Category Archives: ગીત

ટેરવે ઊગ્યું આકાશ…

16 ટિપ્પણીઓ

Filed under કવિતા, કાવ્ય, ગીત, ઘટના, યામિની વ્યાસ, સમાચાર

કોઈ આ આંસુનું ભાષાંતર કરો વેદના …+કવયિત્રી યામિની વ્યાસની રચનાઓ અંગે યુ ટ્યુબ

 

 

કવયિત્રી યામિની વ્યાસની રચનાઓ અંગે યુ ટ્યુબ માણો

ભાગ -૧ 

ભાગ -૨

ભાગ – ૩

સાહિત્ય સંગમના તરહી મુશાયરામાં કવિશ્રી મનહરલાલ ચોક્સીની પંક્તિ પરથી રજૂ કરેલી ગઝલ

જિંદગી જાણે મળી છે છળ ઉપર
ને ભરોસો રાખીએ પળ પળ ઉપર

ફૂલની માફક પછી મહેકી ઉઠી
નામ મેં તારું લખ્યું ઝાકળ ઉપર

પગરવો કોના હશે એ જાણવા
બારણાં ખુલી ગયા અટકળ ઉપર

આપણે સહુ કેમ ગુંથાયી ગયા?
કોઈ ભાષણ દઈ રહ્યું સાંકળ ઉપર

સૌ પ્રથમ હૈયામાં એને કોતરું
ક્યાં લખું છું હું ગઝલ કાગળ ઉપર?

કોઈ આ આંસુનું ભાષાંતર કરો
વેદના છે ‘યામિની’ એ જળ ઉપર

યામિની વ્યાસ

 

7 ટિપ્પણીઓ

Filed under કવિતા, કાવ્ય, ગઝલ, ગીત, ઘટના, યામિની વ્યાસ

યામિની વ્યાસ-૩ P. K. Davda

 Reblog  યામિની વ્યાસ-૩ (અંતીમ)    

યામિની વ્યાસ આમ તો સુરતની ભૂમિ પર કુશળ અભિનેત્રી અને નાટ્યકાર તરીકે ઝડપથી આગળ આવેલું નામ છે, પણ કવયિત્રી તરીકે પણ ગજબનું કામ કર્યું છે.એમની પ્રત્યેક ગઝલમાં કંઈક નવીનતા હોય છે.
આ ગઝલમાં પ્રત્યેક શેરની પ્રથમ અને બીજી પંક્તિમાં વિરોધાભાસ છે. પ્રથમ પંક્તિ સુખદ હોય તો બીજી પંક્તિમાં પીડા હોય, અને પ્રથમ પંક્તિ દુખદાયક હોય તો બીજી પંક્તિમાં કંઈક રાહતકારક કથન હોય.
જાત આવી છે
મહેકી રાતરાણી, ખુશનુમા મધરાત આવી છે;
પરંતુ નીંદ ક્યાં? એ લઈને અશ્રુપાત આવી છે.

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે,
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે.

કપાશે વૃક્ષ, પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી,
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે

-યામિની ગૌરાંગ વ્યાસ
પ્રથમ શેરમાં જ કહે છે કે રાતરાણીની મહેકથી ખુશનુમા થયેલી રાત તો છે, પણ આવી સરસ રાતે મીઠી ઊંધ આવવાને બદલે વિરહના આંસુઓથી આંખો છલકાય છે. આમ પ્રત્યેક શેરની બે પંક્તિઓમાં એક મેકથી વિરોધી ભાવો વ્યક્ત કર્યા છે.
તે પછીના શેરમાં કહે છે, કિનારે સહીસલામત આવી પહોંચેલા વહાણને જોઈને લોકો ખુશ થાય છે, અને વહાણના અને નાખુદાના વખાણ કરે છે, પણ એમને ક્યાં ખબર છે કે કેવા ઝંઝાવાતમાંથી બચીને પ્રભુકૃપાએ જ આ વહાણ કિનાર પહોંચ્યું છે.
ત્રીજા શેરનો બે રીતે અર્થ કરી શકાય. એક માણસ જાત દ્વારા થતો જંગલોનો નાશ, અને એને લીધી થતો પશુ-પક્ષીઓનો વિનાશ, એવો એક અર્થ કરી શકાય. બીજો અર્થ એવો પણ નીકળે કે ભયંકર તોફાન, કે જળપ્રલયમાં અનેક વનસ્પતિ, પશુ-પક્ષીઓનો નાશ થાય છે, પણ માણસ જાત મોટે ભાગે ઉગરી જાય છે.
ત્યાર પછીના શેરમાં કદાચ હતાશ પ્રેમી પ્રેમિકાને કહે છે કે આમ મને છોડીને બીજાના થઈ જવું એ યોગ્ય નથી, પણ કદાચ તેં કોઈ લાલચને લીધે આવું કર્યું હશે.
આખરી શેરમાં કહે છે, ખુબ જ રળિયામણી સાંજ હોય, તો પણ થોડીવારમાં અંધારૂં થવાનું, રાત પડી જવાની. અને પછી અજબ ગજબની સરખામણી કરતાં કહે છે, કે આ તો હથેળીમાં સમાય એટલા પાણીમાં ડૂબી મરવા જેવું થયું.
શબ્દો સાથે ભાવની ખૂબ જ સરસ ગુંથણી કરી છે.
યામિની બહેન વિશે વધારે જાણવા તમારે “નિરવ રવે” નામના બ્લોગની મુલાકાત લેવી જોઈએ, અથવા તો એમનું નામ લખી, ગુગલ કરવું જોઇએ.

1 ટીકા

Filed under ગીત, યામિની વ્યાસ

યામિની વ્યાસ-૨ (પી. કે. દાવડા)

Reblog  યામિની વ્યાસ-૨ (પી. કે. દાવડા)

કલા અને સાહિત્યમાં ગુજરાત અને ગુજરાતીઓમાં પોતાનું સ્થાન અંકે કરનાર બહેન યામિની વ્યાસ વિશે એક વાત ખાસ જાણવા જેવી છે. એમણે ૧૯૮૦ માં માઈક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને મેડિકલ ટેકનોલોજીનો અભ્યાસ કરી એમાં ડીપ્લોમા મેળવ્યો છે. વર્ષો સુધી આ વિષયના વ્યવસાયમાં જ રત રહ્યાં છે, અને છતાં કલા અને સાહિત્યમાં આટલી મહારથ કેવી રીતે હાંસિલ કરી?

ચાલો આજે મારા પરિચિત, યામિની બહેનના માતૃશ્રી શ્રીમતિ પ્રજ્ઞાબહેન વ્યાસે મને ખાનગીમાં કહેલી વાત જાહેર કરી દઉં.

“યામિની નાના લેખો-વાર્તાઓ છાપામા આપતી અને ૧૫-૨૦ રૂપિયાના પુરસ્કારમાં હરખાતી. તેને આર્ટસમા જવું હતું, પણ અમે જીદ કરી સાયન્સ લેવડાવ્યું…નોકરી કરતાં વાર્તા-નાટક લખવા માટે ગુજરાતીના પ્રોફેસરની દોરવણી નીચે પ્રયત્ન કર્યો, અને ગઝલો માટે – ગુરુ શ્રી નયનભાઇ ની દોરવણી લીધી.”

અને હવે આવે છે Climax.

“આવતા જુનમા તે રીટાયર થાય બાદ આર્ટસ કોલેજમા દાખલ થવાનું નક્કી કર્યું છે!”

સલામ યામિનીબહેન, કલા અને સાહિત્ય માટે આવી લગની હોય તો સફળતાના શિખર સર કરતાં તમને કોણ રોકી શકે?

ચાલો તો આજે એમની એક ટુંકી બહેરની ગઝલ માણીયે.

ગઝલ

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.

વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

બાળક રડતું ‘મા. મા.’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.

આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે?

– યામિની વ્યાસ

 

ગઝલના મત્લાથી મક્તા સુધીનો એકે એક શેર અસરકારક વાત કહી જાય છે. મત્લામાં ગરમાળાની વાત છે. ગરમાળો એક પીળા ફૂલોવાળો સુંદર વૃક્ષ છે. કવિયત્રી કહે છે કે ગરમાળાએ એવું તો શું જાદુ કર્યું કે એની પ્રત્યેક ડાળ ઉપરથી ટંહુકા સંભળાય છે? એનો જવબ મળે એ પહેલાં જ મનમાં એક તરંગ ઊઠે છે, આ સમયના તાણાવાણા ચલાવી, આ વસ્ત્ર કોઈ કબીર ગુંથે છે? અહીં વસ્ત્ર અને તાણાવાણા સાથે યાદ કરવા કબીરથી સારૂં પાત્ર ક્યાં મળવાનું છે?

સમયની વાત કરી તો વીતિ ગયેલા વર્ષોની યાદ આવી ગઈ છે, પણ સીશ..અવાજ ન કરશો, આ યાદો તો કરોળીયાના ઝાળાં જેવી નાજુક યંત્રણાંમાં અટવાયલી છે. જરાક ભુલ થશે તો એ ખોવાઈ જશે.

ત્યાર પછીના શેરમાં તો યામિનીબહેનની કલ્પના કમાલ કરે છે. નાજુક પાંદડી ઉપર પડેલી ઝાકળ, પાંદડીને પીવી છે, એના માટે સૂરજના કિરણોની મદદ લેવી પડશે. સુરજ નીકળ્યા પછી ઝાકળ દેખાતી નથી, તો શું એને પાંદડી પી ગઈ?

તે પછીના શેરમાં માનવીય સંવેદનાની પરાકાષ્ટા છે. બાળક્ના રડવાનો અવાજ સાંભળી, માને ફાળ પડે છે, શું થયું મારા લાલને?

આખરે મક્તામાં એમના પ્રિય વિષય ગઝલને જ કહે છે, આવ આવ ! તારૂં સ્વાગત છે. તને ભલા કોઈ ટાળી શકે?

સમગ્ર ગઝલમાં ક્યાંયે ભાર લાગતો નથી, હલકા-ફુલકા ભાવવાળા શેર વાંચવાની મજા પડી.

-પી. કે. દાવડા

2 ટિપ્પણીઓ

Filed under ગીત, યામિની વ્યાસ

This treasure of Gujarati literature including Songs,videos,nataks,jokes, etc

 Some one has put in effort to compile this ..please treasure it ..

Categories

 
   Courtesy           Pravin Kumar  Patel
       Jericho   N Y

2 ટિપ્પણીઓ

Filed under ગીત

કીપ કામ એન્ડ કેરી ઓન: મન શાંત, કામ યથાવત્ /પરેશ વ્યાસ

 કીપ કામ એન્ડ કેરી ઓન: મન શાંત, કામ યથાવત્
ફક્ત હિંસાની તરકીબો જ બદલાશે ન કે હિંસા ,
ન બદલાયા ન બદલાશે કદી ઈન્સાનના નકશા.
– શેખાદમ આબુવાલા
લંડન બ્રિજ ઇઝ ફોલિંગ ડાઉન, ફોલિંગ ડાઉન…. ઇંગ્લિશ બાળકાવ્ય છે. થેમ્સ નદી પરનો પૂલ તૂટી પડે તો? બાળકાવ્યમાં એનાં અનેક નિરાકરણ આપ્યા છે. લંડન બ્રિજની અડીખમતા અંગ્રેજ પ્રજાની આપત્તિમાં હાર ન માનવાની તાસીર બતાવે છે. તાજેતરમાં એ લંડન બ્રિજ પર આતંકવાદી હુમલો થયો. આત્મઘાતી બોમ્બ ધડાકા કરીને મારી નાંખવા કે વાહન બેફામ ચલાવીને કચડી નાંખવા કે પછી છરાબાજી કરીને જીવલેણ ઘાયલ કરી નાંખવા-ની ઘટનાઓ બની રહી છે. ફક્ત હિંસાની તરકીબો બદલાતી રહે છે. હિંસા સ્વયં અજરામર છે. ઇંગ્લેન્ડમાં છેલ્લાં દસ અઠવાડિયાનાં થયેલા ત્રણ આતંકવાદી હૂમલામાં તેત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે. આતંકવાદની ગતિવિધિની નવાઇ હવે ક્યાંય નથી. પણ લંડન બ્રિજનાં હુમલાથી ભાગતા લોકો પૈકી એક ભાયડો પોતાની બીયરની પ્યાલી હાથમાં લઇને ભાગતો રહ્યો. ટીપું ય ઢળવું ના જોઇએ. વોટ એ સ્પિરિટ…!
આ આતંકવાદી હુમલો થતો હતો ત્યારે રેસ્ટોરાંમાં બેસીને બીયર પીતા અન્ય એક જણને સઘળું મુકીને ભાગવું પડ્યું હતું. બીજા દિવસે સવારે એ ભાઇ રેસ્ટોરાંમાં પાછા ગયા. પોતાના બાકી બિલની રકમ ચૂકવી. વેઇટર્સને ટિપ પણ આપી. વાહ, ક્યા બાત હૈ! આ ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ. કોઇએ સાઇન બોર્ડ પર લખ્યું કે લંડન બ્રિજ વિલ નેવર ફોલ ડાઉન. આતંકવાદી હુમલો થાય ત્યારે થતી બેહાલી વચ્ચે મનની શાંતિ બહાલ રાખવી અઘરી છે. પણ આ એ પ્રજા છે કે જેણે વિશ્વયુદ્ધનાં ટાણે કીપ કામ એન્ડ કેરી ઓન (Keep Calm and Carry On)નો મંત્ર આપ્યો હતો. શું છે આ મંત્ર?
ગુજરાતી લેક્સિકોન અનુસાર ઇંગ્લિશ શબ્દ ‘કામ’ એટલે શાંત, નિર્વાત, અક્ષુબ્ધ, સ્વસ્થ, શાંત પાડવું કે શાંત પડવું, સાંત્વન કરવું, શાંતિ, શાંતતા, શાંતિનો કાળ. ‘કીપ’ તો આપ જાણો છો. કીપ એટલે – ને યોગ્ય માન આપવું, – નું પાલન કરવું, રક્ષણ કરવું, – નો હવાલો સંભાળવો, – નો કબજો ચાલુ રાખવો, સાચવી રાખવું. કીપ એટલે શાંતતાને સાચવી રાખવી. અને ‘કેરી ઓન’ એટલે જે કરતા હોઇએ એ પ્રવૃત્તિ ચાલુ રાખવી, જારી રાખવી. ગમે તેવી તકલીફ આવે, મનને શાંત રાખીને, રાબેતા મુજબની પ્રવૃત્તિ કર્યે રાખવી એવો મતલબ થાય.
હિંસા, ખાસ કરીને આતંકવાદી હિંસા થાય ત્યારે હિંસાનો સિલસિલો ચાલતો રહે છે. સાંપ્રત કાળમાં ઇન્ટરનેટ એવું માધ્યમ છે કે જેમાં અપ્રત્યક્ષ રહીને પણ આતંકવાદીઓનાં આકાઓ સાચી ખોટી ખબર ફેલાવતા રહે છે, ઉશ્કેરણી કરતા રહે છે. એવી હિંસક ઘટનાઓ જે આત્મઘાતી હોય, જેમાં મારનારને ખુદ મરવાનો ડર ન હોય. અને જેને મારવાનાં છે એ કોણ છે? નિર્દોષ નાગરિકો, બાળકો, સ્ત્રીઓ. એવા લોકો જે રસ્તે જતા હોય, બજારમાં ખરીદી કરતા હોય કે પછી હોટલમાં બેસીની બીયર પીતા હોય. એવા લોકો જે પોતે પ્રતિકાર કરી શકે તેમ નથી. આવી હિંસાનું કાંઇ સરનામું ના હોય. એ તો ગમે ત્યાં, ગમે ત્યારે થાય. લોકો ડરે. બસ, આતંકવાદીઓ એ જ તો ઇચ્છે છે. પણ લંડનનાં લોકો એવા છે જે માને છે કે જો ડર ગયા, સો મર ગયા. અને લંડનવાસીઓને આ ગબ્બરી એટિટ્યુડ બીજા વિશ્વયુદ્ધનાં સમયથી વારસામાં મળ્યો છે.
વાત ઇ.સ. 1939ની છે. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતનો સમય. આ ‘ટોટલ વોર’ હતી. ત્રીસ જેટલા દેશોએ પોતાની તમામ આર્થિક, ઔદ્યોગિક, વૈજ્ઞાનિક ક્ષમતાઓ યુદ્ધમાં હોમી દીધી હતી. અહીં સિવિલ અને મિલિટરીની ભેદરેખા ભુંસાઇ ચૂકી હતી. જર્મનીનાં સરમુખત્યાર હિટલરનાં નાઝી સૈન્ય પાસે હવાઇ હુમલાની ભરપૂર ક્ષમતા હતી. એ હુમલાઓને બ્રિટિશ પ્રેસ દ્વારા નામ અપાયું બ્લિટ્ઝ. જર્મન શબ્દ બ્લિટ્ઝક્રિગ એટલે વિજળીક યુદ્ધ. આ શબ્દ હતો જર્મન ભાષાનો પણ એ શબ્દને હવાઇ હુમલા સાથે સાંકળવાનું કામ લંડનનાં લોકોએ કર્યું હતું. તે સમયે ઇન્ટરનેટ કે ટીવી નહોતા. કેટલી ય રાતો બ્લિટ્ઝ હવાઇ હુમલા થયે રાખ્યા. લોકોમાં હિંમત રહે એ માટે બ્રિટિશ સરકારે મોટિવેશનલ પોસ્ટર છપાવ્યા જેમાં ઉપર બ્રિટિશ ક્રાઉનનો સિમ્બોલ હતો અને નીચે મોટા અક્ષરોમાં લખ્યું હતું: કીપ કામ એન્ડ કેરી ઓન. સાડી ચોવીસ લાખ પોસ્ટર્સ છપાવ્યા. જે તે સમયે આ પોસ્ટર્સ છાપકામનાં ખર્ચની ટીકા અને એનાથી થનારી અસર વિષે પણ કેટલાકને શંકા હતી. ઘણાંને એવું પણ લાગ્યું હતું કે બ્રિટિશ સરકાર જાણે પ્રજા પર ઉપકાર કરી રહી હોય એવો ભાવ એમાંથી પ્રગટ થાય છે. એટલે આ પોસ્ટર્સ જાહેરમાં ડિસપ્લે થયા નહોતા. લોકોને આ વિષે ખાસ ખબર પણ નહોતી. તે પછી છેક ઇ.સ. 2000માં ઇંગ્લેન્ડનાં અલ્નવિક નગરનાં પુસ્તકોનાં ગુજરી બજાર એવા બાર્ટર બૂક્સમાં આ પોસ્ટર્સની થોડી કોપી મળી આવી. લંડનનાં ઇતિહાસમાં સૌથી વધુ કપરો કાળ હતો ત્યારે સંયમ, ધૈર્ય જાળવી રાખવાની પ્રેરણા આપતી વાત આ પોસ્ટરમાં હતી. દર્દમાં, સંકટમાં, આપત્તિમાં, મુશ્કેલીમાં હિંમત ન હારતા રાબેતા મુજબ કાર્ય કર્યે રાખવું એવું બ્રિટિશ સંસ્કૃતિનું નિરૂપણ હતું આ. પછી એકવીસમી સદીમાં વિશ્વભરમાં અનેક રીતે આ મુહાવરો પ્રચલિત થયો. અને આજે ઘણી કોમર્શિયલ પ્રોડક્ટ્સ જોડે પણ જોડાયો છે.
યસ, આ સંકટનો સમય છે. ભારત દેશમાં સૈનિકો શહીદી વહોરે છે. આમ નાગરિકો પણ હિંસાનો ભોગ બને છે. કિસાનોનાં હક માટે તોફાનો થાય છે. બિહડ બળાત્કારની ઘટનાઓ રોજ બને છે. આગજની અને મારકાપની ઘટના પણ બને છે. સરકાર પ્રાથમિકતા નક્કી કરવામાં ક્યાંક થાપ ખાઇ જાય એમ પણ બને. બુલેટ ટ્રેનની પ્રાથમિકતા સમજાતી નથી. ગૌહત્યા એ પાપ છે. પણ વસૂકી ગયેલી ગાયમાતાને રસ્તે રઝળતી મેલી દેવી એથી ય મોટું પાપ નથી? નોટબંધીનાં ફાયદા હજી સ્પષ્ટ થતા નથી, સિવાય કે વિરોધ પક્ષોને આર્થિક રીતે સાફ કરી દેવા. સરકારની સિદ્ધિઓની પ્રસિદ્ધિ કરતા મેળા કરવા અને એવા ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ ધૂમ ખર્ચ કરવાની વૃત્તિ કે પ્રવૃત્તિ પર કોઇ નિયંત્રણ નથી. આમાં ક્યાંક પાયાની વાતની પ્રાથમિકતા રહી તો નથી જતી ને? આ સરકાર ગત સરકારોની સરખામણીમાં ભ્રષ્ટાચારી નથી. પણ એટલી સિદ્ધિ પૂરતી છે? અને……આપણી પાસે કોઇ વિકલ્પ નથી અથવા જે વિકલ્પ છે એ અતિ નબળો છે. આવા સમયે આપણે જાતે કીપ કામ એન્ડ કેરી ઓન કરવા સિવાય છૂટકો નથી. શાંતિ રાખો અને કામ કર્યે જાવ.

શબ્દ શેષ:
“ભૂલ તો થશે અને કામનું દબાણ પણ રહેશે. એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. શાંત રહો અને કામ કર્યે જાવ.”
–ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિષયનાં નિષ્ણાંત લેખક ટ્રાવિસ બ્રેડબેરી

Image may contain: 3 people, people standing

3 ટિપ્પણીઓ

Filed under ગીત, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર

કવિશ્રી નયન દેસાઈની રચનાઓને સ્વરબધ્ધ …/યામિની વ્યાસ

યાદગાર મહેફિલ  ‘આશા વિરેન્દ્ર કાવ્ય સંગીત ‘ કાર્યક્રમમાં કવિશ્રી નયન દેસાઈની દસ કાવ્ય રચનાઓને ખૂબ સુંદર રીતે સ્વરબધ્ધ કરી રજૂ કરવામાં આવી.આ કાર્યક્રમનું સંચાલન કરવાની અને દરેક કવિતાના સર્જન વિશેની કવિશ્રી સાથે વાતો કરવાની ખૂબ મજા પડી.
નયનભાઈ દેસાઈની આ રચનાઓ રજૂ થઈ

1 સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જો ને

2 એક મહેલ બરફનો ભાંગ્યો એમાં વેરણ કાચના ટુકડા

3 સૂના ઘરમાં ખાલી ખાલી માઢ મેડિયું ફરશે

4 પળ વચ્ચે છળ, ક્ષણ વચ્ચે રણ, ક્યાંય નહીં હું

5 જિંદગી લઈ જા કોઈ કોઠે મને

6 સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય

7 છાતી સોંસરવું સરકે કીડીનું નઘરું હાં રે હાં ભાઈ!

8 શ્વાસોની શેરીમાં ઉગેલા શમણાઓ વીણીવીણીને ગાતા ફટાણા અમે

9 માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે

10 પત્તિ પત્તિ ફુલવાઈ કા નામ લીયા હૈં

સમગ્ર રચનાઓને સ્વરબધ્ધ કરી હતી શ્રી ધીમંતભાઈ જોશીએ .

સ્વર આપ્યો હતો: ગૌતમભાઈ વ્યાસ, ધીમંતભાઈ જોશી, અભિષેક ઉપાધ્યાય, ધૈવત વ્યાસ, સોનલ વ્યાસ

વાદ્ય વૃંદ હતું: દર્શન ઝવેરી, મુન્ના બહેરા, વિસ્મય જાની, અભિષેક ઉપાધ્યાય, ગૌતમભાઈ વ્યાસ

સાથે મારી રચના ‘તું મને કૈં એટલી બધી એટલી બધી ગમે..’ ધીમંતભાઈ જોશીએ અનોખી રીતે રજૂ કરી.

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈંક અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

નયન દેસાઈની આ સીમાચિહ્નરૂપ ગઝલના સાત શેર મનુષ્યજીવનનું સપ્તરંગી ધનમૂલક ઈન્દ્રધનુષ છે. ઉર્ફે, એટલે, મતલબ, અથવા જેવા ઉભયાન્વયી અવ્યયો વડે ન માત્ર મનુષ્યની તરંગિત મનોદશાનો અર્થસભર ચિતાર અપાયો છે, એક પછી બીજું અને બીજા પછી ત્રીજું પડ એવી અસીમ સંભાવનાઓની વિભાવના અહીં દર્શાવાઈ છે. વળી આ અવ્યયોના આવર્તનો દ્વારા અહીં ભાવની ગતિ પણ સિદ્ધ થઈ છે. પ્રયોગાત્મક ગઝલોના ઉદભવના શરૂઆતના દિવસોમાં પરંપરાથી હટીને ભાવાભિવ્યક્તિમાં પ્રયોગ કરવા સાથે ‘ગાગાગાગા’ના ચાર નિયત આવર્તનો કરતાં એક આવર્તન વધુ લઈ કવિ છંદને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયોગ પણ સફળતાપૂર્વક સાથે સાંકળી દે છે. નયન દેસાઈના કહેવા પ્રમાણે ત્રીસેક વર્ષ પૂર્વે જ્યારે એમણે કારકિર્દીની શરૂઆત રત્નકલાકાર તરીકે કરી હતી ત્યારે હીરા ઘસવાનું લેથ મશીન આઉટ થઈ જતાં માણસ એટલે રેતી એટલે ખૂટી જવાની વાત અંદરથી આ ગઝલ સ્વરૂપે પ્રગટી હતી.

લગભગ બધા જ શેરમાં કવિ એક વિભાવનામાંથી બીજીમાં અને ત્યાંથી ત્રીજીમાં એમ અનંત સુધી ભાવકને દોરી જાય છે.  માણસ શું છે ? સરી જાય એવી રેતી ? છલકાઈ જાય એવો દરિયો ? ડૂબી જવાય એવા ભાવવિશ્વની ઘટના ? ઘટના તો લોહીમાં વણાઈ જાય છે અને લોહી તો ઘટનાની જેમ, સમયની જેમ, દરિયાની જેમ, રેતીની જેમ વહેતી કે ઊડતી રહેવાની અને ક્યારેક ખૂટી પણ જવાની…

આંખો બારી જેવી ખરી પણ ખુલ્લી વિશેષણ અર્થની ચોટ લઈને આવે છે. ખુલ્લાપણું એટલે મોકળાશ. આવકારવાની શક્યતાઓ. ઊઘડવાની વાત. માણસ ખુલે તો જીવન જીવાય. દિવસ અને રાત વીતે. આંગળીના વેઢે ગણી શકાય એવા દિવસો તો પંખીની જેમ ઊડી જવાના છે. આપણું ખુલ્લાપણું જ આ દિવસોમાં ઊગવાને આથમવાના અર્થ ઊમેરી શકવાના છે.

વજ્ર જેવી જે છાતી આંસુના અડવાથી પણ પીગળતી નથી એ શું શું નથી ગુમાવતી ? આંસુ તો કોઈક સ્મરણના રણમાં ખીલેલો રણદ્વીપ છે. આંસુ યાદની પાંખે બેસાડી તમને વિસ્મૃત થયેલા બાળપણ તરફ લઈ જાય છે. અને  બાળપણના આ કૂવામાં તો આંખ મીંચીને કૂદી પડવાનું હોય નકર તો અવસ્થાનો થાક શી રીતે ધોવાય?

આપણે ચાલીએ છીએ ત્યારે શું ખરેખર આપણે જ ચાલીએ છીએ? કવિની  નજરે જોઈએ તો શું રસ્તો પોતે મુસાફરી નથી કરતો? આપણે તો છીએ ત્યાંના ત્યાં જ છીએ. જીવનનો માર્ગ પગલાંની જેમ ફૂતતો ને વધતો રહે છે અને એક રસ્તો, બીજો રસ્તો એમ ચારેબાજુ શક્યતાઓના ફૂલો ઊગી નીકળે છે. ક્યાંક પથ્થરો પણ નડે પણ પથ્થરમાંથી પણ ઊગી નીકળવાની ઘટના એટલે જ તો માણસ…

શમણાંના ઝુમ્મર જેવા સંબંધોને યોગ્ય સમયે યોગ્ય રીતે સાચવી લેવાની વાત કે દુઃખ-દર્દ-પીડા પીળા સૂરજની જેમ છાતીમાં પાકેલા ગૂમડા સમા બળબળ્યા કરે અને જીવનની મહેફિલનો ખરો આનંદ માણવા ન દે એ વાત ગઝલના તગઝ્ઝુલને ઓર ઘેરો બનાવે છે. આપણે આપણી ઓળખ ઉપર કંઈ-કઈ ચહેરા ચડાવી એમ જીવીએ છીએ જાણે આપણે સાચું શરીર નહીં, માત્ર પડછાયાઓ છીએ. આ પડછાયા, આ ચહેરાઓ, આ બનાવટી ઓળખાણો ભૂલી જવાની ઘટના ઉર્ફે જ તો….


.

ખૂબ ખૂબ આનંદ અને આભાર

4 ટિપ્પણીઓ

Filed under કવિતા, ગીત, ઘટના

Beautiful Exotic Birds with Relaxing Music and Bird Sounds

Beautiful Exotic Birds with Relaxing Music and Bird Sounds

                     https://youtube.com/embed/m5aAp__XQOQ?rel=0 
Posted by: Sy Tran <sybl@sbcglobal.net>

Leave a comment

Filed under ગીત

ગઝલ કિંગ જગજીત સિંઘનો જોટો નથી

ભારતના મહાન ગઝલ ગાયક જગજીત સિંઘ અગર જીવતા હોત તો ૭૫ વર્ષના થાત. ૮ ફેબ્રુઆરી, ૧૯૪૧ના રોજ શ્રી ગંગાનગર, રાજસ્થાનમાં તેમનો જન્મ. તેમના પત્ની અને જાણીતા ગઝલ ગાયિકા ચિત્રા સિંઘ સાથે તેઓ સિત્તેર અને એંશીના દાયકામાં દેશ અને દુનિયામાં ખુબ લોકપ્રિય થયા હતા. તેમની બે ફિલ્મો ‘અર્થ’ અને ‘સાથ સાથ’ના ગીત-ગઝલોની ભેગી એક ૧૯૮૨ની રેકર્ડ એચએમવી દ્વારા સૌથી વધુ વેચાયેલી ફિલ્મી રેકોર્ડનો વિક્રમ ધરાવે છે. તો જગજીત સિંઘ અને લતા મંગેશકરનું સહિયારૂ ડબલ આલબમ ‘સજદા’ સૌથી વધારે વેચાયેલી નોન-ફિલ્મી રેકર્ડનો રેકોર્ડ ધરાવે છે. આ તેમની લોકપ્રિયતાનું પ્રમાણ છે. ૨૦૦૩માં જગજીત સિંઘને પદ્મભૂષણનો ખિતાબ એનાયત કરાયો હતો. તો ત્રણ વર્ષ પહેલાં સરકારે જગજીત સિંઘના માનમાં ટપાલ ટિકિટ બહાર પડી હતી.ભારતની ગઝલની પરંપરાને પુનર્જીવિત કરીને તેને લોકપ્રિયતા અપાવનાર રૂપે જગજીત સિંઘને હંમેશા યાદ કરાશે. તેમણે શ્રોતાઓને સમજાય તેવી છતાં અર્થપૂર્ણ ગઝલો પસંદ કરીને તેને એવી રીતે રજૂ કરી કે જેથી એનું કાવ્ય તત્વ બહાર આવે. એક તરફ ફિલ્મી સંગીતમાં કાવ્ય તત્વ ઘટતું જતું હતું (જે હજુ પણ સતત ઉતરતું જાય છે.) ત્યારે જગજીતની ગઝલોએ શ્રોતાઓના દિલમાં સ્થાન બનાવી લીધું. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જગજીત સિંઘે અપનાવેલી શૈલીને ‘બોલપ્રધાન ગાયકી’ રૂપે વર્ણવાય છે. તેમણે જે ફિલ્મોમાં સંગીત આપ્યું તેમાં પણ તેમની આજ નીતિ જોવા મળી. તેથી ‘પ્રેમ ગીત’ (૧૯૮૧), ‘અર્થ’, ‘સાથ સાથ’ને જબ્બર લોકપ્રિયતા મળી. ગુલઝાર નિર્દેશિત ટીવી શ્રેણી ‘મિર્ઝા ગાલિબ’ (૧૯૮૮) તથા ‘કેહકશા’માં જગજીત સિંઘના સંગીતને વ્યાપક લોકપ્રિયતા મળી હતી. આમ સમીક્ષકોની દ્રષ્ટિએ અને વ્યવસાયિક સફળતા, બંને દ્રષ્ટિએ જગજીત સિંઘ સર્વકાલીન સૌથી સફળ ગઝલ ગાયક ગણાય છે. પાંચ દાયકા સુધી ફેલાયેલી તેમની ગાયક-સંગીતકાર રૂપે કરિયરમાં તેમણે ૮૦ આલબમનો સંગ્રહ આપ્યો છે. ખરેખર તો તેમણે ગયેલી ગઝલોની એક આખી જગજીત સિંઘ ગાયન શૈલી ઊભી થઇ છે. માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈએ લખેલી કવિતાઓને તાર્જોમાં ઢાળી, ગાઈને રેકોર્ડ કરનાર જગજીત સિંઘ એકમાત્ર કલાકાર છે. એ આલબમ ‘નઈ દિશા’ (૧૯૯૯) અને ‘સંવેદના’ (૨૦૦૨) રૂપે આવ્યાં હતાં.
૧૯૮૭માં આવેલું જગજીત સિંઘનું આલબમ ‘બિયોન્ડ ટાઈમ’ એ ભારતમાં રજૂ થયેલું પહેલું ડિજીટલ આલબમ હતું. તેઓ ભારતના સૌથી વધુ અસરકર્તા કલાકારોમાંના એક હતા. સંગીત અને સાહિત્યના રાજકીયકરણ સામે અને ભારતની પારંપરિક કલાઓ અને ખાસ કરીને લોક કલાકારો અને લોક સંગીતકારો પ્રત્યે સેવાતા દુર્લક્ષ્ય સામે જગજીત સિંઘે અવાજ ઉઠાવ્યો હતો. અનેક દયા-દાનના સાહસોને જગજીત સિંઘે સક્રિય ટેકો આપ્યો હતો, જેમાં મુંબઈની સેન્ટ મેરી સ્કૂલ, બોમ્બે હોસ્પિટલ, ક્રાય, સેવ ધ ચિલ્ડ્રન કે અલમા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.૧૯૯૦માં જગજીત અને ચિત્રાના દીકરા વિવેકનું એક માર્ગ અકસ્માતમાં માત્ર વીસ વર્ષની વયે નિધન થયું હતું. મા-બાપ માટે આ અસહ્ય આઘાત હતો. તે આખું વર્ષ તેમણે ગાવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ, ધીમે ધીમે જગજીત સિંઘ સંગીત વિશ્વમાં પરત થયા પણ ચિત્રાજીએ તો નિવૃત્તિ જ જાહેર કરી દીધી હતી.
જગજીત સિંઘના યાદગાર આલબની યાદીની શરૂઆત તેમના પહેલાં આલબમ ‘ધ અનફરગોટેબલ્સ’થી થવી જોઈએ. એ તેમનું શ્રેષ્ઠ આલબમ પણ બની રહ્યું. તે ઉપરાંત, ‘મા’, ‘સહર’, ‘ઇકો’, ‘ઇનસાઈટ’, ‘મિરાજ’, ‘લવ ઇઝ બ્લઈન્ડ’, ‘ફેસ ટુ ફેસ’, ‘ટુ ગેધર વિથ જગજીત’, ‘ડીફરન્ટ સ્ટ્રોક્સ’, ‘ફોર એવર’, ‘દર્દ-એ-જીગર’, ‘જઝબાત’, ‘હે ગોવિંદ હે ગોપાલ’, ‘માઈલસ્ટોન’, ‘સોલીડ ગોલ્ડ’, ‘અમૃતાંજલિ’, ‘ટાઈમલેસ’, ‘રીશ્તો મેં દરાર’, ‘સિલસિલે’, ‘તેરા બયાન ગાલિબ’, ‘ખ્વાહિશે’, ‘ઓમ’, ‘કબીર’, ‘તુમ તો નહીં હો’, ‘ખામોશી’, ‘હરે કૃષ્ણ’, ‘આઈના’, ‘કરુણા’, ‘કૃષ્ણ ભજન્સ’, ‘આવાઝ’, ‘ક્રાય ફોર ક્રાય’ વગેરેને યાદ કરી શકાય. તેમના ‘હોઠો સે છૂ લો તુમ’ ગીત માટે ડો. ગુણવંત શાહે લખ્યું હતું, કે જેમ દેશોના રાષ્ટ્રગીત હોય, તેમ આ વિશ્વ ગીત હોવું જોઈએ.

જગજીત સિંઘની જાણીતી રચનાઓ: આહ કો ચાહિયે, આપ કો દેખ કર, અબ ખુશી હૈ ના કોઈ ગમ, અબ મૈ રાશન કિ કતારો મેં, આદમી આદમી કો ક્યાં દેગા, એય ખુદા રેત કે, અલ્લાહ જાનતા હૈ, અપના ગમ ભૂલ ગયે, અપને હોઠો પર, અપની મરજી સે કહાં, આપ જિનકે કરીબ હોતે હૈ, આયે હૈ સમજાને લોગ, બાત નિકલેગી તો, બાબુલ મોરા, બદલા ન અપને આપકો, બાગી ચા યે, બહૂત પહલે સે, ચાંદ સે ફૂલ સે, દર્દ સે મેરા દામન, દેખા જો આઈના, દિલ હી તો હૈ, (નિદા ફાઝલી કે) દોહે, દોસ્ત બન બન કે, દોસ્તી જબ કિસી સે, દુશ્મનો કો ભી, એક બરહામન ને કહા, ગમ બઢે આતે હૈ, ગરજ બરસ, હાથ છૂટે ભી, હોઠો સે છું લો, હજારો ખ્વાહિશે, હોશ વાલોં કો, જબ કિસી સે, ઝૂમ કે જબ, ઝૂકી ઝૂકી સી નઝર, કભી આંસુ કભી, કભી યું ભી તો હો, કૈસે કૈસે હાદસે, કલ ચૌદહવી કિ રાત, કાંટો સે દામન, ખામોશી ખુદ હી, કોઈ દોસ્ત હૈ ના, કિસી રંજીશ કો હવા દો, કોઈ યે કૈસે બતાયે, ક્યોં જિંદગી કિ રાહ મેં, મા સુનો તુમ, મીલ કર જુદા હુએ તો, મુઝે હોશ નહીં, મુજસે બિછડ કે, ન થા કુછ, પરેશાં રાત સારી, પત્તા પત્તા બુતા બુતા, પ્યાર કા પહલા ખત, પ્યાર મુજસે જો કિયા, રિશ્તો મેં દરાર, સદમા તો હૈ, સરકતી જાયે હૈ, શામ સે આંખ મેં, તન્હા તન્હા હમ રો લે, તેરા ચેહરા આઈના, તેરે બારે મેં જબ, તેરે ખુશ્બૂ મેં, તું નહીં તો ઝીંદગી મેં, તુમ ને સુલી પે, તુમકો દેખા, તુમ ઇતના જો, ઉસકી બાતે તો, વો જો મુજ મેં, વો ખત કે પુરજે, યે દૌલત ભી લે લો, યે જો જિંદગી કિ, યે ન થી હમારી, યે તેરા ઘર, યે ઝીંદગી, ઝૂકી ઝૂકી સી નઝર.

નરેશ કાપડીઆ

1 ટીકા

Filed under ગઝલ, ગીત, ઘટના

અલવિદા વિનોદ ખન્‍ના/મિત્રોનો પ્રસાદ/ જળકમળ છાંડી જાને બાળા,

હિરો-વિલન-સંન્‍યાસી-રાજકારણી અને આકર્ષક વ્‍યકિતત્‍વ ધરાવતા સદાબહાર અભિનેતાનું મુંબઇની હોસ્‍પિટલમાં દુઃખદ અવસાનઃ લાંબા સમયથી બિમાર હતા : ૭૦ વર્ષની ઉંમર હતીઃ ૧૪૦થી વધુ ફિલ્‍મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતાઃ ગુરદાસપુરથી સાંસદ પણ હતા

    પ્રખ્‍યાત બોલિવુડ એકટર વિનોદ ખન્‍નાનું ૭૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે. લાંબા સમયથી કેન્‍સર પીડિત હતા. થોડાક સમય પહેલા સોશ્‍યલ મિડીયામાં તેઓની એક ફોટો વાયરલ થઇ હતી. જેમાં તેઓ અસ્‍વસ્‍થ દેખાઇ રહ્યા હતા. સૂત્રોના જણાવ્‍યા મુજબ વિનોદ ખન્‍નાની સારવાર મુંબઇની રિલાયન્‍સ ફાઉન્‍ડેશન હોસ્‍પિટલમાં ચાલી રહી હતી.

   વિનોદ ખન્‍ના એકટીંગ ઉપરાંત રાજનીતિમાં પણ સક્રિય હતા. ગુરૂદાસપુરથી સાંસદ રહેલા વિનોદ ખન્‍નાએ મુંબઇની રિલાયન્‍સ ફાઉન્‍ડેશન હોસ્‍પિટલમાં અંતિમ શ્‍વાસ લીધા. વિનોદ ખન્‍નાને ૩૧ માર્ચે મુંબઇમાં આવેલી સરએચએન રિલાયન્‍સમાં ભરતી કરવામાં આવ્‍યા હતા. જોકે ડોકટરો દ્વારા પણ એ જ કહેવામાં આવ્‍યું હતું કે, વિનોદ ખન્‍નાના શરીરમાં પાણી ઓછું છે. વિનોદ ખન્‍ના બે પુત્રો અક્ષય ખન્‍ના અને રાહુલ ખન્‍ના છે જે બોલિવુડમાં સક્રિય છે.

   વિનોદ ખન્‍નાએ અભિનયની શરૂઆતમાં ૧૯૬૮માં ફિલ્‍મ ‘મન કા મીત’થી કરી. તેઓએ તેની સાથે જ ‘મેરે અપને’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘ઇમ્‍તિહાન’, ‘ઇન્‍કાર’, ‘અમર અકબર એન્‍થની’, ‘લહુ કે દો રંગ’, ‘કુર્બાની’, ‘દયાવાન’ અને ‘જુર્મ’ જેવી ફિલ્‍મોમાં તેના અભિનય માટે જાણીતા છે. તેઓ છેલ્લીવાર ૨૦૧૫માં શાહરૂખખાનની ફિલ્‍મ ‘દિલવાલે’માં નજર આવ્‍યા હતા.

   વિનોદ ખન્‍ના પોતાના સમયના સૌથી હેન્‍ડસમ એકટર ગણાતા હતા. તેઓએ અનેક બ્‍લોક બસ્‍ટર ફિલ્‍મોમાં કામ કર્યું. તેઓનો જન્‍મ ૧૯૪૬માં પાકિસ્‍તાનના પેશાવરમાં થયો હતો. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત નકારાત્‍મક અભિનયથી કરી બાદમાં તેઓ મુખ્‍ય હિરો બન્‍યા. તેઓએ સુનીલ દત્તની ૧૯૬૮માં આવેલી ફિલ્‍મ ‘મન કા મીત’માં વિલનનો રોલ નિભાવ્‍યો. શરૂઆતના દિવસોમાં તેઓ  ‘પૂરબ ઔર પヘમિ’, ‘સચ્‍ચા જુઠ્ઠા’, ‘આન મિલો સજન’, ‘મસ્‍તાના’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘એલાન’ વગેરે ફિલ્‍મોમાં સહઅભિનેતા અથવા વિલનના રોલ નિભાવ્‍યો હતો.

   પાકિસ્‍તાનમાં વિનોદ ખન્‍નાનો જન્‍મ થયો હતો પરંતુ વિભાજન બાદ તેઓનો પરિવાર મુંબઇ આવીને વસી ગયો હતો. તેઓના પિતા કિશનચંદ્ર ખન્‍ના એક બિઝનેસમેન અને માતા કમલા ખન્‍ના હાઉસવાઇફ હતા.

   રાજમાતા વિજયારાજે સિંધિયાના જીવન પર બનેલી ફિલ્‍મ ‘એકથી રાની એસી ભી’માં હેમા માલીની સાથે વિનોદ ખન્‍નાની અંતિમ ફિલ્‍મ હતી. આ ફિલ્‍મ ૨૧ એપ્રિલ ૨૦૧૭ના દેશભરમાં રિલિઝ થઇ. આ ફિલ્‍મમાં અભિનેત્રી હેમામાલીનીએ વિજયારાજેની ભૂમિકા નિભાવી છે.Courtesy xkila  

#########################

મૂલાધાર ચક્રનાં જાગૃત થવાથી અન્ય ચક્રો પણ આપોઆપ જાગૃત થાય છે અને કુંડલિની નામક સુષુમ્ણા નાડીમાં રહેલી દિવ્યશક્તિ ઊર્ધ્વગામિની બને છે. આ સ્થિતિને જ કુંડલિની જાગરણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો આ કુંડલિની એવી દિવ્યશક્તિ છે, જે આખાયે શરીરમાં વ્યાપેલી છે.મૂલાધરાની નિશાની ચાર પાંદડીઓવાળું કમળ છે અને તેનો રંગ લાલ છે. માનસિક રીતે સ્થિરતાઆધ્યાત્મિક રીતે સલામતીની લાગણીને કાબૂમાં રાખે છે.

જાગરણ બાદ ભૂમિ સાથે અનુબંધ તથા સમસ્ત સાથે ઐક્ય .ઘર પરિવારનું સુખ પામે છે .લગ્ન જીવન અને સંબંધો પ્રત્યે સજગ રહે છે ..સાચવે છે .બાંધછોડ કરી શકે ..સ્વીકૃતિ ભાવ દાખવે ..તથા અન્ય લોકોસાથે કાયમી સારા સબંધો ,એકાત્મભાવ , સહાનુભુત અને વ્યવહારુ .*જાતનું સાચું મૂલ્યાંકન કરે .સલામતી અનુભવે .રીલેક્ષ થઈ શકે .*સ્વાભિમાની ,આત્મવિશ્વાસુ અને ધીરજવાન દેખાય છે .*જીવંતતા ,સ્થિરતા અને પવિત્રતા જોવા મળે .*જીવનમાં આવતા સારા –ખરાબ બદલાવોનો સામનો કરે છે .
*વર્તમાનમાં જીવે છે ..રહે છે .*વૈશ્વિક સત્તા –ઈશ્વરમા શ્રધા રાખે છે .*ભૂતકાળથી શીખે છે .*પ્રકૃતિ અને ધરતી માતાને પ્રેમ કરે છે .
મા.અશોકભાઇનું આ કાવ્ય અંગે જ્ઞાની મિત્રો ના રસાસ્વાદનું સુંદર સંકલન કર્યું છે

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળકમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો … જળકમળ

રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળકમળ

શું કરું નાગણ હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ? …જળકમળ

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળકમળ

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો …આ ’જળકમળ’ કયું છે ? અહીં શરૂઆત થાય છે આપણી બહુજાણીતી યૌગીકપ્રક્રિયાની, શરીરના નાભિપ્રદેશને ’નાભિકમળ’ કહે છે. કુંડલિની યોગની ભાષામાં શરીરમાં રહેલાં સાત ચક્રોને કમળ સાથે સરખાવ્યા છે. અને કુંડલીની શક્તિને સાડાત્રણ આંટા વાળીને બેઠેલા સર્પના રૂપે સમજાવાય છે. અહીં જાગૃત કરાતી કુંડલિનીના સંદર્ભમાં નાગણો દ્વારા આ કહેવાય છે કે ’જાગશે તને મારશે’, ટુંકમાં “ભય”નો ભય દેખાડાય છે. સામાન્ય માણસ તો અહીંથી જ અટકી જશે ! જાગરણના સંદર્ભે પ્રથમ અડચણ છે આ ભય. ભય પર કાબુ મેળવ્યા પછી જ આગળનું પગલું ભરી શકાશે તે વાત અહીં સમજાવવાનો પ્રયાસ છે.આઠ નાગણીઓ તે ’અષ્ટ સિદ્ધિ’નું પ્રતિક હોઇ શકે. (’નાગણ સૌ વિલાપ કરે’ લખ્યું છે તેથી એક કરતા તો વધુ જ હશે !) સાધનાના માર્ગમાં સૌ પ્રથમ આ સિદ્ધિઓ અડચણ કરવા આવે છે. સાદી ભાષામાં પણ જોઇએ તો આ નાગણીઓ એટલે મનની વિવિધ વૃત્તિઓ, જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય વગેરે. માણસને સત્યની નજીક જતા, માનવમાંથી મહામાનવ બનતા, વચ્ચે આ અડચણો રોકી પાડે છે. અને આ અડચણોને એક પછી એક વટાવી અને પોતાના માર્ગે આગળ વધવાની વાત અહીં નરસિંહ સમજાવે છે. અહીં પ્રથમ છે ’મુલાધાર ચક્ર’ .આખો લેખ ચિંતનાત્મક છે

સૌજન્ય ચિરાગભાઇ

1 ટીકા

Filed under અધ્યાત્મ, કવિતા, ગીત, ઘટના