરતાં બીજો રસ્તો લીધો. પાછળ આવતી જીપ આગળ વધીને ઓવરટેક કરીને નીકળી ગઈ. સ્વામીજીના અંતરાત્માએ કહ્યું એટલે ગાડી પાછી વાળી અને જે જગ્યાએ લોકો હતા ત્યાં પહોંચ્યા તો લોકોએ કહ્યું કે તમે બહુ સારું કર્યું કે પાછા આવી ગયા કારણકે પેલી જીપમાં નક્ષલીઓ હતા. એ લોકો તમને લૂંટીને મારી પણ નાંખે. આને કહેવાય  मनसो जवीय: આધ્યાત્મિકતામાં એક શ્રદ્ધા છે અને શ્રદ્ધામાં એક વિશ્વાસ શું છે કે કોઈ તમારું રક્ષણ કરનારું છે. એટલે ઉપનિષદ કહે છે, अनेजदेकं मनसो जवीय: જરૂર પડે ત્યારે મનથી પણ વધારે ગતિ વાળો છે. नैनदेवा आप्नुवन्पूर्वमर्षत. પહેલાં પ્રાચીન કાળમાં બધા દેવો ભેગા થયા અને એ બ્રહ્મને, પરમેશ્વરને પહોંચી વાળવા પાછળ દોડયા પણ કોઈ પહોંચી શક્યું નહીં. કેમ? देवा इन्द्रियाणि દેવ એટલે ઇન્દ્રિય. તમારી પાસે એકાદશ દેવો છે. એ દેવોએ પરમેશ્વરને પ્રાપ્ત કરવા બહુ દોટ લગાવી પણ એ બ્રહ્મ પ્રાપ્ત થયું નહીં. મન, બુદ્ધિ બધાએ દોડ લગાવી પણ કોઈ પકડી શક્યું નહીં. કારણકે એનો વેગ વધારે છે. तद्धावतोन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति. એ જ્યારે દોડે છે ત્યારે બધાને પાછળ છોડી દે છે. એ જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે પવન વાદળાંને ધારણ કરે છે. એના આધારે પવન, પાણી, આકાશ વિગેરે બધા પોત-પોતાનું કામ કરે છે. માટે એ ભાઈ તું એ પરમેશ્વરને, બ્રહ્મને સમજ તો એ ધર્મ અને જો ભળતી વાતોને સમજીશ તો એ ધર્માંભાષ. @25.14min. ઉપનિષદમાં એક બ્રહ્મવાદને સ્થિર કરવામાં આવ્યો છે એટલા માટે કે ધર્મ અને ધર્માભાષ, સત્ય અને મિથ્યા, સત્ય અને કલ્પના, સાચું અને ખોટું આ બેયના ભેદને સમજી શકે અને સમજીને સાચી વાતને પકડી શકે એટલા માટે. ઉપનિષદો એ બ્રહ્મવિદ્યાના ગ્રંથ છે, તત્વવિદ્યાના ગ્રંથ છે, દાર્શનિક ગ્રંથ છે અને એ મૂળ ગ્રંથ છે. ગઈકાલે એના ઉપર ચર્ચા ચાલી કે એ બ્રહ્મ કેવું છે? કારણકે ઉપનિષદોનો બ્રહ્મવાદ છે. બ્રહ્મવાદની કુક્ષીમાં આત્મવાદ છે. એટલે ઉપનિષદ એ આત્મવાદીપણ છે, એમાં આત્મવાદનો વિરોધ નથી અને દેવવાદી પણ છે. પણ મૂળમાં એ સૌના ઉપર બ્રહ્મવાદ છે. હાથીના પગમાં જેમ બધાના પગ સમાય જાય એમ સૌના ઉપર બ્રહ્મ તત્વ છે. એ બ્રહ્મ કેવું છે, એ બતાવવાની શરૂઆત કરી अनेजदेकं मनसो जवीयो नैनदेवा आप्नुवन्पूर्वमर्षत, तद्धावतोन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति. એ બ્રહ્મ ગતિ વિનાનું છે, अनेजदेकं પાછું એકજ છે, એમ બધી ચર્ચા ગઈ કાલે કરી. આજે આગળ બીજો મંત્ર ચલાવવાનો છે. ઉપનિષદ કેટલીક વાર દ્વિરાવૃત્તિ કરે છે એટલેકે એની એકજ વાત ફરીથી બીજી રીતે કરે છે. “तदेजति तन्नैजति ततदूरे तद्वन्तिके, तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यत: આ એના પછીનો મંત્ર છે. એમાં બે વિરોધી ધર્મો બતાવ્યા છે, પણ એ બધી ચર્ચા કરતાં પહેલા એક બ્રહ્મ સંબંધી બીજો પક્ષ છે, એ તમે સાંભળી લો. બ્રહ્મ એક છે, એટલે હવે બે ભગવાન, ચાર ભગવાન આઠ ભગવાનને માનવાના નથી. પણ બીજો પ્રશ્ન એ થાય છે કે એ ભગવાન સાકાર છે, કે નિરાકાર છે? ઉપનિષદોમાં કેટલાંક વિશેષણો મુકેલા છે, એમાં એક પરમેશ્વર નિરંજન છે. જેની આંખમાં કંઈ આંજ્યું હોય એને કહેવાય અંજન.અને કંઈ નહિ આંજ્યું હોય એને કહેવાય નિરંજન. અહિ અંજનનો અર્થ થાય છે, રાગ અને દ્વેષ. એટલે પરમેશ્વરને રાગ નથી કે દ્વેષ નથી. એટલે પરમેશ્વર નિરંજન, નિર્ગુણ છે. ઘણા વિશેષણો આપ્યા છે, એમાનું એક વિશેષણ છે, નિરાકાર. તુલસીદાસજીએ એક સરસ છંદ લખ્યો છે. निराकार साकार ॐकार रूपम, विभूम व्यापकम ब्रह्मवेद स्वरूपम એમાં નિરાકાર કહ્યું છે અને સાકાર પણ કહ્યું છે. હિન્દુઈઝમને સમજવું બહુ કઠિન છે. પણ જો એકવાર સમજવામાં આવે તો બહુ સરળતાથી સ્વીકારે કે @30.02min. એક રૂપિયાના સિક્કાની જેમ બે છાપો છે એમ આ હિન્દુ ધર્મની પણ બે છાપો છે. ઇસ્લામ અને ઈસાઈ ધર્મમાં એકજ अल्लाह અને એકજ GOD છે. નિરાકાર એટલે નિરાકારજ એમાં શંકા કુશંકા કરવી નહીં. અહીં ઢગલાબંધ રીતે કહેવાય છે કે ઈશ્વર નિરાકાર છે અને પાછી સાકારની વાત પણ આવે છે. ત્યારે આ બેયનો મેળ કેવી રીતે બેસાડવો? ઈશ્વર અને ધર્મ બંને મૂળમાં નિરાકાર છે, પણ જ્યારે એમાં કલા ભેળવવામાં, ઉમેરવામાં આવે ત્યારે એ સાકાર થાય છે. એક વાર સ્વામીજી જેતલપુરથી આવતા હતા ત્યાં રસ્તામાં ચાર સંતો મળ્યા, એમને ગાડીમાં બેસાડી દીધા. તેઓ વેદાંતના વિદ્યાર્થીઓ હતા પણ પછી આચાર્યો થાય હતા. એમની સાથે ઘણી ચર્ચા થઈ. એમાં એક ચર્ચામાં  સ્વામીજીએ પૂછ્યું કે બોલો પરમેશ્વર સાકાર છે કે નિરાકાર? આપણે ત્યાં ત્રણ મત છે. પરમેશ્વર નિરાકારજ છે, પરમેશ્વર સાકારજ છે અને પરમેશ્વર નિરાકાર અને સાકાર એમ બંને છે. પેલા સંતોમાંના એક સંતે કહ્યું, આ ચતુર્ભુજ વિષ્ણુ છે એ એમનો આકાર છે. સ્વામીજીએ આગળ પૂછ્યું કે એ વાસ્તવિક આકાર છે કે કાલ્પનિક આકાર છે? તો કહે એ વાસ્તવિક આકાર છે. જો આ વાસ્તવિક આકાર હોય તો એ આકારને પડતો મૂકીને તમે બીજો આકાર મંદિરમાં શા માટે મુક્યો? સંતો પાછા ફરી ગયા અને કહ્યું કે મંદિરમાં જે આકાર છે, એ વાસ્તવિક આકાર છે. આમ તમે વિચાર કરો, ચર્ચા કરો તો ભૂલ સુધરે. સંતોએ કહ્યું મંદિરમાં મુકેલો આકાર સાચો છે. તો પછી એ આકાર બચપણમાં કેવો હતો? પાંચ વર્ષની ઉંમરે, દશ વર્ષની ઉંમરે, ત્રીસ વર્ષની ઉંમરે એ આકાર એવોને એવોજ હતો? સંતો મુંઝાઈ ગયા કે હવે શું કરીશું? સ્વામીજીએ કહ્યું કે @35.01min. અમારો સિદ્ધાંત છે કે પરમેશ્વર સ્વરૂપથી નિરાકાર અને કલાથી સાકાર છે. એજ વાત મારે તમને બતાવવાની છે.સ્વરૂપથી નિરાકાર એટલે તો એ બધે વ્યાપક છે. એટલે ઉપનિષદોની માન્યતા  છે કે પરમેશ્વર નિરાકાર છે અને સાકાર પણ છે. તો ઉપનિષદમાં નિરાકારની ઘણી શ્રુતિઓ આવશે, જેમ કાલે આવ્યું, अनेजदेकं मनसो जवीय: એ સૌથી સુક્ષમાં સુક્ષ છે. હવે એ પરમેશ્વરના નિરાકાર સ્વરૂપમાં કલાનો ઉમેરો થાય ત્યારે એમાં સાકારતા આવે છે. કલા એટલે શું? ઉદાહરણ સાંભળો. માનોકે તમે મોહનથાળ બનાવ્યો અને એને કઢાઈમાંથી સીધું ખાવો તો સ્વાદમાં કઈ ફર્ક પડે નહીં. એ નિરાકાર મોહનથાળ છે. પછી તમે એને ઠારીને ઉપર વરખ લગાવી, બીજું કંઈ નાખી ચકતાં પાડયાં અને કંઈ ડિઝાઇન બનાવી. આ જે ડિઝાઇન બનાવી એનું નામ કલા છે. આ મોહનથાળનો જુદો જુદો આકાર આપવાના કારણે એનો સ્વાદ બદલાયો ખરો? માણસ કલા પ્રિય છે. તમે सत्यम, शिवम्, सुंदरम  ફિલ્મી ગીત સાંભળ્યું હશે. सत्यम् એ દર્શન તત્વ છે. शिवम् એ કલ્યાણકારિતા છે અને सुंदरम् એ કલા છે. બહુ નાભિમાંથી બોલે છે કે ईश्वर सत्य है. પણ જો વાત આટલેથીજ અટકી ગઈ હોત તો તમે એકજ રૂપમાં રહી ગયા હોત. આગળ કહે છે, सत्य ही शिव है શિવનો અર્થ થાય છે, કલ્યાણકારી. પછે કહે છે सुन्दर है એટલે કે એ રૂપ-રૂપનો અંબાર છે. નિરાકારમાં રૂપ ન હોય પણ આ તો રૂપ-રૂપનો અંબાર છે. કલા એક વાસ્તવિકતા છે. કલ્પના કલાને કંડોરે છે. કલા એક વાસ્તવિક સંદેશ છે. એટલે અહિયાં ઉપનિષદ કહે છે, “अनेजदेकं मनसो जवीयो नैनदेवा आप्नुवन्पूर्वमर्षत, तद्धावतोन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति, तदेजति तन्नैजति ततदूरे तद्वन्तिके, तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यत: એ ભાઈ, આ બ્રહ્મ દુરથી દૂર છે અને નજીકથી નજીક છે. એ ગતિશીલ પણ છે અને ગતિ વિનાનું પણ છે. એ અંદરે છે અને એ બહારે છે. જે જુદા જુદા વિરોધી ધર્મો છે, એ બધ્ધા વિરોધી ધર્મો એનામાં છે. આ વાતને સમજાવવા માટે ઉપનિષદે ચર્ચા કરી છે. ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.  ॐ शांति: शांति: शांति:. સદગુરુ દેવ કી જય, नम: पार्वतीपतये हर हर महादेव हर. @40.48min. मधुराष्टकम – जनार्दन, हर्शिदा रावल. 

Leave a comment

Filed under અધ્યાત્મ

પૃથ્વી પાખાંડે ખાધી – શ્રી નારાયણ સ્વામી. /સ્વામી સચ્ચિદાનંદજી

B – AMDAVAD – તમારો આત્મા અને પરલોક એ બધું બરાબર છે, અમે ક્યાં ણા પાડીએ છીએ. પણ આ બધા ભૂખે મરે છે, દુખી થાય છે, દેશ ગુલામ છે, ચારે તરફ જે ભયંકરતા છે, તમે એના માટે તો કંઈ કરો, એક શબ્દ નહિ લખવાનો. આપણે ત્યાં ઋષિ યુગ સુધી અધ્યાત્મ, સમાજ, રાષ્ટ્ર બધું મિશ્રિત છે. તમે જનકને જોશો તો જનક રાજ ભોગવે છે, યુદ્ધ કરે છે અને અધ્યાત્મની પરકાષ્ટા પણ ભોગવે છે. એજ પ્રમાણે રામ અને કૃષ્ણ યુદ્ધ કરે છે, વનમાં જાય છે છતાં અધ્યાત્મની પરકાષ્ટાએ છે. પછી એવો ટાઇમ આવ્યો કે અધ્યાત્મ ખસતું ખસતું આત્મા અને પરલોક સુધી આવીને ત્યાં અટકી ગયું.  એટલે આ જે બ્રહ્મસુત્ર છે એ અધ્યાત્મનો ગ્રંથ છે, એમાં તર્કો છે, યુક્તિઓ છે અને માણસ જો રાગ દ્વેષથી મુક્ત થઈને, રાગ દ્વેષથી મુક્ત હોય એવા માણસ પાસે એનું અધ્યયન કરે તો આજના સમયમાં પણ એમાંથી ઘણું જ્ઞાન મળી શકે છે. અધ્યાત્મને સક્રિય બનાવો. જે કૃષ્ણ કહે છે તું કર્મ કર, એજ કૃષ્ણ પૂરા અધ્યાત્મની વ્યાખ્યા કરે છે, ત્યારે આપણે પણ એ વ્યાખ્યા પ્રમાણે ચાલીએ. મૂળમાં એક તત્વ છે એવી ધારણા કરી, બધામાં એકતાનો અનુભવ કરી, એક ભાવથી રહેવું એજ વધારે ઉત્તમ છે.  જય ભિખ્ખુ સાહિત્ય સંસ્થા અને એની પરંપરામાં કુમારપાળ ભાઈ દર વર્ષે આવી બે-ચાર સભાઓનું આયોજન કરે છે. મારો એવો અનુભવ છે કે મહાપુરુષ હોવા માત્રથી નામ નથી રહેતું. નામ રાખનારા હોય તો નામ રહે છે. ભાઈ શ્રી કુમારપાળ ભાઈ પિતૃ શ્રાદ્ધ કરી રહ્યા છે અને આ જે વિષય રાખ્યો છે, તે મને પૂછીને ન હોતો રાખ્યો એટલે જે કંઈ બે શબ્દો કહ્યા એમાં કંઈક પણ મારા તરફથી કોઈને દુઃખ થયું હોય, કલેશ થયો તો મને ક્ષમા કરશો, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @4.26min. અમરેલી પાસે બાબાપુરમાં શ્રી ગુણવંતભાઈ પુરોહોતનું બહુમાન નિમિત્તે પ્રવચન. મનુષ્યોનું જો વર્ગીકરણ કરવામાં આવે તો મારી દ્રષ્ટીએ એના પાંચ વર્ગ પાડી શકાય. જે સૌથી પહેલો પ્રશ્નો ઊભા કરનારો વર્ગ છે. એને તમે ગમે ત્યાં મુકો, એ જ્યાં જશે, જ્યાં રહેશે ત્યાં સતત પ્રશ્નો ઉભા કરશે. પ્રશ્નો હોયજ નહિ અને વગર જોતા પ્રશ્નો ઉભા કર્યા કરે એવો એક આ વર્ગ છે અને આ વર્ગથી આખી દુનિયા ત્રાસી ગઈ છે, કોઈ એવું ગામ નથી કે કોઈ એવી સંસ્થા નથી કે જ્યાં આ પ્રકારના માણસો એકાદ-બે ન રહેતા હોય અને જ્યાં નહિ રહેતા હોય ત્યાં જીવન ધન્ય ધન્ય થઇ જતું હશે. મંથરા અને શકુની બંનેનું કામ પ્રશ્નો ઉભા કરવાનું છે. સારામાં સારો વહીવટ એજ કરી શકે જે પ્રશ્નોને, ચગાવનારાઓને રોકી શકે, અટકાવી શકે. એનાથી એક બીજો વર્ગ છે, જેનું કામ છે, પ્રશ્નોને અડવુંજ નહીં. પ્રશ્નોની ઉપેક્ષા કરવી. પ્રશ્નોને નહિ અડનારો જે વર્ગ છે, એ આ દેશમાં સાધુ સંત થઈને પૂજાય છે. મહારાજ તો ભોંયરામાં રહે છે, સંસારની એમને કંઈજ પડી નથી. કોઈ જીવે તો એ વાહવાહ અને મરે તોએ વાહવાહ, દેશ આઝાદ થાય તોએ ભલે અને ગુલામ થાય તોએ ભલે. પ્રશ્નોને ન અડીને બહુ સરળતાથી આ દેશમાં મહાપુરુષ-ભગવાન થઇ જવાય છે. @10.00min. સ્વામીજીની ચીનની મુસાફરીમાં એક સજ્જન ન કેમેરો લાવ્યા, ન દૂરબીન લાવ્યા હતા એની વાત સાંભળો. ભારતમાં રીઅલ મહાપુરુષો અને ડમી મહાપુરુષો એ બેયનું જો કોષ્ટક કરવામાં આવે, તો એક હજાર ડમી મહાપુરુષોએ કદાચ એકાદ રીઅલ મહાપુરુષ પેદા થયો છે. આપણે ૯૯૯ ડમી મહાપુરુષોને પૂજીએ છીએ, જેમને કશુજ કર્યું નથી. ગાંધીજી અને શ્રી મદ રાજચંદ્રનું દ્રષ્ટાંત સાંભળો. શ્રી મદ રાજચંદ્રનું જો ચિત્ર તમે જોયું હોય તો હાડકે-હાડકું દેખાય. એ એમ કહેતા કે આ પૂર્વની વેદની હું ભોગવી રહ્યો છું. ગાંધીજી એમાં સંમત ન થતા. પૂર્વના કર્મોના કારણે આ દેશમાં અનેક અનર્થો થયા છે અને થઇ રહ્યા છે એની તમે કલ્પના ન કરી શકો. હિટલરે ૬૦ લાખ યહુદીઓને માર્યા તે પૂર્વના કર્મોને લીધે? બીજા દ્રષ્ટાંતો સાંભળો. શ્રવણના શ્રાપને લીધે દશરથ મૃત્યુ પામ્યા, પણ તમે કદી વિચાર કર્યો કે આ જે પુત્ર વિયોગે દશરથ મૃત્યુ પામ્યા, એ દુઃખ માત્ર દશરથ સુધીજ રહ્યું? કૌશલ્યને એનાથી વધારે દુઃખ છે, અયોધ્યાની પ્રજાને પણ એનાથી વધારે દુઃખ છે. એનું પરિણામ સીતાને ભોગવવું પડે છે, લક્ષ્મણને, ભરતને અને આખા પરિવારને ભોગવવું પડે છે, કેવી રીતે કર્મની વ્યવસ્થા કરશો? જો એ પુત્ર વિયોગનો શ્રાપ માત્ર દશરથ સુધીજ અટક્યો હોત તો, તો બરાબર છે. તમે કોઈ કર્મની કોઈ સચોટ વ્યવસ્થા નહિ કરી શકો. @14.55min. એક ઓળખીતા શેઠની વાત સાંભળો જે ૬૨ વર્ષે ૧૪ વર્ષની કન્યાને પરણેલા. સ્વામીજીની સલાહ લઈને પછી સ્વમીજીનેજ હાથો બનાવે એવી આ વાત છે. બીજા એક કરોડપતિ વેપારીની વાત સાંભળો જે પોતાની પત્ની દેવ થઇ ગયા પછી પોતાનાજ ઘરમાં અનાથ થઇ ગયા છે. પૂર્વમાં અને પશ્ચિમમાં આ ફર્ક છે કે પેલાં છોકરાં માં-બાપના માટે પ્રયત્ન કરે કે મારી મમ્મી એકલી બિચારી કેવી રીતે રહેશે? મારા પપ્પા એકલા કેવી રીતે રહેશે? અને અહિયાં છોકરાને એમ થાય કે જો નવો વારસદાર થયો તો અડધું એ લઇ જશે. હું એકજ વાત કરવા માંગુ છું કે ભલા થાજો, ડગલે અને પગલે પૂર્વના કર્મોને ન લાવશો. @20.11min.વૃંદાવનમાં એક ઈજા પામેલી ગાય ને સ્વામીજીએ માટી પલાળીને પટ્ટો બાંધ્યો, જેથી કાગડા માંસ ચૂંથી ન શકે. એક બ્રહ્મચારી મદદ કરવાના બદલે કહેવા લાગ્યો, जाने दो, ये सब अपने अपने कर्मोंका भोग, भोग रहे हैं. पूर्व जनमका भोग, भोग रहे हैं. સ્વામીજીના ગળે આ વાત ઉતરી નહીં. ૧૦-૧૫ દિવસ થયા હશેને એજ બ્રહ્મચારી માંદા પડયા. તાવ ચઢ્યો, સાંજનો ટાઇમ અને એમના રૂમમાં સુતા સુતા બુમ પડે, दैयारे दैया मर गया, दैयारे दैया मर गया. સ્વામીજી એના ઉંબરે ગયા તો બોલવા લાગ્યો, देख क्या रहे हो, मेरा जी जा रहा है, पानी पिला दो, पानी पिला दो, पानी पिला दो. સ્વામીજી ત્યાં ઉંબરા ઉપર ઉભો ઉભો શાંતિથી કહું છું, महाराज, पूर्वके कर्म आये हैं अच्छी तरहसे इसे भोगलो. मजाक मत करो, पानी पिला दो, पानी पिला दो. જયારે તાવ ચઢે છે, ત્યારે એને પાણી પીવું છે અને બીજા માંદા થાય ત્યારે પૂર્વના કર્મની વાત કરે છે. કદી આવા ચક્કરમાં ના પડશો. ગાંધીજી એકે એક પ્રશ્નને અડ્યા હું ઘણી બાબતમાં ગાંધીજી સાથે સંમત નથી પણ હું એમ માનું છું કે ગાંધીજી એકે એક પ્રશ્નને ટચ કરે છે, બિરલાએ એક જગ્યાએ લખ્યું છે કે, હું જયારે ગાંધીજીને મળવા ગયો ત્યારે ગાંધીજી પેપરમાંથી રજાઈઓ બનાવતા હતા. કે શિયાળામાં લોકોને ટાઢ ના વાય. બિરલા કહે આ તમારું કામ નથી અને રજાઈ તો રૂની બને. ગાંધીજી કહે રૂના તો પૈસા થાય અને વગર પૈસાની રૂ કરતાં ગરમ સારી બને છે. શ્રી મદ રાજચંદ્રજીએ આઝાદીની લડતમાં કેટલી ગોળીઓ ખાધી? કેટલી લાઠીઓ ખાધી? કેટલા દિવસ જેલ ગયા? એકેય પ્રશ્નને અડ્યા નહિ. માત્ર રાજચંદ્રનીજ વાત નથી, રમણ મહર્ષિ, ઉત્તરવર્તી કાળમાં શ્રી અરવિંદ આવા તો કેટલાયે લોકો છે જે ભગવાન તરીકે પૂજાય છે. અધ્યાત્મ અને પ્રશ્નોને અલગ કરી દીધા. અધ્યાત્મનો અર્થ છે, સંસારથી ભાગો.અને સંસારથી ભાગવાનો અર્થ છે, પ્રશ્નોથી ભાગો. @25.07min. બુદ્ધ ભાગ્યા, ભગવાન થઇ ગયા પણ કોઈએ યશોધરાનો પક્ષ ન લીધો. એક બીજા ઘણા મોટા મહાપુરુષ લગ્નની ચોરીમાંથી ભાગ્યા પણ પેલી બ્રહામણીનું શું થયું? એના પુનર્લગ્ન તો થવાના નથી. જ્યાં સુધી તમે રીઅલ મહાપુરુષને નહિ સમજો, તમારા પ્રશ્નો નહિ ઉકેલાય. ચાણક્ય રીઅલ મહાપુરુષ છે. ચાણક્યની મુત્સદ્દીગીરીથી ચંદ્રગુપ્તે વિશાળ સામ્રાજ્ય બનાવ્યું. તમે કોઈ પણ ધર્મને માનતા હોવ પણ ભર્તુહરિ અને ચાણક્યને જરૂર વાંચજો. એના પછી દૂર દૂર સુધી જોઈએ તો એક શિવાજી મહારાજ, પછી ગાંધીજી અને સરદાર પટેલ ધરતી ઉપરના મહાપુરુષો દેખાય છે. ઇન્દોરથી ચાર-પાંચ સજ્જનો આવ્યા, તેની વાત સાંભળો. રસ્તામાં એક રૂપાળી બહેનને ગુંડાઓ ઉપાડી ગયા અને એ બનાવ જાતે જોનારા વિષે સાંભળો. એ લોકોએ કશું કર્યું નહિ અને કશુંજ બન્યું નથી એવું નક્કી કરીને ઘર ભેગા થઇ ગયા. તમે જાણો છો કે આ વૃત્તિના કારણે દેશમાં એક બહુ નમાલો વર્ગ પેદા થઇ રહ્યો છે. ગાંધીજીના સમયમાં એક બળવાન શક્તિશાળી વર્ગ ઉભો થયો હતો, અંગ્રેજોના ઘોડા સામે આપણી બહેનો ઉભી થઇ જતી કે ચલાવ તારા ઘોડા. એક ત્રીજો વર્ગ જે પોતાનાજ પ્રશ્નો ઉકેલે છે, બીજાના પ્રશ્નોને અડવાનુજ નહિ તે ઉદાહરણથી સાંભળો. @30.01min. એક સજ્જનની વાત સાંભળો. આ સજ્જન જમણવારમાં પહેલીજ લાઈનમાં બેસી જાય છે, કેમ? તે સાંભળો. આ માણસ પોતાનોજ પ્રશ્ન ઉકેલે છે. એક ચોથો વર્ગ હોય છે એ પોતાના તો ખરા પણ બીજાનાયે પ્રશ્નો ઉકેલે છે. એવા ઘણા માણસો છે. સ્કુલમાં જે ભણાવે છે એ પોતાના પ્રશ્નો તો ઉકેલે છે પણ સાથે સાથે બીજાના એટલેકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને પણ ઉકેલે છે, દેશના પ્રશ્નોને પણ ઉકેલે છે. એક છેલ્લો અને પાંચમો વર્ગ છે જે લોકોનાજ પ્રશ્નો ઉકેલે છે, પોતાનું જે થવાનું હોય તે થાય. મહાત્મા ગાંધીજી આ કક્ષામાં હતા. એમણે ના પોતાનો વિચાર કર્યો, ના પોતાના છોકરાનો વિચાર કર્યો કે ના આવનારા પોતાના સંતાનોનો વિચાર કર્યો પણ માત્ર લોકોના પ્રશ્નોનોજ વિચાર કર્યો. સાચા અર્થમાં એને સંત કહેવાય. કે જે માત્ર લોકોના પ્રશ્નો ઉકેલવા માટેજ જીવતો હોય, એજ કામમાં રચ્યો-પચ્યો રહેતો હોય. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @34.26min. બ્રહ્મકુમારી અને ઈશ્વરનું ધામ વિષે સાંભળો. @40.45min. મહાપુરુષ કોને કહેવાય? @42.31min. ભજન – પૃથ્વી પાખાંડે ખાધી – શ્રી નારાયણ સ્વામી.
 

Leave a comment

Filed under અધ્યાત્મ

 एकत्व्मनुपष्य्त: तत्रकोमोह कशोक एकत्व्मनुपष्य्त/ સ્વામી સચ્ચિદાનંદજી.

 
2B – VADODARA  – ડાર્વિનનો પક્ષ લઈને જે વકીલ કેસ લડતો હતો, એ આઠ દિવસમાં મરી ગયો. એટલે પેલા લોકોએ વાત ઉડાડી કે, જોયું આ નાસ્તિકનો પક્ષ લીધો એટલે મરી ગયો. અંતે કોર્ટે જજમેન્ટ આપ્યું કે ધાર્મિકતા એક અલગ વસ્તુ છે અને બૌદ્ધિક વિકાસ એક અલગ વસ્તુ છે. જો બાઈબલના સત્યને પરમ સત્ય માની લેવામાં આવે તો અમેરિકા માત્ર અંધકારનો દેશ થઇ જશે. આગળ કોઈ સત્ય શોધકને ચાન્સ ના રહે. એટલે ડાર્વિનની થીયરી કોઈ માને કે ના માને, એને એની થીયરી પ્રકાશિત કરવાનો હક્ક હોવોજ જોઈએ. જજે એના જજમેન્ટમાં લખ્યું કે હું પોતે ચુસ્ત ક્રિશ્ચિયન છું, હું કોઈ નાસ્તિક નથી, પણ મારા સામે આજે એવો મોટો પ્રશ્ન છે કે આ પૃથ્વી ઉપર ઓચિંતાના બે માણસો મૂકી દીધા હોય અને એમાંથી સુષ્ટિ થઇ એવું માનવા મારું મન તૈયાર નથી. એટલા માટે સૃષ્ટિ ઉત્પત્તિની દરેક વાતો બે-બે પ્રકારની છે. એક વૈદિક અને એક પૌરાણિક. પૌરાણિક જુદી વાત છે પણ વૈદિક ઈશ્વરને નાભિ નથી, લક્ષ્મીજી નથી, કમલ નીકળતું નથીઅને એમાંથી નીકળતા નથી. બ્રહ્માજી અને શિવ લડી પડે એવી કોઈ વાત નથી. અહિયાં તો બૌદ્ધિક વાતો છે. દાર્શનિક માન્યતાઓને લઈને આજે પણ તમે તમારા બાળકને સમજાવી શકો, કોઈ વિદ્યાર્થી હોય એને પણ તમે સમજાવી શકો કે તમારી પાસે નોલેજ છે અને બૌદ્ધિક ઉભા રહેવાની એક ક્ષમતા છે. માત્ર પૌરાણિક વાતોના દ્વારા તમે લોકોના ગળે આ વાત ઉતારી ના શકો. કદાચ તમારા ગળે એ વાત ઉતરી હોય, એ તો તમારી વ્યક્તિગત વાત થઇ. આ રીતે એમણે સૃષ્ટિક્રમની વાત કરી. બી કોઈ જગ્યાએ બીજા પ્રકારની સૃષ્ટિ રચનાની વાત કરેલી છે. તો આ બધાનો મેળ કરવો કેવી રીતે? એના માટે પહેલાં અધ્યાયમાં ચાર પાદોની રચના કરવામાં આવી અને આ ચારેચાર પાદોમાં વિરોધી-વિરોધી શ્રુતિઓ લઇ આવ્યા. પહેલા તમને બતાવે કે ઓ હો હો કેટલો વિરોધ? આ બેયનો મેળ થઇ શકેજ નહીં. પછી એમ કહે કે આનું કહેવું આવું છે, જે આ સંદર્ભમાં કહ્યું છે. અને આનું કહેવું આવું છે, જે આ બીજા સદર્ભમાં કહેલું છે. માટે આ બેય કરોડરજ્જુના જે મૂળ સિધ્ધાંતો છે, એનો આ રીતે સમન્વય થઇ શકે છે. સમન્વય થવાનું પરિણામ એ આવ્યું કે તમારી એક ગુંચ નીકળી ગઈ. ઉપસંહારમાં કહું છું કે વિવેકનું કામ છે, ગૂંચો ઉકેલવી. શ્રધ્ધામાં શક્તિ છે, પણ વિવેકમાં નથી. શ્રદ્ધા એની શક્તિ દ્વારા ગૂંચને ઉકેલવા તોડી-ફોડી નાંખે, કારણકે એને ખબર નથી કે દોરો ક્યાંથી કાઢવો. દોરને તોડવા નથી પણ ઉકેલવા છે, એ કામ પેલો વિવેક કરે. શ્રધાની શક્તિ અને વિવેકની દ્રષ્ટિ આ બેયના યોગ થી તમારી ઈશાવ્ર સંબંધી ગૂંચો નીકળી જશે. કોઈ ખે આ ભગવાન મોટા તો કોઈ કહે આ ભગવાન. પણ ભગવાન એકજ છે તો કોઈ નાનું નથી કે કોઈ મોટું. ભગવાન નાનો કે મોટો ક્યારે હોય કે જયારે એકથી વધુ બે-પાંચ-વીસ ભગવાન હોય. આ પૌરાણિક કક્ષાના નાના બાળકો છે, એમણે રમત રમવા દો. જયારે એ પૌઢ કક્ષાએ આવશે ત્યારે સમજશે કે આ બધા અકારો તમારા કરેલા છે. @5.05min. મૂળ તત્વ એક છે અને તે એક બ્રહ્મ છે. એના ઉપર દ્રઢતા થઇ ગયા પછી તમને કોઈ વિચલિત નહિ કરી શકે. તમારી ઉદારતા એ છે કે પછી તમે કૃષ્ણના ચિત્રને એટલાજ પ્રેમથી નમસ્કાર કરશો, તમારા પિતાના ચિત્રને પણ એટલાજ પ્રેમથી તમે નમસ્કાર કરશો. હનુમાનજીનું ચિત્ર હોય કે મહાવીર કે બુદ્ધનું હોય તમે એટલાજ પ્રેમથી નમસ્કાર કરશો. કારણકે તમને બધાનું એકત્વ દેખાય છે. एकत्व्मनुपष्य्त: तत्रकोमोह कशोक एकत्व्मनुपष्य्त: જ્યાં સુધી આ કક્ષા નહિ આવે ત્યાં સુધી એકના ઉપર વ્હાલ થશે અને બીજાના ઉપર દ્વેષ થશે. એક સજ્જનની વાત સાંભળો. એમના ઘરમાં રણછોડજીનું ચિત્ર પણ એ પછી બીજા સંપ્રદાયના પ્રભાવમાં આવી ગયા અને એ સંપ્રદાયના માણસોને ઘરમાં લાવવાના થયા. એમણે રણછોડજીનું ચિત્ર ઊંધું મૂકી દીધું કારણકે એનામાં વિવેકનો અભાવ છે. જો એણે એકત્વ દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોત તો રણછોડજીના ચિત્રને ઊંધું મુકવાની જરૂર ન હતી. પ્રત્યેક ચિત્રમાં એજ છે, એ તો તમારી દ્રષ્ટિનો વિકાર છે. इधर भी तू है और उधर भी तू है, जिधर देखता हूँ वहां तू ही तू है. એ નક્કી છે કે એક જગ્યાએ તમારો રાગ ઉભો કરવામાં આવે તો બીજી જગ્યાએ દ્વેષ થવાનોજ. રાગનું પ્રમાણ જેટલું વધારે તો દ્વેષનું પ્રમાણ એટલું વધારે મોટું થવાનુજ. જ્યાં સુધી ઈશ્દેવ સંબંધી રાગ-દ્વેષ રહ્યા કરતા હોય ત્યાં સુધી તમને અધ્યાત્મિક ક્ષેત્રમાં, સાંસારિક ક્ષેત્રના આરાધકથી જરા જુદા નથી પડવાના. જે આરાધકો સાંસારિક ક્ષેત્રમાં રાગ-દ્વેષ કરીને ઝગડતા હોય છે, એજ પ્રકારે અહીના આરાધકોને પણ એવાજ રાગ-દ્વેષ કરી ઝગડ્યા કરતા હોય છે. એકજ વાત કરી વાત પૂરી કરું. બુદ્ધના સંગમાં ઘણી સાધ્વીઓ અને આ બધી સાધ્વીઓ લાઈન સર પોતપોતાના આસન બિછાવી દે. દરેકની પાસે બુદ્ધના ચિત્રો.સવાર-સાંજ પોતાના ઈષ્ટદેવનો દીવો પ્રગટાવી અગરબત્તી ફેરવે. એકજ બુદ્ધના ચિત્રો પણ એમાં આ મારું અને આ તારું ચિત્ર એવી સમજણજ રાખે. એક સાધ્વીની અગરબત્તીની સુગંધ બાજુની સાધ્વી તરફ જવા લાગી એટલે એને એમ થાય કે મારા બાજુમાં તો મારી દુશ્મન છે. હું તમને ભલામણ કરું છું કે તમે એક-બે વર્ષ સાધુ થઈને સાધુ ભેગા રહો. તમે કાનની બુટ પકડશો કે આના કરતાં તો અમે હાજર ઘણાં સારા છીએ. તમે પૈસા માટે લડી મારો છો તો અમે બેસવા માટે લડી મારીએ છીએ. સાધ્વીઓની વાત આગળ સાંભળો. સાધ્વીઓને બુદ્ધના પ્રત્યે રાગ છે એટલે એકબીજા ઉપર દ્વેષ થયો છે. એ રાગ અને દ્વેષ એમણે શાંતિ નથી આપતા. પ્રત્યેક ચિત્રમાં એકજ બુદ્ધ છે એવો જો વિવેક એમણે જાગે તો રાગ્માથી અનુરાગ થશે. પછી પાડોશીને ત્યાં એ ધુમાડો જતો હોય તો પણ રાજી થાય. આ બાજુ પણ એજ છે અને પેલી બાજુ પણ એજ છે. બ્રહ્મસુત્ર આ ભૂમિકા સાધકોને આપવા માંગે છે. એટલા માટે વ્યાસજીએ પહેલાં અધ્યાયની અંદર,વિરોધ જેવી દેખાતી શ્રુતિઓનો સમન્વય કરી એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે બધી શ્રુતિઓ એકજ બ્રહ્મની ચર્ચા કરે છે. હરિ ઓમ, કૃષ્ણ કનૈયા લાલકી જય, સદગુરુ દેવકી જય, ૐ નમ: પાર્વતી પતે હર હર મહાદેવ હર. @11.17min. સંત ચરિત્રમાંથી રાગ-દ્વેષના વિષય ઉપર વિસ્તૃતમાં ચર્ચા. @37.42min. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.
 

1 ટીકા

Filed under અધ્યાત્મ

 स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः./સ્વામી સચ્ચિદાનંદજી.

3B – BRAHMSUTRA – VADODARA MESONIC HALL – બ્રહ્મસુત્ર – વડોદરા મેસોનીક હોલ – બ્રહ્મસુત્રના જે ચાર અધ્યાય છે અને એ ચારેચાર અધ્યયોના જે નામ છે, એ નામની પાછળ જે જ્ઞાન છે, જે પ્રેરણા છે, એની ચર્ચા કેવામાં આવી રહી છે. ગઈકાલે બીજો અધ્યાય, અવિરોધાધ્યાય એટલે વિરોધનો પરિહાર અથવા વિરોધપરિહરાધ્યાય કેવી રીતે કરવો એ પ્રકરણો, એ અધિકરણોની ચર્ચા કરવામાં આવી. ત્રીજા અધ્યાયનું નામ સાધનાધ્યાય છે અને ચોથા અધ્યાયનું નામ ફલાધ્યાય છે. સાધનાધ્યાય અને ફલાધ્યાયની ચર્ચા કરીએ એના પહેલા પશ્ચિમ અને ભારતના વચ્ચેનું એક મહત્વનું અંતર છે, એને સમજી લેજો. પશ્ચિમના લોકોનું લક્ષ્ય છે, સતત સુખની વૃદ્ધિ કરવી, જયારે ભારતના અધ્યાત્મનું લક્ષ્ય શાંતિ છે. જો આ બે મુદ્દાને તમે સમજી શકશો તો પૂર્વ અને પશ્ચિમ આ બંને વચ્ચેના ભેદને તમે સમજી શકશો. સુખની વૃદ્ધિ સગવડોને આધીન છે અને સગવડો વિજ્ઞાનને આધીન છે. એટલે સુખેચ્છું પ્રજા સતત વિજ્ઞાનનો વિકાસ કરતી રહે હ્હે. શાંતિ સગવડોને કે વિજ્ઞાનને આધીન નથી. આપણે ત્યાં પધ્ધતિ એવી થઇ કે જો તમારે શાંતિ જોઈતી હોય તો સુખનો ત્યાગ કરો. એટલે સુખ એ ગૌણ અને ત્યાજ્ય વસ્તુ બની ગઈ. આપણે ત્યાં જેણે વધારે સુખોનો ત્યાગ કર્યો હોય એને વધારે નમસ્કાર, પ્રણામ કરવાની ઈચ્છા થાય અને સુખના ત્યાગનું નામ ત્યાગ બતાવ્યું છે. પશ્ચિમના લોકો મહા પુરુષ કે ઉત્તમ પુરુષ કે સેવક થવા માટે સુખ ત્યાગને જરૂરી નથી માનતા. અને તમારા પાસે એવી અપેક્ષા પણ નથી રાખતા કે તમે ગાડી ના ફેરવો, તમે ચંપલ ના પહેરો કે તમે સારા મકાનમાં ના રહો. આપણે જેણે ત્યાગ કહીએ છીએ એના કરતાં પેલાના ત્યાગમાં એક મહત્વનો ફરક છે. ત્યાગનો અર્થ છે, તમારી શક્તિનો વિનિમય બીજાના માટે કરવો. @5.02min. તમારા પાસે ૨ લાખ રૂપિયા છે અને એને તમારા ધ્યેય પ્રમાણે કેન્સર-કીડનીમાટે કે કોઈ સામાજિક હેતુ માટે વિનિમય કરો છો એટલે તમે ત્યાગી છો. એક યુવાન અને યુવતી બંને ખુબ પ્રેમ કરે છે, એના સમાજમાં કશો વાંધો નથી. પણ દેશ ઉપર આક્રમણ થાય છે, યુવાન લશ્કરમાં ભરતી થાય છે, યુવતી નર્સ બને છે, એનું નામ ત્યાગ છે. પછી એ ૫-૧૦ વર્ષ સુધી ના મળે, બે માંથી એકાદ મરી જાય. અને એ આઘાતને એ સહન ન કરે એને એ લોકો ત્યાગ કહે છે. એટલે આપણા ત્યાગમાં અને એના ત્યાગમાં આ મુદ્દાનો ભેદ છે. આ ભેદને ત્યાગને તમે સમજશો તો ભારતનો ત્યાગ એ વાન્ઝીઓ ત્યાગ છે, જેમાંથી કશું નિર્માણ થતું નથી. હું ચંપલ પહેરું કે ન પહેરું એનાથી દેશને શું મળવાનું હતું? હું આટલા લાંબા પુરા કપડાં પહેરું કે નાની પોતડી પહેરું તો એનાથી આ સમાજને, દેશને કે માનવતાને શું મળવાનું હતું? મહારાજ તો પૈસાને નથી અડતા પણ પૈસાદારને બરાબર પકડીને નીચોવી નાંખે. એટલે પેલાના ત્યાગમાંથી હજારો નન્સો, પાદરીઓ પેદા થાય છે. એ લોકો ઝુંપડે-ઝુંપડે ફરે છે, ગામે-ગામ ફરે છે. ગરીબોની જરૂરિયાત પૂરી પડે છે અને પેલી નન્સો ત્યાંનું સુખ છોડીને રોગીઓના પાટા-પીંડી કરવા આવે છે. એટલે આ ત્યાગ પરિણામ આપનારો ત્યાગ છે. ત્યારે આપણા ત્યાગમાં હું સવારથી સાંજ સુધી ઉપવાસ કરું, વ્રત કરું, ઊંધા માથે લટકું, એક પગે ઉભો રહું તો એમાંથી સમાજને કે દેશને શું મળશે? પણ આવું થયું કેમ? એટલા માટે કે આપણે શાંતિ મેળવવા માટે સુખના ત્યાગી છીએ, જયારે પેલા સુખનો સ્વીકાર કરે છે એટલે તમે કદી સગવડના દ્રોહી ના બનો, એટલે વિજ્ઞાન દ્રોહી ના બનો, એમ આ ત્રણેની લીંક છે. આપણા પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાં અર્થ અને કામ વિકાસની પ્રેરણા આપનારા છે. કામ એ ઈચ્છા છે અને એના માટે અર્થ. એટલે અર્થથી કામ અને કામથી અર્થ. પણ પછી અર્થ અને કામને છેવાડાના બની જાય તો મહાપાપ થાય. એટલે પહેલાં ધર્મ મુક્યો છે અને અર્થ ખરો પણ ધર્મના દ્વારા. કામ પણ ખરો પણ ધર્મના દ્વારા. પછી મોક્ષને છેલ્લે રાખ્યો છે. પણ આ ક્રમને ઉલટાવી પહેલો મોક્ષ પછી ધર્મ, અર્થ અને કામ ઉપર ચોકડી લગાવી દીધી. એનું પરિણામ એ આવ્યું કે તમારી કામ શક્તિનો નાશ કરો એટલે તમારી અર્થ સંબંધી ઈચ્છાઓ નષ્ટ થઇ જશે. એનું પરિણામ આવ્યું કે ઉત્તર્વર્તી કાળમાં જે શાસ્ત્રો લખાયા, ગ્રંથો લખાયા, ભારતનું મસ્તિષ્ક ઘડાયું તે લગભગ ૧૦૦% પુરુષોના દ્વારા ઘડાયું એમાં સુખના બે કેન્દ્રો માનવામાં આવ્યા તે પૈસો અને સ્ત્રી. @10.00min. બુદ્ધ સ્ત્રીનો ત્યાગ કરે છે, પણ કોઈ એમ કહે નહિ કે તમે કેમ તમારી યુવાન પત્નીનો ત્યાગ કર્યો? પણ લોકો એની આરતી ઉતારે. બુદ્ધનો આપણે જયજયકાર કર્યો પણ એ સ્ત્રીના પક્ષમાં શું વેદના હતી, એનું કોઈએ વિચાર્યુજ નહીં. કારણકે સ્ત્રી એ ત્યાજ્ય વસ્તુ છે અને તમે એનો ત્યાગ કરો એટલે મહાન થઇ જાવ. રામાનુજે પણ એમની સ્ત્રીનો ત્યાગ કર્યો હતો. એમના બાપ માર્યા ત્યારે એ હવન કરતા હતા અને માં મરી ત્યારે મંદિરમાં ઘડે-ઘડે પાણી લઇ જતા હતા. પત્ની એના પગમાં પડી પણ એને છોડીને ચાલ્યા ગયા. લોકો કહે કે એમણે ૭૧ પેઢી તારી નાંખી, પણ પત્નીનો કોઈ પક્ષ લેતું નથી. કારણકે આપણે ત્યાં એવી માન્યતા થઇ કે કંચન એટલે પૈસો-અર્થ અને કામિની-સ્ત્રીનો જે ત્યાગી હોય એજ ઈશ્વર સક્ષાત્કાર કરી શકે. રાજક્તિ અને કામશક્તિ એ બેયનો મેળ છે. કામશક્તિને કચડનારી પ્રજા કદી રાજ્શક્તિ ભેગી કરી શકી નથી, એ નમાલી પ્રજા થઇ છે.એનું પરિણામ એ આવ્યું કે તમે સગવડો વિકસાવી ના શક્યા. આપણે ત્યાં મહાપુરુષો તો થયા પણ તે જૂની વાતોનેજ પુષ્ટ કરનારા થયા. પણ નવી વાતો કરનારા ના થયા. ત્યારે તમે બ્રહ્મસુત્રના મૂળમાં આવો તો એણે સાધનાધ્યાસની અંદર સાધનો શું બતાવ્યા? બહુ સરળ અને સ્પષ્ટ વાત છે, ઘણા શાસ્ત્રર્થો થયા છે. @15.00min. અને શાસ્ત્રાર્થો કોના સાથે થયા છે? ત્રીજા અધ્યાયનો ત્રીજો પાદ અને બીજા અધ્યાયનો બીજો પાદ શાસ્ત્રર્થની દ્રષ્ટીએ બહુ મહત્વનો છે. પહેલો શાસ્ત્રાર્થ કર્મકાંડીઓ અને પૂર્વ મિમાંસકો સાથે થયો છે. આપણે ત્યાં એક વર્ગ સુખ ભોગી રહ્યો છે, એ પણ સંસારનું સુખ નહિ પણ સ્વર્ગનું સુખ. તમે પૂર્વ મીમાંસાનું સાબર ભાષ્ય વાંચજો તો તમને કલ્પના થશે કે આ સ્વર્ગ? એમાંથી તો બૌદ્ધ ધર્મ પેદા થયો. પશુને કેવી રીતે બાંધવું? કેવી રીતે મારવું? મારતી વખતે કયો મંત્ર બોલવો? એની જીભ ક્યાં મૂકવી? હૃદય ક્યાં મૂકવું? એના પગ ક્યાં મૂકવા? બધી ઝીણી ઝીણી બાબતો છે. અને પછી આ બધામાંથી કોણે કયો ભાગ આપવો? આ બધું શા માટે છે? લોકોત્તર સુખ મેળવવા માટે છે. ઉપર સ્વર્ગના સુખો મેળવવા માટેના આ પ્રયત્નો છે. યાદ રાખજો આ લોકો શાંતિની શોધમાં નથી પણ સુખની શોધમાં છે, એના માટે લાંબા-લાંબા યજ્ઞો અને લાંબી-લાંબી વિધિઓ ઉભી કરી. એમાંથી પશુબલી, અને એમાંથી પ્રજાનો કકળાટ અને એમાંથી બુદ્ધ અને મહાવીર થયા. તો અહિયાં જે સુખ મળતું ન હતું એ સુખ સ્વર્ગના સુખમાં બતાવ્યું છે કે ત્યાં દૂધની નદીઓ વહે છે, મધની નદીઓ વહે છે. કેટલાકે એવું પણ બતાવ્યું કે ત્યાં શરાબની પણ નદીઓ વહે છે. એની સૌથી કનિષ્ટમાં કનિષ્ટ દ્રષ્ટિ એ છે કે ત્યાં અપ્સરાઓ છે, કારણકે અહીંયા ઘણા લોકોને કામસુખ ના મળ્યું હોય તે અપ્સરનું સુખ લેવા ઉપર જાય. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ત્યાં TV-VIDEOનું, મારુતિ કાર કે કોકાકોલાનું સુખ છે. એટલે આ દેશની એક બહુ મોટા ભાગની પ્રજા પરલોકના સુખ માટે વળી ગઈ. એટલે આપણે ત્યાં યજ્ઞો પર યજ્ઞો થતા રહ્યા પણ ગામમાં પાણીની વ્યવસ્થા કે ગટરની વ્યવસ્થા ના હોય, લાઈબ્રેરી કે સ્કુલ કશું ના હોય અને એની કોઈને પ્રવાહ પણ ન હતી. એક કોલેજના આચાર્યની વાત સાંભળો. @20.05min. એમણે કહ્યું મહારાજ આ કમ્પુટરના પૈસા ભેગા કરતા અમારો દમ નીકળી ગયો. સ્વામીજીએ કહ્યું તમે ભૂલ કરી કમ્પુટરના બદલે તમે યજ્ઞ કરવાની વાત કરી હોત તો પૈસાનો ઢગલો થઇ ગયો હોત. અમે લોકોના માઈન્ડ એવી રીતે ઘડ્યા છે કે કમ્પુટર માટે પૈસા આપવાથી ઉપર શું મળશે? લોકો એવું નથી વિચારતા કે કમ્પુટરના ભણતરથી આપણા છોકરાઓ દુનિયાની પહેલાં નબરની પ્રજા થશે તો ભીખ માંગીને ઉતરેલા કપડાં પહેરવાની જરૂર ના પડે. થોડા ૫૦-૭૦ વર્ષોથી આપણે આ તરફ એટલે વિજ્ઞાન તરફ વળ્યા છીએ. પારસીઓ આવ્યા પછી આ દિશામાં એટલે કે ગામમાં સ્કુલ બનાવવામાં કે હોસ્પિટલ, લાયબ્રેરી બનાવવા જેવા રાષ્ટ્રીય દાન થવા લાગ્યાં. બાકી તો ગામ ગંધાતું હોય, ગામમાં સ્કુલ નાં હોય પણ તેની કોઈને પડેલી ના હોય. પણ દીવામાં હજાર મણ ઘી બોલવામાં લોકો ગૌરવ અનુભવતા હોય એનું પરિણામ એ આવ્યું કે ભારત ચોથા નંબરનો દેશ થઇ ગયો. આપણે ધીરે-ધીરે-ધીરે વિજ્ઞાન તરફ વળી રહ્યા છીએ. એટલે બહુ પ્રાચીન કાળમાં બ્રહ્મસુત્રના ત્રીજા અધ્યાયમાં જેણે આપણે સાધન પાદ કહીએ છીએ એમાં સૌથી વધારેમાં વધારે શાસ્ત્રાર્થ પૂર્વ મીમાંસકો સાથે કરવામાં આવ્યો. પણ એનો અર્થ એ રીતે ઘટાડવામાં આવ્યો છે કે સ્વર્ગ મળ્યું તોએ શું? क्षीणे पूण्ये मृत्यु लोकं विषन्ति. જયારે તમારા પૂણ્ય પુરા થશે એટલે પાછા આવવું પડશે. માણસની આ ખાસિયત છે કે સુખ આપ્યા પછી જો દુઃખ આપો તો એ દુઃખ એના માટે હજાર ઘણું થઇ જશે. એટલે ગીતાને લખવું પડ્યું  आब्रह्मभुवनाल्लोका:…..पुनर्ज न्म न विद्यते…..(गीत ८-१६). અર્જુન બ્રહ્મલોક સુધીના જે લોકો છે, એ પુનરાવર્તન કરાવનારા છે. બહુ યજ્ઞો કર્યા અને તમે ઇન્દ્ર થયા તો પણ પુરાણોમાં ઈન્દ્રનું કોઈ આદર્શ ચરિત્ર નથી. દેવોનો ઇન્દ્ર એવો કેવો કે અહલ્યાના ઘરમાં ઘુસી જાય અને ન કરવાનું કામ કરે. નારદ તપ કરે અને ઈન્દ્રનું આસન ડોલે એટલે ઇન્દ્ર તરતજ તપ ભંગ કરવા અપ્સરાને મોકલાવી દે. @25.10min. ઈન્દ્રનું તો આ મોટામાં મોટું શસ્ત્રજ છે. આ અપ્સરાઓ કોણ અને એનો ધંધો શું? એમણે કોઈ પતિઓ છે કે નહીં? વિશ્વામિત્ર હોય કે ઇન્દ્ર હોય કે ગમે એ તપસ્વીઓ હોય, એ કોઈ આગળ ન આવે એના માટેની આ ઉંબેટો છે.એક ઉર્દ્યના શાયરે બહુ સરસ વાત લખી છે. दिलको बेह्लानेको ग़ालिब जन्नतका ख्याल अच्छा है. फिरान मुल्के अदमसे कोई के मई पूछूं, कहाँ मुसाफिरों मंजिलपे क्या गुजरती है. ફિલસુફી એટલે દર્શનની જે મેથડ છે કે આ લોકના પ્રશ્નોને પડતા મુકીને પરલોક તરફ વાળી દો, એટલે આ લોક તમારો બરબાદ. પશ્ચિમના લોકો પહેલા પરલોક તરફ વળેલા પછી એમને સમજ આવી કે મર્યા પછી પરલોકમાં સુખ ભોગવવા કરતાં મર્યા પહેલા અહીંજ સુખ ભોગવવા સારા અને હું તો ભોગવું પણ આવનારી પ્રજા પ્રજા પણ ભોગવે એવી વ્યવસ્થા કરવી. પછી બધા દાર્શનિકો થયા એ બધા ધરાતલ ઉપરના વાસ્તવવાદીઓ છે. એમણે વાસ્તવિકતાની ઉપેક્ષા ના કરી. મુંબઈમાં સ્વામીજી પ્રવચન કરવા ગયેલા સાથે એક વૃદ્ધ સન્યાસી પણ ગયેલા તે વાત સાંભળો. @29.58min. એક રીટાયર્ડ મામલતદારની વાત સાંભળો.એની ૨૨ વર્ષની વિધવા છોકરીને લઈને આવ્યો અને કહ્યું મહારાજ, આના માથા ઉપર હાથ મુકો અને આશીર્વાદ આપો કે આખી જીંદગી ભજન કરે. સ્વામીજીએ મામલતદારનેજ આશીર્વાદ આપ્યો કે તું બે વર્ષમાં આ છોકરીને પરણાવી દે. અરર…તમે મારું નાક કાપવાનો પ્રયત્ન કરો છો? અમારામાં નાતરું થાયજ નહીં. સ્વામીજીનું કહ્યું ના માન્યું અને એ છોકરી છ મહિનામાંજ વિધર્મી જોડે ભાગી ગઈ. પેલા પશ્ચિમના લોકોની ફિલસુફી ધરાતલ પર છે. મારું કહેવાનું આ છે કે પેલી વિધવા આખી જીંદગી વૈધવ્ય પાળીને એનું શું થશે એની કલ્પનાજ આપણે ના કરી. આઠ વર્ષેની કેટલીએ છોકરીઓ આજે એંસી વર્ષની ઉંમરે પહોંચેલી મેં જોઈ છે. એમણે તો એમના પતિને જોયાજ નથી. એમનું ગામ પણ જોયું નથી. કોઈને એની પડેલી નથી. આપણે સુખ્દ્રોહી થયા એનું આ પરિણામ છે. આપણે ત્યાં સુખના બે કેન્દ્રો કંચન અને કામિનીનો ત્યાગ કરો એટલે તમે મહાપુરુષ, નહિ તો સંસારના કીડા. એટલે બ્રહ્મસુત્રના ત્રીજા અધ્યાયની અંદર જુદા જુદા સાધનો છે. સ્વામીજી સહજ જીવન ઉપર ભાર મુકે છે. અને એટલા માટે સ્વામીજી કહે અત્યાર સુધી એકપણ માણસને સન્યાસ નથી આપ્યો. એક છોકરાને સાધુ બનાવેલો પણ એ જબરજસ્તી થયેલો. એના માં-બાપેજ કહેલું કે આ બીજે ગમે ત્યાં સાધુ થઇ જશે અને ફસાઈ જશે, એના કરતા તમારે ત્યાં રાખો. બહુ સારો છોકરો હતો પણ બે વર્ષમાં એક અકસ્માતમાં એ દેવ થઇ ગયો. પછી કોઈને સાધુ નથી બનાવ્યો. @35.01min. કેટલાયે છોકરા આશ્રમમાં આવે એને થોડા દિવસ આશ્રમમાં રાખું, મારા પુસ્તકો વાંચવું, સમજવું પછી એને ઘર ભેગો વિદાય કરું. એ પાકો થઈને જાય. એક-દોઢ વર્ષ પહેલાં એક પટેલનો ૨૨ વર્ષનો છોકરો આવેલો એને તાબડતોબ સન્યાસ લેવો હતો પણ ૧૦-૧૫ દિવસ રહીને જાણી કરીને સ્વામીજીની રજા લઈને કહીને ગયો કે મારે હવે સન્યાસ નથી લેવો. માં-બાપ ખુશ થઇ ગયા. એના બાપનો કાગળ આવ્યો કે તમે મારા એકના એક છોકરાને બચાવ્યો. હું લોકોને કહું છું કે તમે સહજ જીવન જીવજો. જીવન મધ્યમાં છે, છેડા ઉપર નથી.જીવન અતિ ભોગમાં નથી અને અતિ ત્યાગમાં પણ નથી. આ ગીતાનો માધ્યમ માર્ગ છે. युक्ताहारविहारस्य…..भवति दु:खहा…..(गीता ६-१७). એ માધ્યમ માર્ગ બુદ્ધનો છે. એટલે અહિયાં જે સાધનનો વિચાર કરવામાં આવ્યો એમાં એ વાત તો કહેવામાં આવી કે તમે સ્વર્ગના માટે લાલસા રાખીને જે કોઈ વિધિ-વિધાનો કરતા હોય એનાથી કોઈ કલ્યાણ થવાનું નથી. ગીતા એમાં સાક્ષી છે. यामिमां पुष्पितां वाचं…..पश्चित:…..((गीता २-४२). હે અર્જુન આ જે पुष्पितां वाचं એટલે જેનાં ફૂલ લાગેલા છે પણ ફળ આવતા નથી તે સાંભળવામાં તો બહુ સરસ લાગે છે. જે અવિદ્વાન લોકો છે એટલેકે જે અત્યંત સ્વર્ગની વાસનાવાળા લોકો છે, એનાથી તું દૂર રહેજે. ત્યારે હવે કરવું તો શું કરવું? બ્રહ્મસુત્રમાં એક ફલાધ્યાય છે. આ અઘરો ગ્રંથ છે, વાંચવાનો ગ્રંથ નથી પણ વ્યાખ્યેય ગ્રંથ છે. આખું બ્રહ્મસુત્ર अथातो ब्रह्मजिज्ञासा…..(अध्याय १ पाद १…१)  થી अनावृत्ति: शब्दादनावृत्ति: शब्दात्…..(अध्याय ४ पाद ४-२२) – ત્યાં સુધીના જે બધાં સુત્રો છે, એ આખું સાંભળવા મળ્યું હોય તો મગજ એકદમ ક્લીઅર થઇ જાય. તમને ખબર પડે કે તમારો મૂળ ઋષિ શું કહેવા માંગે છે અને આપણને ક્યાં ભટકાવી મર્યા છે? @40.05minआवृत्तिरसकृदुपदेषात…..(अध्या य ४-पाद १…१) એ જે તમારા ઈષ્ટદેવનો જપ કર્યા કરતા હોવ, એની આવૃત્તિ કર્યા કરો. આપણા અહીં જે ભક્તિ માર્ગો નીકળ્યા, શૈવ અને વૈષ્ણવ, એમાંને કૈલાસ મહત્વનું સ્થાન છે, જયારે બીજાને ગોલોક કે વૈકુંઠ મહત્વનું સ્થાન છે. આ જે ભક્તિ માર્ગ છે, એના મૂળ બ્રહ્મસુત્રમાં છે. ગીતમાં જે શરણાગતિયોગ વારંવાર આવે છે કે  भक्तिरेकाविशिष्यते, भक्तिमान्माम प्रपद्यते, एक भक्तिर विशिष्यते, सर्वधर्मानपरित्यज्य…..मोक्ष् यिष्यामि म शुच:…..(गीत १८-६६). એટલે ગીતમાં આવેલો જે ભક્તિ માર્ગ છે, એના મૂળ બ્રહ્મસુત્રમાં છે. ગીતા, ગીતાની રીતે બતાવે છે અને બ્રહ્મસુત્ર એની રીતે બતાવે છે. आवृत्तिरसकृदुपदेषात એની આવૃત્તિ કર્યા કરો. કેમ? अस्कृतुप्देषा – વારંવાર એવો ઉપદેશ આપ્યો છે, એટલા માટે. ભાર શેના ઉપર મુક્યો? यज्ञानांजपयज्ञोस्मि स्थावराणांहिमालय:…..(गीत १०-२५) અર્જુન મેં તને ઘણા યજ્ઞો બતાવ્યા. તુંજ તારો આચાર્ય, પુરોહિત, હિતવિક, તુંજ તારી વેદી, આહુતિ છે, કશું લાવવાની જરૂર નથી. માત્ર એક જગ્યાએ દ્રઢતાથી બેસી, મને નિષ્ઠાથી પકડ અને જે તને ઠીક લાગે તે, જેમાં તારું મન લાગતું હોય, તે મારા નામની આવૃત્તિ કર્યા કર. અને આ બધામાં તને દ્વિધા રહેતી હોય તો हरि ॐ तत्सत् નો જાપ જપ્યા કર. હરિ ॐમાં બધું આવી ગયું અને એમાં પણ દ્વિધા રહેતી હોય તો માત્ર ॐ નો જપ જપ્યા કર. तस्यवाचकः प्रणव – ॐ બોલે એટલે તને એમ નહિ થાય કે કયા ભગવાન? આખા બ્રહ્માંડોના બ્રહ્માંડ એમાં આવી ગયા. બધા દેવ-દેવીઓ એમાં આવી ગયા. પણ તું એક મંત્ર નક્કી કરી, એકાંતમાં બેસી એની આવૃત્તિ કર્યા કર.आवृत्तिरसकृदुपदेषात એ આવૃત્તિ જે છે એના પરિણામોઅરે તમારા અનુભવથી જોવાના. મારી વાત ઉપર વિશ્વાસ નહિ કરવાનો, પણને ભલામણ કરું છું કે તમે રોજ એક થી ચાર કલાક જપ માટે આપો અને જુઓ એના પરિણામ આવે છે કે નહિ? માળા કરો તો એનું પ્રદર્શન નહિ કરવાનું. પાપને જેમ સંતાડે એમ ભક્તિને સંતાડવાની, ઉપાસનાને સંતાડવાની. તમે ઉપાસક છો એવી પ્રસિદ્ધિ થાવીજ ન જોઈએ. ભલે લોકો તમને નાસ્તિક કહેતા હોય. લોકો તો હંમેશા આદમ્બરને પૂજે છે.મેં નામની આવૃત્તિ કાર્ય કરો, ર્ટલે સાધનાના ચાર પાદો રાખ્યા છે. એ પાદોની અંદર ભાર મુકવામાં આવ્યો છે કે તું તારા એક ઈષ્ટદેવનું નામ છે એનું સ્મરણ કર્યા કર. @45.03min. તું ધીરે ધીરે ધીરે એનો પ્રભાવ જો. એનો પ્રભાવ ધીરે ધીરે ધીરે તમારી વૃત્તિઓ ઉપર પડશે, તમારા વિચારો ઉપર તમારા આચારો ઉપર પડશે. આપોઆપ બધું બદલવા માંડશે. જે આ પરિવર્તન છે, એ દ્વિમુખી છે. આ અંદરથી સ્ફુરેલું પરિવર્તન છે, એટલે એ લાંબો ટાઈમ રહેશે અને એને દૂર કરી શકાતું નથી. જે ઉપરથી પરિવર્તન આવે છે, એ લાંબો ટાઈમ ટકતું નથી અને આ જે નામ સ્મરણ છે, જપ છે, ઈશ્વરની આરાધના છે, ઈશ્વરની શરણાગતિ ભાવ છે, પછી એ બાવની અંદર તન્મય થયેલો માણસનું મહાફળ મોક્ષજ બતાવે છે. अनावृत्ति: शब्दादनावृत्ति: शब्दात्…..(अध्याय ४ पाद ४-२२). એવો જે જીવાત્મા ઉત્ક્મણ કર્યા પછી ફરી પાછો સંસારમાં આવતો નથી. ગીતા પણ એજ કહે છે, आब्रह्मभुवनाल्लोका:….. पुनर्जन्म न विद्यते…..(गीता ८-१६). આ તો મેં બ્રહ્મ્સુત્રની દ્રષ્ટિએ જે એના ફળ હતાં તે બતાવ્યા. આજે વિજ્ઞાન એટલા જોરથી આગળ વધ્યું છે એની તમે ઉપેક્ષા ના કરી શકો. કારણકે વિજ્ઞાને આપણી કેટલીયે માન્યતાઓને હચમચાવી નાંખી છે. અને એ સારું છે.માત્ર શર્ત એટલી છે કે એ બે સત્યોને ટકરાવા દો, પણ એનો સરવાળો કરો. અધ્યાત્મનું સત્ય અને વિજ્ઞાનનું સત્ય એ બંનેને એકબીજાના દુશ્મનના માનો. વિજ્ઞાનનું સત્ય, અધ્યાત્મના સત્યને રીફાઈન કરશે. તમારા માટે પ્રયોગશાળા જુઠ્ઠી થવાની નથી, પણ પ્રયોગશાળા દ્વારા તમે જુઠ્ઠા થવાના છો. એક બ્રાહ્મણ પ્રોફેસરનો એકનો એક પહેલવાન જેવો છોકરો મેલેરિઆના રોગમાં દવા લેવાની ભૂલથી ગુજરી ગયો. એના કાઉન્ટ ઘટી ગયા. મુંબઈ જશલોક લોક સુધી ગયા પણ એ છોકરો ના બચ્યો. સો વર્ષ પહેલા આ બાબતની કોઈને ખબર ન હતી. આ કાઉન્ટ એટલે રોગનો પ્રતિકાર કરનારા બેક્ટેરિયા જો ઘટી જાય તો રોગ સારો થઇ શકે નહીં. આ કાઉન્ટ બાબતે જાણ્યું પણ હજુ કેટલુંયે જાણવાનું બાકી છે. કલેસ્ત્રોલની આપણને ખબરજ ન હતી. કલેસ્ત્રોલથી કોરોનરી સાંકડી થઇ જાય એનાથી હાર્ટ એટેક આવે પણ આપણે દર્દીને સામેથી દૂધ અને ઘી આપીએ છીએ. ઘણીવાર માણસ સંડાસમાં મરી જાય. માણસને બ્લડ પ્રેસર હોય અને કબજિયાત પણ હોય અને જોર કરવા જાય તો એટેક આવી જાય તો ત્યાંને ત્યાંજ સંડાસમાં મરી જાય. એમાંથી એક વહેમ ઉભો થાય કે અરેરે કે એનો આત્મા અઘોદ્વારમાંથી નીકળ્યો તો કયા લોકમાં જશે? સ્વામીજીનું પુસ્તક મારા અનુભવોમાં કાશીના એક બહુ મોટા યોગીની વાત સાંભળો. એક બીજી સહજ જીવન જીવતો કુંભારની ઘટના સાંભળો. કુંભારનું મૃત્યુ યોગીના જેવું થયું કારણકે એ સરળ અને સહજ જીવન જીવતો હતો. એણે પોતાના મૃત્યુની અગાઉથી જાહેરાત કરી અને પરોઢિયે ૪ વાગ્યે દેવ થઇ ગયો. એમણે પોતાની સ્મશાન યાત્રા બેન્ડવાજા સાથે કઢાવી. @55.00min. આ એક ભોગી જેને આપણે સંસારી કીડો કહીએ છીએ, એ યોગીના જેવા મૃત્યુથી મરે છે એટલે યોગી કહેવો કોને? આ સન્યાસી યોગી (શ્રી શંકર ચૈતન્ય ભારતીજી) કહેતો ગયો કે મારા જેવું અપ્રાકૃતિક જીવન કોઈ જીવશો નહીં. પેલો કુંભાર સહજ માર્ગ ઉપર ચાલે છે. હું તમને થોડી વધારે વાત કરીશ કે તમારા શરીરને એવું બનાવજો કે જિંદગીમાં તમે રોજ ચોખ્ખું ઘી ખાતા હોવ પણ કોઈને ત્યાં ગયા હોવ અને એક દિવસ વેજીટેબલ ઘી ખાવાનું થાય તો ખાઈ શકો. એક દિવસ બજારના ભજીયાં કે ભૂસુ ખાઈને પણ કાઢવું હોય તો કાઢી શકો. સ્વામીજી એક ફંકશનમાં ગયેલા તેની વાત સાંભળો. ત્યાં ૧૦-૧૫ આર્ય સમાજના સાધુઓ હતા. ૫૦૦૦ માણસોનું જમણ હતું અને સાધુઓને શુધ્ધ ઘી-નીજ રસોઈ જોઈતી હતી. એમણે ખબર નથી કે જંગલમાં ૫૦૦૦ માણસોની શુધ્ધ ઘીની રસોઈ બનાવવી કેવી રીતે? આખી વાત સાંભળો. સ્વામીજીએ એમણે પૂછ્યું, क्या शुध्ध घी-का भाव खबर है आपको? તમે એક દિવસ શુધ્ધ ઘી વગર ચલાવી લીધું હોત તો તમારા ત્યાગને શું વાંધો આવવાનો હતો? @60.05min. એક ટંકજ કાઢવો હોય તો જે અનુકુળ આવે તે ખાઈ લેવું. ખરો ત્યાગ આ છે. પેલા ત્યાગમાં ઘ્રણા છે, ઉપાધી છે, અવ્યવસ્થા છે. ત્યારે આ ત્યાગમાં એક વ્યવસ્થા છે અને એટલા માટે સજ્જનો, આ ચાર દિવસથી મેસોનિક હોલમાં બેસીને ઈશ્વરે જેવી બુધ્ધિ આપી એવી કંઈક ચર્ચા કરી છે. લાયન્સ ક્લબ નન્દેશ્વરી તરફથી આ આયોજન થયું હતું. અને આ લાયન્સ ક્લબ ઘણા માનવતાના કાર્યો કરે છે. અત્યંત આગ્રહથી, મારી અનિચ્છાએ હું અહીં આવ્યો છું. પ્રજાને ઊંઠા ભણાવવા કશું ગમતું નથી અને હું ઊંઠા ભણાવી શકતો નથી. સ્વામીજીની સલાહ છે કે તમારે ત્યાગી કે સન્યાસી નથી થવાનું પણ માત્ર માણસ થવાનું અને સહજ જીવન જીવો અને માનવતાના કાર્યો કરો. તમારો ધંધો એજ તમારી ઉપાસના છે. ગાંધીજી સવાર-સાંજ થોડીક પ્રાર્થના કરતા અને આખો દિવસ કામ કરતા. રાષ્ટ્રનું કામ એ એમનો ધંધો હતો. ગીતાએ પણ કહ્યું છે. स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः…..(गीता १८-४६). તારા કર્મો એજ ઉપાસના છે. તમારો લાયન્સ કલબનો સૌનો આભાર. પરમેશ્વર આપણને સૌને સદબુદ્ધિ આપે, આપણે સૌ સન્માર્ગે વળીએ અને સૌનું કલ્યાણ થાય, અભાર, ધન્યવાદ, હરિ ઓમ તત્સત, કૃષ્ણ કનૈયા લાલકી જય, સદગુરુ દેવકી જય, ૐ નમ: પાર્વતી પતે હર હર મહાદેવ હર. 

1 ટીકા

Filed under અધ્યાત્મ

પ્રવચન વિશેષ – ૬૩ / સ્વામી સચ્ચિદાનંદજી.

 
A – BRAHM-SUTRA-NU TATVA-GNAAN – AMDAVAD, બ્રહ્મસુત્રનું તત્વજ્ઞાન – અમદાવાદ – જયભિખ્ખુ પ્રવચન પ્રસંગે – તમને કદી પણ એવો વિચાર આવે કે હિંદુ પ્રજા જનુની કેમ થતી નથી? માણસ જન્મજાત ઝનૂની નથી હોતો અને માણસ જન્મજાત આસ્તિક પણ નથી હોતો અને નાસ્તિક પણ નથી હોતો, માણસ તો માણસજ હોય છે, પણ એને બનાવવામાં આવે છે. જો આ વાત તમને સમજાય કે પ્રજા કેમ ઝનૂની નથી તો એનું મુખ્ય કારણ છે એના પોતાના શાસ્ત્રો. શાસ્ત્રો. શાસ્ત્રો છે, એક પ્રકારથી જન્માક્ષર છે, જનમ કુંડલી બરાબર છે. પોતાની પૂરી પ્રજા માટે એક ડીઝાઈન બનાવતા હોય છે. અને એ ડીઝાઇનમાં હિંદુ, જૈન અને બૌદ્ધ આ ત્રણે ધર્મોના જે શાસ્ત્રો છે, એમાંની કેટલીક ખાસિયતો છે, વિશેષતાઓ છે. એની એક વિશેષતા એ છે કે શ્રદ્ધાની સાથે બુદ્ધિને પણ એટલુંજ મહત્વ આપવાની તૈયારી છે. नहि श्रुती सहस्त्रमपी घटमपटैतुम इशते. બહુ મોટો ટીકાકાર વાચસ્પતિ મિશ્રનું આ વાક્યછે. એનો અર્થ છે કે એક હજાર વેદ આવે, એ ઘટ છે એ ઘટને પટ નહિ બનાવી શકે. એટલે હિંદુ, બૌદ્ધ અને જૈન આ ત્રણે પરંપરાઓના શાસ્ત્રોની વિશેષતાને સમજવા જેવી છે. કોઈ માણસ છે એને બિલકુલ તરતાં નથી આવડતું અને બહુ બીકણ છે, છતાં એને નદીમાં ન્હાવું છે. તો એ નદીના એકદમ કિનારે બેસી અને પોતાના ઉપર છબછબીયા કરશે. એક બીજો માણસ છે, એને તરતાં તો નથી આવડતું એ બીકણ નથી પણ થોડી હિંમત છે તો એ થોડો આગળ જશે અને કેદ જેટલા પાણીમાં જઈ, એ સ્નાન કરશે. એક ત્રીજા માણસમાં હિંમત પણ છે અને થોડું તરતાંએ આવડે છે, એ વધુમાં વધુ આગળ જશે, તરશે અને નીચેનો તાગ લાવવાનો પ્રયત્ન કરશે. શાસ્ત્રોની પણ આજ સ્થિતિ છે કે આપણે ત્યાં એક છબછબિયાં કરનારા શાસ્ત્રો છે,થોડાક ઊંડાણના શાસ્ત્રો છે અને એક અત્યંત ગહેરાઈના શાસ્ત્રો છે, જેનો તાગ બધા લોકો લાવી શકતા નથી. @5.06min. દુર્ભાગ્ય એ છે કે જે આ છબછબિયાં કરનારા શાસ્ત્રો છે એનુંજ લોકોએ પ્રચલન કર્યું, પેલા ઊંડાણના શાસ્ત્રો સુધી લોકોને પહોંચવાજ ન દીધા. ઉત્તરવર્તિ કાળમાં આખા ધર્મને આજીવિકાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું અને આજીવિકા છે એ આ છબછબિયાંમાંથી બહું મળતી હતી, એટલે જો પ્રજા ગહન ચિંતન કરતી થઇ જાય તો આખી આજીવિકા તૂટી પડતી હતી. ઉપનિષદની કથામાં એક પૈસોયે ન મળે અને ભાગવતની કથા કરો તો રોજ એક ભગવાનનો જન્મ થાય, એ ભગવાન પરણે, એને બાળકો થાય એમ બધું સાત દિવસ ચાલ્યા કરે અને જો બધું કરતાં આવડે તો પૈસાનો ઢગલો થઇ જાય. ઉપનિષદમાં એકજ નિરાકાર અજન્મા બ્રહ્મ, પરમેશ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે એના તરફ લોકોએ ઉપેક્ષા કરી. અને આ માત્ર છબછબિયાંવાળા જે છે, એને એટલું મહત્વ આપ્યું કે જાને સંપૂર્ણ આમાં આવી ગયું. એમ આપણે ત્યાં પણ ત્રણ કક્ષાના શાસ્ત્રો છે. એકદમ છબછબિયાં કરનારા શાસ્ત્રો છે, એ બધા પુરાણો છે. એમાં માઇથોલોજી છે અને લોકોને એ ગમે છે, એ વિષે સાંભળો. આ પુરાણોને તમે માયથોલોજી સમજો, સ્વીકારો તો કશો વાંધો નહિ, પણ તમે એને સત્ય કરીને સમજો તો બહું મોટી ઉપાધી, ઝગડા થાય છે. પુરાણોની કુંભકર્ણ અને વાંદરાઓની માયથોલોજી સાંભળો. આખી દુનિયાના પ્રાચીન શાસ્ત્રોમાં એટલે પુરણ શાસ્ત્રોમાં આવી માયથોલોજી છે. ગ્રીકોમાં છે, જૈનોમાં, બૌદ્ધોમાં છે, બધેજ છે. પણ એને તમે માયથોલોજી સમજીને સ્વીકાર કરો તો કશો વાંધો નથી પણ તમે એને સત્ય કરીને સમજો છો, ત્યારે બહુ મોટી ઉપાધી થાય છે. ત્યારે ઝગડા ઉભા થાય છે. કુંભકર્ણ અને વાંદરાનું ઉદાહરણ સાંભળો. જો તમે એમાં તાર્કીકતા લગાવો તો રસભંગ થઇ જાય. આ તાર્કિકતાનું ક્ષેત્ર નથી. निरन्कुषा: कवय: કવિઓ નિરંકુશ હોય છે, એ બધ્ધુંય કરી શકે છે. તમે મીથને મીથ માનો એમાં કોઈ વાંધો નથી પણ તમે એને સત્ય માની લો છો તો તમે પરમ સત્ય સુધી પહોંચી નથી શકતા, અને છબછબિયાંના ક્ષેત્રમાંજ રહી જાવ છો. એટલે આપણે ત્યાં પુરાણો પછી થોડા મધ્યમવર્તી શાસ્ત્રો આવ્યા અને એનાથી પણ વધારે ઊંડાણ વાળા શાસ્ત્રો છે, તે સુત્ર ગ્રંથો છે. મૂળ રૂપમાં આખું બ્રહ્મસુત્ર ૭ થી ૮ પાનામાં આવી જાય છે અને સુત્ર તો ચાર પાનાંમાજ આવી જાય છે. અને યોગ સુત્ર તો એથીએ નાનું છે. @10.31min. એક સમય હતો, એ સમયે ઈ.સ. બુદ્ધનાથી પણ પૂર્વ કાળમાં અને બુદ્ધથી ઉત્તર કાળમાં આ સુત્ર ગ્રંથો રચાયા હતા, ત્યારે હસ્ત લિખિત પ્રથા શરુ થયેલી ત્યારે મહત્વના સિદ્ધાંતોને, મહત્વની ચર્ચાને યાદ રાખવા માટે ગુરુ આખો દિવસ સમજાવે, એ સિદ્ધાંતને ટૂંકો, નાનો કરી કરીને એક નાનું સુત્ર બનાવી દેવાનું. હોમીયોપેથીની ગોળીજ સમજી લો. આપણે ત્યાં એક બીજી માન્યતા પણ છે, अर्धमात्रा लागवेणा वैयाकरणा: पुत्रवधु उत्सवं मन्यन्ते.– વ્યાકરણ શસ્ત્રનો જે ખરો જ્ઞાની હોય એ તો એક અર્ધી માત્રા પણ જો ઓછી થતી હોય, તો એને જાણે દીકરો જન્મ્યો હોય એટલો આનંદ થાય કે વાહ આટલી અર્ધી માત્ર કાઢી નાખું. એક વ્યાસ શૈલી છે અને બીજી એક સુત્ર શૈલી છે. વ્યાસ શૈલીમાં ફુલાવી ફુલાવીને મોટું મોટું કરીને વાત કહેવાની અને જે સુત્ર શૈલી છે એમાં જે મોટું મોટું છે એને નાનું નાનું કરીને કહેવાનું. વ્યાસ શૈલી સામાન્ય પ્રજા માટે છે જયારે સુત્ર શૈલી વિદ્વાનો માટે, જ્ઞાનીઓ માટે છે. એક સમય હતો જયારે સુત્રોનો પીરીયડ ચાલતો હતો. સુત્રોનો પીરીયડ પૂરો થયા પછી ભાષ્યનો પીરીયડ આવ્યો. અને ભાશ્યનો પીરીયડ પૂરો થયા પછી ટીકાઓનો પીરીયડ આવ્યો. આ ત્રણ કક્ષાઓ છે. જયારે સુત્રોનો પીરીયડ પૂરો થયો એટલે શંકરાચાર્ય, રામાનુજ, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, નિમ્બાર્ક વિગેરે જે આચાર્યો થયા એમણે સુત્રો ઉપર ભાષ્યો લખવા માંડ્યા. અને ભાષ્યોનો પીરીયડ પૂરો થયો, એટલે એના ઉપર જાતજાતની ટીકાઓ લખવા માંડી. એટલે એક-એક ભાષ્ય ઉપર કેટલા-કેટલા પંડિતોએ ટીકા લખી. આ જે શાસ્ત્રો રચનારાના છે, ત્રણ ભેદો છે, તે ઋષીઓ, આચાર્યો અને પંડિતો છે. આ ત્રણેને કડી એક ના સમજી લેતા. ઋષિઓ રાગ દ્વેષથી મુક્ત હોય અને સિધ્ધાંત પ્રેમી હોય પણ સિદ્ધાંતનો ઝનૂની ન હોય. ગાંધીજી ધર્મપ્રેમી છે, ઝનૂની નથી એટલે કુરાનની આયાતો, નમો હરિ હંતાણમ, બુદ્ધં શરણમ ગચ્છામિ બોલી શકે છે. ધર્મને એલરજી હોયજ નહી. ઋષીઓ લખે છે ત્યારે રાગ દ્વેષથી પર લખે છે. @15.00min. તમે આખી ગીતા વાંચી જાવ, કોઈ જગ્યાએ દુર્યોધનને ગાળ આપવામાં નથી આવી. એવીજ રીતે તમે બુદ્ધનું ધમ્મપદ વાંચી જજો. બુદ્ધ સુધારક છે. ગાંધીજી પણ સુધારક છે. અંગ્રેજો માટે એક પણ વાક્ય ઘસાતું બોલ્યા નથી. ઋષિ જયારે લખે છે, ત્યારે બેલેન્સ પૂર્વક લખે છે એટલે એમની વાણી આપોઆપ અમર થઇ જાય છે. પંડિતની વાણી રાગ-દ્વેષાત્મક હોય છે. રાગનું લાકડું, દ્વેષના લાકડા વગર ઊભું રહી શકેજ નહિ, એટલે તમે નાસ્તિક સાથે બેસજો પણ કદી ચુસ્ત ધાર્મિક હોય એના પાસે ના બેસશો. ચુસ્તતાનો અર્થજ છે, અસહિષ્ણુતા. એટલે કેદીઓ ઉપર જે જુલમ થયા છે, એથી વધારે જુલમ ધાર્મિક ક્ષેત્ર્ન થયા છે. જૈનોનો સપ્ત્ભંગી ન્યાય એટલે સ્યાદ-વાદ વિષે સાંભળો. સ્યાદવાદની અસર નીચે વાણીયો કદી મગનું નામ પાડે નહિ. ઋષિ શું કહે છે કે “यध्य्द्विभूतिमतस्त्वं……मम तेजोङ्ग्शसंभवं”…..(गीता 10-41). અર્જુન જ્યાં તને કોઈ જગ્યાએ તેજસ્વીતા દેખાય છે, એ મારુંજ રૂપ છે, એટલે હિન્દુઓ બધાને પગે લાગે છે. “एकम् सत विप्रा बहुधा वदन्ति” પરમ તત્વ પરમાત્મા એકજ છે, પણ વિદ્વાનો એને અનેક રૂપથી કહે છે, તે ઉદાહરણથી સમજો. @20.09min. તમે જરા વિચાર કરો કે એકજ કપડું હોત અને એનું બહુધા રૂપ ના હોત, તો આ દ્રેસોની વેરાઈટીજ જોવા ના મળત. એજ વસ્તુ નરસિંહ મહેતાએ કહી કે “ઘાટ ઘડીઆ પછી નામ રૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે” આના કારણે હિંદુ પ્રજા જનુની નથી બનતી, એટલે “हस्तिना ताडयमानोपि न गच्छेद जैन मन्दिरम” એ એક રીએક્શન છે તે વિષે અને જૈનોનું “तत्वर्थाभिगम” સુત્ર વિષે સાંભળો. સ્વામીજી એક જૈન આચાર્ય પાસે ભણવા ગયા. એમની સાથે ધર્મ સંબંધે ઘણી વાતો થઇ. પંડિતોનું કામ છે સૌને અલગ કરવાનું અને ઋષિ મુનીઓનું કામ છે અલગ થયેલાને ભેગા કરવાનું. એક વાર વાત-વાતમાં એમણે નિર્દોષ ભાવે મને કહી દીધું કે કૃષ્ણ તો સાતમી નારકીમાં ગયા છે. તો કોણ જોવા ગયું હતું? કોઈના હૃદયને આઘાત પહોંચાડવો એ પણ એક પ્રકારની હિંસાજ છે. એમણે ભૂલ સમજાઇ એટલે તરતજ કાનની બુટ્ટી પકડી કે મને આ કદી આ વિચારજ ના આવ્યો. એક જૈન શિબિરમાં જઇ આવેલા છોકરાએ કહ્યું કે અમને સાત દિવસ સુધી એકજ વસ્તુ સમજાવી કે કૃષ્ણ ભગવાન નથી. આ પંડિતો છે, રાગ-દ્વેષથી ભરેલા છે. બ્રહ્મસુત્રનું અધ્યયન કરો, તમારી પ્રિષ્ટભૂમિ હોય તો ઓછામાં ઓછું એક વર્ષ લાગે. એનું પહેલું સુત્ર છે “अथातो ब्रह्म जिज्ञासा” જેને બ્રહ્મ જીજ્ઞાસા હોય એને માટે આ ગ્રંથની શરૂઆત કરવામાં આવે છે. @24.57min. ૨૫૦૦-૨૭૦૦ વર્ષ પહેલાં મનુષ્યોના એટલે સમાજનો જે ક્રીમ વર્ગ છે એની પાસે વિચારવાના ત્રણ મુદ્દાઓ હતા, પહેલી જીજ્ઞાસા કે આ જગત શું છે? કોણે રચ્યું છે? ક્યારે રચ્યું છે? કેમ રચ્યું છે? ક્યાં સુધી ચાલશે? કેવી રીતે ચાલશે? વિગેરે. એટલે આ ભૌતિક જગત છે, એ ભૌતિક જગતની જીજ્ઞાસા છે, એ પહેલી જીજ્ઞાસા. બીજી જીજ્ઞાસા હતી, હું કોણ છું? શું છું? આ શરીર એજ હું છું કે આ શરીરથી અલગ કોઈ હું છું? અને છું તો મારું શું સ્વરૂપ છે? હું આવું છું, જાઉં છું, શું કરું છું, શું નથી કરતો? આ બીજી જીજ્ઞાસા હતી. ત્રીજી જીજ્ઞાસા પરમેશ્વર વિષે હતી. આ જે જગત અને આ જે જીવોનું આખું ટોળું છે, એ બેયના ઉપર કોઈ સુપર પાવર છે? કોઈ પરમ શક્તિ છે? અને છે તો કેવી છે? આ ત્રણેને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે વિચારવામાં આવ્યું છે. બ્રહ્મ્સુત્યની આ ખાસિયત છે, કે વિરોધ પક્ષને પણ પ્રોત્સાહિત કરે છે. બ્રહ્મસુત્રના ચાર અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર-ચાર પાદ છે, એમાં સૌથી વધુમાં વધુ મહત્વનો દ્વિતિય અધ્યાયનો દ્વિતિય પાદ એટલે તર્ક પાદ છે. એમાં તાર્કોજ તર્કો છે, શાસ્ત્રો વચ્ચે નહિ લાવવાના. કોઈને પણ લાગે કે આટલા વર્ષો પહેલા આટલો ઊંડો વિચાર કરવામાં આવ્યો હતો? જગતની કોઈ સ્થિતિજ નથી, જગત જેવી કોઈ વસ્તુજ નથી. એવું વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે. ना भाव उपलब्धे પેલો ઋષિ કહે છે આ જગતનો અભાવ નથી એની ઉપલબ્ધી છે. આ ઊંડાણને હવે જાતે સાંભળવું જરૂરી છે. બૌદ્ધની ચાર ધારોમાંથી એક ધારા વિજ્ઞાનવાદી કહે છે કે વિજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. આ જગત તો માત્ર તમારી કલ્પના છે, એમાંથી શંકરનું અદ્વૈત નીકળ્યું એમ લોકો માને છે પણ વાતો તો બંનેની સરખીજ છે. આ જે જગતના અસ્તિત્વને નહિ માનનારું દર્શન છે એ સ્વપ્નને વધુ મહત્વ આપે છે. આલોક્ભોગ્ય વિષય નથી. પેલો કહે છે, न अभाव उपलब्धे, એની ઉપલબ્ધી છે, એનો અભાવ નથી. અને એના ઉપર પછી ભાષ્યો લખાય છે. આ જે જગતના અસ્તિત્વને નહિ માનનારું જે દર્શન છે, એ સ્વપ્નને બહુ મહત્વ આપે છે. તરતજ એના ઉપર સુત્ર લખે છે, वैधरम्याच न स्वप्ना दिवत – આટલુંજ સુત્ર છે, એની વ્યાખ્યા કરો તો આખું પુસ્તક લખાય. સ્વપ્નના પદાર્થો છે અને જગ્રતના પદાર્થો છે, એમાં બહુ મોટું વૈધર્મ્ય છે. સ્વપ્નમાં કાંઈ વિલીન નથી થતું. જાગ્રત અવસ્થામાં વસ્તુ ત્યાંની ત્યાંજ રહે છે. ઉદાહરણ સાંભળો. એવીજ રીતે લગભગ એ સમયના બધા પ્રસિદ્ધ દર્શનો હતા એને તર્કના દ્વારા મુલવવામાં આવ્યા છે. પણ એનો આત્મા શું છે? એણે લખ્યું अथातो ब्रह्म जिज्ञासा. અને તરતજ કહ્યું બ્રહ્મ શું છે? એણે કહ્યું, जन्माद्यस्य्त: એટલે यत्: जन्मादि ततब्रह्म. @30.00min. જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થતો હોય એનું નામ પરમાત્મા. એના માટે એક પ્રસિદ્ધ શ્રુતિ છે તે यतोवा इमानि भूतानि जायन्ते ये न जातानि जीवन्ति यत्परयत्यभिषत्ति तद्विजिज्ञासस्व तदब्रह्म આ ઈશ્વરની વ્યાખ્યા છે એને ટૂંકા અર્થમાં કહ્યું છે तज्जला જન્મ, સ્થિતિ અને લય આ ત્રણ પ્રક્રિયા જેના દ્વારા થતી હોય એનું નામ બ્રહ્મ. ઘણા લોકો એમ કહે છે કે એવું માની લો ને કે આ સૃષ્ટિ અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંત કાળ સુધી રહેવાની છે. એ ઉત્પન્નએ નથી થઇ નથી અને એનો કદી નાશ પણ થવાનો નથી. બર્ટન રસેલે આજ પ્રશ્ન મુક્યો. એણે કહ્યું જો આ સૃષ્ટિનો ઉત્પન્ન કરનારો ભગવાન હોય તો પછી ભગવાનનો ઉત્પન્ન કરનારો કોઈ હોવો જોઈએને? જો ભગવાનનો ઉત્પન્ન કરનારો તમે માનો તો પછી એમાં અનવસ્થા દોષ આવે. પછી એનો ઉત્પન્ન કરનારો કોણ અને પછી એને…. એક પુરાણી બ્રાહ્મણ અને એક વ્હોરાભાઈ ટ્રેનમાં જતા હતા તેની વાત સાંભળો. આ અનવસ્થાની ચર્ચા ઉપનિષદમાં ગાર્ગીના પ્રશ્નો દ્વારા આવી છે તે સાંભળો. ટૂંકમાં બ્રહ્મ પોતે પોતાના આધારે છે.  @35.02min. એટલે વિષ્ણુસહસ્ત્ર નામમાં લખ્યું છે કે એ સર્વાધાર છે અને સ્વાધાર પણ છે. એટલે આપણે ત્યાં એક માન્યતા છે કે આ સ્વયંભુ શિવજી છે. પેલા જયપુરના ઘડેલા શિવજી નથી. અને જે સ્વયંભુ છે એનો કર્તા કોઈ ના હોય. એટલે  અહીં પેલા દાર્શનિક “બર્ટન રસલ” સાથે પ્રત્યક્ષનો વિરોધ આવે છે તે સાંભળો. ખંડ પ્રલય અને મહા પ્રલય – ચૌદ ખંડ પ્રલય અને એક મહા પ્રલય. એ ચૌદ જે ખંડ પ્રલય છે એને ચૌદ મન્વંતર કહેવામાં આવ્યા છે. આ સાતમો મન્વંતર ચાલે છે. પ્રત્યેક મન્વંતરના વર્ષો જો તમે નક્કી કરો તો ગણાવ્યા પ્રમાણે લગભગ બે અબજ વર્ષ ઉપર થાય સાત મન્વંતર સુધી અને આજે પણ ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે આ સૃષ્ટિને બે અબજ વર્ષો થયાં છે. ચાર અબજ એનું પૂરું આયુષ્ય છે, પછી મહા પ્રલય થાય છે. ખંડ પ્રલય કેમ થાય છે, તે સાંભળો. આ પ્રલય પૌરાણિક પદ્ધતિમાં માછલીના શિંગડા ઉપર મનુએ નાવ બાંધી, એક એક બીજ લઇ નવી સૃષ્ટિ કરી એને મત્સ્યાવતાર કહેવામાં આવ્યો છે. ભાગવતનો પહેલો શ્લોક બ્રહ્મસુત્રના બીજા શ્લોક પરથી રચાયો છે, जन्माद्यस यतोन वयादितरत: सत्यम् परं धिमहि આ પહેલું સુત્ર મૂકી દીધું. એ જે પરમ સત્ય છે એનું અમે ધ્યાન કરવાના છીએ. પણ પ્રશ્ન એ થાય છે કે તમે તો એક વાંસળીવાળું, ગોપીઓના ચીર હરનારું, માખણ ખાનારું બ્રહ્મ લઇ આવ્યા અને એ બ્રહ્મ તો બ્રહ્મસુત્રમાં કોઈ જગ્યાએ નથી આવતું. એટલા માટેજ એ બિલકુલ નિરંજન, નિરાકાર બ્રહ્મ હતું એને વાઘા પહેરાવી, જામા પહેરાવી એ નિરાકાર બ્રહ્મને સાકાર બનાવી દીધું છે, આ પૌરાણિક કક્ષા છે, એનો વિરોધ નથી કે આ ખોટું નથી પણ મૂળ તત્વ એ પેલામાં છે એને ભૂલી જવું એ મોટો દોષ થઇ ગયો કહેવાય. ફરી મારી વાત મારે કહેવી ન જોઈએ કે જ્યારે હું કાશીમાં રહેતો અને બ્રહ્મસુત્રનું અધ્યયન કરતો, શાંકર ભાષ્ય મને મોઢે થઇ ગયેલું, મેં ત્રીસવાર ભણાવ્યું છે. @40.07min. બ્રહ્મસુત્રના પહેલાના ચાર સુત્રો અત્યંત મહત્વના છે, એના ઉપર બધા આચાર્યોએ લાંબા લાંબા ભાષ્યો લખ્યા છે. રામાનુજે ઘણું લાંબુ ભાષ્ય રચ્યું છે. એમાં રામાનુજે શંકરાચાર્યનું જોરદાર ખંડન કર્યું છે કે કોઇપણ વાંચનારને એમજ લાગે કે ઓહોહો શંકરાચાર્યના સિધ્ધાંત તો કંઈજ નથી. બીજા વૈષ્ણવાચાર્યો બધા શંકરાચાર્યના વિરોધમાં આવ્યા. બ્રહ્મસુત્રમાં ઠેઠ સુધી પરમાત્મા, જીવાત્મા અને સૃષ્ટિનો વિચાર કરવામાં આવ્યો. હવે अनावृत्ति: शब्दादनावृति:शब्दाद (अध्यय ४, पाद ४ – २२). આ એનું છેલ્લું સુત્ર છે. જે આ પ્રકારે સાધના કરે, ઉપાસના કરે, પછી એની આવૃત્તિ ના થાય, એનો ફરીથી જનમ ના થાય. એનો મોક્ષ થાય, એનું કલ્યાણ થાય. ત્રણે હિંદુ, બૌદ્ધ અને જૈનો, આ બધ્ધાના સુત્રો છે, અથવા શાસ્ત્રો છે અથવા ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્ર છે એનું એક માત્ર પરમ લક્ષ્ય મોક્ષ છે અને એના કારણે મારી દ્રષ્ટિએ થોડો ફાયદો થયો અને ઘણું નુકશાન એ થયું કે આખા બ્રહ્મસુત્રમાં ક્યાંય રાષ્ટ્રની, સમાજની, ગરીબીની વાત નથી. વિધવાનો, ત્યકતાનો કે અસ્પૃશ્યતાનો પ્રશ્નજ નથી એટલે ભારતનું અધ્યાત્મ સમાજના પ્રવાહથી દૂર ખસી ગયું. કદી તમને વિચાર આવ્યો કે આ બધાં પ્રશ્નોને ટચ ન કરવાથી શું પરિણામ આવ્યું? એ સમાજના પ્રવાહથી દૂર ખસી ગયો. કોરું બની ગયું. ઇસ્લામ અને ક્રિશ્ચિઆનિટી દૂર ન ખસ્યા પણ સમાજની સાથેજ ચાલ્યા. સુઈગામથી બસમાં આવતી વખતે એક ફાધર સાથેની ધર્મ ચર્ચા સાંભળો. ક્રિશ્ચિઅનો પુનર્જન્મને માનતા નથી. હિંદુઓ પુનર્જન્મ તથા સત્કર્મો અને દુષ્કર્મોને માને છે. જેવા કર્મો એવી ગતિ થાય. તુકારામે કહ્યું છે, મારાં કર્મોજજો પરિણામ આપતા હોય તો મારે તારા ભજનની શી જરૂર છે? અને હું ખોટાં કર્મો કરીને પણ તારું ભજન કરું તો એના પરિણામ ન આવે તો મારે સારાં કર્મો કરવાની જરૂર શું છે? અને પછી પોતેજ જવાબ આપ્યો છે કે તું ખરાબમાં ખરાબ કર્મ કરે અને મારી પ્રાર્થના કરે તો હું તારો ઉદ્ધાર નહિ કરું.अवश्यमेव भोक्तव्यं कृतंकर्म शुभाशुभं, ना भुक्तं क्षियतेकर्म कल्पकोटि शतैरपि. તો પછી હું તમારી ઉપાસના કેમ કરું? @45.01min. એણે પોતેજ જવાબ આપ્યો, પ્રભુ, કર્મ મારે કરવા છે, પણ જે માર્ગ ઉપર હું ચાલુ છું એ ઢાળવાળો અને લપસણો છે. એટલે હું ઉપાસના તમારી એટલા માટે કરું છું કે મારા પગ જયારે આઘા-પાછા થતા હોય ત્યારે તમે મારું બાવડું પકડી રાખજો બાકી ચાલવાનું તો  મારેજ છે. એ હું જાણું છું. આ કર્મવાદ છે. ફાધર સાથેની ચર્ચા અહીંથી શરુ કે ઈસાઈ ધર્મ એવું મને કે જે બાળક જન્મતાની સાથેજ મારી જાય એ પણ સ્વર્ગમાંજ જશે. કારણકે એ તો શુધ્ધ, નિર્દોષ છે. તો સ્વામીજી કહે કે માનો કે એક દયાળુ માણસ એવો નીકળે કે આ બધાં મોટાં થશે અને પાપ કરશે, અનર્થો કરશે તો એનો અત્યારેજ નાશ કરી નાંખો. તો ફાધર કહે એ માણસ તો નર્કમાં જાય ને? સ્વામીજી કહે તો વિચાર કરો કે જે માણસે આવા નિર્દોષ લાખો બાળકોને સ્વર્ગમાં મોકલે તો એ માણસ નર્કમાં જાય ખરો?  ફાધર કહે તમે હિંદુઓ અમારું માથું ખાઈ જાવ છો. આખા બ્રહ્મસુત્રમાં આ ચર્ચા કરવામાં આવી કે આ કર્મ શું છે? જીવાત્માએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધી વાત ખરી, પણ મુશ્કેલી ક્યાં થઇ? હિંદુઇઝમનું અધ્યાત્મ સમાજના પ્રવાહથી દૂર ખસી જાય છે, એટલે લોકો હિમાલયમાં જાય છે, એકાંતમાં જાય છે, ગુફામાં જાય છે. હવે થોડે થોડે સાધુઓ સમાજમાં આવીને કામ કરવા લાગ્યા છે અને આ ક્રિશ્ચિયન ફાધરો અનાજ, દવા, કપડાં લઈને ઝૂંપડે ઝૂંપડે ફરે છે કે જેમને આપણે માણસ તરીકે સ્વીકાર્યાજ નથી. એમનો પ્રચાર થાય છે. આપણો આ એક મોટો દોષ છે કે જેમ જેમ તમારી અધ્યાત્મની કક્ષા ઊંચી થતી જાય છે એમ એમ તમે સમાજના, રાષ્ટ્રના અને બીજા પ્રશ્નોથી દૂર ખસી જાવ એટલે તમારા ચિંતનની અંદર પરલોક, આત્મા એ તો બધું આવે પણ સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નો ન આવે. શ્રી મદ રાજચંદ્ર અને ગાંધીજીનું ઉદાહરણ સાંભળો. આ બંને સમકાલીન છે. એકજ કાળમાં હોવા છતાં ગાંધીજીએ ગોળીઓ ખાધી, લાઠીઓ ખાધી, જેલમાં ગયા. સંડાસ સાફ કર્યાં, વિધવાના, ત્યકતાના, હરિજનોના, બેકારીના એમ એકેએક પ્રશ્નોને અડયા પણ રાજચંદ્ર ના અડયા. એનું પરિણામ એ આવ્યું કે આખું અધ્યાત્મ એ કોરું અધ્યાત્મ થઇ ગયું.
 

Leave a comment

Filed under અધ્યાત્મ

તકવાદી માણસ પોતાની જાતને છેતર્યો હોય છે. / સ્વામી સચ્ચિદાનંદજી.

 
2A – BRAHMSUTRA – VADODARA MESONIC HALL – બ્રહ્મસુત્ર – વડોદરા મેસોનીક હોલ – સવારના કાર્યક્રમમાં બ્રહ્મસુત્રના આધ્યાત્મિક પાસા ઉપર કંઈક વિચાર ચાલી રહ્યો છે. ગઈ કાલે જે આવ્યા હશે એમણે ખબર હશે કે બ્રહ્મસુત્ર પરમેશ્વર સંબંધી કેવા વિચાર રાખે છે. સાધના ભૌતિક ક્ષેત્રની હોય કે આધ્યાત્મિક ક્ષેત્રની હોય, એના અનીર્વાર્ય બે અંગ છે. ભૌતિક ક્ષેત્રમાં તમે જે સાધના કરવા માંગતા હોવ, એ લક્ષ્ય પ્રત્યે તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. યુધ્ધ હોય અને જે લડવા જાય પણ ડગમગ પગલે જાય એ વિજયી ના થઇ શકે. સંસારિક ક્ષેત્રમાં અને ભૌતિક ક્ષેત્રમાં પૈસા કમાવા હોય કે બીજું કાંઈ મેળવવાનું હોય અને તમારા પગ ડગમગ થતા હોય તો અને પોતે અનિશ્ચિત હોવ તો એ ક્ષેત્રમાં પણ તમે સારી પ્રગતિ નહિ કરી શકો. પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં સાધના માટેના બે અનીર્વાર્ય અંગો છે. પહેલું અંગ શ્રધ્ધા છે અને બીજું અંગ વિવેક છે. શ્રધ્ધા હૃદયની વસ્તુ છે અને વિવેક મસ્તિષ્કની વસ્તુ છે. હૃદય અને મસ્તિષ્ક બંને એક-બીજાના પુરક થાય તો સાધના થાય પણ એકબીજાના વિરોધી હોય તો વિડંબના ઉભી થાય અને આ વિડંબના એ એક આંતર કલેશ છે. બાહ્ય કલેશ કરતા પણ આંતર કલેશ બહુ દુઃખદાયી છે. તમારા અંદરની અસ્પષ્ટતા વિડંબના ઉભી કરતી હોય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં જે હૃદય અને મસ્તિષ્કનો યોગ કરાવી આપે એનું નામ સત્સંગ છે. સાધક છે, એ વર્ષો સુધી સાધના કરે પણ આંતરિક અસ્પષ્ટતા હોય તો એની સાધના એને ફળ ના આપે. @5.06min. એના પરિણામ એને ના મળે. સાધનાનો જે આનંદ મળવો જોઈએ એ એને ના મળે. તો બ્રહ્મસુત્ર શું કામ કરે છે? બ્રહ્મસુત્ર જેનું હૃદય આધ્યાત્મિક ભાવ તરફ વાળેલું છે પણ જેના વિવેકનો કાંટો બરાબર સ્થિર નથી થયો અને ઝોલા ખાયા કરે છે એવો મસ્તિષ્કની રીતે જે અસંતુલિત માણસ છે, એને સંતુલન આપે છે. મારો વિશ્વાસ છે, વ્યક્તિમાં હૃદયની ભાવનાની સાથે જયારે વિવેકની જાગૃતિ થાય પછે એ સ્થિર થતો હોય છે, સ્થિતપ્રજ્ઞ થતો હોય છે પછી તમે એને વિચલિત ના કરી શકો. તમે જલ્દી એને સાધના ભ્રષ્ટ ના કરી શકો. અત્યારે તો સ્થિતિ એવી છે કે માણસને અમુક વાત સંભળાવો તો એ તરફ ઝુકી જાય અને કંઈક એનાથી વિરુદ્ધની સંભળાવો તો એ તરફ ઝુકી જાય. બ્રહ્મસુત્ર જેવો બુધ્ધિ પ્રધાન ગ્રંથ એટલા માટે છે કે તમારા મસ્તિષ્કની અંદર વિવેકની જાગૃતિ થાય. એટલા માટે બ્રહ્મસુત્રના ચાર અધ્યાય છે. એ ક્રમ પ્રમાણે પહેલો સમન્વાધ્યાય, બીજો અવિરોધાધ્યાય, ત્રીજો સાધના અધ્યાય અને ચોથો ફલાધ્યાય છે. આ બહુ સુંદર ક્રમ ગોઠવેલો છે. પ્રત્યેક અધ્યાયને ફરી પાછા ચાર-ચાર પાદ છે, એટલે કુલ ૧૬ પાદ થાય. બૌદ્ધિક દ્રષ્ટીએ અને જેનામાં વિચાર શક્તિની પ્રબળતા હોય એવા માણસો માટે દ્વિતીય અધ્યાય અને એનો દ્વિતીય પાદ જેની કોઈ પૂર્વ ભૂમિકા હોય એના માટે બહુ મહત્વનો છે. બહુ સમજવા જેવો છે. બીજું આપણે ત્યાં ફિલસુફી એટલે દર્શનનો જે વિકાસ થયો છે, એના બે મોટા પીરીયડ છે. એક ઋષિ પીરીયડ અને બીજો આચાર્ય પીરીયડ છે. ઋષિ પીરીયડ એટલે શું? એટલે કે જેમાં વ્યાસે લખેલું હોય, કણાદે, ગૌતમે, કપિલે, પતંજલીએ લખ્યું હોય એમ બધા ઋષિઓના દ્વારા જે લખાયેલા ગ્રંથો છે, એ ઋષિ પીરીયડના ઉપર લગભગ ૧૦૦૦ વર્ષથી માંડીને ૧૫૦૦ વર્ષ પછી આચાર્ય પીરીયડ શરુ થાય છે. એમાં જે લખાયેલું છે, એ લખનાર બધા આચાર્યો એટલે શંકરાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય, નીબંકાચાર્ય વિગેરે. @10.05min. એ આઠમી શતાબ્દીથી માંડીને અઢારમી શતાબ્દી સુધી આચાર્યોનો પીરીયડ ચાલ્યો છે. લગભગ આ તમામે તમામ આચાર્યોએ બ્રહ્મસુત્ર ઉપર ભાષ્યો લખ્યાં છે. પણ આ ઋષિઓ અને અચર્યોમાં એક મુદ્દાનો ભેદ છે. આચાર્ય પહેલેથી નક્કી કરી લે છે કે આ ગ્રંથમાંથી મારે આ સાબિત કરવું છે. એક ન્યાયાધીશ છે એ નક્કી કરે કે મારે એને ચોર સાબિત કરવો છે કે નિર્દોષ સાબિત કરવો છે અને પછી જુબાની શરુ કરે તો એને પૂર્વ સ્થાપિત સત્ય કહેવામાં આવે છે. આ સત્ય એટલું બધું સુખદાયી નથી હોતું, જે સુખ સહજ સત્યમાંથી આવતું હોય છે. બે સત્યો છે, એક પૂર્વ સ્થાપિત અને બીજું સહજ પ્રકાશિત સત્ય. મને તમે જુઓ, હું તમને જોઉં અને જોતાંની સાથેજ હું નક્કી કરી લઉં કે આ માણસ તો સરોજ છે અથવા આ માણસ તો ખરાબજ છે. આ પૂર્વ સ્થાપિત સત્ય છે. પછી મારી દ્રષ્ટિ, મારા પ્રયત્નો, જે મારી પૂર્વ ધારણા છે એની સાબિતી તરફ ખોળ્યા કરવાનું. પછી પરિણામ એ આવશે કે એમાંથી એક વાદ ઉભો થશે. દર્શન, સત્ય એ વાદ નથી. દર્શન એ દર્શન છે અને સત્ય એ વાદ નથી. સત્ય અને અસત્ય એ બંનેની અસ્પષ્ટતાને વાદ કહેવાય, માન્યતા કહેવાય. એટલે વાદની સામે વિવાદ હોય, વાદની સામે પ્રતિવાદ હોય પણ દર્શન સાથે પ્રતિવાદ ના હોય. જો આ મુદ્દાને તમે સમજશો તો હું માનું છું કે તમે આચાર્ય અને ઋષિ બંનેના ભેદને સમજી શકશો. તમે બ્રહ્મસુત્રને, યોગ સુત્રને, કણાદસુત્રને, ગૌતમસુત્રને અને મૂળ-મૂળના ગ્રંથોને તમે જોઈ જોશો તો એમાં પૂર્વ સ્થાપિત કોઈ દુરાગ્રહ નથી. અમે ચાલતાં-ચાલતાં એક દીવો લઈને નીકળ્યા છીએ અને જ્યાં સત્ય હશે તે શોધી કાઢીશું પણ ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂર છે. એ ધીરજ વિવેકમાંથી આવતી હોય છે. જેના શ્રદ્ધા અને વિવેકનું બેલેન્સ બરાબર નથી હોતું, એ ધીરજ નથી રાખી શકતો હોતો. એ બહુ ઉતાવળિયો હોય છે. આ તો શાસ્ત્ર મથન છે અને એજ સમુદ્ર મથન છે. ખરા રત્નો તો આ મથનમાંથી નીકળવાના. શાસ્ત્ર પોતેજ સમુદ્ર છે અને જો તમારામાં વિવેક એટલે ધીરજ હોય અને મથો તો એમાંથી રત્નો નીકળશે. એ પહેલા એમાંથી ઝેર નીકળશે. એ ઝેરને પચાવશે શિવ. શિવનો અર્થ છે જ્ઞાન અને વૈરાગ્યનો યોગ. શિવ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. @15.10min. શિવ કદી જન્મ્યા? શિવ કોઈ ઐતિહાસિક તત્વ નથી. એ જે પરબ્રહ્મ પરમેશ્વર જેને બ્રહ્મસુત્રે કહ્યું એજ પરમ તત્વ છે. એજ પરમ તત્વને લૌકિક ભાષામાં એટલા માટે નામ બદલી નાખ્યું કે પ્રત્યેક નામમાં એક-એક ગુણ મૂકી દીધો.એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ પડ્યું. શિવ એટલે કલ્યાણકારી. આ ગુણવાચી નામ છે. ગુણવાચી નામ હોવાના કારણે એને તમે ગમે તે જગ્યાએ ગોઠવી શકો. કૃષ્ણને પણ શિવ કહી શકો, મહાવીરને, બુદ્ધને પણ કહી શકો. એક જૈન સ્ત્રોત્રમાં મહાવીરને શિવ શબ્દથી સંબોધેલા છે. કારણકે શિવ એ યોગિક શબ્દ છે. પણ પછી આપણે કોઈનું નામ શિવાભાઈ, શંકરભાઈ પડી દઈએ તો એ ગુણવાચી નામ ના કહેવાય. પછી એ રૂઢાર્થ. સચ્ચિદાનંદમાં સત એટલે સચ એટલે હંમેશાં જે સત્ય રહે તે. ચિત્ત એટલે એ ચેતનરૂપ હોય અને આનંદ એટલે જે આનંદરૂપ હોય. આ ત્રણેના યોગને સચ્ચિદાનંદ કહેવાય. હવે હોય કે ન હોય પણ ગુરુજીએ મારું નામ પડી દીધું. પણ મારામાં જે થવું તે રૂઢાર્થ કહેવાય પણ પરમેશ્વરમાં જે થાય તે યૌગિક કહેવાય. એટલા માટે પરમેશ્વરના જાત-જાતના નામ મુક્યા કારણકે એમાંથી નિશ્ચિત પ્રકારના અર્થો નીકળે છે. દા.ત. રામ એટલે શું? વ્યાકરણમાં જોજો  – रमन्ते योगिनो यस्मिनिती राम – જેમાં યોગીઓ રમણ કરે એનું નામ રામ. એટલે તમે શિવને, મહાવીરને, બુદ્ધને પણ રામ કહી શકો. પણ દશરથનો પુત્ર રામ કહો એટલે બીજા બધાને લાગુ ના પડે. અહિયાં કોઈ રામભાઈ બેઠેલા હોય એમાં કાંઈ યોગીઓ રમતા ના હોય. એટલે મૂળ વાત, સાધનાના બે પાયા છે, તે શ્રદ્ધા અને વિવેક. શ્રદ્ધાનો પક્ષ અત્યારે લેવાનો નથી. શ્રદ્ધા તો તમારામાં છેજ, એ માનીને ચાલવાનું પણ બીજો જે પક્ષ વિવેક છે, એની જો ઉપેક્ષા કરી દેવામાં આવે અને પુષ્ટિ માર્ગ પ્રમાણે શ્રદ્ધા વધારી દેવામાં આવે એટલે વિવેક ઉપર જોઈએ એટલો ભાર ન દેવાય તો કેટલીક વાર ઘણા અનર્થો પણ થાય. કારણ શું છે કે હૃદય પક્ષ ઉપર તો ભાર મુકવામાં આવ્યો પણ મસ્તિષ્ક પક્ષ ઉપર જોઈએ એવો ભાર મુકવામાં ન આવ્યો એનું પરિણામ જે આવ્યું તે હું માઈક ઉપર કહેવા નથી માંગતો, દેહગામની ઘટનાઓ ઘટે. બ્રહ્મસુત્ર આ બંનેને સાથે ચલાવવા માંગે છે. @20.00min. તમારું હૃદય એટલેકે તમારી શ્રદ્ધાની પુષ્ટિ થવી જોઈએ પણ સાથે-સાથે તમારા વિવેકની પણ પુષ્ટિ થવી જોઈએ. હું તમને ભાવવિભોર, શ્રધ્ધાથી તન્મય બનાવી નાંખું અને પછી હું તમને કહું મારા ધોઈને તમે પીવો અને તમે ગાંડા થઈને પીવા માંડો ત્યારે એમ સમજવાનું કે તમારા મસ્તિષ્કનો વિકાસ નથી થયો. તમે શ્રદ્ધાળુ તો થયા છો પણ તમે વિવેકી નથી થયા. ૧૨ વર્ષ પહેલાની લંડનની વાત સાંભળો. મંદિરના સુરત તરફના પટેલે કહ્યું કે આ મંદિર તો કોર્ટે ચઢ્યું છે. મથુરા તરફના માતાજી આવેલા અને સતત ચમત્કારોની વાતોથીતેલોઅ થયેલાએ પછી એ માતાજીને એક મોટા વાસણમાં બેસાડી દુધથી નવડાવતા પછી આ દુધની શીશીઓ सर्व व्याधि हरणं એમ કહીને પાંચ-પાંચ પાઉન્ડમાં વેચતા. આ માતાજી છેલ્લે કોર્ટમાં જીતી ગઈ તે આખી વાત સાંભળો. આ બધા ટોળાં છે, એમની પાસે શ્રદ્ધા તો છે, પણ વિવેક નથી. સો માંથી કદાચ એક માણસ વિવેક વાળો હોય  અને લોકોને સમજાવે કે આવું ન્હાયલુંપાણી ના પીવાય તો બાકીના ૯૯ ભેગા થઈને એના ઉપર તૂટી પડે. એમ ના સમજે કે એ આપણને જગાડે છે. વિવેક કંઈ શ્રદ્ધાનો દુશ્મન નથી કે શ્રદ્ધા વિવેકની દુશ્મન નથી. આ બંને એકબીજાના ઉપર લગામનું કામ કરે છે. શ્રદ્ધા વેવલા પણામાં ન ચાલી જાયેટલા માટે વિવેકની લગામની જરૂર છે. વિવેક છે એ કોઈવાર ખસતો-ખસતો એકદમ નાસ્તિકતા તરફ ના ચાલ્યો જાય, એના ઉપર શ્રદ્ધાની લગામની જરૂર છે. @25.00min. આ બંને અને આજ વાત સંસારમાં છે.તમારા પત્ની બાળકો, ભાઈઓ છે, તમે કેવી રીતે ઘર ચલાવશો? એકલી બુધ્ધિ કે એકલા હૃદયના જોરે ના ચાલે પણ બંનેના જોરે ચાલે. જે છોકરાને સવારે તમે થપ્પડ મારી છે ને એજ છોકરાને બપોરે ખોળામાં બેસાડીને વ્હાલ કરજો, તો એ તમારું રહેશે.આખો દિવસ જો ત્મીને થપ્પડ માર્યા કરશો તો એ છોકરું કેટલા દિવસ તમારું રહેશે? હવે એને જયારે જુઓ ત્યારે ખોળામાં બેસાડો તોએ તમારું ના થાય. પણ કોઈ-કોઈ વાર એના ઉપર વાઘની નજર કરવી જરૂરી છે. એટલે તમે હૃદય અને બુધ્ધિ(વિવેક) એમ બેયના યોગથી જીતી શકો. આ બેયના યોગને વ્યવસ્થિત કરી દેવો, એનું નામ સાધનાનો પાયો. પછી એ આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે ભૌતિક એટલે સંસારિક હોય, બંનેમાં એનો યોગ હોય તોજ તમે જીતી શકો. એટલે વ્યાસજીએ જે પહેલો અધ્યાય રચ્યો એનું નામ છે. સમન્વાયાધ્યાય. સમન્વય એટલે જે વિરોધ નથી પણ વિરોધ જેવું લાગે એનો મેલ કરી દેવો. જેના અંદર તમારા પ્રત્યે દુશ્મનાવટ ન હોય પણ વિરોધ હોય એવાને શત્રુ ના માની લેશો. અને જેના અંદર તમારા પ્રત્યે શત્રુતા હોય અને અને જેના અંદર તમારા પ્રત્યે શત્રુતા હોય અને પ્રત્યક્ષમાં તમારો વિરોધ ન કરતો હોય તો એને મિત્ર ન માની લેશો. માણસ જયારે હિતકારી વિરોધીઓને દુશ્મન માને અને અહિતકારી ખુશામતખોરોને મિત્ર માને ત્યારે એનું ભગવાન પણ રક્ષણ ન કરી શકે. એટલે સમન્વય કરવો એ જીવનની એક કળા છે. એ કળા એટલી સુક્ષ્મ છે કે એના ભયસ્થાન પણ ઘણા છે. એટલે તુલસીદાસે એક દોહરો લખ્યો છે. तुलसी इस संसारमें भात-भातके लोग, सबसे हिलमिल चालिए नदी-नाव संजोग. આ સમન્વય છે. હવે એનું ભય સ્થાન છે કે તમે સૈધ્ધાંતિક વ્યક્તિ ના રહ્યા. જેમકે गंगा गए तो गंगादास और जमना गए तो जमनादास@30.00min. આનું નામ સમન્વય ના કહેવાય. સમન્વયનો અર્થ છે, તમારી મૂળ જે કરોડરજ્જુ છે, તમારા મૂળ જે સિદ્ધાંતો છે, એમાં બાંધછોડ કર્યા વિના એની સાથે જેટલા લોકોને ભેળવી શકાય અને તમે જેટલા લોકો સાથે ભળી શકો એનું નામ સમન્વય છે. પણ અહિયાં તો તમે તમારી કરોડરજ્જુજ રાખતા નથી. गंगा गए तो गंगादास और जमना गए तो जमनादास. આને સમન્વય ના કહેવાય.આ તકવાદ છે. તકવાદી માણસ દાર્શનિક નથી થઇ શકતો હોતો, સત્ય શોધક નથી થઇ શકતો હોતો. તકવાદી માણસ પોતાની જાતને છેતર્યો હોય છે. એક ઓળખીતા ભાગવત કથાકારનું ઉદાહરણ સાંભળો. આ કથાકાર ચમત્કારમાં માનતા નથી છતાં કથામાં ચમ્ત્કાર્નીજ વાતો કરે છે. સ્વામીજીએ કહ્યું તમે તમારી જાતને છેતરો છો. @35.00min. પૂર્વજોને નડાવવાની વાત કરીને, કેવી રીતે લોકોને છેતરે છે, તે વાત સાંભળો. એક બીજો સજ્જન જે નવ વર્ષથી ભૂતોની કટાર લખવાનું કામ કરે છે એની વાત સાંભળો. આ દેશને એવી એક ચગડોળ ઉપર ચઢાવી દેવામાં આવ્યો છે કે એને ઉતારે કોણ? એટલે પોતાની જાતને છેતરવું એનાથી કોઈ મોટો વિશ્વાસઘાત નથી. વ્યાસજીને જે વિરોધ જેવું દેખાતું હતું ત્યાં મેળ કરાવીને રસ્તો ચોખ્ખો કરી આપ્યો. લાલબહાદુર શાસ્ત્રીમાં આ કળા હતી. જેનામાં આ કળા હોય એજ રાજ કરી શકે, એ ઘર ચલાવી શકે. એટલે પહેલાં અધ્યાયમાં એમણે સમન્વયનો પ્રયત્ન કર્યો. આમાં સમન્વય છે, જુદી જુદી સ્મૃતિઓ, ઉપનીષદના જુદા જુદા વાક્યો, એકબીજાથી અત્યંત વિરોધી હોય એવા જે વાક્યો, એ વાક્યોને એકરૂપ કરવા માટેનો પ્રયત્ન એનું નામ સમન્વય. જો તમે ગાંધીજીનું આખું સાહિત્ય વાંચો તો એમાં કેટલાયે વાક્યો હશે જે પરસ્પર ટકરાતા હશે. મારાં તમામે તમામ પ્રવચનો અને મારાં પુસ્તકો એ બધાનું તમે સુક્ષ્મ અધ્યયન કરો તો એમાંથી કેટલાક ફકરાઓ એવા નીકળી આવશે જે પરસ્પરમાં ટકરાતા હોય. એવી રીતે તમારા જીવનમાં પણ એવી કેટલીએ બાબતો હશે, જે પરસ્પરમાં ટકરાતી હશે. આ સ્વાભાવિક વાત છે. કારણકે માણસ જયારે બોલે છે ત્યારે એમાં એક સંદર્ધ હોય છે. એ સંદર્ભને જો તમે કાપી નાંખો અને વચ્ચેનું જે બોલેલું છે એને માત્ર તમે પકડી લો તો આ tટકરાવને તમે દૂર ન કરી શકો. @40.00min. અમેરિકામાં એક પટેલ ભાઈના એક્સીડન્ટની વાત સાંભળો. સામેથી આવતી ગાડીની સ્પીડનો ખ્યાલ ન હતો અને આ પટેલ ભાઈએ ટર્ન લીધો અને મોટો અકસ્માત થયો. કર આખી ફંગોળાઈ ગઈ અને એમાં બેઠેલી એની પત્ની પાછળના ગ્લાસમાંથી બહાર નીકળી, એક થાંભલા સાથે પટકાઈ અને ત્યાંજ મરી ગઈ. સ્વામીજીને એના ઘરે આશ્વાસન આપવા જવાનું થયું અને પાંચ દિવસ પછી પાછા એજ ભાઈને મળવાનું થયું. એણેપૂછ્યું મહારાજ આ મારી પત્ની મારી ગઈ, એનું મૃત્યુ આ નિમિત્તે હતું એટલે મરી ગઈ કે એને બચાવી શકાય એમ હતી? સ્વામીજીએ કહ્યું એને બચાવી શકાય એમ હતી, આ એની નિશ્ચિત મૃત્યુ ન હતું. એને બચાવી શકાય એમ હતી પણ તેં ઉતાવળ કરી અને સામેથી પુર ઝપટે આવતી કારને તેં જવા ન દીધી એટલે તારી ઉતાવળે એનો ભોગ લઇ લીધો. વળી એના સિવાય બધાએ પટો બાંધ્યો હતો એટલે વેગમાં એ ફેંકી ગઈ, પણ એ સ્ત્રીને બચાવી શકાય એમ હતું. આ સૈધ્ધાંતિક વાક્ય છે. એના ઘેર જઈને આશ્વાસન નિમિત્તે બે શબ્દો કહ્યા હોય એ સૈધ્ધાંતિક વાક્ય નથી, પણ આશ્વાસનના વાક્યો છે. ત્યાં આપણે કાંઈ સત્યની ચર્ચા કરવા નથી ગયા. એવા જે સંદર્ભોમાં આવેલા શ્રુતિના વાક્યો, ઉપનીષદના જે વાક્યો એ વચ્ચેથી કાઢીલો એટલે તરતજ વિરોધ થાય. આવોજ વિરોધ ગીતમાં છે. વર્ષોથી તમે ગીતાનું અધ્યયન કરતા હશો તો તમે જોશો કે ગીતામાં શ્લોકો પરસ્પરમાં ટકરાય છે. દા.ત. कर्मण्येवाधिकारस्ते…..सङ्गोऽस्त्वकर्मणि…..(गीत २-४७) અર્જુન કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નથી. પણ અઢારમાં અધ્યાયમાં લખ્યું છે કે ईश्वरः सर्वभूतानां…..यन्त्रारूढानि मायया…..(गीत १८-६१). ગડોળમાં જેમ છોકરાં ફરતા હોય એમ આખા બ્રહ્માંડને પેલો પરમેશ્વર ચગડોળની માફક ચલાવી રહ્યો છે, એમાં તું શું કરવાનો હતો? તો પછી કર્મમાં અધિકાર ક્યાં રહ્યો? જેની પાસેથી જેવું કામ લેવાનું હોય એમાં કોઈને દુર્યોધન બનાવવો જરૂરી છે, તો કોઈને ભીમ તો કોઈને શકુની બનાવવો જરૂરી છે. બધાજ યુધિષ્ઠિર હોય તો મહાભારત થાય કેવી રીતે? એટલે અર્જુન દુર્યોધન ના થઇ શકે અને દુર્યોધન અર્જુન ના થઇ શકે. @45.00min. થવા માંગે તોએ ના થઇ શકે. આવા ઘણા પરસ્પરમાં ટકરાતા વાક્યોની એક વાક્યતા કરવી, એનો સમન્વય કરવો એનું નામ છે, શાસ્ત્ર પરિશીલન. વાંચવું જુદી વસ્તુ છે અને પરિશીલન જુદી વસ્તુ છે. એમ વ્યાસજીએ પહેલાં અધ્યાયની અંદર આપણે જોયું કે ઘણી સ્તુતિઓ છે. આ જગત ઉત્પન્ન થયું તો કેવી રીતે ઉત્પન્ન થયું? तस्माद्वा एतस्माद आत्मन: आकाश संभूत……. એક જગ્યાએ આવું લખ્યું છે તો બીજી જગ્યાએ બીજું લખ્યું છે. બ્રહ્મસુત્રમાં અને ઉપનીષદમાં જે સૃષ્ટિ ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો છે એ અને પુરાણોનો ક્રમમાં બહુ ભેદ છે. પુરાણોની સૃષ્ટિ રચનાની પૌરાણિક વાત તમે કોઈ અમેરિકનને ગળે ના ઉતારી શકો કે પેલા અંગ્રેજ ધોળિયાના મગજમાં ના ઉતારી શકો કે તમારા છોકરાના મગજમાં ના ઉતારી શકો. એટલે પૌરાણિક સૃષ્ટિ આખી જુદી છે. અને આ વૈદિક દ્રષ્ટિ પણ જુદી છે. એ એમ કહેશે કે સૌથી પહેલાં પરમાત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઇ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી અને પૃથ્વીમાંથી વનસ્પતિઓ, ઔષધિઓ થઇ. આ વાતને તમે કોઈના મગજમાં ઉતારી શકો. વૈજ્ઞાનિકો પણ એમ મને છે કે આ પૃથ્વી ક્રમે ક્રમે વિકસિત થઇ છે, ઓચિંતાનો કોઈ ગોળો આવ્યો નથી. ડાર્વિનનો સિધ્ધાંત જયારે અમેરિકામાં પ્રચલિત થયો ત્યારે બહુ મોટો વિરોધ થયો હતો. હાઇકોર્ટમાં બહુ મોટો કેસ ચાલ્યો હતો. બન્યું એવું કે જે ડાર્વિનનો પક્ષ લઈને જે વકીલ કેસ લડતો હતો, એ આઠ દિવસમાં મરી ગયો.    
 

1 ટીકા

Filed under અધ્યાત્મ

જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે/ સ્વામી સચ્ચિદાનંદજી.

 
1B – VADODARA MESONIC HALL – તમે અલ્લાહને ઊંઘાડતો જોયો? મુસ્લિમોની એવી કોઈ ક્રિયા જોઈ? ક્રિશ્ચિઅનોને ઊંઘાડતા જોયા? અહિયાં તો સાંજ પડે એ પહેલાં ભગવાનને ઊંઘાડી દે છે અને દિવસ ઉગ્યા પછી જગાડે છે. વૃંદાવનનો સ્વામીજીનો અનુભવ સાંભળો. બીહારીજીનું મંદિર ૧૦ વાગ્યે ખુલતું હોય છે. કોઈવાર એથીએ મોડું થાય અને ત્યાં લોકોનું ટોળું દર્શન કરવા ઉભું હોય છે. સ્વામીજીએ પંડ્યાને પૂછ્યું તો કહે रातको रास रामनेको भगवान कुञ्ज गलीमे गयो तो, सो आनेमें देरी भई है. તમે આ બ્રહ્મસુત્રના પરબ્રહ્મને જોશો, એ કદી ઊંઘતો નથી એટલે એને જગાડવો નથી પડતો એટલે જયારે જુઓ ત્યારે જાગતોજ હોય. એકવાર જો આ ઈશ્વર તમારા મગજમાં બેસી જાય તો બધી ભ્રાંતિઓ ટળી જાય. લોકો પૂછે, પેલું લાલ ફૂલ ચઢે કે ના ચઢે? કરેણનું ફૂલ ચઢે કે ના ચઢે? ફૂલોને બનાવનાર આ એકજ છે. લાલ, પીળું, ગુલાબી એ બધા એનાજ ફૂલો છે. તમે આચાર્યોની જગ્યાએ સંતોનું અધ્યયન કરો. કચ્છના મેકણ દાદાની વાત સાંભળો. મેકણ દાદા રણમાં એક કુતરું અને ગધેડું એમ બે રાખે. કચ્છના રણમાં માર્ગ ભૂલેલા માણસો પાણી વિના તરફડે અને મરી ના જાય એટલે આ ગધેડું ઉપર રોટલા અને પાણી મુક્યા હોય અને કુતરું સુંઘતું, સુંઘતું પેલા ભૂલા પડેલા માણસ પાસે જાય. પેલો માણસ પાણી અને રોટલા ખાય અને સ્વસ્થ થઇ જાય. પછી ગધેડું ઉપર બેસીને પેલો માણસ મેકણ દાદા પાસે પહોંચી જાય. આ માનવતા કહેવાય કે ના કહેવાય? આથી મોટો કોઈ યજ્ઞ છે ખરો? આથી મોટો કોઈ પરમાર્થ છે? કાશીમાં કબીર જયારે મરવા પડયા ત્યારે કહ્યું ત્યારે કહ્યું આ મારો ખાટલો મગહરમાં લઇ જાઓ. માન્યતા એવી કે જે કાશીમાં મરે એની મુક્તિ થાય અને મગહરમાં મરે એ નરકે જાય. તો કોણ આવી હિંમત કરે? જે ભગવાન કાશીમાં છે, એજ ભગવાન મગહરમાં છે. जो कबीरा कशी मुएँ तो हरि हो कौन निहोरी? કાશીમાં મરીને જો મારી મુક્તિ થવાની હોય  તો આખી જીંદગી ભજન કરવાનો અર્થ શું? મારે તો મગહરમાં મરીને મુક્તિ મેળવવી છે. આ એક સંત છે. પેલા બધા તમને કાળા ચોઘડિયાં બતાવે. જેણે આઠ વાગ્યાનો સમય બનાવ્યો છે, એણેજ બાર વાગ્યાનો અને ચાર વાગ્યાનો સમય બનાવ્યો છે. @5.03min. એકવાર તમારા મનની અંદર આ અભિગમ બદલાય જાય તો બોલો તમે ઘરેડ બદલવા તૈયાર છો? એકવાર ઘરેડ બદલીને તો જુઓ, તમે કેટલા પાવરફુલ થઇ જાઓ છો? તમારામાં કેટલું આત્મબળ આવી જાય છે. માણસોનું મન પાહેલેથીજ વહેમથી ભરાઈ ગયું હોય છે, એટલે તમે સંતોનું અધ્યયન કરજો. સંતો કદી તમને આવા વ્હેમમાં નાંખશે નહીં. આજીવિકાવાળા લોકો તમને સતત આવી વ્હેમની વાતોથી બીવડાવ્યા રાખે છે,લે એક બીકણ અને ડરપોક પ્રજા ઉભી થાય છે. એકવાર સ્વામીજીના ડ્રાઈવરે સામેથી લાકડાના ભારા લઈને આવતી સ્ત્રીઓને જોઈ ગાડીને બંધ કરી દીધી. સ્વામીજીએ તરત ગાડી ચલાવડાવી અને સારી રીતે આશ્રમમાં પાછા આવી ગયા તો ડ્રાઈવર કહે, એ તો તમે બેઠેલા હતા એટલે કશું થયું નહીં. જો પંક્ચર પડ્યું હોત તો લાકડાના ભારાજ એના મગજમાં આવવાના હતા. કોઈ વૈજ્ઞાનિકને પૂછો કે લાકડાના ભારાને પંક્ચર સાથે શું સંબંધ છે?  तदेव लग्नं सुदिनं तदेव, तारा बलं चन्द्र बलं तदेव, लक्ष्मिपतेते ग्र्युग्म स्मरामि. નક્ષત્ર એજ અને તારા એજ અને બળ પણ એજ. હે પ્રભુ જયારે હુંએ યાદ કરું એટલે બધ્ધું તારા ચરણોમાં આવી જાય. ઈશ્વર સંબંધે તમે આ અભિગમ બદલશો ત્યારે તમે જોશો કે પ્રત્યેક દેવમાં તમને તામાંરોજ દેવ દેખાય. એક જૈન સજ્જનની વાત સાંભળો. एकोदेव: सर्वभूतेषुगुडः रुपंरुपं प्रतिरूपं बभूव: એકજ દેવ છે. મહાવીરની મૂર્તિમાં પણ એજ, બુદ્ધની મૂર્તિમાં પણ એજ અને કૃષ્ણની મૂર્તિમાં પણ એજ છે અને એ તત્વનું નામ છે બ્રહ્મ. सच्चिदानन्दघन ब्रह्म – यतोवा इमानी भूतानि जायन्ते, ये न जातानी जीवन्ति, यत पर्यंतअभिविशंती तद विजिग्यासत्व तत्ब्रह्म – મૂર્તિ તો એક પ્રતિક છે. મૂર્તિ ન હોય તોએ એ છે અને હોય તોએ એજ છે. મૂર્તિ આપણા આધાર માટે છે. પણ એ ન હોય તો પણ એ એનો એજ છે. તો આ વાત એકવાર દ્રઢ થઇ ગઈ, તો તમારી ભ્રાંતિઓ દૂર થશે. ઇષ્ટદેવ બદલવાની જે વૃત્તિ છે, મંત્રો બદલવાની જે વૃત્તિ છે, સંપ્રદાયો બદલવાની જે વૃત્તિ છે અને મનમાં જે અનિશ્ચય વૃત્તિ છે, એ આખું બદલાઈ જશે. એટલે બ્રહ્મસુત્રવાળાએ કહ્યું આદિથી અંત સુધી એક, એકને, એક અને એક સિવાય બીજું કાંઈજ નહિ, એ એકજ તત્વ છે. આટલીજ વાત આપણે સૌએ સમજવાની છે, આગળ જેવી ભગવાન શક્તિ આપશે એવી ચર્ચા કરશું. કૃષ્ણ કનૈયા લાલકી જય, સદગુરુ દેવકી જય, ૐ નમ: પાર્વતી પતે હર હર મહાદેવ હર. @10.44min. ભ્રામકતા અને વિજ્ઞાન. @33.54min. બ્રહ્મસુત્રથી માયાવાદ.@43.23min. ભજન – જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.
 

Leave a comment

Filed under અધ્યાત્મ