Category Archives: કાવ્ય

કોઈ આ આંસુનું ભાષાંતર કરો વેદના …+કવયિત્રી યામિની વ્યાસની રચનાઓ અંગે યુ ટ્યુબ

 

 

કવયિત્રી યામિની વ્યાસની રચનાઓ અંગે યુ ટ્યુબ માણો

ભાગ -૧ 

ભાગ -૨

ભાગ – ૩

સાહિત્ય સંગમના તરહી મુશાયરામાં કવિશ્રી મનહરલાલ ચોક્સીની પંક્તિ પરથી રજૂ કરેલી ગઝલ

જિંદગી જાણે મળી છે છળ ઉપર
ને ભરોસો રાખીએ પળ પળ ઉપર

ફૂલની માફક પછી મહેકી ઉઠી
નામ મેં તારું લખ્યું ઝાકળ ઉપર

પગરવો કોના હશે એ જાણવા
બારણાં ખુલી ગયા અટકળ ઉપર

આપણે સહુ કેમ ગુંથાયી ગયા?
કોઈ ભાષણ દઈ રહ્યું સાંકળ ઉપર

સૌ પ્રથમ હૈયામાં એને કોતરું
ક્યાં લખું છું હું ગઝલ કાગળ ઉપર?

કોઈ આ આંસુનું ભાષાંતર કરો
વેદના છે ‘યામિની’ એ જળ ઉપર

યામિની વ્યાસ

 

7 ટિપ્પણીઓ

Filed under કવિતા, કાવ્ય, ગઝલ, ગીત, ઘટના, યામિની વ્યાસ

૧૦૧ કાવ્યોની ભેટ:તેમાં ૨૨ ક્યાં મળે ? યામિની વ્યાસ

Image may contain: 1 person, screen

નરેશ કાપડીઆ

૧૦૧ કાવ્યોની ભેટ:
દોસ્તો, આ દિવાળી અને નૂતન વર્ષની યાદગાર ભેટ એટલે ૧૦૧ કાવ્યો. આપણા મિત્ર શ્રી કશ્યપભાઈ મહેતા રોજ વિશ્વ કક્ષાની એક અંગ્રેજી કવિતા *Daily Poetry Dot Com* અને એક યાદગાર ગુજરાતી કવિતાને તેમના વ્હોટ્સએપ ગ્રુપ *ગુજરાતી કવિતા ડોટ કોમ* પર મૂકે છે. અનેક સાહિત્યપ્રેમીઓ તેની સાથે સંકળાયા છે, તેઓ તે માણે છે, તેની ચર્ચા કરે છે. ઉત્સવોની આ મોસમમાં ૫૦ અંગ્રેજી અને ૫૧ ગુજરાતી કવિતાઓની બે ઈ-બુક્સ બનાવાઈ છે, જે સાચવી રાખીને મમળાવવા જેવી છે. આ ઈ-પુસ્તકો આપ નીચેની લિંક પર ક્લિક કરીને મેળવી શકો:
અંગ્રેજી ઈ-બુક: https://app.box.com/s/ehhjk1wfne72dqs8e44vpsvsa2izn1wt
ગુજરાતી ઈ-પુસ્તક: https://app.box.com/s/gqaolxp45ir2tz650indv6f27epqt1kn

Leave a comment

Filed under કવિતા, કાવ્ય, યામિની વ્યાસ

वियोगिनी कौरवी બોલીનું ગીત/રજૂઆત: યામિની વ્યાસ અને શરદભાઈ દેસાઈ

વિવિધ ભાષામાં કાવ્ય પઠન
અમે રજૂ કર્યું આ લોક ગીત

वियोगिनी
( कौरवी બોલીનું ગીત) 
રજૂઆત: યામિની વ્યાસ અને શરદભાઈ દેસાઈ

मोरे राजा जी, माटी सकेरूँ मैं तो फूलड़े बखेरूँ, जे घर आवो सबेरा जी
मोरी गोरीजी, माटी सकेरो चाये फूलड़े बखेरो, म्हारा तो आवण है नईं जी ।

मोरे राजा जी, क्या किसी दूती ने दूत लगाये, क्या कुछ ओगण म्हारा जी?
मोरी गोरी जी, ना किसी दूती ने दूत लगाये, ना कुछ ओगण थारा जी
बागों में जाती मेरे यारों ने देखी, यो तकसीर तूम्हारी जी ।

मोरे राजा जी, मा थारी गई बहण थारी गई, जिस पीछे हम बी गये जी
मोरी गोरी जी, माँ म्हारी बुढ़िया बहन म्हारी बालक, थारी तो चढ़ी जवानी जी।
मोरी गोरी जी, कूओं पै न्हाती मेरे यारों ने देखी, यो तकसीर तुम्हारी जी।

मोरे राजा जी, मा थारी न्हाई बहण थारी न्हाई, जिस पीछे हम भी न्याये जी ।
मोरी गोरी जी, मा-बहण तो न्हावणिये न्हाय, खूले तू न्हावण न्हाती थी।
मोरी गोरी जी, रसोई जाती सहेलियों ने देखी, व्रत गणगौर तू करती थी ।

मोरे राजा जी, मा थारी गई बहण थारी गई जिस पीछे हम भी गये जी ।
मोरी गोरी जी, मा मारी बुढ़िया बहण मारी बालक, यो तकसीर तुम्हारी जी ।
मोरी गोरी जी, सेजों पे जाती भैया ने देखी, यो तकसीर तुम्हारी जी ।

मोरे राजा जी, मा थारी गई बहण थारी गई, जिस पीछे हम भी गये जी ।
मोरी गोरी जी, मा थी थकी-हारी बहण छोटी बालक, थारी तो चढ़ी जवानी जी ।

मोरे राजा जी, माटी सकेरूँ मैं तो फूलड़े बखेरूं, जो घर आवो सबेरा जी ।
मोरी गोरी जी, माटी सकेरो चाये फूलड़े बखेरो, म्हारा तो आवण है नईं जी ।

Image may contain: 3 people, indoor
Send Ecard!
Send Ecard!
Send Ecard!
Send Ecard!
 
Image may contain: 6 people, people sitting and indoor

1 ટીકા

Filed under કાવ્ય, યામિની વ્યાસ, Uncategorized

ઘટના ઘણી બધી બની તારા ગયા પછી /યામિની વ્યાસ

બહેરો છે ઓ ખુદા ! તને કોઈ દર્દ થાય નહિ?
એક બાળકીની ચીસ તને સંભળાય નહિ?

હૈયામાં ઉંડો ઘાવ થયો વેદનાનો પણ
એવી સ્થિતિ દીધી છે મને કે રડાય નહિ

એ દોસ્ત પળ બે પળમાં બધી વાત શું કરું?
બચપણમાં ચાલને, ખુશી માપી મપાય નહિ

હળવી અવરજવરથી તો કંઈ પણ થતું નથી
બસ એક વખત રહી પડો, પાછા જવાય નહિ

માણસને દોડતો કદી રુંધી શકાય પણ
પડછાયા ભીંત પરના કદી પણ ઝલાય નહિ

ઘટના ઘણી બધી બની તારા ગયા પછી
એ સાચવી છે; નહિ તો ગઝલ આ લખાય નહિ

યામિની વ્યાસ

fotos en vivo de Julien Duve

Leave a comment

Filed under કાવ્ય, Uncategorized

યામિની વ્યાસ-૧ (રજૂઆત- પી. કે. દાવડા)

Reblogયામિની વ્યાસ-૧ (રજૂઆત- પી. કે. દાવડા)

૨૦૧૨ માં પહેલી વાર મારો પરિચય શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ સાથે થયો. મારી કોઈ એક બ્લોગ-પોસ્ટ ઉપર એમનો પ્રતિભાવ વાંચીને મેં એમની બાબતમાં શોધખોળ આદરેલી. તે વખતે “પ્રજ્ઞાજી” અને “પ્રજ્ઞાજુ” બે વ્યક્તિઓ વચ્ચે મને confusion હતું, કારણ કે બન્ને બ્લોગ જગતમાં જાણીતા હતા. થોડા સમયમાં મારો એ બન્ને “પ્રજ્ઞા”બહેનો સાથે ઘરોબો થઈ ગયો, અને એ ગાઢ સંપર્ક આજ સુધી ચાલુ રહ્યો. પ્રજ્ઞાજુ એટલે કે પ્રજ્ઞાબહેન વ્યાસના સંતાનો પણ કલા અને સાહિત્યની દુનિયામાં ખૂબ જાણીતા હોવાની માહીતિ મારી પાસે હતી, પણ મારૂં પોતાનું કોઈ માધ્યમ ન હોવાથી, હું એમના વિષે અત્યાર સુધી લખી શક્યો નથી. વચ્ચે “સર્જક અને સર્જન” નામની મારી ઈ-મેઈલની શ્રેણીમાં મેં એમની સુપુત્રી યામિની વ્યાસ વિષે લખવાની તૈયારી પણ કરેલી, પણ સંજોગો વશાત એ થઈ શક્યું ન હતું. લગભગ એ શ્રેણીની શૈલીમાં, આવતી થોડી પોસ્ટમાં હું યામિની બહેન વિષે અને એમના સર્જન વિષે લખીશ.

યામિનીબહેનના કાર્યક્ષેત્રને બે ભાગમાં વહેંચી શકાય, કલા અને સાહિત્ય. કલાના અનેક ક્ષેત્રોમાં એમણે નામના મેળવી છે, પણ એ વાત હું ભવિષ્યમાં ક્યારેક લલિતકળા વિભાગમાં રજૂ કરીશ. સાહિત્યમાં પણ એમણે કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકી વાર્તા, નવલિકા, લઘુનવલ, સ્કીપ્ટ લેખન જેવા અનેક વિભાગોમાં સર્જન કર્યું છે. આ લેખ માળામાં હું કાવ્ય, ગીત અને ગઝલની જ રજૂઆત કરીશ.

ગઝલ

દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે

ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે

લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

-યામિની ગૌરાંગ વ્યાસ

આ બ્રહ્માંડ ગતિશીલ છે, એમાં કશુંયે સ્થિર નથી. ધરતીમાં ખોડાયલા વૃક્ષો અને મકાનો પણ પૃથ્વીની ગતિ સાથે ચાલે છે. મનુષ્ય અને પશુ-પક્ષીઓને વધારાની ગતિ મળી છે. સમુદ્રના મોજાંને પોતાની ગતિ છે, તો નદીને પોતાની આગવી ગતિ છે.

આ ગતિશીલ ગઝલના મત્લામાં યામિનીબહેને દૂર દૂર સુધી ચાલી જતી વાટની ગતિને ઓળખીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, કે કોણ જાણે એ ક્યાં સુધી જાય છે? બીજા શેરમાં એમની નજર નદી ઉપર પડે છે. એમના મનમાં પ્રશ્ન ઊઠે છે, અરે! આ ઘાટને મૂકીને નદી આટલી ઝડપથી ક્યાં જાય છે? જરૂર એ દરિયાને મળવા અધીરી થઈ હશે. પ્રિયતમને મળવા અધીરી થયેલી પ્રેયસી માટે નદી અને દરિયાના રૂપક સાહિત્યમાં વર્ષોથી વપરાઈ રહ્યા છે.

તે પછીના શેરમાં ટકોર કરે છે કે જીંદગી કેવી રમત રમાડે છે કે કેટલાક માણસો રમત અધૂરી મૂકીને ચાલ્યા જાય છે. અહીં યામિનીબહેને પાઠકો ઉપર એનું અર્થાઘટન છોડ્યું છે.

મનને કાબુમાં રાખવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. જેમ “હર હર મહાદેવ” બોલી દુશ્મનો ઉપર તુટી પડતી શિવાજી મહારાજની સેનાને રોકવી મુશ્કેલ હતી, તેમ મનમાં ચાલતી લાગણીઓને રોકવી મુશ્કેલ છે.

અને છેલ્લે મક્તામાં યામિનીબહેને સાહિત્યકાર તરીકે પોતાનો પરિચય આપ્યો છે. આઠ આઠ મહિનાના ઈંતેજાર અને તલસાટ પછી પણ માત્ર વરસાદના થોડા છાંટા પડતાં જ ધરતીમાંથી જે તૃપ્તીની સુગંધ ઊઠે છે, એ વર્ણવીને ગઝલને એક ઉત્તમ સાહિત્યના નમૂનામાં મૂકી દીધી છે.

1 ટીકા

Filed under કાવ્ય, યામિની વ્યાસ

 યામિની વ્યાસનું કાવ્ય ‘આવર્તન.’

 યામિની વ્યાસનું કાવ્ય ‘આવર્તન.’ બહુ જ સુંદર કાવ્ય છે.

Avartan Gurukul – YouTube

Apr 5, 2017 – Uploaded by V R Interactive Solutions Pvt Ltd – VRIS

Om Jayanti Mangala Kali… (In praise of Goddess Kali) | Kathak by Pali Chandra – Duration: 6:18. Learn …

Leave a comment

Filed under કાવ્ય, ઘટના, Uncategorized

संत तुलसी दास जी जयंती -२०१७

સુપ્રસિધ્‍ધ ગ્રંથ શ્રી રામચરીત માનસ ગાનના રચયિતા સંત તુલસીદાસનો જન્‍મ વિ.સ.૧૫૫૪ ના પવિત્ર શ્રાવણ માસના શુકલ પક્ષની સાતમે સંદ્‍યા સમયે બાંદા જીલ્લામાં રાજપુર ગામે થયેલો ચિત્રકુટથી દસ ગાઉ દુર આ ગામ હતું એમના પિતાનુ નામ આત્‍મારામ દુબે તથા માતાનું નામ હુલસી હતું.નવાઇ લાગે એવી વાત છે આ બાળકના જન્‍મ થતાની સાથે જ તેને બત્રીસ દાંત પણ હાતા અને જન્‍મ પછી તુર્તજ રામ બોલ્‍યા હતા બાળવયમાં માતાનુ અવસાન થતા દાસી યુનિયાએ તેનો ઉછેર્યો પણ તેને પણ સાપ કરડતા તેનું અવસાન થયું. તેને પિતાએ પણ બાળકને તરછોડયો આમ બાળક અનાથ બન્‍યો.

   તુલસીને હરિપુરમાં બાલ્‍યાવસ્‍થામાં ભીખ માંગતા જોઇ ગયેલા નરહરાનંદજીએ તેને સનાથ બનાવીને સરયુતટે યજ્ઞોપવીત સંસ્‍કાર કરાવ્‍યો પોતે જયાં જતા તેને સાથે લઇ જતા અને માર્ગમાં કથા પુરાણ કહેતા ત્‍યારબાદ નરહરાનંદજીએ તેને કાશીમાં શેષ સનાતન નામના મહાત્‍માને સોપ્‍યો અને તેમણે વેદ, પુરાણ, કાવ્‍ય, ઇત્‍યાદીનો અભ્‍યાસ તુલસીને કરાવ્‍યો પંદર વર્ષના અધ્‍યયન બાદ પોતે પર્યટન કરતા કરતા જન્‍મભૂમી તરફ ગયા અને પોતાના જર્જરીત ઘરને વ્‍યવસ્‍થતિ કરી ત્‍યાંજ રહીને લોકોને રામકથા કરીને જીવન નિર્વાહ કરવા લાગ્‍યા.

   સમય જતા દીન બંધુ પાઠક નામના સંસ્‍કારી બ્રાહ્મણનો પરીચય થયો અને તેમણે તેમની પુત્રી રત્‍નાવલી સાથે સં ૧૮૫૩ ના જેઠ સુદ તેરસના રોજ મધરાત્રે મંગલ ફેરા કરાવીને લગ્ન કરાવ્‍યા તુલસી લગ્ન બાદ સૌંદર્યવાન પત્‍નીના રૂપનાં મોહમાં જ રહેતા અને તેનાથી જરા પણ અળગા રહેતા નહી. એક વખત માતાની માંદગી સબબ પત્‍ની પીયર જતા પોતે પણ પાછળ ગયાં.

   અચાનક પતિને આવેલા જોઇ પત્‍ની રત્‍નાવલીએ નાગણની જેમ ફુંફાડા મારતા શબ્‍દો રૂપી તીર છોડયા અને સંભળાવ્‍યુ કે આ હાડચામના શરીરમાં આટલો અનુરાગ રાખો છે તેના કરતા એટલો પ્રેમ જો પ્રભુશ્રી રામ પ્રત્‍યે રાખ્‍યો હોત તો દળદળ ફીટી જાત અને લાખ ચોરાશીના ફેરા મટી જાત, બસ રત્‍નાવલીના આ વાકયે તેનામાં પરીવર્તન આણ્‍યુ મનમાં વૈરાગ્‍ય ઉઠયો અને સંસારમાંથી સીધા પ્રયાગ ભણી જ પહોચ્‍યા ત્‍યાં સ્‍નાન કરી,ગૃહસ્‍થ વેશ ત્‍યજયો,સંસાર ત્‍યાગી, તીર્થટન કરવા લાગ્‍યા અને ચાર ધામ,અયોધ્‍યા, બદરીકાશ્રમ, માનસરોવર, તથા કૈલાસની યાત્રા કરી યાત્રા દરમ્‍યાન દેશની તથા સમાજની દુર્દશા જોઇ મુસ્‍લિમ રાજયકર્તા દ્વારા ઇસ્‍લામનો વ્‍યાપક પ્રચાર થતો હતો. તે પણ તેઓએ જોયો છેલ્લે પ્રજાના કલ્‍યાણ માટે પ્રભુ શ્રી રામના ચરણોમાં આત્‍મ સમર્પણ કરી દેશ બાંધવોના કલ્‍યાણ માટે નિヘય કર્યો અને અનેક સ્‍થળોએ ધુમ્‍યા.

   ચૌદ વર્ષના ભ્રમણ બાદ તુલસીને હનુમાનજીનો સાક્ષાત્‍કાર થયો અને હનુમાનજીએ તેમને ચિત્રકુટ જવાની અને રામ ભજનમાં લીન થવાની આજ્ઞા આપી. સં.૧૬૦૭ ની મૌની અમાસીે રામઘાટ પર મેળો ભરાયેલો રામસ્‍મરણ સાથે તુલસીદા ચંદન ઘસતા હતા તે વખતે બે સ્‍વરૂપવાન યુવાનો આવ્‍યા અને બાલાજી ચંદન લગાવો કહ્યું.છેક રાત્રે તુલસીદાસને ભાવ સમાધિમાંથી કોઇ સંતે જગાડયા અને શ્રી રામનુ રહસ્‍ય વર્ણન કર્યુ આ સંત પોતે શ્રી હનુમાજી હતા.

   તુલસીદાસના હૃદયમાં ભકિત જાગતા તેમણે શ્રી રામગીતાવલી,શ્રી કૃષ્‍ણ ગીતાવલી, રચી કાશી જતા રસ્‍તામાં દિગપુર પાસેના સીતામઢી સ્‍થળે તેમણે પ્રસિધ્‍ધ ગ્રંથ શ્રી રામચરીત માનસની રચના કરી પ્રાકૃતિક લોક બોલીમાં તેમણે આખો ગ્રંથ રચ્‍યો સં.૧૬૩૧ ના ચૈત્ર સુદ ૯ થી સં.૧૬૩૩ ના માગસર માસમાં માનસ પૂર્ણ કર્યુ તેમની આ રચનામાં વિદ્વવતા સ્‍વાધ્‍યાય,મનન, શાષાજ્ઞાન, તથા જીવનના અનુભવનો નીચોડ જોવા મળે છે. તેમણે ત્‍યારબાદ દોહાવલી, કવીતાવલી, વિનય પત્રિકા, રામ ગીતાવલી આદી રચનાઓ પણ કરી.

   તુલસીદાસની ખ્‍યાતી તથા પ્રતિષ્ઠા વધતી જોઇ કાશીના પંડિતોને ઇર્ષ્‍યા થઇ અને તેમણે સ્‍વામી મધુસુદન સરસ્‍વતીને ફરીયાદ કરી, પછી પંડીતો વીફર્યા તેમણે રાત્રે શિવમંદીરમાં શિવજીની સામે બધા જ શાષાો,પુરાણોનો ખડકલો કર્યો અને સૌથી નીચે રામચરીત માનસ ગ્રંથ રાખ્‍યો. અને શિવાલયનો દરવાજો બંધ કયોૃ અને ઠરાવ્‍યુ કે સવારના મંદિર ખોલતા જે ગ્રંથ સૌથી ઉપર હશે તેને સર્વોપરીતા માનવો. સહુના આヘર્ય વચ્‍ચે સવારે મંદિરનો દરવાજો ખોલતા માનગાન સહુથી ઉપર રહેલુ જોઇને પંડીતો ભોંઠા પડયા,લજજીત થયા અને તુલસીદાસને ચરણે પડી ક્ષમા માંગી.

   તુલસીદાજી પરમ જ્ઞાની હતા તેઓનુ અવલોન સુક્ષ્મ હતું લોક કલ્‍યાણના હિમાયતી હતા મર્યાદા પુરૂષોતમ પ્રભુ શ્રી રામના જીવન દ્વારા એમણે જનતાને લોક મર્યાદાનો માર્ગ ચીંધ્‍યો.તુલસીદાસ સમર્થ યુગ દ્રષ્ટા કવિ મનાય છે. તેઓ સરળ સ્‍વભાવના,નમ્રતાની મૂર્તિ સમાન હતા અનેક કષ્ટ વેઠનાર આ સંત ધ્‍યાના સાગર પણ હતાં. અકબરના પ્રસિધ્‍ધ વજીર અને કવિ અબ્‍દુર રહીમ ખાનખાના અને તુલસીદાસ વચ્‍ચે અત્‍યંત સ્‍નેહ હતો. તુલસી લોક પરંપરાના અને કલ્‍યાણકારી નિયમોના પાલનના આગ્રહી હતા.મહાત્‍મા ગાંધીએ તુલસીના અનેક આદર્શોમાંથી પ્રેરણા લીધી હતી. તુલસીદાસે મુસ્‍લિમ શાસન કાળમાં પ્રભુમાં સ્‍વાલંબન અને સ્‍વાભીમાન જાગૃત કર્યા,જ્ઞાન તથા ભકિતનો વ્‍યાપક પ્રચાર કર્યો ક્રાંતિ આણી રામનામના મશાલ ધારણ કરીને સમાજમાં સમૂળી ક્રાંતિ આણી રામનામના ગાયકે ૧૨૭ વર્ષનુ આયષ્‍ય ભોગવી સં.૧૬૮૦ ના શ્રાવણ વદ ત્રીજ ને શનિવારે ત્‍યાગ કર્યો આપણે સંત તુલસીદાસની જન્‍મ જયંતિએ તેમને અંજલી આપીએ. પ્રભુશ્રી રામના ગુણગાન ગાવાની પ્રેરણા લઇએ સંત તુલસીના ચરણોમાં શતકોટી વંદન રામચરીત માનસ રચયિતાને લાખો પ્રણામ

संत तुलसी दास जी जयंती – YouTube

Aug 2, 2014 – Uploaded by Sant Amritvani

To Watch FREE LIVE Webcast of Sant Shri Asharamji Bapu on Mangalmay TV Visit : http://www.ashram.org/live

Significance of Tulsidas Jayanti Biography of Tulsidas – YouTube

Aug 20, 2015 – Uploaded by Gyan-The Treasure

Tulsidas Jayanti is celebrated every year in the honor of Goswami Tulsidas. It is held on the seventh day after …

Shri Ram Bhajans by Tulsidas in Voice of Anup Jalota … – YouTube

Aug 8, 2016 – Uploaded by bhaktisongs

Shri Ram Bhajans by Tulsidas in Voice of Anup Jalota | Ram Navami … Album:Tulsidas Bhajans Singer: Anup …

Shri Hanuman Chalisa Bhajans By Hariharan [Full Audio … – YouTube

Apr 14, 2014 – Uploaded by T-Series Bhakti Sagar

Click on duration to play any song Shree Hanuman Chalisa 00:00 Sankatmochan Hanuman Ashtak 09:45 …

Full Sunderkand by Ashwin kumar Pathak – YouTube

Oct 14, 2011 – Uploaded by Abhaya Dev Sharma

Please be kind and SHARE with your all friends these two links of Sunderkandvideos by Shri Ashwin Pathak .

1 ટીકા

Filed under અધ્યાત્મ, કાવ્ય, ઘટના