Category Archives: કવિતા

‘મંજુનામા’ લેખન અને રજૂઆત: યામિની વ્યાસ

💐જાણીતા કવિ આદરણીય શ્રી નયન દેસાઈના મંજુકાવ્યો આધારિત એકોક્તિ ‘મંજુનામા’
લેખન અને રજૂઆત: યામિની વ્યાસ
દિગ્દર્શન: શ્રી ભરત ભટ્ટ💐
વિડિઓ:અનેરી વ્યાસ
આ એકોક્તિ કાલે GAZALS PAGE પર “નયનના મોતી” કાર્યક્રમમાં પણ રજૂ થઈ હતી.
કવિ નયન દેસાઈના કાવ્યોની એકોક્તિ:યામિની વ્યાસ દિગ્દર્શન:ભરત ભટ્ટ

12:39NOW PLAYING

મંજુનામા: ખૂબ જાણીતા કવિશ્રી નયન દેસાઈના મંજુકાવ્યો આધારિત એકોક્તિની…

New
YOUTUBE.COM
કવિ નયન દેસાઈના કાવ્યોની એકોક્તિ:યામિની વ્યાસ દિગ્દર્શન:ભરત ભટ્ટ
મંજુનામા: ખૂબ જાણીતા કવિશ્રી નયન દેસાઈના મંજુકાવ્યો આધારિત એકોક્તિની રજૂઆ

Leave a comment

Filed under કવિતા, યામિની વ્યાસ

લ્યો…!!/ યામિની વ્યાસ

44. લ્યો…!!
———-
વાવ્યા
ઉગાડ્યા
લણ્યા
છડ્યા
ઝાટક્યા
ચાળ્યા
દિવેલ્યા
દળ્યા
કેળવ્યા
વણ્યા
શેક્યા
ફૂલવ્યા
ચોપડ્યા
અને
લ્યો
પીરસ્યા
મારા શબ્દોને
તમારી સમક્ષ,
જો તમે
એને પચાવી શકો
મારી
કવિતા માણી શકો!
પર્સનલ ડેટા પ્રોટેક્શનઃ નામ ...

2 ટિપ્પણીઓ

Filed under કવિતા, યામિની વ્યાસ

जान मांगी है जान दे जाऊं / वसीम मलिक, सूरत

'last 18 augast ke roz Surat kapadiya helth club and Aala grand Kapadiya hotel surat.mai'n 9th gujrat inter natinol film festival Aur kavi shammelan ke moke par muje (Award) momento dete hue Aur mera shmman karte hue shriman pankaj kapadiya sahb.AurAbhisek gulsaar ji.👇🏾'
Waseem Malik Surat to Yamini Vyas
जान मांगी है जान दे जाऊं

लाओ ये इम्तिहान दे जाऊं

मेरा सरमाया है खुलूस मेरा
है कोई कद्रदान दे जाऊं

अपनी इस ज़िन्दगी के बारे में
साफ सुथरा बयान दे जाऊं

वो तो कब का चला गया दिल से
अब किसे ये मकान दे जाऊं

कब से वीरां पड़ी है यह मस्जिद
लाओ इस में अज़ान दे जाऊं

बात बस की नहीं है मेरे वर्ना
सबको ऊंची उड़ान दे जाऊं

बात मेरी अगर ग़लत निकले
काट कर ये ज़बान दे जाऊं

कोई वारिस नहीं वसीम मेरा
किसको ये आन बान दे जाऊं

*—-वसीम मलिक, सूरत*

I have asked for life, I will give my life.

Let me give this test

My wealth is my procession
Is there anyone who can give a donation

About this life of mine
Let’s give a clear statement.

When did he go away from the heart
Now to whom should I give this house

Since when did this mosque come to brothers?
Bring the azan in this

It’s not just a matter of my otherwise
Let everyone fly high

My thing if it goes wrong
Let me cut this tongue.

No heir waseem my
Whom should I give this to?

*—- Waseem Malik, SURAT *

Leave a comment

Filed under કવિતા, પ્રકીર્ણ

ડૉ.ચન્દ્રવદન ભાઈ જન્મ દિનની શુભેચ્છા

પ્રિય મિત્રો
 ડૉ   ચન્દ્રવદન ભાઈ તો હવે ઈમેલ વાંચી શકે તેમ નથી. પણ આજે તેમના જન્મદિન પ્રસંગે હમણાં જ ફોન પર વાત થઈ. તેમની તબિયત સારી છે. પણ ચાલવા/ લખવામાં બહુ જ મુશ્કેલીઓ છે. નિત્ય કામો માટે  ઘેર કેર ટેઈકર આવે છે. 
  આપણા સૌના વતી તેમને જન્મ દિનની શુભેચ્છા પાઠવી છે અને તેમણે પણ સૌને યાદ કર્યા છે. 
image.png
તેમનો ફોન નં – ૬૬૧ ૯૪૨ ૧૩૦૪
તેમની છેલ્લી પોસ્ટ – ૧, ઓગસ્ટ – ૨૦૧૫
 
એક જૂની મીઠી યાદ ( હાસ્ય દરબાર પરથી)
 

હાસ્ય દરબાર પર પ્રતિકાવ્ય -સર્જન ( અવળચંડું!)

સમૂહ પ્રયત્નકાર – પ્રજ્ઞા વ્યાસ, ચન્દ્રવદન મિસ્ત્રી, સુરેશ જાની

—————————————————————————————–

બ્લોગર

રોકે દો દોસ્ત ચાહેરોકે સૌ દુશ્મન ચાહે

હમેં લિખના પડેગા.

જો વાદા કિયા વો નિભાના પડેગા ..

પેટનો દર્દી

રોકે ઘરવાલી ચાહે

રોકે સબ બચ્ચેં ચાહે

હમેં દસ્ત કરના પડેગા

જો વાદા કિયા વો નિભાના પડેગા ..

દારુડિયો

રોકે સબ દોસ્ત ચાહે

રોકે જો પોલિસ ચાહે

હમેં પીના પડેગા

જો વાદા કિયા વો નિભાના પડેગા

અંતરયાત્રાનો પ્રવાસી

રોકે જમાના ચાહે

રોકે જો કિસ્મત ચાહે

તુમ્હેં રબ ઓ! ઢૂંઢના પડેગા

જો વાદા કિયા વો નિભાના પડેગા

ડોકટર

રોકે ના કોઈ બહાના,

રોકે ના કોઈ ઠિકાના,

દવા તુમકો દેના પડેગા !

જો વાદા કિયા વો નિભાના પડેગા,

દર્દી

રોકે ના દોસ્ત મેરા,

રોકે ના દુશ્મન મેરા,

દવા પીકે મરના પડેગા,

જો વાદા કિયા વો નિભાના પડેગા ..

શરૂઆત કરનારનો જવાબ !

જો વાદા કિયા વો નિબાના પડેગા.
નિબાયેંગે, બડે પાકે પાયે નિબાયેંગે

કલ વાદા કિયા થા આજ જલ્દી ક્યા હૈ?
સૌ મિત્રોને વિનંતી કે, તમારા મિત્રો જે ચન્દ્ર ભાઈને જાણતા હોય , તેમને આ ઈમેલ જરૂર ફોર્વર્ડ કરજો. બધાની દુવાઓ કદાચ તેમના હાથ પગમાં ફરી ચેતન લાવી પણ દે.   સુરેશ જાની

પ્રેમાળ મિત્રના સ્વાથ્ય માટે પ્રભુપ્રાર્થના અને અને હાર્દિક શુભેચ્છા.

પ્રવીણ શાસ્ત્રી.

તેઓ  પ્રેમાળ મિત્ર છે .આજે તેમના જન્મદિને અનેકાનેક શુભેચ્છાઓ સાથે  તેમના સ્વાસ્થ માટે  પ્રભુ પ્રાર્થના
યાદ આવે તેમની પોસ્ટ અને તેના પર ટીપ્પણીઓ …

ચંદ્ર મિત્રતાના ભાવે નિહાળે પ્રજ્ઞાજુબેનને !

મિત્રતાના ભાવે , થાય છે પરિચય પ્રજ્ઞાજુબેનનો !…..(ટેક)
  ક્યારે કેવી રીતે પ્રજ્ઞાજુબેનને જાણ્યાં ખબર નથી એની,
  પણ, “ચંદ્રપૂકાર” શરૂ થયા બાદ, હશે શરૂઆત એની !
 જે થયું તે સારૂં જ થયું !……..મિત્રતાના ભાવે………..(૧)
  ઈનટરનેટ પર ગુજરાતી બ્લોગોની સફરો હતી મારી ,
   વાંચી પ્રજ્ઞાજુબેન- પ્રતિભાવો,  હૈયે ખુશી હતી મારી !
  જે થયું તે સારું જ થયું !……મિત્રતાના ભાવે…(૨)
  હવે તો, પ્રજ્ઞાજુબેન હતા “ચંદ્રપૂકાર” પર ફરી ફરી ,
 ઉંડા “પ્રજ્ઞાજુ-વિચારો”વાંચી, થયો “ચંદ્ર” ખુશ ફરી ફરી !
  જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૩)
  “નિરવ રવે”બ્લોગ પ્રજ્ઞાજુબેનનો થયો જ્યારે,
  આનંદ ચંદ્ર હૈયે ઘણો હતો ત્યારે !
  જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૪)
  પ્રજ્ઞાજુ-વિચારો જાણવાનું થયું છે સરળ હવે,
  પણ,…ફોટોરૂપી દર્શન એમના ક્યારે હશે ?
 હવે, જે થશે તે સારૂં જ હશે !….મિત્રતાના ભાવે….(૫)
 ચંદ્ર તો “બેન”પૂકારી, પ્રજ્ઞાજુબેનને યાદ કરતો રહે,
 અને,  હૈયે બેનને મળવાની આશાઓ ભરતો રહે !
 હવે, જે થશે તે સારૂં જ હશે !…..મિત્રતાના ભાવે….(૬)

 તારીખ..માર્ચ, ૧૫, ૨૦૧૦             ચંદ્રવદન  અમારા લખાણની ઘણો વખત કાંઇ કદર ન થતી ત્યારે લાગતું કે-આવા હૈયાસુના સમીપ હ્રૌદય શા ઢોળવા અમથા ? ત્યારે તેમના પ્રેરણાદાયી પ્રતિભાવોથી લાગતું કે જળ રણે રગડૉળતા નથી .વિશેષ ડો. ચન્દ્રવદનભાઈ મિસ્ત્રીના બ્લોગ ઉપર ‘વ્યક્તિપરિચય-મિત્રતા’ શ્રેણીની રચનાઓને કાવ્યકૌશલ્ય કરતાં વિશેષે કરીને ભાવકૌશલ્યના પરિપ્રેક્ષ્યમાં માણવા જેવી છે. “૬૦+ ગુજરાતીઓ” ગ્રુપના હોમ પેજ તથા સ્વાગત સંદેશ ઉપર વયોવૃદ્ધોને બાળકો તરીકે સંબોધવામાં આવ્યાં છે                                                                         

જન્મદિવસની અનેકાનેક  શુભેચ્છાઓ  સહ સારા સ્વાસ્થ્ય  માટે ઈશ્વરને  અત: કરણથી પ્રાર્થના.પ્રજ્ઞા વ્યાસ,………………….  

જન્મદીન મુબારક હો..
સાચે જ, ઘણા ઉમદા સજ્જન અને સ્વજન..
બહુ લાબો સમ્બન્ધ.. પ્રેમાળ અને કવીહૃદયના
માલીક.. https://chandrapukar.wordpress.com/
આજે જ એમનો બ્લૉગ પણ એક લાંબા અંતરાલ
પછી જોયો.. ૨૦૧૫ પછી કશું મુકાયું નથી..
તેઓ સ્વસ્થ બને અને ફરી સક્રીય થાય તેવી Anila Patel

જન્મદિનની ચંદ્રવદનભાઈને શુભેચ્છા. ઈશ્વરને આપના સ્વસ્થ આયુ માટે પ્રાર્થના .🏼 રાજુલ કૌશિક
બ્લોગર મિત્રોને પ્રિય ચંદ્રભાઈની એમના બ્લોગ ”ચન્દ્ર પુકાર” ની પોસ્ટ અને પ્રતિભાવો માટેની એમની સક્રિયતાની ખોટ વર્તાય જ છે.
પ્રેમાળ સ્વભાવના ધની ચંદ્રવદનભાઈને એમના જન્મદિનની
અનેક શુભેચ્છાઓ .💐
ઈશ્વરને પ્રાર્થના કે તેઓ જલ્દી સ્વસ્થતા પ્રાપ્ત કરે.
વિનોદભાઇ પટેલ
BJ Mistry
Dear Friends:
I visited Dr, Chandravadanbhai on Sept. 12, 2019. He is my cousin, masi-bhai.
He can talk BUT stays in the bad all the times.
Care taker comes, every day. It is getting difficult as days passes by.
We can just hope for the good and pray God to do so.
Bhikhubhai Mistry
281 879 0545
As it getting so difficult mailing Swamiji’s News Letter with Yahoo, I stopped making after my last News Letter #84.
Swami Sachchidanand Lectures
ચન્દ્ર પુકાર’ બ્લૉગના સમ્પાદકમીત્ર અને
વીશાળ હૃદયના ડૉ. ચંદ્રવદનભાઈ
ઝટ સારા થઈ જાય તેવી અન્તરેચ્છાઓ અને
જન્મ દીવસે હાર્દીક અભીનન્દન… –ગોવીન્દ મારુ
My HB2U and prayers to Get Well Soon
Valibhai Musa
એક ઉમદા , સજ્જન ને સમાજ ઉત્થાન સાથે , આપણા સખામંડળના સાથી, ચંદ્રપુકારની શિતળતા ઝીલી ,એક જ પ્રાર્થના કે સુખરુપ દિવસો વિતે.
રમેશ પટેલ(આકાશદીપ)
very nice exchange of 2010 thx for sharing
mhthaker
Uttam Gajjar
જન્મદીન મુબારક હો..
સાચે જ, ઘણા ઉમદા સજ્જન અને સ્વજન..
બહુ લાબો સમ્બન્ધ.. પ્રેમાળ અને કવીહૃદયના
માલીક.. https://chandrapukar.wordpress.com/
આજે જ એમનો બ્લૉગ પણ એક લાંબા અંતરાલ
પછી જોયો.. ૨૦૧૫ પછી કશું મુકાયું નથી..
Chirag Patel
11:34 AM (28 minutes ago)
tMy birthday wishes for his healthy and happy life.
pranam,
Chiragalt

2 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના

આ પાંપણનો પટલ મેં તો../ યામિની વ્યાસ

આ તારી યાદને છાંટી જરા રંગ્યો પવન મેં તો
હજી રસ્તામાં છે અક્ષર ને ઉપાડી કલમ મેં તો

હૃદયને આરપારે વીંધી નાખે પ્રેમ એવો છે?
હતો એ તો મલમ જેવો જે ધાર્યો તો જખમ મેં તો

મને હું યાદ આવું ત્યારે લાગે કે તું સંભારે
મળ્યું ફરમાન સમજીને ઉપાડ્યા લ્યો કદમ મેં તો

“જો ઉજવી નાખો અવસર તો બને ઉત્સવ” કહ્યું એણે
તરત મીંઢળને બાંધી,ચૂડી ખનકાવી ખનન મેં તો

બધી વાતો છતી થઈ જાશે આંખોમાંથી સીધી તો!
ગઝલમાં કયાં કહું? ઢાળ્યો આ પાંપણનો પટલ મેં તો

યામિની વ્યાસ

Leave a comment

Filed under કવિતા, યામિની વ્યાસ

યામિની વ્યાસ ના કાવ્યો…

છલાંગો લગાવી ન પામ્યું મેં બિસ્તર
મને આટલી જલ્દી બોલાવી ઈશ્વર !

ન બોલું ન ચાલું હવે એકે અક્ષર 
સદા મા છું તારી ને પપ્પાની ભીતર

જરા તડકો લાગે તું ઓઢાડે છેડો 
અહીં માથે સળગે જો મા આખું છત્તર

મને વહાલથી કેચ કરતાં ઉછાળી
હવે જોઈએ આજે પપ્પાનું બખ્તર

તને મેં સ્મરી કૂદવાની ક્ષણે મા
હવે શોધજે દિલમાં રાખીને પથ્થર

બધી ચીજ મારી તું આપી જ દેજે
મૂકી આગની સાયરન દેજે દફતર

ફૂલો કેમ સળગી ગયા આંખ સામે?
નથી કોઇ પાસે હવે આના ઉત્તર !

ન રડશો તમે મા ને પપ્પા દુઃખી થઈ
કળી છું તમારી બની રહીશ અત્તર

યામિની વ્યાસ

……………………………………………………….

Lyo Hari Ye Moklyu Ensi Varshe Mangu Poem Recited By Yamin Yamini Vyas

YOUTUBE.COM
Our objective is to spot out and promote the budding artists like poets, story tellers, creative composers in…

Leave a comment

Filed under કવિતા, યામિની વ્યાસ

અમોલ બોલીના બોલ !…શું તમને ખબર છે ? દરેક વ્યક્તિની ચોક્કસ વાસ ,આંગળા અને જીભના નિશાન હોય છે

pragnaju says:

ધ ન્ય વા દ
ગુજરાતી ભાષા જેમ એની પ્રાથમિક દશામાં એક બોલી જ હતી અને સમય જતાંએ ભાષા સ્‍વરૂપમાં આવી ગઈ. તેવી રીતે હુરટી બોલી—ખાસ કરીને અમારા આદિવાસી બોલીનું થઈ શકયું નથી. એ રીતે એ બોલીને હજી સુધી લીપીનું સ્‍વરૂપ મળી શકયું નથી. વૈજ્ઞાનિક રીતે જે સંશોધન થવું જોઈએ, તે પણ થયું નથી. શ્રી રા.વિ.પાઠક કહી ગયા તેમ ‘‘કોઈ ભાષા શાસ્‍ત્રીએ તેમની ભાષાના કોષો, વ્‍યાકરણો વગેરે લખી નાંખવા જોઇએ .હવે ‘ગુજરાતની વિવિધ બોલી’ ની વાર કરવા જેવું નથી.
આ અંગે અમારા જુ’ કાકા(શ્રી જુગતરામ દવે) અને અમારા વેડછીનું આ ગીત ચિતમા જડાઇ, સદા ગુંજ્યા કરે…
-વેડછી- આદિવાસી ક્રાંતિનું કેન્‍દ્ર-

ગાંધીવિધાપીઠ, વેડછી પાના -૯૯/૧૦૦

રાજ પછીની રચનાઓ જેમાં વેઠેલા અન્‍યાય – શોષણોનો ‘‘ પ્રતિધોષ‘‘ છે.

આમું ગરીબ અભ્‍ભણ ઘણેં, આમું ઈસાબ- પાધરાનાંય ગણેં,

જીવું લાગ પૈહાઈ જરૂર તો પડે, ઉલે હાવકાર પાંહે ભી જાવાં પડે,

હેઠ પૈહાઈ જરૂર આહે, બળાદ લેંવ્‍નો આહે,

પોહા ભી પન્‍નાવુનો આહે, ધડખેં ભી લેંઉના આહે,

પાઠી હાવકારે રૂપયા તો દેધા, કુલા વિયાજ એરુ નાંય દેધા,

કુલા વિયાજ કોહીક રીતે, મા પટવી અંગુડા કરાવી લેધા,

ઉધારી વાળુ-આમું પાક ઓયફા, કપ્‍પાહ, વાલ, ભાત ઓયફા,

તોયે વિયાજ મુદ્દલ ઘણાં નિંગે, કુણ આમાં હમજાવે હાજા ઢંગે,

હાવકારાયી તો એકી જ વાત, ચોપડા બોલે તીંજ હાચી વાત,

ઈસાબ મેં લયખાં તીં ખોટા ? હરમાવે આમાં જોરથી બોલે મોટા

હેઠિયે આયખાં રૂપયા જુલા, આમાં ઓફવા પડના તુલા,

જોહાં તોહાં કરીને આમું છુટના, આખર ચુકતા દેઈને ઉઠ્ના,

અનેક વિધ પ્રકારે થયેલાં શોષણની વિતકકથા

આદિવાસી લોકાયા ચુહુના, બો જાતના ચાલ્‍ના ચુહુના,

જુલા જીવુના પરકાર અતા, તુલા પરકાર ચાલે થતા-

જો જો ચુહુનાં કરે થતા, તિયાં કોઇ નાંય પુસે થતા,

મૂળ આમણી પોતાઈ ભુંય, દારૂ- વિયાજના દેવે ગોઈ-

તીંજ ભુંય લેનારે આમાં, ખેડી ખાંવ લાગ દેધી આમાં,

અરધો ભાગ-પુણ લેજાય ઘણાં, આમાં હારૂ થોડાં હેઠિયો લેઈ ઘણાં-

ઉલે આમાં ખાંવ્‍ના ઓસા પડે, ઉલે ખાવટી માંગુ જાવા પડે,

ખાઉટી દોઢી – બી તો બમણાં, છ મૈનામાં ઉવે બે ગણાં-

ગાવડે -ભેંહડે આમું પાળું, લીલીચાર -દાણ-પાણી આમું રળું,

દૂધ ધી હારૂ મેનાત કરું, હેઠયો મંગાવી લે તે પુરું-

કોઈ કામ હારૂ હેઠયો હાદે થતા, જાંવા જ પડે ઓંહા અતા,

તો પહેલે ફોડાવે લાકડાં, વાંહણે મંજાવે ફાંકડા-

ખેડે એહણી ભુંય થાય ભાઈ, ગણોત કાયદો બોલ્‍નો ભાઈ,

હપ્‍તા ચુકવી માલિક ઉને, હાજી ખેતી કરતે ઉને-

 • પ્રજ્ઞાબહેન તમે તો મારી અપીલનો તત્કાલ અને માર્ગદર્શક પડઘો પાડ્યો !! હવે આ જ રીતે આપણો બીજો સંગ્રહ લોકબોલીનો પ્રગટ થશે ત્યારે કોણ જાણે કેટલીય બોલીઓને આપણે નેટ પર મૂકી શકીશું ! તમે બહુ સમયસર ને આગેવાની લઈને આ કોમેન્ટ મૂકી છે…આભારના શબ્દો ખૂટી પડ્યા !

  નવા સંગ્રહને પણ એનો પ્રાસ્તાવિકશો લેખ મળી ગયો !! હવે દીપકભાઈ પણ કચ્છી બોલીનું કશુંક મૂકશે, અશોકભાઈ જુનાગઢી કરતાંય એમની મૅરબોલી, દરિયાળુ બોલી આંય કણે મેલશે, મોના વગેરે હુરટી બોલી, ભૂપેન્દ્રસિંહ મહેસાણી બોલી, જેસરવાકરજી ચરોતરી બોલીમાં પ્રગટશે તો જામો પડી જશે…..

  સાંભળો છો ને હૌ, હંધાય ભાયુબેન્યું ?! અમોલ બોલીના બોલ !

  March 16, 2013  – જુગલકિશોર.

  અમારી સાથેની રૂબરૂ મુલાકાતમાં શ્રી કનુભાઈ જાનીએ બે ત્રણ વાતો બહુ માર્મિક કહી હતી :

  એક તો, નેટ પરનાં લખાણોને તેમણે આકાશગામી કહ્યાં. મજાક પણ કરી કે યક્ષો સ્વર્ગ અને પૃથ્વી એમ બધી જગ્યાએ વિચરી શકે; તેથી હવે નેટલેખકોનાં લખાણો એ યક્ષકર્મ થયાં ! બીજી વાત કહી તે નેટ દ્વારા સૌ ગુજરાતીઓને માટેનાં સંકલનકાર્યો બહુ સરળતાથી કરી શકાશે. પણ જે ત્રીજી વાત કહી તે તો આપણને પોરસ ચડાવનારી ને પ્રેરણા આપનારી બની રહેશે.

  કહ્યું કે, હવે ગુજરાતીનો શબ્દ ફક્ત વાંચવા પૂરતો જ રહ્યો નથી. બોલચાલને પણ હવે વિશ્વભરમાં સૌ વચ્ચે વહેંચી શકાશે. એના કરતાંય, ભાષાની સાથે સાથે બોલી પણ હવે વૈશ્વિક સ્તરે સહેલાઈથી પ્રયોજી શકાશે !! સરકારે ‘આકાશ’ ટેબ્લેટ સસ્તામાં આપવાનું નક્કી કરતાં ગામડાંમાં ને સામાન્ય માણસના ઘરમાં પણ તેનો લાભ મળવાથી ગુજરાતી ભાષાની જેમ જ ગુજરાતની અનેક બોલીઓને પણ ચારેકોર સંભળાતી કરી શકાશે. હવે નવેસરથી બોલીનું ભાષાકીય મહત્ત્વ સ્થપાશે ! લોકસાહિત્ય કે જેની તાકાત બોલીમાં વધુ બતાવી શકાય તેને લોકસુલભ બનાવીને બોલીઓમાં પડેલા સાહિત્યને વહેંચી શકાશે. (આકાશી માધ્યમ હવે ઘરમાં !)
  અલબત્ત કેસેટો દ્વારા આજ સુધી લોકસાહિત્ય ઘણું વહેંચાયું, ફેલાયું છે; પણ નેટ દ્વારા તેના અનેકવિધ પ્રયોગો શક્ય બનતાં ગુજરાતની બધી બોલીઓ પોતાની આગવી લાક્ષણિકતાઓ પ્રગટાવી શકશે.

  આપણામાંનાં ઘણાં બ્લૉગર ભાઈબહેનો દૃષ્યશ્રાવ્ય સવલતોનો વધુમાં વધુ લાભ લઈને પોતાનાં બ્લૉગ–સાઇટ પર તેનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છે. ક્યારેય સાંભળવા ન મળ્યાં હોય તેવાં લોકગીતો હવે નેટ પર સાંભળી શકાય છે !

  ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા’ એ ગીત હવે દરેક પંક્તિને અનુરૂપ ચિત્રો સાથે પણ સાંભળી–જોઈ શકાય છે તે વાત સાંભળીને કનુભાઈ ખૂબ રાજી થયા હતા. નેટ પરની અનેક પ્રકારની યાંત્રિક સવલતો હવે જ્યારે સાવ સહજ ને સરળ બની રહી છે ત્યારે ગુજરાતી સાહિત્ય એની પ્રાકૃતિક ફોરમ સાથે મહેંકી ઊઠે તે જોવાની જવાબદારી હવે આપણા પર આવી ગણાય. ને તો આ કામ સાચ્ચે જ યક્ષકર્મ બની રહે તેમાં કોઈ શંકા નથી.

  બોલીનો મુદ્દો હંમેશાં ચર્ચામાં રહ્યો છે. બોલીઓના શબ્દકોશો પણ બહાર પડતા રહ્યા છે. પાઠપુસ્તકોમાં પણ ક્યાંક ક્યારેક લોકબોલીને સ્થાન મળતું રહ્યું છે છતાં કહેવું જોઈએ કે, જ્યારે ગુજરાતી ભાષાના નાભિશ્વાસની ચિંતા કરાતી હોય તેવે સમયે બોલીની ફિકર તો કોને હોય ?! ગુજરાતી માતૃભાષા માટે ‘મા બોલી’ જેવો ભાવુક શબ્દ પ્રયોજીને આપણામાંના જ કોઈએ માતૃભાષાને અને બોલીને કેવી સચોટતાથી વ્યક્ત કરી હતી ?! (એ ભાઈને આપણે શોધીને યાદ કરવા જોઈએ.) માતાની બોલીથી જ આપણને શીખવા મળેલી ગુજરાતીને નવી પેઢીમાં પણ નવેસરથી પ્રસ્થાપિત કરવી હશે તો આ બોલીને નેટ દ્વારા વિદેશોમાં ઘરેઘરે સંભળાતી કરી દઈશું તો ગુજરાતીના મૃત્યુઘંટનો તો સવાલ જ નહીં રહે બલકે, બોલી પણ નવા સંદર્ભે ને નવા ઉપકરણે આપણા કાન ને હૈયા સુધી પહોંચીને હિલોળાશે ! (ને બોલી હિલોળાશે તો આપણું હિલોળાવું તો માપી ન શકાય તેવું ને તેટલું બની રહેશે !)

  વેબગુર્જરી આપણને સૌને આ મહાકાર્યમાં વસંતના હિંચકે હિલોળાવા ને હોળીના બોલે રંગાવા નિમંત્રે છે. સૌને વસંત ને હોળીની શુભેચ્છાઓ !

  નોંધ : ઉનાળો વિષયે પ્રગટ થનારા પુસ્તક માટે સારો એવો પ્રતિસાદ સાંપડ્યો છે. પુસ્તિકાનું પ્રકાશન ઉત્સાહથી કરી શકાય તેટલાં લખાણો મળી ચૂક્યાં છે ! ‘ઉનાળો’ પુસ્તિકામાં લેખો, વાર્તાઓ, સંવાદો, કાવ્યો એમ વિવિધરૂપે લખાણો મળ્યાં છે. આ બધું સ્વાદિષ્ટ પુલાવ જેવુ બની રહેશે. પણ પુસ્તિકાનું શીર્ષક હજી નક્કી કરવાનું બાકી છે. વે.ગુ. તો સહયોગમાં માને છે, તેથી ઉનાળા વિષયક આ પુસ્તિકાનું નામ પણ સૂચવવાનું નિમંત્રણ જાહેર કરીએ છીએ !

  અને હા, કનુભાઈ જેવા મહાનુભાવની વાતનેય આપણે તત્કાલ અમલમાં મૂકી શકીએ તે માટે એક નવો જ પ્રસ્તાવ સૌ સમક્ષ મૂકવા મન દોડે છે….

  ‘ઉનાળા’ પછી ગમે ત્યારે – કોઈ તારીખ નક્કી કર્યા વગર – હવે પછીના “વે.ગુ. પ્રકાશન” માટેનો સરસ મુદ્દો મને સૂઝી આવ્યો છે; ને તે છે –

  “નેટલેખકો દ્વારા ગુજરાતની વિવિધ બોલીઓમાં રજૂ થનારું નેટ–સાહિત્ય !” આ ક્ષણે જ સૂઝી આવેલા મારા આ વિચારને સૌનો સબળ ને સક્રીય ટેકો સાંપડશે જ એ બાબતે કોઈ જ શંકાને કારણ નથી…સુંઉં કિયો સો ?!

  હૌને હૌહૌની બોલીમાં લેખણ્ય પકડીને લખવાનું આ નોતરું, લ્યો દૈ દીધું.

   

6 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, જત લખવાનું કે..., સમાચાર

આરોગ્યપ્રદ કેળા + ટીપ્પણી અને રચના

સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યક્તિતા-આ બધો મકરંદ દવેની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે મકરંદ દવેએ સાધના બાદ અનુભવેલી
એમનું અધ્યાત્મચિંતન -’ ઘરની દીવાલ સહુ તૂટે.’
વારંવાર માણતા,ચિંતન મનન કરતા પણ સાધનાથી અનુભવાયલી વાત વર્ણવાનું અશક્ય કહેવાય છે
તે સાધક સુંદર રીતે વર્ણવે છે
ઝંખેલા રૂપને ઝીલું ઝીલું ને કોઈ રૂપને વિરૂપમાં વિખેરે
ક્યાંક એવો ઉજાશ લઈ આંજું કે ભાઈ, મારાં સૂતાં કમળદળ ફૂટે.
માણતા કસક થાય છે અને ખ્યાલ આવે માણસમાં રહેલ અંધકાર જ્યારે સાવ ગળી જાય છે; ત્યારે તેમાંથી રસસુધા ઝરે છે. આ જ છે માણસનું સત્ત્વ. માણસ એટલે નર્યો દેહ નથી. મન, બુદ્ધી, ચીત્ત, અંત:કરણ એ માનવીનો આંતરદેહ છે. જીવનભરના તપથી શુદ્ધ થઈ, અગ્નીમાંથી પસાર થયેલા સુવર્ણની જેમ માણસનું આંતરીક વ્યક્તીત્વ ઝળહળી ઉઠે છે.
પણ જ્યારે સાધક મા.મીરાંબેન તેનું રસદર્શન કરાવતા કહે ,’આ રૂપ-અરૂપની સંતાકૂકડીમાંથી છૂટવા કોઈ એક એવું અંજન આંખમાં આંજી શકું, જેથી દિવ્યદૃષ્ટિના આધારે સર્વત્ર ચૈતન્ય જ ચૈતન્ય અનુભવી શકું. આ પ્રાર્થના તમામ પૃથ્વીપુત્રોની પ્રાર્થના છે. માનવજીવનનું અંતિમ પ્રયોજન પણ આ જ છે – નિજધામે પહોંચવું.’ તે સમજાય પરંતુ સાધનાથી અનુભવાય…
શત શત વંદન સાધક આ.શ્રી મકરંદભાઇ અને ત્રીજા નેત્રથી દર્શનકરી રસપાન કરાવનાર મા.મીરાંબેન ને
આડવાત તેમના શબ્દોમાં કહીએ તો,’ આ વાંચન માટેનો એક લેખ જ નથી, પરંતુ એક આચરણીય પ્રયોગ છે. ઈચ્છા તો એવી થાય છે કે આજના સમયમાં સૌ લોકો આ પ્રયોગને અપનાવે અને અમલમાં મૂકે.જીવનનું હાર્દ પરસ્પર નિસ્બતમાં છે. માણસને સૌથી મોટી ભૂખ માણસની હોય છે. ધર્મના નામે કે પ્રેમના નામે, માણસ પોતાના નાનકડા બિંદુમાંથી બહાર નીકળી કોઈ બીજા સુધીની રેખા દોરતો જ હોય છે. આ વાત પણ સાચી છે કે માણસને ‘હું’ની કેદ ગુંગળાવે છે અને બીજા ભણીની રેખા મથાવે છે, તેમ છતાંય વિસ્તર્યા સિવાય માણસનો છૂટકો નથી. બધાને માટે સહજ ન હોય તો પણ સંકલ્પપૂર્વક, પ્રયત્નપૂર્વક કરવા જેવો આ પ્રયોગ છે,’
ઘરની દીવાલો ટૂટે – મકરંદ દવે    રસદર્શન:  શ્રી મીરાંબહેન ભટ્ટ ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું તો ભાઈ, મારા ઘરની દીવાલ સહુ તૂટે.

ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં ને પથ્થર તો પરપોટા, ફીણ,

તેજ કેરા દરિયામાં તરતી નિહાળું  મારા  અંતરની  અંધારી ખીણ;

ક્યાંય આઘે આઘેથી મને ભાળું તો ભાઈ, મારા પડછાયા પંડના છૂટે.

અધખૂલી આંખમાં ઊગે સવાર વળી નિંદરનું ઘેન મને ઘેરે,

ઝંખેલા  રૂપને  ઝીલું  ઝીલું  ને કોઈ  રૂપને  વિરૂપમાં  વિખેરે;

ક્યાંક એવો ઉજાશ લઈ આંજું કે ભાઈ, મારાં સૂતાં કમળદળ ફૂટે.

– મકરંદ દવે

કવિ મકરંદ ગુર્જર ભાષાના આધુનિક મર્મી કવિવર. એમનાં કાવ્યોમાં માનવજીવનના અનેક રહસ્યગર્ભિત મર્મોનો ઉઘાડ અનુભવાય છે. આ ગીત પણ એવું જ મર્મીલું ગીત છે.

સૂરજને ઊગતો તો આપણે રોજ જોઈએ, પરંતુ અહીં તો કવિ પૃથ્વીને ઊગતી ભાળવાની વાત કરે છે. દૂર દૂ..ર ક્યાંક અવકાશમાં પહોંચી ગોળગોળ ફરતી પૃથ્વીને જોઈ આઘ્યાત્મિક અનુભવ પામેલા અવકાશવિજ્ઞાની નીલ આર્મસ્ટ્રોંગને તો જે અનુભૂતિ થઈ હશે તે ખરી, પરંતુ અહીં તો કવિ પોતે પોતાના એ સંભાવ્ય અનુભવની કલ્પના કરે છે.

પૃથ્વીતત્ત્વમાં ગુરુત્વાકર્ષણ છે. વજનદાર વસ્તુને ખેંચી એ નીચે પાડે છે. એક વાર આ ગુરુત્વાકર્ષણની સીમા ઉલ્લંઘી સાવ હળવાંફૂલ થઈને અવકાશમાં ડગ માંડે છે કે તરત જ પૃથ્વી પરના વસવાટની ભીંતોની ઈંટો ખસવા માંડે છે અને સામે સાવ નવું રૂપ ખડું થઈ જાય છે.

હવે મકાનનો પાયો ભૂમિ હેઠે નથી, ઊંચે આકાશમાં છે. ગીતામાં કહેલા ‘ઊર્ઘ્વમૂલ’ની જેમ. વિરાટમાં રૂપાંતરિત થયેલા આ જીવના મકાનના પાયા સ્થૂળ ક્ષણાયુક્ત પથ્થર પર મંડાયા નથી. સાવ પરપોટાનાં ફીણ સમી ભીંતના સહારે આ ઘર ઊભું છે. ચોમેર તેજ જ તેજ છે અને પ્રકાશના એ દરિયાથી અંજાઈ ગયેલી મારી આંખોને નરી અંધારી ખીણો જ દેખાય છે. હવે તો આ અંધાપો ત્યારે જ ટળે, જ્યારે મને મારું પોતાનું અસલી રૂપ દેખાય અને મેં મારા માની લીધેલા આ છેતરામણા દેહભાવના પડછાયાથી હું મુક્ત થાઉં – માણસ સૌથી વધારે ઘેરાયેલો હોય તો આ પંડના પડછાયાઓથી. મારો દેહ, મારાં સંતાન, મારું સુખ – આ બધાં મારાં-મારાંમાંથી જ જીવનનું મહાભારત ઊભું થાય છે.

પરંતુ ક્યારેક કોઈ એક ક્ષણ એવી આવી જાય છે જ્યારે આ બધાં મારાં-તારાંથી હું સાવ ભિન્ન છું એવો ભાસ થાય છે, ત્યારે સમજાતું નથી કે મારી સાચી ઓળખ કઈ છે. અત્યારની મારી હાલકડોલક સ્થિતિમાં હું “અતો ભ્રષ્ટ, તતો ભ્રષ્ટ” દશામાં છું. એકદમ બધું સાફ દેખાતું નથી. ઘડીકમાં બધું સરી જાય છે. જાતજાતના પ્રવાહો વહેતા રહે છે. હવે આંખો નથી બંધ કે નથી સાવ ખુલ્લી. ઘેન ભરેલી અધખૂલી આંખો કોક ઊગતી સવારનાં દર્શન કરે છે, તો અધમીંચી આંખોને ક્યારેક નીંદરનું ઘેન ઘેરી વળે છે. ક્ષણ-બે ક્ષણ માટે અલપઝલપ દેખાયેલા મારા રૂપને મારી આંખોમાં આખ્ખેઆખ્ખું સમેટું તે પહેલાં તો રૂપ વિખરાઈ જાય છે. એ રૂપ વિરૂપ બનીને, વિકૃત-અસુંદર બનીને સામે ઊભું રહે છે. આવા અધકચરા જ્ઞાનપ્રકાશને બદલે હવે તો કોઈ એવા ચિરંતન પ્રકાશની શોધમાં છું, જેને મારી આંખોમાં આંજી, નવી દૃષ્ટિ હું પામું. જ્ઞાનચક્ષુ દ્વારા મારા અસલી રૂપને હું પામી શકું.

કવિ આ કવિતા દ્વારા અલપઝલપ, જતી-આવતી, સતત સરકતી રહેતી અનુભૂતિને બદલે સતત ટકી રહેતી શાશ્વત, અખંડ સમાધિની વાત કરે છે. પોતાનાથી દૂર ગયા વગર, નીજ રૂપના બાહ્ય-સ્થૂળ સીમાડા છોડ્યા વગર અંદરનું સાચું રૂપ પામી શકાતું નથી. દેહ પંચમહાભૂતોનું પોટલું છે. એમાંનું પૃથ્વીતત્ત્વ આપણને પૃથ્વી સાથે જડી રાખે છે. એટલે આકર્ષણના સીમાડાથી દૂર જવાની વાત કવિ કરે છે.

કવિ મકરંદનું આ ગીત પૃથ્વીનાં સંતાનોને એના અસલી વતનમાં પહોંચવાની પ્રેરણા જગાડે છે. પૃથ્વી પોતે પૃથક છે, કશાકથી વિખૂટા પડેલાં તત્ત્વો છે. આ તથ્યનું ભાન થાય તે માટે માણસે પૃથ્વીતત્ત્વથી અલગ એવા અસ્તિત્વમાં પહોંચવાની જરૂર છે. મતલબ કે દેહમાં હોવા છતાં, દેહવિહીનતાનો અનુભવ પ્રાપ્ત કરવો. આપણા જનકરાજા વિદેહી ગણાતા. વૈદેહી સીતા એમની આત્મની. જનક દેહમાં રહેવા છતાં દેહશૂન્યતા અનુભવી શકતા હતા એટલે વૈદેહી ગણાયા. આપણે સૌએ પણ દેહમાં રહીને દેહાતીતનો અનુભવ લેવો જોઈએ.

પૃથ્વી ક્યારે દેખાય ? ક્યાંક દૂર પગ મૂકવાની કોઈ જગ્યા શોધી દૂરથી પૃથ્વીને નિહાળીએ ત્યારે. આ દેહની પૃથકતા પણ એમ જ ઘ્યાનમાં આવે. અવકાશયાત્રીને આવો આઘ્યાત્મિક અનુભવ આવી શકે. પોતે જ પોતાને નિહાળી શકે. માણસની ભીતર પડેલી અસ્મિતા, અહંભાવ એને દેહ સાથે જડેલો રાખે છે. જો એ અહમ્‌ વિલોપાતો જાય તો મૂળ રૂપ પામી શકાય. જ્યાં સુધી ચિત્તમાં દેહભાવનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યાં સુધી તો દેહની સાથે જ અસ્તિત્વ જડાયેલું રહે છે. પરંતુ અહમ્‌ ઓગળે ત્યારે રૂપ કોક અરૂપ સાગરમાં ડૂબતું હોય એવો ભાસ થાય છે. એના ઘેનમાં રૂપ-અરૂપની લીલા દેખાતી રહે છે. આ રૂપ-અરૂપની સંતાકૂકડીમાંથી છૂટવા કોઈ એક એવું અંજન આંખમાં આંજી શકું, જેથી દિવ્યદૃષ્ટિના આધારે સર્વત્ર ચૈતન્ય જ ચૈતન્ય અનુભવી શકું. આ પ્રાર્થના તમામ પૃથ્વીપુત્રોની પ્રાર્થના છે. માનવજીવનનું અંતિમ પ્રયોજન પણ આ જ છે – નિજધામે પહોંચવું.

 

 

 

Leave a comment

Filed under કવિતા, જત લખવાનું કે...

રંગમતીના તીરે પંચામૃતની પાળે…/

 

 

 

 

કવિશ્રી  મા દિપક ત્રિવેદી ના શબ્દો માં:

” રંગમતીના તીરે પંચામૃતની પાળે ” જામનગરમાં 5 કવયિત્રીઓની રંગ રંગી શબ્દ મહેફિલ જામી … …..

તારીખ 7 / 4 / 2019 ને રવિવારે સાંજે 5 કલાકથી રાતના 8 વાગ્યા સુધી જામનગરના આંગણે દાદા રઘુવંશી ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ કાનાબારની મહેનત અને આયોજન હેઠળ …..
જાજરમાન 5 કવયિત્રીઓ ના શબ્દોથી રંગમતીના કાંઠે રંગો છલકાયા … છલકાયા એટલું જ નહીં પણ એ રંગો જાણે કે આખા નગરમાં ચોમેર ઉડ્યા .
સુજ્ઞ અને રસિક ભાવકોની અકડેઠઠ મેદની સામે યામિની વ્યાસે એકોકતી રજૂ કરી અને ત્યારબાદ કવયિત્રીઓની મહેફિલ જામી . જે મહેફિલમાં કવયિત્રી પ્રાધ્યાપક ઉષા ઉપાધ્યાય , પારુલ ખખ્ખર , હર્ષિદા દીપક , યામિની વ્યાસ , લિપિ ઓઝા એ ઉમળકાભેર પોતાની આગવી છટાથી પોતાના શબ્દો વ્યક્ત કર્યા હતા . સુજ્ઞ શ્રોતાજનોએ આ શબ્દોને ઉત્સાહભેર ઉછળી ઉછળીને દાદ આપી હતી .
અતિથિ વિશેષ તરીકે પધારેલ , નગરના વરિષ્ઠ ધારા શાસ્ત્રી ભરતભાઈ સુખપરિયા અને જ્યંતભાઈ કનખરા , સાંધ્ય દૈનિક અખબાર નોબત ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી , નગરના સુપ્રસિદ્ધ કવિ સતીશચન્દ્ર વ્યાસ ‘ શબ્દ ‘ શ્રી રાજુભાઇ સોનછાત્રા સૌ મહેમાનોએ પોતાના ઉદબોધનમાં રઘુવંશી સમાજની આ શબ્દપ્રીતિને આવકારી હતી .
સમગ્ર કાર્યક્રમનો ભાવસેતુ પોતાની આગવી છટાથી કવિ શ્રી દીપક ત્રિવેદીએ જોડી આપ્યો . કવયિત્રી યામિની વ્યાસે પોતાના ભાવસભર શબ્દોથી મુશાયરાના સંચાલનનો દોર સંભાળ્યો .
જામનગરના એફ.એમ. રેડિયો પર RJ તરીકે કાર્યરત ધારા કટારીયા દ્વારા બધી જ કવયિત્રીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા . જે બીજે દિવસે તારીખ 8 / 4 ના રોજ જામનગર એફ.એમ. રેડિયો પર પ્રસારિત થયા હતા .
સમગ્ર કાર્યક્રમનું સુનિશ્ચિત આયોજન કરનાર રઘુવંશી સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ કનાબારે સાહિત્ય પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને સમાજનું વિશિષ્ટ કાર્ય કરનાર વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા .
કવયિત્રીઓની કવિતાએ રંગમતીના કાંઠે જામનગરમાં રંગોની રંગીન મહેફિલ જમાવી દીધી હતી .

Image may contain: 1 person, on stage, sitting and indoor

1 ટીકા

Filed under કવિતા, ઘટના, યામિની વ્યાસ

मार्था मेरिडोस ब्राज़ीलकवियित्री की इसी कविता के लिए नोबेल पुरस्कार प्राप्त हुआ)

mahendra thaker <mhthaker@gmail.com>
To:Pragna Vyas 
नित जीवन के संघर्षों से
जब टूट चुका हो अन्तर्मन,
तब सुख के मिले समन्दर का
रह जाता कोई अर्थ नहीं ।।
जब फसल सूख कर जल के बिन
तिनका -तिनका बन गिर जाये,
फिर होने वाली वर्षा का
रह जाता कोई अर्थ नहीं ।।
सम्बन्ध कोई भी हों लेकिन
यदि दुःख में साथ न दें अपना,
फिर सुख में उन सम्बन्धों का
रह जाता कोई अर्थ नहीं ।।
छोटी-छोटी खुशियों के क्षण
निकले जाते हैं रोज़ जहां,
फिर सुख की नित्य प्रतीक्षा का
रह जाता कोई अर्थ नहीं ।।
मन कटुवाणी से आहत हो
भीतर तक छलनी हो जाये,
फिर बाद कहे प्रिय वचनों का
रह जाता कोई अर्थ नहीं।।
सुख-साधन चाहे जितने हों
पर काया रोगों का घर हो,
फिर उन अगनित सुविधाओं का
रह जाता कोई अर्थ नहीं।। …!!
– मार्था मेरिडोस (ब्राज़ील)
( कवियित्री की इसी कविता के लिए नोबेल पुरस्कार प्राप्त हुआ)
image.png

Pablo Neruda -you start dying slowly – YouTube

 

 

May 2, 2011 – Uploaded by fawadafar

Pablo Neruda- you start dying slowly… … You start dying slowly – with English Subtitle – be arami aghaz be …

Appreciation of the poem :You Start Dying slowly :Pablo … – YouTube

 

May 30, 2018 – Uploaded by Learn with Sunil

You Start dying slowly critical appreciation of the poem. The poem tells you how to live the happiest …

mhthaker

Leave a comment

Filed under કવિતા, ઘટના