Category Archives: અધ્યાત્મ

કૈલાશના ત્રણ પરિમાણો/Isha Sadguru

કૈલાશના ત્રણ પરિમાણો

સદગુરુ કૈલાશના ઘણા પરિમાણોનું વર્ણન કરે છે, અને આપણે તેનો અનુભવ કરવા માટે ગ્રહણશીલ કઈ રીતે બની શકીએ છીએ તે કહે છે.

કૈલાશના ત્રણ પરિમાણો

સદગુરુ: ઇતિહાસ કહે છે કે કૈલાશ અને એની આસપાસનો પ્રદેશ શિવે જાતે પાર કર્યો હતો. જ્યારે આપણે કૈલાશ વિષે કહીયે છીએ, તો એના ત્રણ પરિમાણો છે. પહેલું તે આ પર્વતની તીવ્ર ઉપસ્થિતિ, બીજું એ વિપુલ પ્રમાણમાં જાણકારી કે જ્ઞાન જે અહીં છે અને ત્રીજું એ કૈલાશનો મૂળ સ્ત્રોત છે, જે અહીં જ છે.

કૈલાશ- જેની ઉપસ્થિતિ તાદ્રશ સૌંદર્યથી પરે છે

હિમાલયની પર્વતમાળામાં કૈલાશ કરતાં અનેક ગણા મોટા અને સુંદર અનેક શિખરો છે. એમાં સો કરતાં વધારે શિખરો ૨૪,000થી વધુ ઊંચાઈના છે. ભારતના ઘણા બધા ભાગોમાંથી જે લોકો પગપાળા યાત્રા કરીને આવ્યા છે એમણે રસ્તામાં માઉન્ટ એવટેસ્ટ જોયો હશે. કદ અને વિશાળતાની દ્રષ્ટિએ એનાથી વધુ જોવાલાયક કાંઈ નથી.

આપણે કૈલાશની કુદરતી સૌંદર્ય જોવા માટે નથી આવતા. લોકોએ આ પર્વતને ઓળખ્યો છે અને તેની પાસે જ આવે છે કારણ કે ‘કૈલાશની ચોતરફ અતિશય ઉપસ્થિતિ’ છે.

Sadhguru's Poem "Kailash" | The Three Dimensions of Kailash

ધારો કે તમે એક બાળક છો અને તમને બારાખડીના ત્રણ જ અક્ષર ખબર છે, ‘ક,ખ અને ગ’. અને તમને કોઈ બહુ મોટા પુસ્તકાલયમાં અસંખ્ય પુસ્તકોની વચ્ચે લઈ જાય છે. ત્યાં ઘણાબધા પુસ્તકોમાં તમે ‘ક’ અક્ષરને જોયો, પછી ‘ખ’ અક્ષરને પણ ઘણાબધા પુસ્તકોમાં જોયો. તમે લાખો પુસ્તકોમાં કરોડો અક્ષરો જોયા અને તમે એકદમ અભિભૂત થઈ ગયા ! કૈલાશનો આ જ અનુભવ છે.Sadhguru bowing down to Kailash | The Three Dimensions of Kailash

ત્યાં છલકાતી વિપુલ માત્રાની ઉપસ્થિતિનો દરેક વ્યક્તિ અનુભવ કરી શકે છે. તમે એને ચૂકી શકો જ નહીં, સિવાય કે તમે ખૂબ અક્કડ હોવ અને સેલ્ફીઓ લેવામાં વ્યસ્ત હોવ. જો તમારું બધુ ધ્યાન કૈલાશને તમારી બે આંગળીઓની વચ્ચે પકડી રાખવામાં અને ફોટા પડાવવામાં જ હોય તો તમે એ  અનુભવ ચૂકી જશો. નહિતર કોઈ પણ વ્યક્તિ આ ઉપસ્થિતિને ચૂકી શકે એમ નથી.

ઓરડામાં હવા છે. જો તમે બેધ્યાનપણે શ્વાસ લઈ રહ્યા છો તો પણ એ હવા તમને પોશે છે અને જીવંત રાખે છે.પણ જો તમે જાગ્રત થઈને શ્વાસ લો છો તો તમારો અનુભવ અલગ હશે. અથવા તો તમે આજે જમતી ફેરી એક પ્રયોગ કરી જુઓ. તમે કોઈ ખૂબ પૌષ્ટિક ભોજન પદાર્થ લો, એને મિક્સરમાં ‘ચર્ન’ કરી નાખો અને જીભને અડાડ્યા વગર સીધેસીધો ‘ફનલ’ વાટે ગટગટાવી જાવ. આમ કરવાથી તમને પોષણ તો મળશે પણ ભોજનના સ્વાદ અને સુંદરતાનો અનુભવ લઈ શકશો નહીં. તમારી સાથે કૈલાશમાં આવું પણ થઈ શકે છે. તમારી જાત સાથે તમે આવું ન કરો. પોષણ તો તમને કોઈ પણ રીતે મળવાનું જ છે, પણ એના સ્વાદનો આનંદ તો લેવો જ રહ્યો.

માહિતી અને જ્ઞાનનો વિપુલ ભંડાર

અહીં પ્રચંડ માત્રમાં રહેલા માહિતી અને જ્ઞાન એ આનું બીજું પરિમાણ છે. આ એક વિશાળ લાઈબ્રેરી જેવુ છે. તમે એ લાઇબ્રેરીથી દિગ્મૂઢ બની જશો, પણ તમને એ પુસ્તકો વાંચવા હશે તો એ જુદી બાબત છે. એક ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે પણ, (માત્ર શીખવા માટે- ભાષાશાસ્ત્રી થવા માટે નહીં) દસ-પંદર વર્ષ લાગી જતાં હોય છે. કૈલાશના જ્ઞાનને અડવું હોય તો એ એકદમ અલગ જ પરિમાણની તૈયારીઓ અને સામેલગીરી માંગી લે છે.

એક વાર કોઈએ મને પૂછ્યું કે, “એક સામાન્ય માણસ કૈલાશનો અનુભવ કરવા માટે શું કરી શકે છે?” જો તમે ખરા અર્થમાં એક સરળ વ્યક્તિ હશો તો તમારા માટે કૈલાશનો અનુભવ કરવો ખૂબ સરળ રહેશે. પણ તમે ક્યાંય પણ કોઈ માણસોને સામાન્ય જોયા છે? તમે તમારા આખા જીવનમાં ક્યારેય પણ સામાન્ય માણસ રહ્યા છો?

જો તમે ખરેખર જ એક સામાન્ય વ્યક્તિ હો હું કૈલાશનો અનુભવ તમારામાં રેડી શકું છું જે ખૂબ સરળ હશે. જો તમે સર્વસાધારણ હો અને તમને કાંઇ જ ખબર ન હોય પણ તમે એ કક્ષાના નથી. તમે તો ખૂબ જ હોશિયાર છો.  કોઈ એમ વિચારે કે એ એના ઘરની સૌથી હોશિયાર વ્યક્તિ છે તો કોઈ એમ વિચારે કે એ એના વિસ્તાર કે ગામની સૌથી હોશિયાર વ્યક્તિ છે તો વળી કોઈ વ્યક્તિ એનાથી પણ મોટા ક્ષેત્રમાં પોતે જ હોશિયાર છે એમ વિચર કરતી હશે, પણ દરેક જણા હોશિયાર તો છે જ. કોઈ પણ વ્યક્તિ સામાન્ય તો નથી જ.

જો આપણે લોકોને પર્વતો તરફ ખેચીને કે બીજી કોઈ પણ રીતે ખરેખર એક સામાન્ય વ્યક્તિ બનાવી દઈએ, એટલા બધા સામાન્ય કે તમને જે પણ કઈ કહેવામાં આવે એ સાંભળવા માટે તત્પર હોય, તો અમે કૈલાશનો અનુભવ એમનામાં રેડી શકીએ છીએ.

અથવા તો એમણે ખરેખર જ બુદ્ધિશાળી હોવું પડે, બુદ્ધિમત્તા કદી કોઇની સાથે સરખામણીમાં નથી હોતી, હોશિયારી હંમેશા બીજાની સરખામણીમાં હોય છે. જ્યારે આપણે કહીએ કે, “તમે હોશિયાર છો”, તો એનો અર્થ એ કે તમે તમારા બાજુવાળા કરતાં એક પગથિયું ઉપર છો. હોંશિયારી કાંઇ મહત્વપૂર્ણ બાબત નથી. હોંશિયારી તમે થોડા વધારે પૈસા કમાવામાં અને સમાજમાં એક સ્થાન બનાવવામાં મદદ કરી શકે પણ એ તમારા અસતીત્ત્વને કશે નથી લઈ જવાની.

બુદ્ધિમત્તા કોઈ દિવસ સરખામણી નથી કરતી. બુદ્ધિમત્તા પાસે સરખામણી કરવાનો અવકાશ જ નથી. કારણ કે બિદ્ધિમત્તાને ખબર  છે કે સરખામણી કરવી એ કેટલી ક્ષુલ્લક વાત છે. જો તમે ખરેખર બુદ્ધિજીવી છો અને તમારી આસપાસની વસ્તુઓ, એક ફૂલ કે એક પાંદડા પર પણ પૂરતું ધ્યાન આપો છો તો તમને ખબર પડશે કે તમારી બિદ્ધિમત્તા કેટલી નાની છે. બિદ્ધિમત્તાનો સ્વભાવ જ મર્યાદાઓને જોઇ  શકવાનો છે.

એક સામાન્ય વ્યક્તિ સાચે જ એક બુદ્ધિશાળી વ્યક્તિ છે કારણ કે, જો તમે તમારી આસપાસની દરેક વસ્તુ પર ધ્યાન આપો તો તમને જણાશે કે એ એક નાનકડું પાંદડું, ફૂલ  કે રેતીની એક કણ સુદ્ધાં તમે પોતાની જાતને વિચારતા હો એના કરતાં ઘણી વધારે બિદ્ધિશાળી છે. તેથી જ તમે સામાન્ય-સરળ માણસ બની જશો.

કૈલાશનો ઉદ્ગમ

ત્રીજું પરિમાણ એ કૈલાશનું ઉદ્ગમ છે. એય હાજર તો છે જ પણ, તે ઘણું સૂક્ષ્મ છે. એને માત્ર સંપૂર્ણતા જોઈએ છે. બધી જ શારીરિક, માનસિક અને ઉર્જાઓની સંપૂર્ણતા. ઉર્જાઓની સંપૂર્ણતા ટૂંક સમયમાં નહીં આવે પણ તમે શારીરિક અને માનસિક સંપૂર્ણતાને થોડા જ દિવસોમાં ખૂબ સરળતાથી પામી શકો છો.

તમે કૈલાશ જતાં હો એટલા દિવસ તમે નક્કી કરી લો કે તમે દિવસમાં કેટલી વખત ખાશો,બસ તેટલી જ વખત ખાઓ અધવચ્ચે ક્યારેય નહીં અને સાથે જ તમે ફોન વાપરવા અને વાતો કરવાનો સમય પણ નક્કી કરી રાખો. જો તમે ફોનને તદ્દન છોડી જ દો તો એ સારામાં સારું છે, નહિતર તમારી જરૂરિયાતો પ્રમાણે એ નક્કી કરી દો.

જો તમને મૌન રહેવું એ ફરજિયાતપણું લાગતું હોય અને તમને એકની એક ગાંડીઘેલી વાતો ફરી ફરી કર્યા કરવી હોય તો પણ ઓછામાં ઓછું તમે કૈલાશ જાઓ એટલા પૂરતું તો એ છોડી જ દો. એકાંતમાં બેસો, મંત્રજાપ કરો, ધ્યાનને પૂરતું કેન્દ્રિત કરો, તમારી આસપાસની દરેક વસ્તુઓ પ્રત્યે જાગ્રત થાવ તમારા શરીરે એને માટે તૈયાર થવું જ પડશે નહિતર એ આ બધો જ અનુભવ ચૂકી જશે.

આ ઉર્જા કે જેને આપણે કૈલાશ કહીએ છીએ એ એક અસાધારણ શક્યતા છે. “સદગુરુ, તો શું મારે ત્રણ દિવસ કાંઇ જ ખાવાનું નથી?” એવું કરશો તો તમે કદી પાછા જ નહીં ફરશો ! મુદ્દો એ છે કે તમે નક્કી કરો કે દિવસમાં તમે ખાવા માટે તેમજ વાતો કરવા માટે કેટલી વખત મોં ખોલશો. જો તમને દિવસમાં ત્રણ વાર ખાવું હોય તો ત્રણ જ ટંક ખાજો ચોથી વાર સહેજ પણ નહીં. કેટલી વાર ખાવું એની પસંદગી તમારી છે પણ એને નક્કી કરી રાખો. તમે જે નક્કી કરો છો અને એ પ્રમાણે કરો છો એ જ સંપૂર્ણતા છે. દિવસમાં એક જ વાર ખાવું કે પાંચ વાર ખાવું એ સંપૂર્ણતા નથી.Sadhguru's Poem "To Kailash" | The Three Dimensions of Kailash

હું શિસ્તતા જાળવવા નથી કહી રહ્યો. પણ તમે જે કહો છો એ જ કરો છો એ જ સંપૂર્ણતા છે. હું સામાજિક સંપૂર્ણતા વિષે વાત નથી કરી રહ્યો. હું શારીરિક અને માનસિક સંપૂર્ણતા વિષે વાતો કરી રહ્યો છું અને એ આવવી જ જોઈએ તો જ તમે કાંઇ અનુભવ કરી શકશો.

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, ઘટના, Uncategorized

મારા ગુરૂઓ…

Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. “A Social and Cultural Reformist” I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die. – SWAMI SACHCHIDANAND
 

www.sachchidanandji.org

EDUCATED PEOPLE LISTEN THE MOST

 

GURU PURNIMAA
 

http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss545.htm:SATLECT   1

A –  મારા ગુરૂઓ,  વ્યક્તિને એકજ ગુરુ હોય છે પણ અહિ ગુરુઓ છે, તે સમજો. ગુરૂ પરંપરાની ચાર કક્ષાઓ – પ્રાચીન કાળનો આચાર્ય(ઋષિ), શ્રમણ કાળનો સાધુ, આદર્શ વ્યક્તિ (શિવાજી અને સ્વામી રામદાસ) અને ગાદીની પરંપરાવાળો ગુરૂ. @6.49min. આ ચોથી ગુરૂ પરંપરાની વ્યવસ્થા સાથે હું સંમત નથી. એમાં જ્ઞાન નથી, જ્ઞાન માટે કોઇ દિક્ષા લેતું નથી, દિક્ષા આપનાર પોતાને પણ જ્ઞાન નથી હોતું, માત્ર વાળાબંધીને સાબુત રાખવા આ એક પ્રક્રિયા ચલાવવામાં આવી છે. હું જુની પરંપરામાં સંમત છું. મારા ત્રણ ગુરૂઓ છે. વાંચન, ભ્રમણ અને નીરિક્ષણ. શ્રી મદ ભાગવતમાં ગુરૂ દત્તાત્રયના  ૨૪ ગુરૂઓની સમજણ. તમે બારેબાર મહિના સત્સંગ કરો તો સત્સંગની અસર નહિ થાય. @9.25min. જેસલ-તોરલનું ઉદાહરણ સાંભળો. મૃત્યુના ડર સૌને લાગે છે. એમાં પણ હિંસકો સૌથી વધારે ડર લાગતો હોય છે. જો આ સંસાર સારો ન હોત તો કોઈને જીવવાની ઈચ્છા નહિ થાય. સૌરાષ્ટ્રમાં એક બહારવટિયો થઇ ગયો. એણે વીણી વીણીને સવાસો પટેલોના નાક કાપીને મારી નાખેલાં એ વિષે વધુ આગળ સાંભળો. ભક્તિની ઉપાસનાની અધ્યાત્મની શરૂઆત પાપોની સ્વીકૃતિના એકડાથી થતી હોય છે. જેસલે એક પછી એક પાપોના એકરાર કાર્ય પછી બેડલી બચી ગઈ. “જેસલ જગનો ચોરટો એને પળમાં કીધો પીર” @15.47min.બુદ્ધના માટે એવું કહેવાય છે કે એમને બૌદ્ધગયામાં એમને જ્ઞાન થયું, જ્ઞાન થયું એની ના નથી પણ જ્યાં ગૂંચવાયેલા ત્યાં જીવનના એક ક્ષેત્રનું જ્ઞાન થયું. એ ક્યાં ગૂંચવાયા હતા તે સાંભળો. બુદ્ધને થયેલા જ્ઞાન વિશે. આત્મ કલ્યાણના ત્રણ માર્ગો. કર્મ-કાંડ, દેહ-દમન, સમ્યક જ્ઞાન- સાંખ્ય (કપિલ). @19.10min. બુદ્ધ લાખોના ગુરુ થયા પણ બુદ્ધના ગુરૂ કોણ હતા? ભરવાડણ બાઈએ ગુરુનું કામ કર્યું. સંસારીઓમાં જેટલી ઈર્ષ્યા હોય એથી સો ગણી વધારે ઈર્ષ્યા તપસ્વીઓમાં હોય. એક તપસ્વીને ચાર માણસો વધારે પગે લાગે તો બીજા તપસ્વીને ઈર્ષ્યા થાય. બહારના કઠોર જીવનથી અંતરનો કોઈ વિકાસ નથી થતો. જીવન કોઈ છેડા પર નથી પણ મધ્યમાં છે.  युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु । युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥….(गीत 6-17). તમે યોગ્ય સમયે યોગ્ય આહાર કરો, યોગ્ય વિહાર કરો, ઊંઘવાના ટાઇમે ઊંઘો, જાગવાના ટાઇમે જાગો, કુદરતના સામે ના પડો કુદરતને મિત્ર બનાવો. બુદ્ધને જ્ઞાન થયું એનો અર્થ એવો નથી કે બુદ્ધને સૂર્ય, ચંદ્ર, તારાઓનું, પૃથ્વીનું જ્ઞાન થઇ ગયું. અમારા એક ઓળખીતા એક ભગવાન છે, દેવ થઇ ગયા. એમણે, એમના ભક્તોને કહ્યું કે હું સુરતના બાંકડે બેઠો હતો અને મહાવીર કરતાયે વધારે જ્ઞાન થઇ ગયું. ધાર્મિક ક્ષેત્રમાં જેટલું ચલાવવું હોય એટલું ચલાવી શકાય છે. વિજ્ઞાનું ક્ષેત્ર હોય તો લોકો પ્રયોગ શાળાનું પ્રુફ માંગે. તમે જાતે એમ કહી દો  કે હું પોતે ભગવાન છું તો કહે હા, બરાબર છે. તમે એક ૫-૨૫ હજારનું ટોળું ઊભું કરો એટલે ટોળાંના બીકે કોઈ બોલશે નહી.  @23.44min. દત્તાત્રયે  ડગલે ને પગલે ગુરુ બનાવ્યા તે વિષે સાંભળો. એક બહેન ચૂડીઓ પહેરીને સાંબેલું લઈને ખાંડી રહી છે એટલે એનો અવાજને રોકવા એક સિવાય બધી ચૂડીઓ ઉતારી દીધી, અવાજ બંધ થયો એટલે દતાત્રયે એને ગુરુ બનાવી કે “एकाकी विचरे यति: कुमार्या इव कङ्कणं”  જેને યતિપણું કરવું હોય, ત્યાગીપણું જીવન જીવવું હોય એને એકલા રહેવું. એક માન્યતા એવી છે કે આખ્ખી દુનિયા ગુરુ છે, શરત એટલી છે કે, તમારામાં શિષ્યત્વ જાગ્યું છે? @26.30min. ૧૯૬૨નું યુદ્ધ અને સ્વામીજીમાં આવેલો વણાંક વિષે સાંભળો. ઈતિહાસ વાંચ્યો તો ખબર પડી કે આપણે અઢી હજાર વર્ષથી હારતા આવ્યા છીએ. કેમ? @30.29min. વિશ્વની અજાયબી  ચાઈનાની ગ્રેટ વોલ વિષે સાંભળો. સ્વામીજીના યુદ્ધના બે પુસ્તકો ભારતમાં અંગ્રેજોના યુદ્ધો અને ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઈતિહાસ વાંચો, આપણે કેમ હારતા રહ્યા એનો જવાબ મળી રહેશે. આક્રમણ વિના કદી પણ તમારા દેશની રક્ષા થઇ ન શકે. અમે સાધુઓ અઢી હજાર વર્ષથી લોકોની, દેશના ક્રીમ વર્ગની  મહત્વકાંક્ષાને મારતા આવ્યા છીએ. આપણે હજારો તપસ્વીઓ, આચાર્યો, ભિક્ષુઓ પેદા કરી શક્યા પણ એક સિકંદર ના પેદા કરી શક્યા. આખા દેશને હિમાલય તરફ દોડતો કરી દીધો.  @35.47min. ગુલામીના કારણો જાણ્યા પછી સ્વામીજીએ નક્કી કર્યું કે હું જ્યાં જ્યાં પ્રવચન કરવા જઈશ ત્યાં ત્યાં લોકોને માળા નહિ પકડાવું, તલવાર પકડાવીશ. જો શિવાજી મહારાજે તલવાર ન પકડી હોત અને માળા  પકડી હોત તો મહારાષ્ટ્રની અને દેશની શું દશા થઇ હોત? @37.30min. કાશીમાં સ્વામીજી જેની પાસેથી ભણતા તેમનું ભારતના ત્રણ વીદ્વાનોમાંના નામ એવા સજ્જન બહુ જ્ઞાની પણ દુનિયાનું કશુજ જ્ઞાન નહિ, એ વિષે સાંભળો. કચ્છ-માંડવીમાં એક બહુ જ્ઞાની વેદાંતીની વાત સાંભળો. ધાર્મિક ક્ષેત્રના મોટા મોટા વિદ્વાનોને દુનિયાની કશી ખબર નથી હોતી એટલે દુનિયાને ગુમરાહ કરતા હોય છે. આ લોકો હજુ માને છે કે કરપાત્રી મહારાજે યજ્ઞ કર્યો એટલે ચાઈનાવાળા પાછા ચાલી ગયા. @41.30min. સ્વામીજીનો પહેલો ગુરુ વાંચન છે, જેટલું વાંચશો એટલુંજ તમારા મસ્તિષ્કની અંદર વધારે વધારે પ્રકાશ થતો જશે. પણ એકલુજ વાંચન પર્યાપ્ત નથી, ભ્રમણ કરો. ભ્રમણ કરતાં ટાયરમાંથી હવા નીકળી જાય એવી મારી દશા થઇ. ચાઈના તો આપણાં પાછળનો દેશ છે પણ ક્યાંય ગંદકી નહિ, યુરોપને ટક્કર મારે એટલી ચોખ્ખાઈ. એરપોર્ટ તો ઠીક પણ રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન જુઓ તો ગ્રેનાઈટ પથ્થરથી તમારું મોઢું દેખાઈ એટલા ચોખ્ખાં. એટલે બીજો ગુરુ ભ્રમણ છે. આ દુનિયા જોવા જેવી છે. ભારતમાં પણ ભ્રમણ છે, પણ યાત્રાના રૂપમાં છે. યાત્રામાં શ્રદ્ધા મહત્વની છે અને પ્રવાસમાં જીજ્ઞાસા મહત્વની છે. એક યાત્રામાં તાજમહાલ જોવા જવાનો અનુભવ સાંભળો. @45.58min. હું તમને ખાનગીમાં એક સલાહ આપું છું કે તમે નાસ્તિકોની સાથે બેસજો પણ ચુસ્ત સાંપ્રદાયિકથી દૂર રહેજો. નકુડાજીનો અનુભવ સાંભળો. @48.25min. ત્રીજો ગુરુ છે નિરિક્ષણ. તમે ઘણું વાંચો, ઘણું ભ્રમણ કરો પણ જો તમારી પાસે નિરિક્ષણ શક્તિ નહિ હોય તો બધું ધૂળ બરાબર છે. એટલે સજ્જનો આ ત્રણ મોટા ગુરુઓ છે. અને આ ત્રણ ગુરુઓ જેની પાસે હોય, મારો વિશ્વાસ છે ભલે એ માણસ જીવનના  બીજા ક્ષેત્રોમાં ગમે તે હોય પણ એ માણસ ઓછામાં ઓછો એક વસ્તુને સાચી રીતે સમજવાની લાયકાત  પ્રાપ્ત કરતો જશે.

Leave a comment

Filed under અધ્યાત્મ, ઘટના

ગુરુ પૂર્ણિમા…જુલાઇ ૧૬

 

Inline image
GURU PURNIMAA July16, 2019
તમે સત્યને સમજી, સ્વીકારી અને પચાવીજ ન શકોતો તમે ગમે તેટલા ગીતાના, ભાગવતના કે રામાયણના પાઠ કરો, એ માત્ર કોરી ધાર્મિકતા છે અને એ ખરા ટાઇમે મદદરૂપ થતી નથી. એક સંઘ ડાકોર-અંબાજી રેલવેના પુલ પાર કરીને જઈ રહ્યો છે, પાછળથી ટ્રેન આવીને બધ્ધાને કાપી નાંખે છે તો તરતજ પ્રશ્ન થાય કે ભગવાન ક્યાં ગયો? ભગવાનને માનવાનો અર્થ એવો નથી કે તમે ગમે તેમ બેફામ રીતે ચાલો કે વર્તો. રામ કૃષ્ણ પરમ હંસની વાત સાંભળો. @2.51min. જીન્દગીમાં લલિત વિદ્યાને પણ સ્થાન  હોવું જોઈએ.  ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीत साहित्य कला  विहीन  साक्षात् पशु: पुच्छ विषाण हिन” સંગીત સાહિત્ય વિનાનો માણસ સાક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે. ધંધો હોવોજ જોઈએ, કરવોજ જોઈએ પણ ધંધાની સાથે સાથે તમારા અંદર એક કોમળ લાગણી છે, એની પણ એક દુનિયા છે. @7.30min. કોફીમેટ ની પ્રવૃત્તિ વિષે સાંભળો. કોફીની પીવડાવવાની સાથે સાથે બારે મહિના એકથી એક ચડે એવા સારા સારા સાહિત્યકારો, કલાકારો, કથાકારો, સંગીતકારો એ બધાનો તમારા સાથે મેળાપ કરાવી આપે છે. અહી શું ફાયદો થાય છે તે સાંભળો.  @9.51min. આ જે ત્રણ મારા ગુરૂઓ છે એ તમને પસંદ પડે તો  તમે પણ એમને ગુરુઓ બનાવી શકો છો અપનાવી શકો છો, ન બનાવવા  હોય તો કશો વાંધો નથી પણ ભલા થજો, પેલો જે કંઠી બાંધનારો ગાદી ગુરૂ છે તેનાથી મુક્ત થઇ જજો, એમાં અજ્ઞાન સિવાય બીજું કશુંજ નથી એ તો ઘેટાંના ઊન કાપનારા લોકો છે. ગુરૂ ગોવિંદ સિંહની જેમ સિંહ નથી બનાવતા કે જેણે આખી મોગલ  સલ્તનતને હચમચાવી નાંખી, એમાં જ્ઞાનને કાંઇ લેવાદેવા નથી અને એનાથી તમે બચજો, આભાર ધન્યવાદ, હરિઓમ. @11.15min. પ્રશ્નોત્તરી  @21.36min. અનામતના પ્રશ્નનો જવાબ સાંભળો. મોક્ષના પ્રશ્નનો જવાબ – મોક્ષની સાથે સત્ય જોડાયેલું છે અને સત્યમાં જયારે એમ લાગે કે આ સત્ય નથી તો એને છોડી દેવું જોઈએ. મેં કાશીમાં રહી બધા ધર્મોનું અધ્યયન કર્યા પછી મને સ્પષ્ટ થઇ ગયું કે મોક્ષ માત્ર એક કલ્પના છે અને મને આજે આ ગૃહસ્થના ઉદ્ધારની જેટલી ચિંતા નથી થતી એટલી આ સાધુઓના ઉદ્ધારની થાય છે કે જે વસ્તુ છેજ નહિ તેની પાછળ આ સાધુઓ પગ ઘસી ઘસીને મરે છે. મારે પ્રશ્નનો જવાબ સ્પષ્ટ આપવો જોઈએ. જો હું ધારત તો મનમાંને મનમાં આ વાતને દબાવી રાખીને બહારથી લોકોને કહેત કે “મોક્ષ મોક્ષ મોક્ષ” તો હું દંભી થઇ જાત, પાખંડી થઇ જાત. સન્યાસનો અર્થ માત્ર મોક્ષ નથી પરંતુ પ્રજાને સત્ય અને કલ્યાણનો માર્ગ બતાવવો તે આ રૂપમાં જેટલું કરી શકું એટલું તમારા રૂપમાં કહી શકું નહિ. બીજા એક હિદુત્વના સવાલના જવાબમાં કહ્યું  કે મહત્વનો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં તમે તમારા મકાનમાં સુરક્ષિત રહી શકશો કે કેમ? અમદાવાદ અને ગુજરાતના કેટલાયે મહોલ્લાના મહોલ્લા ખાલી થઇ રહ્યા છે. લોકો કાશ્મીર, પંજાબમાંથી ભાગી રહ્યા છે. ભાગી ભાગીને ક્યા જશો? એનો ઉપાય કરો એ હિન્દુત્વ છે. @25.55min. સંસ્કૃતિને લગતા સવાલનો જવાબ સાંભળી લેવો. @25.33min. સુરતમાં નર્મદ સાહિત્ય સભા દ્વારા આયોજિત સભામાં વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં પ્રવચન. @40.14min. વાસ્કો ડી ગામાનું રાષ્ટ્રિય તપ  @44.34min.  फ़िल्मी भजन – मन तरपत हरि दर्शनको आज – महम्मद रफ़ी साहब

Leave a comment

Filed under અધ્યાત્મ, પ્રકીર્ણ

MP3 ગીતોનો ખજાનો કાયમ સાચવી રાખવા જેવી લિંક

MP3 ગીતોનો ખજાનો
કાયમ સાચવી રાખવા જેવી લિંક
પ્રાર્થના (78)
દેશભક્તિ ગીત (73)
સ્વાગત ગીત (34)
બાળગીત (68)
હાલરડાં (19)
લગ્ન ગીત (45)
વિદાય ગીત (17)
માતૃપ્રેમના ગીત (18)
ભગવદ્દ ગીતા (18 અધ્યાય)
કન્યા કેળવણી ગીત (10)
પ્રકૃતિ ગીત (15)
ગુજરાત ગીત (25)
મેઘદૂત (સંસ્કૃત મહાકાવ્ય)
વાર્તાઓ (115)
જો આપને પસંદ હોય તો આ પોસ્ટ આપના મિત્રવર્તુળમાં શેર પણ કરી શકો છો.

Leave a comment

Filed under અધ્યાત્મ

કબીરનું પ્રદાન +Bharat Mata Mandir, Haridwar

Bharat Mata Mandir, Haridwar के संस्थापक पद्मभूषण

ब्रह्मलीन परमपूज्य स्वामी सत्यमित्रानन्द गिरी जी महाराज की अंतिम यात्रा 26/06/2019
10:20
 
A – KABEER-NU PRADAAN – SURAT – KABEER MANDIR, કબીરનું પ્રદાન – સુરત કબીર મંદિર– પ્રજાના સમષ્ટિ જીવાનને સુખી કે દુઃખી કરવામાં ચાર તત્વો મહત્વનો ભાગ ભજવતાં હોય છે. ધર્મ વ્યવસ્થાસમાજ વ્યવસ્થારાજ વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા. આ ચારેચાર વ્યવસ્થા જેટલી સારી એટલી પ્રજા સુખી થવાની અને એથી ઉલટું સમજવું. જે લોકોએ ધર્મ વ્યવસ્થાને સુધારવા માટે ભારે પરિશ્રમ કર્યો એ સાચા ધર્મપુરુષો છે અને જે લોકોએ બગાડવા માટે પ્રયત્નો કર્યા તે સ્વાર્થી ધર્મપુરુષો છે. બધાજ ક્ષેત્રોમા સાચા-ખોટા માણસો રહેવાના પણ ખોટા જીતે અને સાચા દબાઇ જાય તો પ્રજા દુઃખી દુઃખી થઇ જાય. ધાર્મિક ક્ષેત્રની અસર બાકીના ત્રણે ત્રણ ક્ષેત્રો પર પડતી હોય છે એ વિષે સાંભળો. @4.00min.આપણે વાતવાતમાં કહીએ છીએ કે અમારા જેવો સારામાં સારો દુનિયામાં કોઈની પાસે ધર્મ નથીસંસ્કૃતિ નથી કે અધ્યાત્મ નથી તો સામે એવો પ્રશ્ન થાય કે આટલો સારો ધર્મસંસ્કૃતિ અને અધ્યાત્મ હોવા છતાં પણ પ્રજા આટલી દુઃખી કેમગુલામ કેમ થઇકુતરાના મોતે કેમ મરતી થઇસેંકડો વર્ષો ગુલામ રહીને પણ જો તમે ગૌરવની વાત કરતા હોવ તો જે મુઠ્ઠીભર માણસોએ તમને ગુલામ બનાવ્યાઅડધા ટકાએએક ટકાએ તે કેટલું ગૌરવ લઇ શકેજયારે પણ વ્યક્તિ કે પ્રજાને નશો ચઢાવવામાં આવે છે ત્યારે તે નશો ચઢેલી પ્રજાનથી તો સત્યને શોધી શકતી,પામી શકતી કે સ્વીકારી શકતી. બુદ્ધના પછી કબીર એવું એક વ્યક્તિત્વ છે કે જેણે પ્રજાને સાચો રસ્તો બતાવવાનો નિર્ભય પ્રયત્ન કર્યો. બુદ્ધની પાસે બહુ મોટી પ્રીસ્ટભૂમિ છે પણ એવી કબીર પાસે ન હતી. કબીર રાજાનો દીકરો ન હતો પણ અતિ સામાન્ય માણસ હતો. @7.11min.જો કબીરને સમજવા હોય તો ચાર વાતોને ધ્યાનથી સાંભળો. બુદ્ધશંકરાચાર્યશ્રીમદ વલ્લભાચાર્ય વિષે સાંભળો. બુદ્ધે ચાંડાલ સહીત બધાને અપનાવ્યા. अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् |. साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः || गीता ९ – ३० || क्षिप्रं भवति धर्मात्मा शश्र्वच्छान्तिं निगच्छति |. कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति || गीता ९ – ३१ ||.અડધી દુનિયામાં બૌદ્ધ ધર્મ ફેલાયોતમારામાં ફેલાવાની શક્તિ છેશ્રમણ માર્ગ અને પુરોહિત માર્ગ વિષે સાંભળો. પુરોહિત માર્ગ એ આજીવિકાનોપેટનોદક્ષિણાનો માર્ગ છે. ભારતનું પતન ત્યાંથી થયું.  @12.11min.હું તમને ભલામણ કરું છું કે તમે ઉપનિષદ અને ભગવદ ગીતાનું અધ્યયન કરો. यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः । वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥(गीता २-४२).તમે ફલાણો યજ્ઞ કરો તો સ્વર્ગ મળે,અહિયાં સુખ ન મળ્યું હોય તો ત્યાં મળે. ત્યાં અપ્સરાઓ મળે તો યજમાનની પત્નીને શું મળેफिरान मुल्के अदमसे कोई की मैं पूछुं कहो मुसाफिरों मंजिल पर क्या गुजरती हैदिलको बह्लानेको ग़ालिब जन्नतका ख्याल अच्छा है …(ग़ालिब).આ દેશમાં ખરેખર બહુ ઓછા મહાપુરુષો થયા છે અને જે થયા છેએમણે પરલોકનીજ વાતો કરી છે. આ લોકની ચર્ચાજ નહિ કરવાની. પૂર્વ જીવનમાં ગાંધીજી શ્રીમદ રાજચંદ્રથી બહું પ્રભાવિત થયા હતા. ગાંધીજી સંડાસથી માંડી પાર્લામેન્ટ સુધી એકે એક પ્રશ્નની ચર્ચા કરે છેઝઝૂમે છે પણ રાજચંદ્ર તો કોઈ જગ્યાએ રાષ્ટ્રનું નામ નથી લેતા.ફક્ત આત્મા અને પરલોકનીજ વાતો કરી છેએક દિવસ પણ જેલમાં ન ગયા.એક અંગ્રેજનો દંડો નથી ખાધો. જેટલા એમના મંદિરો થશેઆરતીપૂજા થશે એટલી ગાંધીજીની કોઈ નહિ કરે.આપણે ત્યાં અરવિંદરમણ મહર્ષિદાદા ભગવાન થયા એ બધાએ રાષ્ટ્ર માટેમાનવતા માટેસમાજ માટે શું કર્યુંવિધવાના પ્રશ્નોત્યકતાના પ્રશ્નો,ગરીબીના પ્રશ્નોભૂખમરાના પ્રશ્નોગુલામીના પ્રશ્નોઅશ્પૃશ્યતાના પ્રશ્નોશું આપણું અધ્યાત્મ એવું છે કે આ બધું બાયપાસ કરી જવુંએટલે અહિયાં તો નરક ઉભું થઇ ગયું.@16.30min.ઋષિથી શરુ થયેલી આ પરંપરા જ્યારે કબીર સુધી પહોંચી ત્યારે દેશની શું દશા હતીત્યારે માણસને પરલોક સુધારવા માટે કાશીમાં કરવત અપાતી હતીકોઈ ધર્મગુરુએ રોક્યા નહિ. તમે જ્યારે કાશી વિશ્વનાથ જશો તો કોઈ પુરોહિત તમને કહેશે કે जब औरंगजेब यहीं आया था तब भगवन इस कुएमॆ कूद पड़े थेવધુ આગળ સાંભળો. <font id=”yiv0891700345ydpc729431yiv6805382465ydp3cef635cyiv4183307124ydp6c7bfc68yiv7510635121yui_3_16_0_ym19_1_1558734525844_17311″

[Message clipped]  View entire message

Leave a comment

Filed under અધ્યાત્મ

વિશ્વ યોગદિન નિમિતે હાર્દિક શુભ કામના

ॐ संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा पूर्वे सज्जानाना उपासते ।                                                           

આપણે એક સાથે ચાલીએ; એક સાથે બોલીએ; આપણું મન એક બને.‘યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે; જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ચાલો, આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”                                                                                 યોગ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શાખા છે. જે એક અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે. તેનો મુખ્ય હેતુ શરીર અને મન વચ્ચે સમન્વય લાવવાનો છે. તે સ્વસ્થ જીવન જીવવા માટેની એક કલા તથા વિજ્ઞાન છે. યોગ શબ્દ સંસ્કૃતની મૂળ ‘યુગ ધાતુ માંથી મળે છે. જેનો અર્થ જોડવું, બાંધવું કે સંગઠિત કરવું એવો થાય છે. યોગ-શાસ્ત્રો અનુસાર યોગના અભ્યાસ દ્વારા વ્યક્તિગત ચેતનાનું સર્વવ્યાપક ચૈતન્ય સાથે સંમિલન થાય છે. આધુનિક વૈજ્ઞાનિકો અનુસાર બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ એક જ આકાશ પરિમાણની અભિવ્યક્તિ છે. જે વ્યક્તિ આ અસ્તિત્વના ઐક્યનો અનુભવ કરે છે, તે યોગી છે અને યોગી એ કહેવાય કે જેણે એક્યતાની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે અને તે સ્થિતિને મુક્તિ, નિર્વાણ, કેવલ્ય અથવા મોક્ષ કહે છે.        ‘યોગ’ આાંતરિક વિજ્ઞાન પણ છે. જેમાં એવી વિભિન પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેના દ્વારા મનુષ્ય શરીર અને મન વચ્ચે સામંજસ્ય/સંવાદિતા મેળવીને આત્મસાક્ષાત્કાર કરી શકે છે. યોગસાધનાનું લક્ષ્ય તમામ પ્રકારની પીડાઓ અને કષ્ટો દૂર કરવાનો છે. જેથી જીવનના દરેક સ્થળે સ્વતંત્રતાનો અનુભવ, સુખ અને સંવાદિતા પ્રાપ્ત થાય છે.                                                       તાજેતરમાં થયેલ તબીબી અભ્યાસ જણાવે છે કે યોગ દ્વારા શારીરિક માનસિક ઘણા ફાયદા થાય છે. અને આ ફાયદા નિયમિત યોગાભ્યાસ કરનારામાં જણાયા છે.

આવા જ અમુક તબીબી અભ્યાસ જણાવે છે કે…

  • યોગ શારીરિક તંદુરસ્તી, સ્નાયુની મજબૂતી અને હૃદયની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે.
  • યોગ ડાયાબિટીસ, શ્વસનતંત્રના રોગ, લોહીનું ઊંચું-નીચું દબાણ તથા જીવનચર્યાને લગતા રોગોમાં લાભદાયી છે.
  • યોગ તનાવ, થાક, ચિંતા વગેરે ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.
  • યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે; જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ચાલો, આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”યોગ વ્યક્તિના શરીર, મન, લાગણી તથા ઉર્જાના સ્તરો પર કામ કરે છે. આથી યોગના ચાર મુખ્ય વર્ગીકરણો થયા છે : કર્મયોગ, જ્યાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ. જ્ઞાનયોગ, જ્યાં આપણે મન/બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિયોગ, જ્યાં આપણે લાગણીનો ઉપયોગ કરીએ છીએ. ક્રિયાયોગ, જ્યાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણે યોગની જે કોઇ પદ્ધતિ અનુસરીએ છીએ તે આમાંથી કોઇપણ એક વગીકરણમાં જ સમાવિષ્ટ થાય છે.પ્રત્યેક વ્યક્તિ આ ચાર પરિબળોનું એક અનન્ય સંયોજન હોય છે. માત્ર એક ગુરુ જ જિજ્ઞાસુ માટે આવશ્યક એવા આ ચાર માર્ગોના યોગ્ય સંયોજન/શિક્ષણની હિમાયત કરી શકે છે. યોગ પરનાં તમામ પ્રાચીન ભાષ્યોએ ગુરુના માર્ગદર્શન નીચે કામ કરવાની જરૂરિઆત પર ભાર મૂક્યો છે.

    યોગાસનોના અભ્યાસ માટે વિશેષ સૂચનો

    • અભ્યાસની શરૂઆત ઇષ્ટદેવ અથવા ગુરુદેવનું સ્મરણ કરી પ્રાર્થનાથી કરવી જોઇએ.
    • આસનોનો અભ્યાસ શ્વાસના વિશિષ્ટ ક્રમ અનુસાર વિધિમાં દર્શાવ્યા મુજબ કરવો જોઇએ.
    • ખોટી ઉતાવળ ન કરવી જોઇએ. ઉતાવળ અથવા બળજબરી કરવાથી શરીરને નુકશાન થવાથી પૂરી સંભાવના છે.
    • સામાન્ય રીતે યોગાસનોના અભ્યાસ દરમ્યાન આાંખો બંધ રાખવી જોઇએ. આાંખો બંધ હોય ત્યારે પણ વિધિમાં દર્શાવ્યા મુજબ દષ્ટિને સ્થિર કરવા પ્રયત્ન કરવો જોઇએ. કેટલાંક આસનોમાં આંખ ખૂલ્લી રાખવાની પણ સૂચના હશે, તે આસનોમાં સમતોલન જાળવવાનું હોય તેમાં જો દષ્ટિ બંધ રાખવાની સૂચના હોય તો પણ શરૂઆતમાં અભ્યાસ દરમ્યાન દષ્ટિ ખૂલ્લી રાખી શકાય, જેથી સમતોલન ગુમાવી પડી જવાનો ભય ન રહે.
    • અભ્યાસ દરમ્યાન ચોક્કસ સમય અને નિયમિતતા જાળવવાં જોઇએ.
    • અભ્યાસ પૂરો કર્યા પછી થોડી મિનિટ સુધી શવાસનમાં શિથિલીકરણ કરીને આરામ કરવો જોઇએ એનાથી થાક દૂર થાય છે.
    • અભ્યાસ શાંતિપાઠ કરીને પૂર્ણ કરવો જોઇએ.

    યોગ વિષયક પારિભાષિક શબ્દો

    યોગનો અભ્યાસ કરતાં પૂર્વે કેટલાક પરિભાષિક શબ્દો સમજવા જોઇએ. એવા શબ્દો અને તેમનાં અર્થો નીચે દર્શાવ્યા મુજબ છે.

    • પૂરક : વાતાવરણમાંથી વાયુ ફેફસામાં ભરવાની ક્રિયા (શ્વાસ)
    • રેચક : ફેફસાંમાં ભરેલો વાયુ બહાર કાઢવાની ક્રિયા (ઉચ્છવાસ)
    • કુંભક: શ્વાસોચ્છવાસની ગતિને અટકાવી વાયુ રોકવાની ક્રિયા
    • આંતરકુંભક: પૂરકને અંતે ફેફસાંમાં વાયુને રોકી રાખવાની ક્રિયા.
    • બાહ્યકુંભક : રેચકને અંતે વાયુને બહાર રોકી રાખવાની ક્રિયા.
    • પ્રણવ મુદ્રા : કુંભક કરવા માટે જમણા હાથની પ્રથમ બે આંગળીઓને હથેળી તરફ વાળીને જમણા અંગૂઠાથી જમણું નાસાપુટ બંધ કરવાથી બનતી મુદ્રાને ‘પ્રણવ અથવા ઓમકાર મુદ્રા’ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં અંગૂઠાને અંગુષ્ઠ  પ્રથમ આાંગળીને ‘તર્જની’, બીજી આંગળીને ‘મધ્યમા’ , ત્રીજી આાંગળીને ‘અનામિકા’ અને ચોથી આાંગળીને ‘કનિષ્ઠકા કહેવામાં આવે છે. જ્ઞાનમુદ્રા : હાથની તર્જનીનું અને અંગૂઠાનું ટેરવું પરસ્પર અડકાડીને બાકીની આંગળીઓ સીધી રાખવાથી જ્ઞાનમુદ્ર બને છે. આ જ્ઞાનમુદ્રા જમણા હાથ વડે કે બનને હાથ વડે પણ થઇ શકે છે.

    આસન-પ્રાણાયામના અભ્યાસ દરમ્યાન વસ્ત્રો પહોળાં, ઢીલાં અને ઓછાં પહેરવા જોઇએ, જેથી મુક્ત રીતે હલનચલન થઇ શકે.અભ્યાસ દરમ્યાન પસીનો થાય તો સ્વચ્છ વસ્ત્ર અથવા રૂમાલથી લૂછી નાખવો જોઇએ.અભ્યાસ પૂરો કર્યા પછી લગભગ ૨૦-૩૦ મિનીટ પછી, સહેજ હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઇએ.    સૌજન્ય વિકાસપીડિયા

Leave a comment

Filed under અધ્યાત્મ

જીવનનો તાળો –

– જીવનનો તાળો – સંતો, મૌલાના અને મૌલવીઓ, ગુજરાતના મંત્રી, ઉદાર દાતા શ્રીઓ અને નુતન ગ્રામ વિકાસના ટ્રસ્ટ સમક્ષ આપેલું પ્રવચન – થોડીક વ્યહવારિક વાતો કરવી છે. સામાન્ય રીતે લોકો સાધુ સમાજ પાસે આધ્યાત્મિક અને પરલોકની વાતો સાંભળવાની અપેક્ષા રાખતા હોય છે અને એ અપેક્ષા સાચી પણ છે. પણ હું વ્યહવારિક માણસ છું એટલે થોડીક વ્યહવારિક વાતો કરવી છે. પહેલી વાત એમ છે કે, તમને કદી પણ એમ થાય છે કે મારું જીવન સફળ ગયું કે નિષ્ફળ ગયું? ખાસ કરીને જો તમે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હોવ અને મરણ નજીક દેખાતું હોય તો આ તાળો જરૂર મેળવવો પડે. તમારે એક વ્યહગાંવલોકન કરવાનું, એટલે પાછળ ફરીને જોવાનું કે અત્યાર સુધી મેં જે કર્યું એ બધાના પરિણામ સ્વરૂપે મારું જીવન સફળ રહ્યું કે નિષ્ફળ રહ્યું. વેપારીની જેમ તાળો મેળવવો કે વેપારમાં નફો કર્યો કે નુકશાન કર્યું. જો તમને ઈચ્છા થાય કે મારે તાળો મેળવવો છે, હું તમને ત્રણ વસ્તુ બતાવવું છે. પહેલા તમને પૈસા કમાતા આવડ્યા? કોઈ સાધુ આવું ના બોલે. અમે તો કહીએ પૈસા છોડો, છોડો, છોડો. જો તમને પૈસા કમાતા આવડ્યું હોય તો ૧/૩ જીવન તમારું સફળ છે. @5.00min. તમને પૈસા કમાતા ન આવડ્યું હોય તો તમે પરાધીન થઇ જશો, લાચાર થઇ જશો. પારકો રોટલો ખાવો પડશે, ઘર-ઘરનો રોટલો ખાવો પડશે. પોતાનો રોટલો ખાવા જેવી કોઈ ખુમારી નથી. પછી ભલે એ દાળ રોટલો હોય પણ તમારું ૧/૩ જીવન  સફળ થયું છે. પહેલા ગુરુકુળમાં વિદ્યાર્થીને નાગરિક બનાવવા માટે રાખવામાં આવતા હતા પણ બાવા બનાવવા માટે નહીં. હવે તો એવા ગુરુકુળ નીકળ્યા છે કે તમે જો તમારો છોકરો મુક્યો તો ગયોજ સમજો. થોડા દિવસ પહેલાંજ એક સજ્જન આવેલા, એમણે કહ્યું કે ગમે એમ કરીને તમે મારા છોકરાને બચાવી લો. એને બહુ હરખભેર ગુરુકુળમાં મુકેલો, ત્યાં સાધુઓએ એવો રંગ લગાડયો કે હવે એ કહે છે કે મારે સાધુ થવું છે. બાપુ, મારો એકનો એક દીકરો, દેવું કરીને એને એન્જીનીઅર બનાવ્યો, એ છેલા વર્ષમાં છે. એની આશાએ અમે જીવી રહ્યા છીએ અને હવે એ કહે છે કે તમારા સાથે હું વાત કરવાએમાગતો નથી. આવા ગુરુકુળથી સાવધાન રહેજો. જો એને સાચો નાગરિક બનાવવો હોય તો એને કર્તવ્ય પરાયણ બનાવવાનો. પલાયનવાદી બનાવવો નહીં. માં-બાપની જવાબદારી છોડીને ભાગી જતા શીખવાડવું એનું નામ વૈરાગ્ય નથી, ત્યાગ નથી પણ પલાયનવાદ છે. એટલે પેલો વૈદિક કાળનો ઋષિ વિદ્યાર્થીને કહે છે, भुत्येय् न प्रविदित्यम् , देवकार्येन प्रवदित्यम्, पितृ कार्येन प्रवदित्यम्.એ ભાઈ તું ઘરે જા અને બે પૈસા કમાવામાં આળસ કરીશ નહીં. આપણી ઋષિ સંસ્કૃતિ દરિદ્રતાવાદી નથી પણ વૈભવવાદી છે. ચાણક્યે લખ્યું છે કે પ્રજા જેટલી વૈભવશાળી હશે એટલીજ રોજીઓ ઉભી થશે. અત્યારે ખેતીમાં મજુરો મળતા નથી. જ્યાંથી મળે ત્યાંથી રોજના ૨૫૦ થી ૪૦૦ રૂપિયા વત્તા જમવાનું આપી ઠેઠ બનાસકાંઠા અને કચ્છ લઇ જાય છે. એટલે પહેલાં એક સુત્ર હતું કે ગરીબી હટાવો એ સફળ ન રહ્યું પણ આપણા પ્રધાનમંત્રી મોદીએ એક સુત્ર આપ્યું છે કે अच्छे दिन आयेंगे એ સફળ રહ્યું. કોઈને આજે ભૂખે મરતાં જોવાતું નથી.@10.07min. જેને કામ કરવું છે, એને કામ મળી રહે છે. કામ કરવુંજ નથી, એની વાત જુદી છે. લોકોએ નીલગીરી વાવવા માંડી છે, કારણકે મજુરો મળતા નથી. જયારે ચિતોડ ઉપર આપત્તિ આવી ત્યારે ભામાષાએ પ્રતાપની આગળ ખજાનાનો ઢગલો કરી દીધો. સંતાડીને રાખીશ તો દુશ્મનો લઇ જશે. તમને ઇતિહાસની ખબર હોય તો ભેગું કરેલું મંદિરોનું સોનું દેશના દુશ્મનો ઊંટો ભરી ભરીને લઇ ગયા હતા. મારું એક સુત્ર યાદ રાખજો, INCOMING & OUTGOING. એટલે भुत्येय् न प्रविदित्यम् – આપણે વૈભવ વાદી છીએ. તમે દરિદ્ર હોવ તો સુદામા જેવા થાજો. દરિદ્રતા છે પણ યાચકતા નથી. કૃષ્ણ દ્વારિકાનો રાજા છે, મારો મિત્ર છે, પણ એની પાસે માગવા નહિ જાઉ. લાંબી ચર્ચા નહિ કરું પણ એમાં બે વાતો કહી છે, देवकार्येन प्रवदित्यम्, पितृ कार्येन प्रवदित्यम्. આ જે પાણીનું કામ કરો છો, એ દેવ કાર્ય છે. આપણે એમ માનીએ છીએ કે પાણીનો દેવ વરુણ છે અને ભગવાન વિષ્ણુ પાણીમાં રહે છે. એક વ્હોરા ભાઈ અબ્બાસ અલીની વાત સાંભળો. સ્વામીજીએ એના નામનો અર્થ સંસ્કૃત વ્યાકરણથી વિષ્ણુ ભગવાન કેવી રીતે કરી બતાવ્યો તે સાંભળો. આપણે પૂજા ઊંધા રસ્તે ચઢી ગઈ છે. હમણાં પૂજાનું કામ ૧૫-૨૦ મિનીટ ચાલ્યું, ઠીક છે. પણ ખરી પૂજા છે, એની પ્રાપ્તિ કરવી. રાવણે બધા દેવોને વશ કાર્ય હતા. આજે આપણે પણ બધા દેવોને વશ કર્યા છે. ગમે એવી ગરમી પડતી હોય A/C ચલાવો એટલે ઠંડુ થઇ જાય. @15.00min. હવે કોઈ A/C વિનાની ગાડી નહિ હોય. પહેલાં દર વર્ષે દુકાળ પડતો, હવે દુકાળ પડતોજ નથી. દુકાળ પડે છે પણ આપણે વરુણ દેવને વશ કર્યા છે. વરુણ દેવ નર્મદાના દ્વારા ઠેઠ કચ્છ સુધી અને રાજસ્થાન સુધી પહોંચ્યા છે. એટલે ખેડૂતોની આવક વધી છે. પહેલાં ખાવાની બાજરી ન હતી મળતી પણ એની જગ્યાએ એટલું જીરું થાય છે કે પૈસાજ પૈસા. આ વરુણ દેવની સાચી ઉપાસના છે. એવી રીતે તમે અગ્નિ દેવને વશ કર્યા તો લાઇટ ૨૪ કલાક રહે છે. આ આપણે એક સાચા રસ્તે વળ્યા છીએ. પછી ઋષિએ એક ખાસ વાત કરી,  यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि॥ અમારા સાચા આચરણો હોય એનું અનુકરણ કરજો પરંતુ ખોટાનું કરશો નહીં. અને પછી છેવટમાં કહી દીધું, प्रजातन्तुं मा व्यवच्छेत्सीः । પ્રજાના તાંતણાને તોડીશ નહીં. એને ચાલુ રાખજે. આ આપણો ઋષિ માર્ગ છે. આ વાત હું વારંવાર કહું છું કે લોકોના મગજમાં આ વાત ઉતરે કે ગુરુકુળ એનું નામ કહેવાય, જે માણસને કર્તવ્ય પરાયણ બનાવી, સાચો નાગરિક બનાવે. એટલે જો તમને પૈસા કમાતા આવડ્યું તો તો તમે લાચાર થઈને કોઈનો રોટલો નથી ખાતા. આ તમારી પહેલી સફળતા છે. જીવનની સફળતાનો એક બીજો ભાગ છે કે તમારામાં મોરલ (નૈતિકતા) છે? અને જો હોય તો તમે ધન્ય-ધન્ય થઇ ગયા. તમે પૈસો અઢળક કમાવો છો પણ મોરલ નથી તો તમારામાં અને રાવણમાં શું ફર્ક છે? રાવણ જેટલો પૈસો તો રામેય નથી કમાયા. મોરલ વગરના પૈસા ધૂળ બરાબર છે એના કરતાં તો પેલો ભિખારી સારો કે એ મફતનું ખાય છે, પણ હરામનું નથી ખાતો. મફતનું ખાવું એ પાપ નથી, લાચારી છે. હરામનું ખાવું એ પાપ છે. જેણે એ ખાધું હોય એનું જીવન કદી સફળ થયું કહેવાય નહીં. આ બીજી વાત છે. ત્રીજી વાત છે, તમને પૈસા કમાતા આવડ્યું, તમારી પાસે મોરલ પણ છે, તમને વાપરતાં આવડે છે? આપણે ત્યાં એવી માન્યતા છે કે જે લોકો પૈસો વાપર્યા વિના મૂકી જાય એ નાગ-સાપ થાય છે. @20.14min. નાગ થઈને હમણાં રહે તો સારું પણ એ તો જેને ને તેને ડંખ મારે. દરેક ગામમાં બે-ચાર માણસો તો ડંખ મારનારા હોયજ છે. એમનાથી બચો તો ગામનો વિકાસ થાય. એમનાથી બચવા માટે ચાણક્ય નીતિ અપનાવો. મારા બે પુસ્તકો ચાણક્ય નીતિ ઉપર છે. તમે જરૂર વાંચજો. ચાણક્યે કહ્યું કે આ દુનિયા એકલા સજ્જનોની નથી, દુર્જનોની પણ છે. જો એકલા સજ્જનોની હોત તો રાજાની કે કાયદાની કોઈ જરૂર ન હોત. કાયદાની જરૂર તો પેલા દુર્જનો માટે છે. બસો બાળનાર કાર્યકર્તાઓ સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીએ કહ્યું તમે બસો બાળો અને પોલીસ ગોળી ન ચલાવે એવું તમે ઈચ્છો છો? જો તમે સખત અને કડક કાયદો નહિ રાખો તો તો આ દેશ આંદોલનોનો દેશ થઇ જશે અને બધે અરાજકતા ફેલાશે. જયારે અયોધ્યાની ઘટના ઘટેલી ત્યારે દુબઈમાં રહેનારા ભારત અને પાકિસ્તાનના મુસલમાનો આપણું એક વૈષ્ણવ મંદિર તોડવા પહોંચી ગયેલા. ૩૦૦ માણસોનું ટોળું પહોંચ્યું. એક વાણિયા શેઠે તરતજ શેખને ફોન કર્યો અને એમણે તરતજ હુકમ કર્યો કે એ ૩૦૦ ને તરત પકડો. @25.00min. અને જે પહેલું પ્લેન જતું હોય, એમાં બેસાડીને એમના દેશમાં મોકલી દો. તમારા દેશમાં જઈને તોફાન કરો, મારા દેશમાં નહિ કરવાનું. એજ દિવસે એ ૩૦૦ પાકિસ્તાની અને ભારતના મુસ્લિમોને એમના દેશ મોકલાવી દીધા. રાડ પડી ગયા કે ભાઇસાબ હવે અમારે કોઈ દિવસ તોફાન નથી કરવું. આનું નામ રાજા કહેવાય, શાસક કહેવાય. પણ એ તો શેખ છે. અહિયાં એવું બને તો આંદોલન કરે અને ચેનલો વાળા મુદ્દો બનાવે. નાના તણખાને ભડકો કરે. હું તો સરકારને કહું છું કે આ ચેનલો ઉપર કંટ્રોલ લાવો. આઝાદી હોવી જોઈએ પણ એવી આઝાદી ના હોવી જોઈએ કે ભડકા ઉપર પેટ્રોલ છાંટે. એટલે તમારે દુર્જનો વચ્ચે જીવવું હોય તો તમને ચાણક્ય નીતિ આવડવી જોઈએ, તોજ તમે સારી રીતે રાજ કરી શકો. બીજી વાત છે કે તમે પૈસા કમાયા છો તો ખરા પણ એને વાપરી શકો છો?એક ઓળખીતા શેઠની વાત સાંભળો. વ્યાજના ધંધામાં દર મહિને ત્રણ થી ચાર લાખ રૂપિયા કમાય. પણ તમે આજ પૈસા જમા કરાવવા જાવ તો અને ૧૨ વાગી ગયા હશે તો કહેશે કે કાલે આવજો. એક દિવસનું વ્યાજ વધે ને? પૈસા વાપરવા વિના મારી ગયા. એટલે તમને પૈસા વાપરતા આવડે છે? આ ત્રીજી વાત છે. પૈસો તો વાપરતા આવડે છે, પણ ક્યાં વાપરો છો? કઈ જગ્યાએ વાપરો છો? એટલે ધર્મનું કામ છે કે તમે નીતિથી પૈસો કમાવો અને હક્કમાં વાપરો એ શીખવવાનું. તમારે પૈસા વાપરવા હોય તો ત્રણ રસ્તા છે. ધાર્મિક માન્યતામાં વાપરો. મારે દુઃખથી આ વાત કહેવી પડે છે. અમારે આ ગામમાં બ્રાહ્મણો માટે એક વાડી બનાવવની જરૂર છે. પહેલાં બ્રાહ્મણો શેરીઓમાં જમવા બેસતા. બેય છેડે બે દંડાવાળાઉભા હોય કે કોઈ અંદર વચ્ચે એઠવાડ લેવા માટે આવી ના જાય. એક વાણિયા શેઠની જમીન વેચવાની થઇ. ચાર ઘણા પૈસા માગ્યા. લોકોએ ઘણા સમજાવ્યા પણ ના માન્યા તે ના માન્યા. એને સમાધાન કર્યું કે મારે તો આ પૈસા ધર્માદામાં વાપરવાના છે. તો આ વાડી થાય એ ધર્માદા નથી થતો? તમારા મગજને તમે એક સંપ્રદાયમાં બંધ કરી દીધું છે. એટલે તમે વાડાની બહાર દાન નથી કરી શકતા. વાડાની બહાર સારું કામ જોઈ નથી શકતા. @30.00min. પછી તો ચાર ઘણા પૈસા આપવા પડ્યા. મારા એક રબારી સાધુ હતા એ એમ કહેતા કે દીવા કરે એના દીવા રહે અને દીવા ઓલવે એના દીવા ઓલવાય. આખા ગામને શાંતિ થઇ ગઈ કે હવે બટાકા ખાવ, પહેલાં બટાકા ખવાતા નહીં. કારણકે બટાકા તો કંદમૂળ કહેવાય. હવે બટાકા ખાવાની છૂટ થઇ. તમારા મગજને વિસ્તૃત કરો અને તમારી માન્યતાને એટલી ઝીણી ના બનાવો કે તમે એક કુંડાળામાં પુરાઈ જાવ. તમે વિસ્તારિત થઇ જાવ એટલે તમે પૈસો વાપરો, પૈસો વાપરવાની જગ્યા જુઓ, ક્યાં વાપરવાના છે? ગામ આખું તરસે મરતું હોય અને સરકારની આવી ૮૦-૯૦% વાળી યોજના આવતી હોય અને થોડા પૈસાની જરૂર હોય તો મન મૂકીને આપો. પેલા ભામાષાએ એનો ખજાનો રાણા પ્રતાપ સમક્ષ ખાલી કરી દીધો. દાન એવું હોય જે તમને હળવા બનાવે. પણ તમે પ્રેશરમાં-દબાણમાં જયારે આપો છો ત્યારે હળવા નથી થતા, રાત્રે ઊંઘ નથી આવતી. એટલે આ ત્રીજી વાત છે, તમે ખુબ પૈસો કમાવો, ન્યાય-નીતિનો કમાવો, તમે વૈભવવાળા બનો પણ મોરલવાળા થાવ કે તમે જયારે નહિ હોવ ત્યારે તમારા મોરાલની કથા લખાશે. એવા એક જૈન મારવાડી શેઠ ધેબરચંદની વાત સાંભળો. એમને આશ્રમમાંથી કેમ કાઢી મુક્યો તે સાંભળો. ત્યારે એમની પાસે ફીઆટ ગાડી હતી. એ રસ્તામાં ફરે અને જેટલા ગરીબ, દુઃખી, ઝાડો-પેશાબ કરેલા માણસો મળે એને ફીયાટમાં નાંખે અને @35.05min. હોસ્પીટલમાં દાખલ કરે અને કહે તમે આને હજો કરજો અને આનું બધું બીલ હું ભરી દઈશ. આવી રીતે એમણે રોડ ઉપરના કેટલાયે દર્દીઓને સાજા કર્યા અને એમને પોતાને ઘરે મોકલાવ્યા. આશ્રમવાળાને વાંધો પડ્યો કે આ કામ આપણું નથી. આ બધાં જે માંદા પડે છે, એ એમના પૂર્વના કર્મોને લઈને પડે છે, એને ભોગવવા દો, તમારે વચ્ચે પડવાની જરૂર નથી. આપણે તો તપ કરવાનું, સાધના કરવાની, ઉપવાસ કરવાના. પેલો શેઠ કહે, એ બધી વાત તમારી સાચી પણ ગરીબ માણસોની સેવા કરવાની, એ પણ વાત ખરી. એમનો મતભેદ પડ્યો અને છેવટે કાઢી મુક્યો. પણ આ વાણિયો બહુ જબરો, માથા ભારે એને આશ્રમના દરવાજા આગળ ઝોપડું બમ્નાવ્યું અને ત્યાંજ રહેવા માંડ્યું. આ સત્યાગ્રહ છે. એ ધારે તો બંગલો બનાવી શકે પણ ત્યાંજ રહે અને અંદરથી ટીફીન મંગાવીને ખાય. વર્ષો સુધી ત્યાંજ રહ્યો, હમણાંજ એ દેવ થયો. જે સાચો ધાર્મિક છે, એને આપણે ઓળખતા નથી અને જે લોકો સાચા નથી એને આપણે ધાર્મિક માની બેઠા છે. મોરલ (નૈતિકતા) દુર્લભ છે અને મોરલ જેની પાસે હોય એની કથાઓ લખાય. મારા એક ઓળખીતા સજ્જને કહ્યું કે તમે આ કડવા મીઠા અનુભવો લખ્યા છે, એવા મારાએ લાખોને? હું કોઈ ખરીદાયેલો લેખક છું કે તમે પૈસા આપોને હું લખું. અકબરે બીરબલને કહ્યું કે, બીરબલ આ રામાયણ લખાય તો મારીએ એક રામાયણ લાખોને? બીરબલ એટલે હાજર જવાબી. એણે કહ્યું, મહારાજ આપણી રામાયણ લખું પણ રામાયણમાં તો સીતાજીનું હરણ થયું હતું, આપણે ત્યાં કોઈનું હરણ થાય તો હું લખું. કોઈના લખાવવાથી લખાય એમાં દમ નહિ હોય. તુલસીદાસે નભીમાંથી લખ્યું स्वान्त: सुखाय तुलसी रघुनाथगाथा भाषानिबन्धमतिमंजुलमातनोति। અને અમર થઇ ગયા. કડવા મીઠા અનુભવોમાં લખેલી વાતોમાંની એકજ વાત કરીશ. જેણે ત્યાં હું ઉતરેલો, એ ભાઈએ એની ગાડીમાં મને બેસાડ્યો. એમણે કહ્યું તમારાથી બેસાતું નથી તો આ ગાડીમાં સુવાની સગવડ છે તો સુઈ જાવ. ચાર દિવસ પુરા થયા અને વિદાય થવાનું થયું ત્યારે કહ્યું બાપુ તમે આ ગાડી લઇ જાવ. કેમ? મારી બે ફેકટરીઓ છે, ત્રણ હાજર માણસો કામ કરે છે. મેં તમારી બધી કેસેટો સાંભળી અને અમારું તો જીવન બદલાઈ ગયું. મારા ભાગીદારો, શેઠિયાઓ પાસે મર્સિડીઝ બેન્ઝ છે. મને આગ્રહ કરે છે કે તું પણ એવી ગાડી લે. હું તમને કહું છું કે તમે વૈભવ ભોગવજો પણ લોકોની નજરે ના ચઢશો. @39.56min. મારા એક ઓળખીતા છે, એની દશે આંગળીએ સોનાની વીંટી છે. વલસાડ, ડાંગ તરફના છે. સોનુંજ સોનું પહેરે છે. તમે અંબાણી, ટાટા-બિરલાને સોનું પહેરતા જોયા? એને સોનું પહેરવાની જરૂર નથી, એ પોતેજ સોનું છે. તમે લોકોમાં હળીભળીને રહો. એટલે પેલા ભાઈ કહે છે, મારા ઉપર મર્સિડીઝ ગાડી જે ૫૫ લાખની આવે, એ લેવા દબાણ કર્યું પણ મેં નક્કી કર્યું કે મારે એ ગાડી નથી લેવી. મર્સિડીઝમાં જે સગવડ છે, એ આ મારી હ્યન્ડાઈ ગાડીમાં છે અને એ ૧૩-૧૪ લાખની આવે છે. એ ગાડી મેં લીધી અને જે પૈસા વધ્યા એના ત્રણ ફ્લેટો બનાવ્યા. એક મારી કામવાળી, એક ગામના વાળંદ અને એક મારા ભાયાત હતા એમને આપ્યા. એટલે એમણેને પૈસા કમાતાં આવડ્યા અને ખર્ચતાએ આવડ્યા. એટલે ત્રીજી વાત છે, તમે પૈસા કમાતાં શીખજો, વાપરતા શીખજો અને પૈસા બચાવતા પણ શીખજો. ચાણક્યે લખ્યું છે, आपदर्थ धनं रक्षेत् ભવિષ્યમાં આપત્તિ આવવાની છે, એમ સમજીને પૈસા બચાવજો. પૈસા એવી જગ્યાએ વાપરજો જેથી બીજાનું કામ થાય. એટલે મારું એક સુત્ર છે યોગી થવા કરતાં ઉપયોગી થવું વધારે સારું છે. જો આપણે બધા એકબીજાના ઉપયોગી થઈએ તો આ દેશ તો ધન્ય-ધન્ય થઇ જાય. એટલે સજ્જનો આજે અહીંયા, આટલી મોટી સભા ભેગી થઇ છે. આપણા મંત્રી શ્રી પણ આવ્યા છે અને એમના પ્રવાચાન્થીજ હું ખુશ થઇ ગયો. એટલે આજે જળની ક્રાંતિ, ગામની સ્વચ્છતા, ગામમાં ગટર, રોડ જે કામ થઇ રહ્યું છે એ મોટામાં મોટો અને સારામાં સારો યજ્ઞ છે. એમાં બને એટલું મન મુકીને આપજો. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિ ॐ તત્સત. @44.30min. અકબર-બીરબલ અને ભિખારી બ્રાહ્મણની વાત – ભાગવત ભાદરણમાંથી. 
 
http://sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss1146.htm:SATLECT  10

Leave a comment

Filed under અધ્યાત્મ

માનનો ત્યાગ એજ મોટી અનાસક્તિ –

– ત્રણ જણાના બહુ,માન પ્રસંગે આપેલું પ્રવચન – કોઈની પાસેથી સારું કામ લેવું હોય તો એના મોઢા આગળ એના વખાણ કરવા. માણસ વખાણને પચાવી નથી શકતો. અપમાનને પચાવવું કદાચ સરળ છે, પણ વખાણને પચાવવું બહુ અઘરું છે. છેલ્લા અડધા કલાકથી મારા વખાણ સાંભળી-સાંભળીને મનમાં વિચાર કરું છું કે હું આટલો બધો મહાન થઇ ગયો? આ તો ઈશ્વરની રમત છે એટલે બની શકે ત્યાં સુધી કોઈની હાજરીમાં એની સામે એના વખાણ ન કરવા. એની ગેરહાજરીમાં કરવા, ચાલો હવે જે થયું એ. સંસારમાં સૌથી મોટામાં મોટું કોઈ ટોનિક હોય તો એ માન છે અને હળાહળ ઝેર હોય તો એ અપમાન છે. તમને નવાઈ લાગશે કે આ બંને મફત મળે છે. જેને ચારે તરફ જયજયકાર કરવો હોય તો એ બીજાને માન આપતા શીખે. અને જેણે ચારે તરફ હાહાકાર કરાવવો હોય એ અપમાન કરતા શીખે. માન આદરથી થતું હોય છે અને આદર ઉચ્ચ ગુણોથી આવતો હોય છે. આપણે જે ત્રણ મહાનુભવોનું સન્માન-બહુમાન કરવાના છે, એમણે ઉચ્ચતા પ્રાપ્ત કરી છે. એક સજ્જન એમણે ચેક-ડેમનું કામ કર્યું. મારે કહેવું ન જોઈએ પણ આ ચેક-ડેમનો વિચાર મારો છે. ઈઝરાઈલ જઈ આવીને મેં મારો વિચાર મુક્યો તો એક-બે માણસોએ મારી ઠેકડી પણ ઉડાવેલી. તમે જયારે કોઈ નવી વાત મુકો છો તો પહેલાં દિવસે એ જામે નહીં.તમારી પાસે ધીરજ હોવી જોઈએ અને કાર્યકર્તા તો ધીરજ વિનાનો હોયજ નહીં. પછી તો એટલા ચેક-ડેમ થયા કે આખા કાઠીયાવાડની દશા બદલી નાંખી. @5.00min. એમાં સૌથી વધારે મહત્વનો ભાગ તમારા સુરતમાં રહેનારા સપૂતોએ કર્યો. એ સુરતમાં ગયા પણ વતનનો પ્રેમ લઈને ગયા. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ભલેને એ ખરી જમીન હોય, કશું પેદા ન થતું હોય તોએ મારું વતન છે. એમણે અહિયાં પૈસાનો ધોધ વહાવ્યો અને કાર્યકર્તા થયા.લગભગ ગામેગામ ચેક-ડેમ થયા.અહિયાં પહાડમાંથી, ગીરનારમાંથી એવી કેટલીયે નદીઓ છે, લગભગ નીચે તળમાં પથારાજ હોય, એટલે ચેક-ડેમ બનાવવા બહુ સરળ કામ થઇ ગયું. ધમધોકાર વરસાદ આવે, એ બધું જાય દરિયામાં. કોઈને કલ્પના પણ ણા આવે કે આ પાણી નથી પણ અમૃત છે, સોનું છે. એ વિચાર કરનારા આ અરજનભાઈ, એમણે એમાં ઝુકાવ્યું અને એક ઊંચાઈ પ્રાપ્ત કરી. એટલે આજે એમનું બહુમાન કરવા આપણે ભેગા થયા છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જે બીજાને ઊંચા કરે એને ઊંચાઈ મળે. એમણે ખેડૂતોને ઊંચા કર્યા, કાઠીયાવાડના અર્થતંત્રને ઊંચું કર્યું. એટલે ઊંચા થયા. બીજા ડોક્ટર સાહેબની તો એટલી વાતો સાંભળીએ છીએ કે, લોકો કહે છે, એ તો ભગવાનનું રૂપ છે. દર્દીઓની લાઈન લાગી હોય, દર્દીઓ પાસે પૈસા હોય તોએ વાહવાહ અને ના હોય તોએ વાહ વાહ. ઊંઝામાં એક ડોક્ટર વાસુદેવ રાવલ ફક્ત બે રૂપિયા ચાર્જ કરે છે અને સાધુ-સંતોને મફત. એક બીજાએ ડોક્ટર છે, એ પોતાની માંને પણ ના છોડે. આ બે રૂપિયાવાળો ડોક્ટર જયારે દેવ થયો ત્યારે આખું ગામ એની સ્મશાનયાત્રામાં જોડાયું. આ સાચી કમાણી છે. અપમાનની કથાઓ છે અને એમાંથીજ રામયણ અને મહાભારત થયું છે. સ્વામીજીના મેક્ષિકોના પ્રવાસ વિષે સાંભળો. સંપત્તિને પચાવતા આવડવી જોઈએ. @10.00min. બધાને સંપત્તિ પચાવતા નથી આવડતી. સંપત્તિ વાણિયો પચાવે. પટેલને ઉભરો આવે અને એને પકડી રાખવો પડે. વાણિયો લાખ રૂપિયા કમાયને જાય તો શેઠાણીને પણ ખબર ના પાડવા દે અને બજારમાંથી સસ્તામમાં સસ્તું શાખ લઈને જાય અને શેઠાણીને કહે કે બહુ મંદી ચાલે છે. સંપત્તિ પચે નહિ એટલે એનું પ્રદર્શન કરવાનું મન થાય અને એમાંથી ઈતિહાસ ઉભો થાય. એક ઓળખીતા અમેરિકામાં રહેતા સજ્જન વાત સાંભળો. એરપોર્ટ ઉપર ઉતરતાંજ એના બાપુએ કહેલું કે તું અમેરિકાની સારામાં સારી અને મોંઘામાં મોંઘી ગાડી મને મોક્લાવજે, મારે ગંજ બજારના વેપારીઓને બાળવા છે. આ ઐશ્વર્યનો ઉભરો છે. એમ આશ્વર્યને, રૂપને, સત્તાને પચાવવું ઘણું અઘરું કામ છે. કોઇપણ શક્તિ આવે અને પચે તો તમારી, ના પચે તો એજ શક્તિ દુશ્મન થાય. ખાધેલું પચે તો તમારું અને ન પચે તો દુશ્મનનું કામ કરે. એક ઓળખીતા ઉત્તર ગુજરાતના પટેલને સોનાના દાગીના બતાવી એનું ઐશ્વર્ય બતાવવાની ટેવ છે. યુધિષ્ઠિરે દુર્યોધનને બોલાવ્યો અને જાણી કરીને હોજમાં નાંખ્યો. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ એવી રચના કરેલી. જેવો એ હોજમાં પડ્યો એટલે ઝરૂખામાં બેઠેલી દ્રૌપદીએ ખીલખીલાટ અટ્ટ હાસ્ય કર્યું અને કહ્યું, આંધળાના છોકરા આંધળાજ હોય ને! માણસ ભાઇનું,બાપનું કે કાકાનું સહન કરે પણ ભાભીનું સહન ના કરે. અને દુર્યોધને ગાંઠ વાળી કે હવે બદલો લેવો છે.પરિણામ રૂપે સભા વચ્ચે એને વસ્ત્ર વિનાની કરી નાંખવા જેટલી હદ સુધી એ માણસ ગયો અને પછી તો મહાભારત થતું. @14.57min. આ બધાના મૂળમાં અપમાન છે. જો જીભને કંટ્રોલમાં રાખી હોત અને માન પૂર્વકની બધી વાત કરી હોત તો આટલું બધું કોકડું ના ગૂંચવાયું હોત. પરદેશ પાસેથી એક બહુ શીખવાની વાત છે. એ છેલ્લી ઘડી સુધી તમારા સાથે ઝગડો કરવાનો હોય તો પણ એ સોરી અને થેંક-યુ જ બોલશે. કદી પણ આવેશમાં આવીને ગમે એમ ના બોલો. રામાયણમાં એક બહુ મોટા પુરુષની બહેન છે અને એ વિધવા છે. પણ એ જુવાન છે અને જુવાની સચવાતી નથી. એટલે જ્યાં ન જવાનું હોય ત્યાં પણ જાય. સ્વામીજીનો એક સ્ટીમરની ડેક ઉપરનો અનુભવ સાંભળો. એક બહેન દિવસમાં પાંચ વખત જુદા જુદા કપડાં પહેરીને ડેક ઉપર આવી. એક વૃદ્ધે કહ્યું આ સ્ત્રી સુર્પણખા થશે. ચાણક્યે એક બહુ સરસ વાત લખી છે. कष्टं च खलु मूर्खत्वं कष्ट च खलु यौवनम्। कष्टात्कष्टतरं चैव परगृहेनिवासनम् ॥ મૂર્ખતા કષ્ટરૂપ છે અને યુવાવસ્થા પણ બહુ દુઃખદાયી છે. એને બે કોડિયાનો સંપુટ બને એમ માતા અને પિતાના સંપુટમાં એટલે મર્યાદામાં રાખો. તો એની જુવાનીને કોઈ આંચ નહિ આવે. તમારા ઘરમાં કોઈ જુવાન દીકરી વિધવા થઇ હોય તો એને પરણાવી દેજો. ઉત્તર ગુજરાતમાં એક ડેપ્યુટી કલેકટરની દીકરી વિધવા થયેલી અને સ્વામીજીની સલાહ ન માને અને થોડા સમયમાં વિધર્મી સાથે ચાલી ગઈ એ આખી વાત સાંભળો. @20.00min. એ પટેલ કહે, અમારે ત્યાં પુનર્લગ્ન ના થાય એટલે એને ના પરણાવી. સ્વામીજીને એના ગામવાળા તરફથી ખબર મળી કે એ એના વિધર્મી ડ્રાઈવર સાથે ભાગી ગઈ. મારા મનમાં એટલી વેદના થઇ કે જો આ માણસ ત્યારે સમજી ગયો હોત તો એની આ દશા ના થઇ હોત. એટલે જુવાનીને સાચવવું બહુ અઘરું કામ છે. તમે તમારીજ વાત કરોને, તમે કેટલી સાચવી? જો તમે ના સાચવી શકો તો આ જુવાન છોકરી કેવી રીતે સાચવી શકે? મદમસ્ત જુવાનીમાં ભટકતી સુર્પણખા રામ અને લક્ષ્મણને જોઇને ખુશ થઇ ગઈ. એણે તરતજ પ્રસ્તાવ રાખી દીધો. तुम सम पुरुष न मो सैम नारी, यह संजोग विधि रचा बिचारी. રામની પાસે જઈને બોલી કે મારા જેવી દુનિયામાં કોઈ સ્ત્રી નથી અને તમારા જેવો કોઈ પુરુષ નથી. રામે કહ્યું હું તો પરણેલો છું અને પેલી મારી પત્ની છે. એટલે તું મારા ભાઈ લક્ષ્મણ પાસે જા. પરદેશ પાસે એક વાત શીખવાની કે જ્યાં જાવ ત્યાં પત્નીને સાથે લઇ જાવ. તમારું રક્ષણ થશે અને એનુંએ રક્ષણ થશે.   @25.00min. આપણા રાધાકૃષ્ણ, સીતારામ, શિવ-પાર્વતી  સાથેને સાથેજ ફરે છે. એક બહુ મોટા જૈન વાણિયા ડોક્ટરના બહુમાનની સભાની વાત સાંભળો. સ્વામીજીએ એની પત્નીને સાથે બેસાડવાની વાત કરી તો કહે, આ મર્યાદાનો ભંગ થાય. વાણીય બહુ સમાધાનકારી હોય છે, વસ્તુને બગડવા ના દે. આખી વાત સાંભળો. આ ડોક્ટર મહાન એ અને મહાન થવામાં એની પત્નીનું મોટું યોગદાન છે. એટલે બંનેનું સન્માન હોય. આ વાત જો મારી તમને ગળે ઉતરતી હોય તો આ ત્રણેની ઘરવાળીઓનું બહુમાન કરાવજો. રામે કહ્યું, આ મારો ભાઈ એકલો છે અને પછી સુર્પણખા લક્ષ્મણ પાસે ગઈ. તું નહિ તો તારો ભાઈ, આ વિકલ્પ છે, પ્રેમ નથી પણ વાસના છે. પ્રેમમાં એક ભક્તિ હોય. ભગવદ ગીતામાં જોજો, एक भक्तिर विशिष्यते અને લક્ષ્મણે કહ્યું કે હું તો સેવા કરવા આવ્યો છું. મારે ઘરવાળી છે, એને ઘરે મુકીને અહીં મારા મોટાભાઈની સેવા કરવા આવ્યો છું. પછી સીતાજી તરફ ઝપટી તો એને લાગ્યું કે આ હશે ત્યાં સુધી મારું કામ થવાનું નથી. જયારે વધારે આવું થયું ત્યારે રામે લક્ષ્મણને ઈસરો કર્યો એટલે લક્ષ્મણે એના નાક-કાન કાપી નાંખ્યા. આ રામાયણનું મૂળ છે. હવે તમે કલ્પના કરો કે તમારી બેનના કોઈએ નાક-કાન કાપ્યા હોય અને તમે રાવણ જેવા શક્તિશાળી હોવ તો તમે સહન કરો? સુર્પણખા રોતી-કકળતી રાવણ પાસે ગઈ અને એમાંથી આખું રામાયણ ઉભું થયું. કોઈને મારી નાખવું સારું પણ કોઈના ણા-કાન કાપવા એ તો મારી નાંખવા કરતાએ વધારે દુઃખ થાય. આ અપમાન કથા છે. @30.00min. રામાયણ સળગે અને મહાભારત સળગે છે અને બે બોધપાઠ આપે છે કે આ માન અને અપમાન બંને મફતમાં મળે છે અને માન લોકો મફતમાં આપતા નથી અને અપમાન આપ્યા વિના લોકો રહી શકતા નથી. એટલે આજે તો આપણે માનનો પ્રસંગ છે. આ ત્રણ આપણા સપૂતો, ત્રણેના ક્ષેત્રો જુદા-જુદા છે અને સમાજ માટે ઉત્તમ કાર્ય કર્યું છે. ઉત્તમ કાર્ય કરેલા માણસને જો સમય ઉપર એમનું બહુમાન ના કરો તો તમે નગુણા કહેવાઓ. જો સમાજને ગુણવાન બનાવવો હોય તો ગુણી જનોની સેવા કરો અને એમનું માન વધારો. મારી સમજણ પ્રમાણે માનના ચાર પ્રકાર છેએક – જેના તમે હક્કદાર છો, બે – જેના તમે હક્કદાર છો પણ તમને માન મળતું નથી. ત્રણ – જેના તમે યોગ્ય નથી છતાં તમને માન મળે છે. અને ચાર – તમે કશુંજ કર્યું નથી પણ તમે માનની ઈચ્છા રાખો છો. આપણે ત્યાં માનવામાં આવ્યું છે કે સૌથી મોટી અનાસક્તિ ધનની નથી, સત્તાની નથી પણ માનની છે. कंचन तजनो सहज है, सहज प्रियाको नेह, मान बढाई इर्ष्या दुर्लभ तजनो एह. ધનના ત્યાગી થઇ શકાય, જો કે એ પણ દુર્લભ છે. સ્ત્રીના ત્યાગીઓ થઇ શકે પણ માનના ત્યાગી થવું બહુ દુર્લભ છે. અને જયારે તમે ખરેખર માનના હક્કદાર હોવ અને માન જો તમને મળતું હોય તો એક સારા સમાજની નિશાની છે.સમાજ સેવા કરવી કે ચેક-ડેમ બનાવવા કે દર્દીઓની સેવા કરવી છે, લોકો તમારું લોહી પી જશે અને ગમે તેવા આક્ષેપો કરશે. આ કડવું ઝેર છે. કાર્યકર્તાને શંકરની જેમ વિષ પીતાં આવડવું જોઈએ. હું સાધુ થઈને નીકળ્યો અને પહેલો કે બીજો દિવસ હતો અને ગામનાં છોકરાંઓ ભેગા થઇ ગયા અને કહ્યું, બાવો આવ્યો, બાવો આવ્યો. પછી મનને મનાવ્યું કે તું ત્રણ કોડીનો બાવો છે. હવે તું સાધુ થાય તો ખરો. પહેલા તો બાવોજ થવું પડે, પછી સાધુ અને પછી સંત થવાય. @35.06min. પહેલા તો ઝેર પીવું પડે, લોકો ટીકા કરે, ગમે એવા કડવા વાક્યો બોલે. મીરાંબાઈએ એજ ઝેર પીધેલાં અને એ ઝેરનું અમૃત ઠાકોરજીએ કર્યું. ઝેરને પચાવી દો તો અમૃત છે અને ના પચે તો ઝેર છે. એટલે આ જે માર્ગ છે, એ માર્ગમાં પહેલાં તો લોકો તમારી નિંદા કરે. જેણે રામને ના છોડ્યા, કૃષ્ણને ના છોડ્યા એ તમને શું છોડવાના હતા? તમે એવી ઈચ્છા રાખો કે ચારે તરફ તમારા વખાણ થાય તો તમે કાર્યકર્તા નહિ થઇ શકો. નીતિકારે લખ્યું છે કે કાર્યકર્તા તો અતિ દુર્લભ છે. એટ ટાવરના ઉદ્દઘાટનની વાત સાંભળો. સ્વામીનારાયણ સંપ્રદાયમાં એક બહુ સારી વાત છે. શ્રીજી મહારાજે કહેલું કે કદી પણ સાધુઓએ એકબીજાને ઉતારી નહિ પાડવા પણ બધાને મોટા બનાવવા. આ એક બહુ સારો ગુણ કહેવાય. બીજાને તમે મોટા બનાવો તો તમારું મોટાઈ પણું સચવાઈ રહે. કાશીના ચાર પંડિતોની વાત સાંભળો. પંડિતો અને સંતમાં ભેદ છે. આ પંડિતો એક-બીજાની ઉડાવે છે, એ વાત સાંભળો. આ આખી એક બોધ કથા છે. કદી પણ કોઈને ઉતારી ના પાડો. ટાવરના ઉદ્દઘાટન મોડું થયું તો એક ભાઈ કહેવા લાગ્યાં, @40.00min. આ બધા બે નંબરના પૈસા છે. સુરતથી બે નંબરના પૈસા લાવ્યા એમાં આ બધું કર્યું. સ્વામીજીએ તરતજ કહ્યું, તમારી પાસે ચાર નંબરના પૈસા હોય તો લાવોને, આપણે એમાંથી એક બીજો ડબલ ટાવર કરીએ. બે નંબરના તો બે નંબરના, પણ એ આપે છે ને? તું કેમ નથી આપતો? અને તારુંએ નામ રાખીએ, એમાં તો ઈતિહાસ છે. એટલે હંમેશાં આ મુદ્દો યાદ રાખવાનો કે, જે કોઈ સારું કામ કરતો હોય તો એની નિંદા, ઈર્ષ્યા ના કરવી. એને ઉતારી નહિ પાડવો. એનાથી કંઈ ભૂલચૂક થતી હોય તો ખાનગીમાં બેસાડીને કહેવું કે આ જરા સુધારવા જેવું છે. પણ એની ટીકા નહિ કરવી. સજ્જનો અહિયાં આજે જે ત્રણે મહાભુનાવો અને વિદ્યાર્થીઓ છે, એમનું બહુમાન કરવાનું છે. હવે આગળ તમારો કાર્યક્રમ ચલાવવાનો છે, પણ મારાથી બેસતું નથી, એટલે હું વિદાય થઈશ. પણ તમે બધા બેસીને આ કાર્યક્રમને સાંભળજો. જોજો અને માણજો. આ ઢસા જેવું ગામ અને સારો સુખી સમુદાય, આટલી સારી સંસ્થા, આટલો સારો પરિવાર અને આ રીતે એક સુંદર આયોજન કર્યું, મને ઘણો આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું, આ ગામ ફળે, ફૂલે, વિકસે, બધા સંપીને હળીમળીને રહે, આભાર, ધન્યવાદ, હરિ ॐ તત્સત. @43.10min. સોય-કાતર એકતાનો સંદેશ. સાચી બનેલી ઘટના. ગીતા ભવન બનાવ્યું ત્યાં બાબા બાલમુકુંદદાસજીએ બે સંતોને ભેગા કરવા માટે સોયનું કામ કર્યું.  
http://sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss1144.htm:SATLECT   8

Leave a comment

Filed under અધ્યાત્મ

હવે પછી પ્રતિજ્ઞા કરો કે માપથી ઓછું આપવું નહીં

– તમને લાઈન મળી ગઈએમાં એવા તમે જામ્યા કે જ્યાં જાઓ ત્યાં સો મિલ એટલે કચ્છી પટેલનીજ હોય. એક સુરતના પટેલ પણ મૂળ કાઠીયાવાડનાફક્ત બે ચોપડી ભણ્યા છેપણ વેપાર કરોડોનો કરે છે. એણે  એક વાણિયાને મુનીમ ચોપડા લખવા રાખેલો. વાણિયો ફૂટ્યો ને દરોડો પડ્યો અને ૮૦ લાખનો દંડ ભરવા પડ્યો. પણ હવે એ પટેલ કહે છેમેં મારા છોકરાને ભણાવ્યોએ B COM થયો અને હવે ચોપડા જાતે લખે છે. કચ્છનો માણસ આણંદમાં આવીને પગ મૂકે અને કોઈએ ન કરી હોય એવી વાડી તમે બનાવો એ કંઈ ઓછી વાત છેતમારામાં બધી યોગ્યતા હતી પણ હવે તમારા છોકરા-છોકરીઓને ભણાવશો નહિ તો પેલા ૮૦ લાખ આપવા જેવી દશા થશે. મારે તમને ખાસ કહેવાનું કે લાકડાંના ધંધાનો ચાન્સ હવે આગળ બહુ નથી. દરેક ધંધાની દશા-વીસી આવે છે. અઢી હાજર વર્ષ પહેલાં ચાણક્યે લખ્યું છે કે દરેક માણસે બે ધંધા રાખવાએક મૂળ અને બીજો ગૌણ. ગૌણ ધંધો સમુદ્રમાં મોટા જહાજની “લાઈફ બોટ”ની જેમ તમને બચાવી લેશે. તમારા ત્રણ-ચાર છોકરાં હોય તો એમને તમે ભણાવજો. તમે જે છો તે તમારી માં ના કારણે છો. તમે તમારી માં ને આજે માન નહિ આપશો તો ક્યારે આપશોએક પટેલ સજ્જન ગુજરાત વિદ્યાપીઠમાં બહુ મોટા હોદ્દા પર છે. એમણે માથું મૂંડાવી કાઢેલું અને ચહેરો ઊતરી ગયેલો એટલે સ્વામીજીએ પૂછ્યું કેમ એમ@5.00min. એમણે કહ્યું દોઢ મહિનો થયો પત્ની મરી ગઈ છેછોકરાં બધાં અમેરિકામાં છેકહે છેહું બહું ડીપ્રેસ્ડ છુંકે મને એકજ વાતનું દુઃખ છે કે એ સ્ત્રીએ મારી એટલી બધી સેવા કરી છે અને હું એનું કંઈ કરી ન શક્યો. ઘણાં સ્ત્રી પુરુષની આવી દશા થાય છે. એ ભાઈ સ્વામીજી પાસે બે કલાક બેઠાબધી વાત કરીસ્વામીજીએ કહ્યું તમે જે સ્ત્રીને ઓળખી ન શક્યા પણ મર્યા પછી એની સ્મૃતિમાં એક નારી સંસ્થા ઊભી કરોજેમાં છોકરીઓ ભણે અને એનો ફોટો મૂકી અગરબત્તી કરો. એ માણસ અહીંથી પ્રેરણા લઈને ગયોકરશે. તમારી બેયની મુઠ્ઠીમાં ભવિષ્ય છેબેયને માન મળવું જોઈએ. આપણે તો લક્ષ્મીનારાયણના ઉપાસક છીએજેટલું નારાયણને માન મળેએટલુંજ  લક્ષ્મીજીને માન મળવું જોઈએ. હવે તમે તમારા દીકરા-દીકરીને ભણાવો અને ઓફિસર બનાવો. IAS ઓફિસર કોણ થશે પછીમારે તો તમારી પાસે પ્રતિજ્ઞા લેવડાવવાની છે. તમે ઇન્દોર જાવભારતમાં બધે જાવ ગ્રાહકને માપ પ્રમાણે પૂરું લાકડું મળે છે. કોઈ કેસ કરશે તો તમે જીતી ન શકો. હવે પછી પ્રતિજ્ઞા કરો કે માપથી ઓછું આપવું નહીં. આખો રીવાજજ એવો પાડી દીધો છે કે વ્હેરમાં લાકડું કપાઇ જાય એટલે સાઈઝ મળતી નથી. આજે ગ્રાહક ધારો જોરદાર આવી ગયો છે કે કોઈવાર તમે લાખો રૂપિયાના દંડમાં ફસાઈ જશો. માપ એટલે માપપૂરું માપ આપોતમને નુકશાન નહિ થાય. ભાવ વધારે લેવો હોય તો લેજો પણ માપ એટલે માપ હોવું જોઈએ. સ્વામીજીનો જાપાનનો અનુભવ સાંભળો. ગીંજામાં પલાંઠી વાળીને બેસી ગયા પણ લોકો એમના તરફ જોતાયે નથી અને સડસડાટ ચાલી જાય છે. જાપાનમાં કશું ખરીદી ન શકાયબહું મોઘું. @10.13min. સ્વામીજીને નવાઈ એ લાગી કે મોટા મોટા સ્ટોરોમાંદુકાનોમાં કોઈ જગ્યાએ ભગવાનનો ફોટો કે દીવો કે અગરબત્તી કશુંજ નહીં. આ દેશ નાસ્તિક થઇ ગયો કે શુંપછી મનમાં સમાધાન થયું કે આમનો ભગવાન એમની કૃતિમાં છે અને આપણો ભગવાન ફોટામાં છે. આપણે ત્યાં કોઈ દુકાન એવી ન હોય જેમાં ભગવાનનો ફોટો ન હોય. કોઇપણ વસ્તુ જાપાનમાં લો તો માપમાં જરા વધારેજ હોય. ચાલીસ વારનો કાપડનો તાકો લો તો પોણા એકતાલીશ વાર કાપડ નીકળશે. આ એમનો ભગવાન છે. આપણા અહિએનાથી ઊલટું છે કે ઘરે લાવીને માપો તો ઓછુંજ થાય. તમે સમયની સાથે ચાલો અને જુઓ કે આજે કયો નવો ધંધો કરવા જેવો છેએટલે સજ્જનો તમે બે ધંધા કરો  અને મારે ત્રીજી વાત કહેવાની છે કે એક છોકરાને તમે લશ્કરમાં મોકલો નહિ તો તમે ટેક્ષેબલ પ્રજા થઇ જશો. અમારે સાધુઓ શું કહે છેકે એક દીકરાને તમે સાધુ બનાવોએના કરતાં એને તલવાર ફેરવતો કરોનેએવુંયે નથી કે લશ્કરમાં બધાને લડવાજ જવું પડે? ફક્ત ૧૬ વર્ષનીજ સર્વિસ અને પછી આખી જીંદગી પેન્સન અને બીજી કેટલીયે સગવડો મળે. આજે આ બાર છોકરાઓ કારગીલમાં શહીદ થયા એમને એક-એકને 25-25 લાખ રૂપિયા મળ્યા. આજે લશ્કરી શાસન થાય તો ગુજરાતનું કોણલશ્કરમાં મરવાનો ભય કાઢી નાંખો. અહીં રોડ ઉપર કેટલાયે માણસો કુતરાના મોટે મારે છે. એટલે મારે તમને ખુબ ખુબ ધન્યવાદ આપવાના છે કે તમે આણંદમાં વસ્યા અને આણંદ એ ચરોતરનું હૃદય છે. @15.02min. મહારાષ્ટ્રમાંથી જે માણસ કચ્છ જવા નીકળતો હોય એને રાત રહેવાની જગ્યા નહિ મળે અને કોઈના ઘરે જઈને ઉપાધીરૂપ થવુંએ જમાનો બદલાઈ ગયો કે હવે આણંદમાં આ પટેલ વાડીમાં શાંતિથી રાત રોકાઈ શકાય. જતી વખતે ૫૦૦-૧૦૦૦ રૂપિયા આપીને જવાનું. તમે આપવા માટે જન્મ્યા છો. ઉદારતાથી જીવન જીવવું એટલે સજ્જનો તમે બહુ મોકાની જગ્યા ખોળીએકતા રાખીસંપ રાખ્યો અને ખુબ ઉદારતાથી આ વાડી બનાવી તો મારે આટલીજ વાત કહેવી છે કે કચ્છ કડવા પાટીદાર ખાસ કરીને આણંદ વસેલો સમાજ ફળેફૂલેવિકસે અને ધાર્મિક બને પણ અંધશ્રદ્ધાથી છૂટે અને એ માટે તમે સાચા સંતોની સેવા કરશો તો એ તમને સાચો રસ્તો બતાવશે. બહેનોભાઈઓ બધા ભણે અને ભવિષ્ય તમારું ઉજ્જવળ બને એવી માં ઉમિયાનેલક્ષ્મીનારાયણને પ્રાર્થનાઆભાર ધન્યવાદહરિઓમ તત્સત. @18.44min. મદુરાઈ, તામિલનાડુગુજરાતી સમાજરજત જયંતી પ્રસંગે આપેલું પ્રવચન. @30.37min. ઉપનિષદનો કર્મવાદ. @43.57min. भजन – अच्युतम् केशवम् क्रिश्न् दमोदरम् राम नारायणम् जानकी वल्लभम्.

http://sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss910.htm:SATLECT   7

Leave a comment

Filed under અધ્યાત્મ

વીર સાવરકર

તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે આખી દુનિયાના પરિપેક્ષમાં હિંદુ પ્રજા બળવાન છે કે કમજોર છે? જો બળવાન હોય તો ખાસ કહેવાનું રહેતું નથી, પણ જો તમને એમ લાગતું હોય તો હિંદુ પ્રજાની સંખ્યાની સરખામણીમાં ખરેખર કમજોર છો તો મારે તમને કંઈ કહેવાનું છે. @2.00min. અમેરિકામાં એક સજ્જનનો પ્રશ્ન, સ્વામીજીનો જવાબ અને વળતો અમેરિકનનો જવાબ સાંભળો. ભારતમાં ચાર પ્રકારના મહાપુરુષો થયા, તેમાં બે વિશુદ્ધ ધાર્મિક અને બીજા સાંપ્રદાયિક. દુર્ભાગ્ય એ છે કે લોકો ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સમજતા નથી. લોકો સંપ્રદાયનેજ ધર્મ માની લે છે, જે સાંપ્રદાયિક મહાપુરુષો થયા એમનું કાર્યક્ષેત્ર એક નાના સાંપ્રદાયિકના વર્તુળ પૂરતુંજ રહ્યું છે કે મારો સંપ્રદાય કેમ વધે? ચમત્કારોથી માંડીને જેટલું શક્ય હોય એટલું બધુજ કરવાનું પણ મારા સંપ્રદાયનોજ વધારો થવો જોઈએ, એટલે એમની ધાર્મિક વિશાળતા સમાપ્ત થઇ જાય છે. આપના મૂળ ઋષિઓ ધાર્મિક છે, સાંપ્રદાયિક નથી.   @6.45min. ભારતમાં સાંપ્રદાયિક ઘણા મહાપુરુષો લાયકાત ન હોવા છતાં થયા છે, ગાદી પર બેઠેલો હોવો જોઈએ. ગાદીએ બેઠા પછી હજારો, લાખોના ટોળાઓ એની આરતી ઉતારે, પગ ધોવાય, લાખો કરોડો રૂપિયા ન્યોછાવર થાય, સોના-ચાંદીની પાલખીમાં બેસાડી વરઘોડો નીકળે. મોટા કામ કર્યા વિના પણ કોઈને મહાપુરુષ માની લો એટલે તમે વામન થવાના છો. અમેરિકા કેમ મહાન થયું? વિવેકાનંદની કદર અમેરિકાએ કેમ કરી? પાંચ પ્રકારની પૂજાઓ હોય એમાં પ્રજા કોની પૂજા કરે છે એના આધારે રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. વર્ણ પૂજા, વેશ પૂજા, વંશ પૂજા, વ્યક્તિ પૂજા અને ગુણ પૂજા. આમાં જે ગુણ પૂજકો હશે તેજ મહાન થશે, આપણે બધા શું છે તે સમજી લેવું. @9.41min. ચરોતરના એક ગામમાં ચાતુર્માસ વિશેનો મારો અનુભવ સાંભળો. ભેંસ જેમ લાલ કપડાંથી ભડકે એમ ઘણા લોકો મારાથી ભડકે છે. એમના મગજમાં એક પૂર્વ ગ્રહ બેસાડી દીધો હોય છે કે આ તો હિંદુ ધર્મનો વિરોધી છે, હિંદુ ધર્મનો નાશ કરવા બેઠેલો છે, કારણકે હું નિશ્ચિત વંશનો નથી. પ્રજા જો ગુણ પૂજક હોય તો એનો વિકાસ અને એની મહત્તાને કોઈ રોકી શકે નહિ. @13.05min. હિંદુ પ્રજા કમજોર કેમ છે? વિગતે સાંભળો. @17.02min. આપણે ક્યા રસ્તો ભૂલ્યા છીએ? આપણે ગુણ પૂજા છોડી દીધી. ગુણ પૂજાનો સીતા અને અનસુયાનો સંવાદ સાંભળો. સંપ્રદાયના મહાપુરુષો ભગવાન થઈને પૂજાય પણ બહાર નીકળો એટલે ઝીરો કશુંજ ન હોય. વિશુધ્ધ આધ્યાત્મિક પુરુષ અને ધાર્મિક પુરુષ વિશે સાંભળો. મુંબઈની એક સભાનો અનુભવ સાંભળો. @23.22min.એવા ઘણા મહાપુરુષો છે, જેમને રાષ્ટ્ર માટે, સમાજ માટે, દુઃખીયા માણસો માટે કશું કર્યું નથી અને ભગવાન થઇ ગયા એટલે વિવેકાનંદ ને લખવું પડ્યું કે જે ધર્મ વિધવાના આંશુ લુછી શકતો નથી, એની મારે કંઈ જરૂર નથી. ભારતની આધ્યાત્મિકતા નિષ્ક્રિય અને પલાયનવાદી છે. રાજારામ મોહન રાય ખરેખર મહાપુરુષ છે, એ આજના વર્તમાન ભારતના મૂળ ઘડવૈયા છે એ વિશે સાંભળો. એમણે સતીપ્રથા બંધ કરાવી. @30.03min. તમે સાવરકરની “જન્મટીપ” ની ચોપડી વાંચજો. કેરાલામાં મોબલા મુસ્લિમોએ જ્યારે હાહાકાર મચાવેલો ત્યારે એક પૌઢ સ્ત્રી, જુવાન મુસ્લિમોને ગામડે ગામડેલઇ જઇ હિંદુ સ્ત્રીઓ પર બળાત્કાર કરાવડાવતી. સાવરકર લખે છે કે એ સ્ત્રી પણ વટલાયેલી હિંદુ સ્ત્રી હતી. એની સાથે પણ એવુંજ થયેલું અને એને બચાવવા કોઈ ગયેલું નહિ.

1:13:42
ઉત્તર્વર્તી કાળમાં નર્મદા શંકરને સુરતવાળા સમજી ન શકેલા. મારી વાત પર વિશ્વાસ ન હોય તો તમે મહારાજા લાયબલ કેસ વાંચજો. આપણે નર્મદની કદર કરી નહિ, કારણકે આપણે ગુણ પૂજક નથી. એમના કારણે સ્ત્રી શિક્ષણ આવ્યું, વિધવા, ત્યકતાના પુનર્વિવાહ થયા. આ બધા સુધારાઓ સામાજિક મહાપુરુષોથી થયા. 1957ના બળવા પછી ભારતની દશા, હું માનું છું કે અંગ્રેજો આવ્યા તે સારું થયું. 150-175 વર્ષ અંગ્રેજો ન રહ્યા હોત તો આખો દેશ મુસ્લિમ થઇ ગયો હોત, કારણકે મરાઠા શક્તિ પણ ખલાસ થઇ ગઈ હતી. અંગ્રેજોએ જોયું કે દુનિયા ઉપર રાજ કરવું હોય તો ધર્મ અને લોકોને છંછેડવા નહિ, એટલે દલપતરામે લખવું પડ્યું કે “કોઈ ન પકડે બકરીનો કાન, હરખ હવે તું હિન્દુસ્તાન” @35.03min. હું કાશીમાં જે કોલેજમાં ભણ્યો, તે પ્રિન્સ કોલેજ અંગ્રેજોની સ્થાપેલી હતી અને એના બધા પ્રિન્સીપાલો અંગ્રેજો હતા. તમને જાણીને નવાઇ લાગશે કે હિન્દુસ્તાનની લગભગ બધી ભાષાઓનું પહેલું વ્યાકરણ ગોરાઓએ લખેલું છે. ગુજરાતીનું વ્યાકરણ ફાર્મસે દલપતરામની મદદ લઈને લખેલું. તમારે જે ધાર્મિક પુસ્તકો વાંચવા હોય તો વાંચો, એમાં આત્માની અને ભગવાનની બધી વાતો છે, પણ પોતાના રાષ્ટ્રની વાત ક્યાં છે? ગુલામી વિલાયતથી આવી અને રાષ્ટ્રવાદ પણ વિલાયતથી આવ્યો. રાજારામ મોહન રાય, ગાંધીજી, શ્યામજી ક્રિશ્નવર્મા, સાવરકર આ બધા વિલાયત ગયા, ત્યાં ની વ્યવસ્થા જોઈ, ત્યાંનો સમાજ જોયો અને આમ રાષ્ટ્ર ભાવના પણ વિલાયતથી આવી. આ ભાવનાએ જોર પકડ્યું ગાંધીજીના આવવા પહેલા આઝાદીનું વાતાવરણ જમાવવાવાળા હતા તે ગોપાલ કૃષ્ણ ગોખલે, બાળગંગાધર તિલક, વીર સાવરકર અને બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાત આ ક્રાંતિના કેન્દ્રો હતા. જ્યાં અંગ્રેજો રહ્યા ત્યાંથી જાગૃતિ આવી. @43.55min. પેશ્વાઓનો કેમ નાશ થયો તે વિસ્તારથી સાંભળો
/sachchidanandji
alt

Leave a comment

Filed under અધ્યાત્મ