Category Archives: સમાચાર

તમને કન્ટેમ્પ્ટનો મુહાવરો છે? .પરેશ વ્યાસ

An unprecedented press conference by the four Judges of Supreme Court had made me think about idioms of the word contempt.

તમને કન્ટેમ્પ્ટનો મુહાવરો છે?

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની વાત તો દૂર રહી, અમે તો કોરટકચેરીનાં નામમાત્રથી બઉ બીએ છીએ. એનાથી તો દૂર રહેલાં જ સારા. પણ ક્યારેક તો એ ચકરાવામાં આવી જ જવાય. અને પછી એ.. એ.. એ.. ફસાં. પછી તો વકીલો દલીલો કરે. પછી ન્યાયને તોળવામાં આવે. પછી જજ સાહેબ જજમેન્ટ આપે. આખી સીસ્ટમ સાલી કોમ્પ્લીકેટેડ. ઘણી વાર તો હાર્યા કે જીત્યા ઈ ય ખબર ન પડે. પણ હા, નિર્ણયને માનવો પડે. અપીલ થઇ શકે સર્વોચ્ચ અદાલત સુધી. સર્વોચ્ચ અદાલતનો શૂરા-બોલ્યાં-ના-ફરે જેવો ચૂકાદો અલબત્ત અફર હોય. જો આપણે એને માનીએ નહીં તો કોર્ટનાં અનાદર બદલ ફરી એક વાર કેસ ચાલે. સજા તો થાય જ. ન્યાયની દેવડીમાં અમને વિશ્વાસ છે. પણ આજકાલ એમનાં પૂજારીઓ જાહેરમાં કાદવ ઉછાળી રહ્યાં છે. ન્યાયાધીશો કાળો ડગલો પહેરે છે એટલે કાદવનાં ડાઘાં ઝટ દેખાય નહીં. પણ અંદર સફેદ ખમીસ પણ તો હોય છે. પ્રેસ કોન્ફરન્સમાં શું થયું?-એ સમાચારથી આપણે વાકેફ છીએ. મીડિયા અને સોશિયલ મીડિયા પર સૌ વાદાકોદ કરી રહ્યાં છે. ફેસબૂક કે વોટ્સ એપનાં સંદેશા વાંચીએ તો એમ લાગે કે અહીં પણ ભાજપ કોંગ્રેસ ચાલી રહ્યું છે. વડીલો અલબત્ત કહી ગયા છે કે ન્યાયતંત્રની ક્યારેય ટીકા કરવી નહીં. એક તો દલીલ કરવામાં તમે એમને પહોંચી નહીં શકો. અને ક્યારેક એલફેલ બોલાઈ જાય તો જેલમાં જવાનો વારો આવે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, યુ સી…જો કે અમે કન્ટેમ્પ્ટ શબ્દનાં મુહાવરાનો અભ્યાસ કરી રહ્યા હતા.
૧. બીનીથ કન્ટેમ્પ્ટ (Beneath Contempt): લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું! મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરીએ સહિયારું! – રાજેન્દ્ર શુક્લ
સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશો બાળ સહજ ઝઘડે છે. વડા ન્યાયાધીશ કહે છે કે મને ગમે તે જ તારું. બાકીનાં કેસ હું જુનિયર જજને ય દઉં, મેરી મરઝી. પણ એમની પછીનાં ચાર વરિષ્ઠ ન્યાયાધીશો મારું-તારું-નો ડખો કરે છે. આઈ મીન, જાહેરમાં બંડ પોકારે છે. કહે છે કે વડા ન્યાયાધીશ મનમરજીયાં ચલાવે છે. કયો કેસ કોને આપવો, એ વડા ન્યાયાધીશ નક્કી કરે એ વાત સાચી; પણ કામની વહેંચણી આડેધડ ન થવી જોઈએ. એમની વાત સાચી છે. પણ તમારો સાસુ વહુનો ઝઘડો, તમારો કૌટુંબિક કજીયો અમને કહેવાની શી જરૂર છે? બાર કાઉન્સિલ વચ્ચે પડી, સમાધાન થઇ ગયું, ઘીનાં ઠામમાં ઘી પડી ગયું એવાં ય સમાચાર આવ્યા, તો વળી હજી ક્યાંક વાંકુ પડ્યું હોવાનાં ય વાવડ મળી રહ્યાં છે. પોઈન્ટ ઓફ ઓર્ડર મી લોર્ડ્સ…. કારણ ગમે તે હોય, આવા જાહેર ધજાગરા કરવાની કોઈ જરૂર હતી ખરી? આ આખી વાત બીનીથ કન્ટેમ્પ છે. બીનીથ એટલે નીચે, તળે, હેઠળ, ઊતરતું. અને કન્ટેમ્પ્ટ તો આપણે જાણીએ છીએ. તિરસ્કાર, ઘૃણા, અવજ્ઞા, અનાદર. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જાણીતો શબ્દસમૂહ છે. અર્થ થાય કોર્ટનાં ચૂકાદાનો અનાદર. પણ બીનીથ કન્ટેમ્પ્ટનો શાબ્દિક અર્થ થાય ‘તિરસ્કારની તળે’ અથવા ‘અનાદરની નીચે’. અને એ મુહાવરાનો અર્થ થાય એવી નજીવી કે ક્ષુલ્લક વાત, જે મારા તિરસ્કારને પણ લાયક નથી. એટલી ગૌણ વાત કે જેની નિંદા કરવી ય શોભે નહીં. સોનાની જાળ નકામી પાણીમાં નાંખવા જેવો ઘાટ. જે પહેલેથી જ તુચ્છ હોય એ વાત તુચ્છકારને પાત્ર પણ હોતી નથી. માન હોય તો અપમાન શોભે. હેં ને?
૨. ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ (Familiarity Breeds Contempt):
ग़ैरों को कब फ़ुरसत है दुख देने की जब होता है कोई हमदम होता है -जावेद अख्तर
તમે એમને જાણો છો, પીછાણો છો. એટલે તમે એનાં ગુણ જાણો છો. સાથે સાથે એનાં અવગુણથી ય વાકેફ છો. હવે એવા ઓળખીતા લોક તમને કહે કે મોરે અવગુણ ચિત ના ધરો…. પણ તમે એમની અવહેલના કરો, અપમાન કરો, તિરસ્કાર કરો. કારણ કે તમે એમને સાંગોપાંગ ઓળખો છો અથવા ઓળખી ગયા છો. એટલે પારકાં ન નડે, પણ પોતાના જ આપણને કનડે, એમ પણ બને. સર્વોચ્ચ અદાલતનાં બધા ન્યાયમૂર્તિ આમ તો સરખાં પણ ક્લાસિક વ્યંગકથા ‘એનિમલ ફાર્મ’માં જ્યોર્જ ઓર્વેલ કહી ગયા છે એમ, સમ એનિમલ્સ આર મોર ઇકવલ ધેન અધર્સ! વડા ન્યાયમૂર્તિ અલબત્ત ફર્સ્ટ એમોન્ગ ઇક્વલ્સ ગણાય. બધા સાથે મળીને ન્યાય તોળતા હોય, ઝઘડાં મિટાવતા હોય, એ ન્યાયાધીશો પોતે કોક દિવસ માંહોમાંહ ઝઘડે ય ખરાં. જે આપસી તિરસ્કાર છે; એ પરસ્પર ઓળખને કારણે છે. તમે એમને સારી પેઠે ઓળખી ગયા છો; એનાં કારણે છે. એમની નબળાઈ, એમની ખોડખાંપણને તમે સારી પેઠે સમજી ગયા છો; એનાં કારણે છે. બાકી અન્ય સાથે કાંઈ ક્યાં નિસ્બત જ હોય છે? અજાણ્યાંની ટીકા કે તિરસ્કાર કરવાનો ક્યાં, કોઈને ટાઈમ જ છે? ફેમિલિયારિટી શબ્દનો અર્થ થાય સુપરિચિતતા, ઘરવટ કે ઘરોબાવાળું, સારી પેઠે જાણીતું, સર્વસામાન્ય, (વધુ પડતું) અનૌપચારિકતા, પરિચિત મિત્રતા અથવા સાથી, ઘાટો પરિચય વગેરે વગેરે. બસ, આવી સુપરિચિતતા જ તિરસ્કારને પેદા કરે છે. આ મુહાવરા પાછળ એક ઇસપ કથા છે. એક જંગલમાં રહેતાં એક નાનકડાં શિયાળે ક્યારેય સિંહને જોયો નહોતો. એક વાર એનો ભેટો થયો. કદાવર સિંહને જોતા જ એની ફાટી ‘ને એ તરત જ ઊભી પૂછડીએ નાઠો. પણ પછી બીજી વાર સિંહ મળ્યો તો એણે ઝાડ પાછળ સંતાઈને સિંહને જોયા કર્યો. પછી જ્યારે ત્રીજી વાર સિંહનો ભેટો થયો ત્યારે શિયાળ બેઝિઝક એની પાસે ગયો અને કહ્યું, “હાય, મી લોર્ડ.. ઘરમાં બધા કેમ છે?!” ઘરોબો થાય એટલે કન્ટેમ્પ્ટ થઇ શકે. યૂ સી..
મી લોર્ડ્સ પ્રેસ કોન્ફરન્સ કરે છે. એટલે અમે જાણી ગયા એમની અંદર કી બાત. એમનાં આંતરિક ઝઘડાથી અમે ફેમિલિયર થઇ ગયા. ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. એટલે તો આ લેખ લખી શક્યા છીએ. બાકી અમે ન્યાયમૂર્તિઓની ટીકા થોડી કરી શકીએ?!

શબ્દશેષ:
“ગુપ્તતા વિના પ્રતિષ્ઠા નથી કારણ કે પરિચિતતા તિરસ્કાર જન્માવે છે.” –ફ્રેંચ જનરલ અને સ્ટેટ્સમેન ચાર્લ્સ દ ગોલ

 · 

 

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, સમાચાર

યૂફિમિઝમ: મધુર મધુર કુછ બોલ…પરેશ વ્યાસ

 

પ્રિય સ્વરાબહેન, 
તમે સંજયભાઈ લીલાબહેન ભણસાલી ઉદ્દેશીને ૨૪૪૦ શબ્દોનો ખુલ્લો પત્ર ખુલ્લે આમ લખ્યો. ને એ અમે વાંચ્યો. એનું શીર્ષક ‘ફેલ્ટ રીડ્યુસ ટૂ વજાઇના, ઓન્લી’ વાંચીને થોડી નવાઈ લાગી હતી. થોડું વિચિત્ર ય લાગ્યું હતું. જો યોનિમાર્ગ એટલે કે સ્ત્રીનાં જનનાંગ અર્થનો શબ્દ શીર્ષકમાં હોય તો કંઈક જુદું તો લાગે. પદ્માવત ફિલ્મ વિષે આ લેખમાં આપે ઘણી વાત કહી છે, જે સાચી પણ હોઈ શકે. પણ એ જ વાત ‘વેજાઈના’ શબ્દ વિના પણ સારી રીતે કહી શકાઈ હોત. વેજાઈના શબ્દ અમારે માટે વેજા બની ગયો. અમે લખીએ તો શું લખીએ?
લોકો બોલે છે. જબાનથી બોલે છે. ક્યારેક ઓનલાઈન પણ બોલે. કોઈ સાંભળે નહીં તો ક્યારેક તોડફોડ ય કરે, વાહનોમાં પલીતો ય ચાંપે. એમને જે કહેવું હોય એ સંભળાવીને અને મનાવીને જ છૂટકો કરે. આપણે ઈતિહાસનાં મુહતાજ છે. આપણી પરંપરા અપરંપાર છે. એને જાળવવી એ આપણી સંસ્કૃતિ છે. પદ્માવતની ચર્ચા યથાવત છે. જેણે ફિલ્મ જોઈ એ કહે છે કે કાંઈ ખાટી લેવા જેવું નથી. જે નથી જોઈ શક્યા એને માટે દ્રાક્ષ ખાટી છે. અમે માનીએ છીએ કે તમારો એટલે કે સ્વરાનો સ્વર સાંભળવા જેવો છે. આપણે નારીશક્તિની વાત કરીએ છીએ. એને એનાં હક આપવા કાયદા ઘડીએ છીએ. પણ પછી મૃત પતિ પાછળ સતી થવું કે જૌહર કરવાની વાતને ભવ્યતાથી પ્રદર્શિત કરીએ છીએ. એટલે જાણે કે નારી જાતિની કોઈ સ્વતંત્ર હસ્તી જ નથી એવી વાત. પત્ની તો જાણે પતિનાં મૃત્યુ બાદ જીવતી સળગી જવા જ સર્જાયેલી છે. માટે સ્વરાબેન, તમને લાગે છે કે ફિલ્મનાં જોયા પછી સ્ત્રી જનનાંગો પૂરતી સીમિત થઇ ગઈ છો. તમારી દ્રષ્ટિએ ફિલ્મ એવું પ્રસ્થાપિત કરે છે કે સ્ત્રી એટલે પુરુષ માટે માત્ર શરીર સુખ અને સંતતિનું સંસાધન. બીજું કાંઈ નહીં. જ્યારે તમારા પત્ર-લેખનું શીર્ષક સેક્સને લગત શબ્દ સાથે જોડાયેલું હોય તો લોકોની નજર અલ્લાઉદ્દીન ખીલજી બની જાય છે. તમારો લેખ સાચી વાત કહે છે. પણ હેં સ્વરાબેન, લેખનાં શીર્ષકમાં ‘વજાઈના’ શબ્દ વાપરવો જરૂરી હતો?
કોઈ વાત સારા શબ્દોમાં કહેવા માટે ઇંગ્લિશ ભાષામાં શબ્દ છે યૂફિમિઝમ (Euphemism). યૂફિમિઝમ ગ્રીક શબ્દ છે. ‘યૂ’ એટલે સારું, ઉચિત, પુનિત, લાયક, યથાર્થ. અને ‘ફિમિઝમ’ એટલે પયગમ્બરી વિધાન. સારું અથવા સૌને ગમે એવું બોલવું. ગ્રીક લોકોનાં મતે તો કાંઈ ન કહેવું પણ યૂફિમિઝમ હતું. અર્થ થાય પવિત્ર મૌન. ગુજરાતી લેક્સિકોન અનુસાર યૂફિમિઝમનો અર્થ થાય છે: સૌમ્યોકિત, કડવી વાત મધુર શબ્દોથી કહેવી તે, સૌમ્ય પર્યાય, પર્યાયોક્તિ.
એક જાણીતી વાર્તા છે. એક રાજા હતો. એણે જ્યોતિષીને ભવિષ્ય પૂછ્યું. જ્યોતિષીએ કુંડળીનો અભ્યાસ કરીને, ગ્રહો નક્ષત્રોની ચાલચલગત જાણીને જવાબ દીધો કે તમારા સઘળાં સગાવહાલાં તમારી હયાતીમાં મરી જશે અને એમની અંતિમ વિધિ તમારે કરવી પડશે. રાજા નારાજ થઇ ગયો. એણે બીજા જ્યોતિષીને કન્સલ્ટ કર્યા. એણે પણ કુંડળી જોઈ. એણે કહ્યું કે હે રાજન, આપની આવરદા બહુ લાંબી છે. આપ ખુબ જીવશો. આપના સગાવહાલાં કરતાં પણ વિશેષ. હવે વાત તો એ જ હતી. પણ આ યુફિમિઝમ છે. કહેવાની ય કોઈ રીત હોય. માને મા જ કહેવાય. બાપની બૈરી ન કહેવાય. પછી ભલે એ વાત સત્ય હોય. સંસ્કૃત શ્લોક છે જેનો અર્થ થાય છે સત્ય અને પ્રિય બોલવું. અપ્રિય સત્ય બોલવું નહીં. પ્રિય અસત્ય પણ બોલવું નહીં. ટૂંકમાં જૂઠ બોલવાની તો બધા જ ના પાડે છે. સત્યનો કોઈ વિકલ્પ નથી. પણ સત્યને ખાંડની ચાસણી જેવા શબ્દોમાં ઝબોળીને કહેવું યૂફિમિઝમ છે. યૂફિમિઝમ એટલે સ્યુગર કોટેડ ટ્રુથ. આપણી ગુજરાતી સુભાષિત અનુસાર પણ કેમ આંધળા છો?ની જગ્યાએ ધીમેથી એવું પૂછી શકાય કે શાથી ખોયા નેણ? કોઈ છોકરીની ઓળખાણ કરાવો ત્યારે ફલાણા ભાઈની ‘છોકરી’ કહો તો ય નારાજ થઇ જાય. છણકો કરીને કહે કે કેમ? ‘દિકરી’ એમ ન કહી શકાય? સ્વરા બહેન, તમને તો એમાં ય વાંધો હશે. સ્ત્રીની ઓળખાણ કોઈ પિતાની દિકરી તરીકે શા માટે? એની કોઈ સ્વતંત્ર હસ્તી જ નહીં, એવું તમે કહેશો. પણ અહીં એ ચર્ચા નથી. આપણે તો કોઈ વાત સારી રીતે કહેવાની રીતની ચર્ચા કરી રહ્યા હતા.
રોજીંદી ભાષામાં ઘણી વાત સારી રીતે કહેવાની રીત છે જ. દાખલા તરીકે નોકરીમાંથી કાઢી મુકવામાં આવે તો સારી ભાષામાં એને કારકિર્દીનાં બદલાવ અથવા વહેલી નિવૃત્તિ-ની તક પણ કહી શકાય. કર્મચારી કામ ન કરે અને તમે એને કાઢી ય નહીં શકો કારણ કે યે તો હૈ થાનેદારકા સાલા… તો તમે એને ડૂબી ગયેલી માનવ મૂડી કહી શકો. સંક હ્યુમન કેપિટલ, યૂ સી! ખોટું ધિરાણ દેવાઈ ગયું હોય તો બેંકવાળા કહે કે આ તો નોન-પરફોર્મિંગ એસેટ છે. તમે ગરીબ હો તો તમારી સ્થિતિ આર્થિક દ્રષ્ટિએ પ્રતિકૂળ છે. મૂતરવા જવું હોય તો એકી કરવા જવું છે એવું કહેવાય. અમે ગુજરાતીઓ તો વળી મેઇક વોટર કરવા જવું છે એવું ય કહીએ! સંડાસ કે ટોઇલેટને હવે વોશરૂમ કહે છે. કોઈએ વાપરેલી કાર પહેલાં સેકન્ડ હેન્ડ કાર કહેવાતી, હવે પ્રી-યુઝડ્ કાર કહેવાય છે. કોઈ કોઈ તો વળી પ્રી-એન્જોઇડ કે પ્રી-લવ્ડ કાર પણ કહે છે. નાના ફ્લેટને સ્ટુડિયો ફ્લેટ કહેવાય છે. ક્યારેક કોઝી ફ્લેટ પણ કહે છે. કોઝી એટલે હૂંફાળું, સુખચેનદાયક, ઉષ્માભર્યું અને આરામદાયક. પણ હોય ૧.૫ બીએચકે. માણસ મરતા નથી, માણસ ગુજરી જાય છે. એમનાં સ્વર્ગારોહણને ઇંગ્લિશમાં પાસડ્ અવે કહેવાય છે.
‘વજાઈના’ શબ્દનાં પર્યાયવાદી શબ્દો પણ એટલાં જ અપમાનજનક છે. પુસ્સી, ફિશ-લિપ્સ, લેડી બીઝનેસ, કપકેક કે હનીપોટ કે પછી હિંદીમાં કટોરી જેવાં શબ્દો ઘૃણાજનક છે. એનાં કરતા એનો ઉપયોગ જ ટાળવો યોગ્ય છે. સ્વરા બહેન, તમે તમારા ખુલ્લા પત્રને ‘શો ઓફ ડીપ્રેસ્ડ ફેમિનિઝમ’ (અવસન્ન નારીવાદનો ખેલ) અથવા ‘ફિલ્મ ધેટ ગ્લોરીફાઈ વાયોલન્સ અગેઈન્સ્ટ વીમેન’ (સ્ત્રી અત્યાચારને મહિમાન્વિત કરતી ફિલ્મ) એવું શીર્ષક આપીને એ જ વાત સારી ભાષામાં સારી રીતે કહી શક્યા હોત. એ વાત જો કે અલગ છે કે કોઈ એ વાંચત નહીં. હેં ને?
શબ્દશેષ:
“પૂર્વગ્રહનું યૂફિમિઝમ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનું યૂફિમિઝમ ધર્મ.” – ૭૬ જેટલી જગ્યાએ આગ લગાડી કરોડો ડોલર સંપત્તિનું નુકસાન કરવા બદલ હાલ ૯૯ વર્ષની જેલ ભોગવતો ગુનેગાર પૌલ કેનીથ કેલર

9 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર

એક મશરૂમી ચિંતન/પરેશ વ્યાસ

એક મશરૂમી ચિંતન

હોડી ડૂબે કે ટાઈટેનિક, બંને ઘટના સરખી જો ને 
-નયન હ. દેસાઇ

રુમીનું ચિંતન વિખ્યાત છે. ચાલો આજે આપણે એક મશરૂમી ચિંતન કરીએ. ચૂંટણી પતી. પરિણામ આવી ગયા. પંજો પંકમાં ખૂંપી ગયો. પંકજ ખીલી ગયાં. વિકાસ જીત્યો તે કરતાં નવસર્જન હાર્યું. ખેલ ખરાખરીનો હતો, પણ બરાબરીનો નહોતો. હશે, પ્રભુને ગમ્યું તે ખરું! હવે હાશકારો અનુભવીએ છીએ. રાજકારણીઓએ બોલવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. રાજકારણ કબડ્ડી છે. એમાં ટાંટિયાખેંચ તો હોય જ. પણ અહીં તો એકબીજાનાં કપડાં ખેંચવાનાં નીચ વાણીવિલાસ આપણે સાંભળવા પડ્યા હતા. આરોપ, પ્રત્યારોપ બિલાડીનાં ટોપની માફક ઊગતાં જતાં હતા. ચૂંટણી આખાય દેશની નહોતી. એક રાજ્યની હતી. તેમ છતાં વાતો ઇન્ટરનેશનલ હતી. પાકિસ્તાન અને તાઇવાનનાં પૂર્વાપરસંબંધ આપીને મતદાતાઓને મનાવવાની કોશિશો હતી. જે વાતો સમજાતી નહોતી, એ વાતો આપણે હસી કાઢી હતી. મોદીસાહેબનાં ચહેરાની લાલાશ રોજનાં એંસી લાખનાં તાઈવાની બિલાડીનાં ટોપ ઉર્ફે મશરૂમને કારણે છે; એ વાત પર આપણે કેવાં હસ્યાં હતા. પણ પછી ક્યારેક વિચારતા હતા કે સાલું એવું હોય પણ ખરું. શી ખબર? 
મશરૂમ ન તો વનસ્પતિ છે, ન તો જાનવર. એને ખાવું એ નથી વેજ કે નથી નોન-વેજ. એ તો એક ફૂગ છે, જે વરસાદ પડે ત્યારે અંધારિયા કચરામાં ઊગી નીકળે છે. બધાં મશરૂમ્સ ખાવા લાયક નથી હોતા. કેટલાંક ઝેરી ય હોય છે. પણ ખાવા લાયક મશરૂમ્સ ઘણાં ઘણાં પૌષ્ટિક હોય છે. એમાં વિટામિન-ડી, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર હોય છે, જે હાડકાં મજબૂત કરે છે. ફાઈબર, પોટેશિયમ, વિટામિન-સી બ્લડપ્રેસર કંટ્રોલ કરે છે. બીટ ગ્લુકેન ક્લોરેસ્ટ્રોલ કમ કરે છે. સેલેનિમય અને એર્ગોથિયોનિન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મશરૂમ્સ સેક્સ પાવર વધારે છે. કેન્સરની સંભાવના ઘટાડે છે. દેશી મશરૂમ્સ ૫૦થી ૧૦૦ રૂપિયે કિલો મળે છે. એની પર જીએસટી ય 0 % લાગે છે. બહું મોંઘા નથી. પરવડે તો આપણે ખાઈ શકીએ છીએ. 
ચૂંટણીની મોસમ પતી ગઈ છે. બિલાડીનાં ટોપ પેઠે ફૂટી નીકળેલાં કાર્યકરો હવે સેટિંગ કરશે. વિકાસનાં વૃક્ષને ફળ આવશે. આપણે રોજીંદી ઘરેડમાં ફરી જોતરાતાં જઈશું. કામ કરતી સરકારને આશાભર્યા અથવા વિસ્ફારિત નેત્રોથી નીરખતાં રહીશું. સરકાર કામ કરશે. કેવી રીતે કરશે? શું કરશે? ખબર નથી. આપણે એ જાણવાની જરૂર જ શી છે? મેનેજમેન્ટની ભાષામાં એક સરસ શબ્દ છે મશરૂમ મેનેજમેન્ટ. ના, એ તાઈવાની શબ્દ નથી. એનો અર્થ સમજવા મશરૂમ ઊગવાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. મશરૂમને અંધારું પસંદ છે. એ કચરામાં ઊગે છે. મશરૂમ મેનેજમેન્ટ પણ એવું જ છે. અહીં અંધારું છે. અને કચરો છે. ઘુવડનો વહીવટ કહી શકાય. લોકોને અંધારામાં રખાય છે. મોટાં માણસો બધું જાણે. બધાં લોકોને જણાવીને શા માટે દુ:ખી કરવા? સપનાનું ગાજર ટીંગાડી દો એટલે લોકો તો ખુશી ખુશી ટીંગાઈ જાય. જાણવું ઝેર છે. ઝેર તો પીધાં જાણી જાણી કરવાની ક્યાં જરૂર છે? આ પ્રજા ચલક ચલાણીમાં રાજી છે. એમનો રાજીપો અકબંધ રહે એ મશરૂમ મેનેજમેન્ટ. અલબત્ત એમાં સઘળી જવાબદારી ટોપ મેનેજમેન્ટની હોય છે. કહે છે કે ટાઈટેનિક હિમશીલા સાથે ટકરાઇ ત્યારે એ ડૂબવાની છે, એનો અંદેશો એનાં કેપ્ટનને હતો. અને માત્ર થોડાં લોકોને એની જાણ હતી. બાકીના તમામ લોકો એથી અજાણ હતા. એમને અજાણ રખાયા હતા. ખબર હોત તો કદાચ અફરાતફરી ન મચી હોત. વધારે લોકો બચી શક્યા હોત. અથવા કદાચ એવું ય થાત કે જાણીને લોકો વધારે બહાવરાં થઈ જાત. તો તો….જેટલાં બચ્યા એ ય ન બચ્યા હોત. 
કહે છે કે ભવિષ્યથી આપણે ડરતા નથી. આપણે ડરીએ છીએ કે ક્યાંક ભૂતકાળની માઠી દશા પાછી તો ન આવી જાય ને? આપણે પ્રજા છીએ. રાજકારણી આપણી આંખે પાટા બાંધીને મશરૂમની ખેતી કરે છે. પૈસાવાળાને ગોળ આપે તેનો વાંધો નથી. અમને ખોળ દેવાની કૃપા કરશો નહીં, નહીં તો ….નહીં તો… નહીં તો કાંઇ નહીં, બીજું શું?!!

Mushroom is the raaz of fair and lovely skin of Modiji as we heard during the election. mushroomy chintan article as published in GS today is a lighter look at mushroom.
Mushroom management is where nobody except the few on the top knows what is going on. Is it a good way to govern?

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, સમાચાર

ટેરવે ઊગ્યું આકાશ…

16 ટિપ્પણીઓ

Filed under કવિતા, કાવ્ય, ગીત, ઘટના, યામિની વ્યાસ, સમાચાર

‘છિલ્લર’, ‘ચિલ્લર’ પન તો છે પણ…જસ્ટ ‘ચિલ’ મિ. થરૂર/પરેશ વ્યાસ

‘છિલ્લર’, ‘ચિલ્લર’ પન તો છે પણ…જસ્ટ ‘ચિલ’ મિ. થરૂર

શબ્દો પણ હશે
શબ્દોની સ્મૃતિ પણ હશે,
હશે, ઓગળવાની ક્રિયા પણ હશે.
કેમ કે…
ભાઈ લઘરા ! ઊંઘી ગયો એટલી વારમાં ? – લાભશંકર ઠાકર

શબ્દોનાં મહારથી શશી થરૂર આમ સાવ લઘરા થઇ ગયા. ‘ચિલ્લર’ અને ‘છિલ્લર’ શબ્દોને જાણીબુઝીને સામસામા મુકી રમૂજ જગાડવાની કોશિશ તો કરી પણ જામ્યું નહીં. આ કરતા તો ઊંઘી ગયા હોત તો સારું હતું. હેં ને? વાત જાણે એમ છે કે માતૃવંદનાની મહાનતા પ્રસ્થાપિત કરીને માનુષી છિલ્લર મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ગઈ. મૂડીનાં મૂડ સુધારક રેટિંગ પછી દેશવાસીઓ માટે આ હરખપ્રદ સમાચાર છે. આપણે આમ તો અહર્નિશ ફરિયાદીઓ છીએ. પણ સારું દીઠીને ઝટ હરખપદુડા ય થઇ જઈએ છીએ. એ વાત સાચી છે કે આપણો દેશ ચર્ચાપ્રધાન દેશ છે. વિશ્વસ્તરે સૌંદર્ય સામ્રાજ્ઞીનો ખિતાબ આપણી દિકરી જીતે એ આપણા માટે ઉત્સવ છે. પોતાનો રાજીપો સૌને વ્યક્ત કરવો છે. હવે રાજીપો ઓનલાઇન વ્યક્ત કરી શકાય છે. આમ માત્ર ‘અભિનંદન’ કે ‘દિકરી વ્હાલનો દરિયો’ કે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ..’ વગેરે પ્રતિભાવ લખીએ તો કોઈનું ધ્યાન ન જાય. એટલે લોકો પોતાની નિમ્ન સેન્સ ઓફ હ્યુમરનો પરિચય આપતી કોમેન્ટ કરે છે. જેમ કે.. આ તો માનુષી હતી તે જીતી બાકી અમાનુષીઓ તો પત્ની બની જતી હોય છે. લો બોલો! આપણા હાઈફાઈ નેટિઝન અને સાંસદ શશી થરૂર પાસે ઉચ્ચ સેન્સ ઓફ હ્યુમરની અપેક્ષા હતી. પણ એમણે રમૂજ પેદા કરવાની લ્હાયમાંને લ્હાયમાં એવું ટ્વીટી નાંખ્યું કે નેશનલ કમિશન ફોર વીમેન હવે એમને અપમાનાસ્પદ નિવેદન બદલ સમન્સ આપીને બોલાવવાની વેતરણમાં છે. શશી થરૂરે ટ્વીટમાં બે અલગ વાતને જોડવાની ઠાલી કોશિશ કરી. હવે અત્યારે આપણી દિકરી મિસ વર્લ્ડ બને અને એક વર્ષ પહેલાં થયેલી નોટબંધીને શી લેવાદેવાં? પણ શશી થરૂરે માનુષીની અટક ‘છિલ્લર’ અને રૂપિયાપૈસાનું ‘ચિલ્લર’ એવા બે સમાન ઉચ્ચાર ધરાવતા શબ્દોનો ઉપયોગ કરીને લખ્યું કે ‘બીજેપીએ નોટબંધી કરીને ખોટું કર્યું. જુઓને, આપણું ચિલ્લર પણ મિસ વર્લ્ડ બની ગયું છે.’ શું માનુષી પરચૂરણ છે? જો કે શબ્દલઘરા શશી થરૂરે માફી જરૂર માંગી લીધી એમ કહીને કે ‘પન એ રમૂજનું સૌથી નીચું સ્વરૂપ છે. એમાંય બે ભાષાનાં શબ્દોથી કરવામાં આવેલું પન તો નીચાથી ય નીચું છે.’ અરે સાહેબ, આ નીચું નહીં, નીચ સ્વરૂપ છે. પણ એ જવા દો. આપણે આજે પન (Pun) શબ્દ વિષે વાત કરીએ.
‘પન’નો સીધો અર્થ થાય શબ્દરમત. ગુજરાતી લેક્સિકોન અનુસાર પન એટલે શબ્દશ્લેષ, શ્લેષાલંકાર, શબ્દચાતુરી, વિનોદ વગેરે. પનનાં પાંચ પ્રકાર છે. હોમોફોનિક એટલે એવાં શબ્દો જેનો ઉચ્ચાર સરખો થતો હોય પણ અર્થ અલગ હોય. હોમોગ્રાફિક એટલે શબ્દની જોડણી સરખી હોય પણ અર્થ કે ઉચ્ચાર અલગ હોય. ત્રીજું કમ્પાઉન્ડેડ એટલે બે શબ્દોને જોડવાથી અર્થ બદલાઈ તેવું. અને ચોથું રીકર્સિવ એટલે બીજા શબ્દનો અર્થ સમજાય તો પહેલાં શબ્દની રમૂજ પણ સમજાય એવું વાક્ય. અને પાંચમું વિઝ્યુઅલ એટલે ચિત્ર સ્વરૂપે બે અર્થ બયાન કરતુ પન. પન એ રમૂજનું સૌથી નીચું સ્વરૂપ છે, એ વાત ત્રણસો વર્ષ પહેલાં અંગ્રેજ નાટ્યકાર જ્હોન ડેનિસે કરી હતી. શશી થરૂર એમનું ક્વોટ લખ્યા પછી સર્જકનું નામ લેવાનું સૌજન્ય ચૂકી ગયા, એ એમની બીજી ભૂલ છે. વાત જાણે એમ હતી કે જ્હોન ડેનિસ એમનાં મિત્રો સાથે એક રેસ્ટોરાંમાં જમવા માટે ગયા પણ વેઈટર દેખાતો નહોતો. કોઇકે કહ્યું કે ટેબલમાં ડ્રોઅર નથી અને રેસ્ટોરામાં વેઈટર નથી. આ તે કેવી શબ્દરમત? એમનાં મિત્રને લાગ્યું કે આ ‘વેઈટર’ અને ‘ડ્રોઅર’ શબ્દોનાં સમાન પ્રકારનાં ઉચ્ચારણનું પન દરઅસલ શબ્દ પર કરવામાં આવેલું ટોર્ચર (યાતના) છે. જ્હોન ડેનિસે એની સાથે સહમત થતાં કહ્યું કે “યસ, પન રમૂજનું નીચું સ્વરૂપ છે.” જો કે જ્હોન ડેનિસ અને એનાં મિત્રો ખરેખર તો પનનાં ચાહક હતા. ચાતુર્યપૂર્વક અને છંદોલયમાં કહેવાયેલાં પન ખરેખર ઉચ્ચ કક્ષાનું લિટરરી હ્યુમર દર્શાવે છે.
નાટ્યકાર વિલિયમ શેક્સપીયરનાં નાટકોમાં ઉચ્ચ પન જોવા મળે છે. રોમિયો અને જુલિયટ બે એવાં પ્રેમીઓની વાત હતી જેમનાં ખાનદાન એકબીજાના દુશ્મન હતા. નાટકનાં આમુખમાં જ શેક્સપીયર ‘ફેટલ લોઇન્સ ઓફ ટૂ ફોસ..’ લખે છે. ફો એટલે દુશ્મન. લોઇન્સ એટલે કમરનો ભાગ જ્યાં લૈંગિક સંબંધનાં અંગ આવેલાં હોય છે. લોઇન્સ શબ્દ રોમિયો અને જુલિયટનો શારીરિક સંબંધ દર્શાવે છે. તે સમયે લોઈન્સનો ઉચ્ચાર લાઈન પણ થતો હતો, જે બંનેની ખાનદાની દુશ્મની એટલે કે ફેટલ (જીવલેણ) બ્લડ લાઈન દર્શાવે છે. શબ્દ રમતનાં માંધાતા વાર્તાકાર ઓ. હેન્રીનાં નામે તો કેટલાંય વર્ષોથી પનની સ્પર્ધા થાય છે. જેમાં શબ્દ રમતનાં શોખીનો પોતાનો કસબ અજમાવે છે.
ઇંગ્લિશ ભાષા શબ્દ શ્લેષ માટે પ્રખ્યાત છે પણ આપણી સંસ્કૃત ભાષા પન બાબતે સૌથી વધારે સમૃદ્ધ મનાય છે. કૂટ શ્લોક તરીકે ઓળખાતા આ સુભાષિત केशवं पतितं दृष्टवा पाण्ड्वा : हर्षनिर्भरा:, रुदन्ति कौरवाः सर्वे हा हा केशव केशव અદભુત શબ્દ શ્લેષ દર્શાવે છે. સામાન્ય અર્થ થાય કેશવ એટલે કે કૃષ્ણ ભગવાનને નીચે પડેલા જોઇને પાંડવો આનંદમાં આવી ગયા પણ સર્વે કૌરવો રડવા માંડ્યા હે કેશવ, હે કેશવ…આવું તો બને જ કઈ રીતે? પણ કેશવ શબ્દને છૂટો પાડો તો ‘કે’ એટલે પાણીની અંદર અને ‘શવ’ એટલે શબ. ‘પાંડવ’ શબ્દનો અર્થ પાણીમાં અંડમાંથી પેદા થયેલી માછલી પણ થાય. પાણીમાં પડેલા શબને જોઇને પાંડવો એટલે માછલાં રાજી થયા. પણ કૌરવ એટલે કૌ (ત્રાસજનક) અને રવ (અવાજ) કરનારાં કાગડાઓ દુ:ખી થયા કારણ કે શબ પાણીમાં હોવાથી એમનું ભોજન તો ગયું. તેઓ કરાંજી રહ્યાં છે કે-શવ, કે-શવ…! કહે છે કે આપણો શબ્દ ‘પંડિત’ જે હવે ઇંગ્લિશ ભાષાએ પણ અપનાવ્યો છે તે શબ્દ પરથી ‘પન’ શબ્દ આવ્યો છે. પન એટલે શબ્દોની દ્વિઅર્થિતા, અસંધિગ્તતા કે અનિશ્ચિતતા. એ અનિશ્ચિતતા દૂર કરે, કહેવાયેલાં પનને ચોખવટથી સમજાવી આપે એ પંડિત. ઓલ્ડ ઇંગ્લિશ શબ્દ ‘પંડિગ્રોન’ એટલે પોઈન્ટ પુરવાર કરવો. પન શબ્દ એ પરથી આવ્યો હોવાનું મનાય છે. આપણા ગુજરાતી હાસ્યનાં પર્યાય એવા જ્યોતીન્દ્ર દવે પન સભર લખતા હતા. ‘શાળા છોડીને હું સાળાની બહેનને પરણ્યો..’ શ્લેષની હાસ્યસભર સમજ તેઓએ ગુજરાતી (ભાષા)અને ગુજરાતીઓ(લોકો)ને આપી હતી.
શશી થરૂરનાં પનને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે મન પર લીધો નથી. એણે પનનો જવાબ પનથી દીધો છે. એણે કહ્યું કે છિલ્લર શબ્દમાં ‘ચિલ’ પણ તો છે; જસ્ટ ચિલ… એટલે શાંત થાઓ, ધીરા પડો, વિનમ્ર બનો…વાહ માનુષી..પન રમૂજનું નીચ સ્તર નથી એ આ બ્યુટી વિથ બ્રેઈન્સે પૂરવાર કરી આપ્યું છે.

 

 

શબ્દ શેષ:
“પન એ રમૂજનું સૌથી નિમ્ન સ્તર ત્યારે છે, જ્યારે તમને પોતાને એવો વિચાર સૌથી પહેલાં આવતો નથી.” –અમેરિકન પિયાનોવાદક, કોમેડિયન અને લેખક ઓસ્કાર લેવન્ટ (૧૯૦૬-૧૯૭૨)

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, સત્યકથા, સમાચાર

अपनी पसंद की किताबें पढ़ें और शेयर करें…

 સૌજન્ય    : Anju Vyas: यह eLibrary है, इसमें कई सौ अमूल्य ग्रंथों के PDF हैं, ताकि यह ज्यादा से ज्यादा लोगों के काम आ सकें, देश धर्म संबंधी अमूल्य पुस्तकें इन लिंक में संग्रहीत हैं, आप विषय देखकर लिंक खोलें तो बहुत सी पुस्तकें मिलेंगी, सभी पुस्तकें आप निशुल्क download कर सकते हैं, इन लिंक्स की किताबें दो साल में अलग अलग स्त्रोतों से इकट्ठी की गईं हैं, अपनी पसंद की किताबें पढ़ें और शेयर करें…
Aadi Shankaracharya – आद्य शंकराचार्य :-
Sri Aurobindo – श्री अरविंदो :-
Swami Dayananda – स्वामी दयानंद :-
Swami Vivekanand – स्वामी विवेकानन्द :-
Swami Shivanand – स्वामी शिवानंद :-
Swami Ramteerth – स्वामी रामतीर्थ :-
Sitaram Goel – सीताराम गोयल :-
Veer Savarkar – वीर सावरकर :-
P.N.Oak – पी.एन. ओक :-
हिन्दू, राष्ट्र:-
Basic Hinduism –
Hindutva and India :-
Islam Postmortem – इस्लाम की जांच पड़ताल :-
Christianity Postmortem – बाइबिल पर पैनी दृष्टि :-
Autobiography – आत्मकथाएं :-
धर्म एवं आध्यात्म –
यज्ञ Yajna –
Brahmcharya – ब्रह्मचर्य :-
Yog – योग :-
Upanishad – उपनिषद  :-
Geeta – श्रीमद्भगवद्गीता :-
Manusmriti – मनुस्मृति :-
Valmeeki and Kamba Ramayan – वाल्मीकि व कम्ब रामायण :-
Puran – पुराण :-
Books on Vedas – वेदों पर किताबें :-
Maharshi Dayananda – महर्षि दयानंद :-
————-Complete commentaries on Veda – सम्पूर्ण वेद भाष्य ——–
RigVeda – ऋग्वेद सम्पूर्ण –
YajurVeda – यजुर्वेद सम्पूर्ण –
SamaVeda – सामवेद सम्पूर्ण –
AtharvaVeda – अथर्ववेद सम्पूर्ण –
🙏🙏

Leave a comment

Filed under સમાચાર

… this imperfection of nature, there is perfection. 

On Thu, Oct 26, 2017 at 9:53 PM, Nikunj H Bhatt <pratikunj@gmail.com> wrote:

 
QUOTE
 
When somebody told me that he has failed in his exams,
my question is, “Is it a law that you will pass every time?”
When someone told me that her boyfriend broke up with her,
my question is, “Is it a rule that you will have successful relationships everywhere?”
When somebody asked me why am I in depression,
my question is, “Is it compulsory to have confidence all the time?”
When someone cried to me about his huge business loss due to his wrong decision,
my question is, “Is it possible that you take all right decisions?”
The fact is, our expectation that life has to be perfect/permanent
is the biggest reason of our unhappiness.
One has to understand the law of  ‘Impermanence of the nature’.
After each sunny day, there has to be a dark night, after each birth there have to be certain deaths,
For the ‘full moon’ to come again it has to pass through ‘no moon’ day.
In this imperfection of nature, there is perfection.
So, stop taking your failures and bad part of your life so personally or intensely.
Even God does not like to give you pain but its the cycle through which you have to pass.
Prepare yourself for one more fight after each fall, because even failures cannot be permanent…!
Enjoy life….
Your breath comes to go.
Your thoughts come to go.
Your words come to go.
Your actions come to go.
Your feelings come to go.
Your illnesses come to go.
Your phases come to go.
Your seasons come to go.
 
 
You yourself have come to go.
Then why do you hold on to
your guilt, your anger, your unforgiving attitude and hatred
so.. so.. so tightly,
when they too have come to go.??..
LET THEM GO!
UNQUOTE
****************************** ****************************** *****************************
 

1 ટીકા

Filed under પ્રકીર્ણ, સમાચાર