Category Archives: યામિની વ્યાસ

યામિની વ્યાસ-૩ P. K. Davda

 Reblog  યામિની વ્યાસ-૩ (અંતીમ)    

યામિની વ્યાસ આમ તો સુરતની ભૂમિ પર કુશળ અભિનેત્રી અને નાટ્યકાર તરીકે ઝડપથી આગળ આવેલું નામ છે, પણ કવયિત્રી તરીકે પણ ગજબનું કામ કર્યું છે.એમની પ્રત્યેક ગઝલમાં કંઈક નવીનતા હોય છે.
આ ગઝલમાં પ્રત્યેક શેરની પ્રથમ અને બીજી પંક્તિમાં વિરોધાભાસ છે. પ્રથમ પંક્તિ સુખદ હોય તો બીજી પંક્તિમાં પીડા હોય, અને પ્રથમ પંક્તિ દુખદાયક હોય તો બીજી પંક્તિમાં કંઈક રાહતકારક કથન હોય.
જાત આવી છે
મહેકી રાતરાણી, ખુશનુમા મધરાત આવી છે;
પરંતુ નીંદ ક્યાં? એ લઈને અશ્રુપાત આવી છે.

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે,
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે.

કપાશે વૃક્ષ, પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે,
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી,
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે

-યામિની ગૌરાંગ વ્યાસ
પ્રથમ શેરમાં જ કહે છે કે રાતરાણીની મહેકથી ખુશનુમા થયેલી રાત તો છે, પણ આવી સરસ રાતે મીઠી ઊંધ આવવાને બદલે વિરહના આંસુઓથી આંખો છલકાય છે. આમ પ્રત્યેક શેરની બે પંક્તિઓમાં એક મેકથી વિરોધી ભાવો વ્યક્ત કર્યા છે.
તે પછીના શેરમાં કહે છે, કિનારે સહીસલામત આવી પહોંચેલા વહાણને જોઈને લોકો ખુશ થાય છે, અને વહાણના અને નાખુદાના વખાણ કરે છે, પણ એમને ક્યાં ખબર છે કે કેવા ઝંઝાવાતમાંથી બચીને પ્રભુકૃપાએ જ આ વહાણ કિનાર પહોંચ્યું છે.
ત્રીજા શેરનો બે રીતે અર્થ કરી શકાય. એક માણસ જાત દ્વારા થતો જંગલોનો નાશ, અને એને લીધી થતો પશુ-પક્ષીઓનો વિનાશ, એવો એક અર્થ કરી શકાય. બીજો અર્થ એવો પણ નીકળે કે ભયંકર તોફાન, કે જળપ્રલયમાં અનેક વનસ્પતિ, પશુ-પક્ષીઓનો નાશ થાય છે, પણ માણસ જાત મોટે ભાગે ઉગરી જાય છે.
ત્યાર પછીના શેરમાં કદાચ હતાશ પ્રેમી પ્રેમિકાને કહે છે કે આમ મને છોડીને બીજાના થઈ જવું એ યોગ્ય નથી, પણ કદાચ તેં કોઈ લાલચને લીધે આવું કર્યું હશે.
આખરી શેરમાં કહે છે, ખુબ જ રળિયામણી સાંજ હોય, તો પણ થોડીવારમાં અંધારૂં થવાનું, રાત પડી જવાની. અને પછી અજબ ગજબની સરખામણી કરતાં કહે છે, કે આ તો હથેળીમાં સમાય એટલા પાણીમાં ડૂબી મરવા જેવું થયું.
શબ્દો સાથે ભાવની ખૂબ જ સરસ ગુંથણી કરી છે.
યામિની બહેન વિશે વધારે જાણવા તમારે “નિરવ રવે” નામના બ્લોગની મુલાકાત લેવી જોઈએ, અથવા તો એમનું નામ લખી, ગુગલ કરવું જોઇએ.

1 ટીકા

Filed under ગીત, યામિની વ્યાસ

યામિની વ્યાસ-૨ (પી. કે. દાવડા)

Reblog  યામિની વ્યાસ-૨ (પી. કે. દાવડા)

કલા અને સાહિત્યમાં ગુજરાત અને ગુજરાતીઓમાં પોતાનું સ્થાન અંકે કરનાર બહેન યામિની વ્યાસ વિશે એક વાત ખાસ જાણવા જેવી છે. એમણે ૧૯૮૦ માં માઈક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને મેડિકલ ટેકનોલોજીનો અભ્યાસ કરી એમાં ડીપ્લોમા મેળવ્યો છે. વર્ષો સુધી આ વિષયના વ્યવસાયમાં જ રત રહ્યાં છે, અને છતાં કલા અને સાહિત્યમાં આટલી મહારથ કેવી રીતે હાંસિલ કરી?

ચાલો આજે મારા પરિચિત, યામિની બહેનના માતૃશ્રી શ્રીમતિ પ્રજ્ઞાબહેન વ્યાસે મને ખાનગીમાં કહેલી વાત જાહેર કરી દઉં.

“યામિની નાના લેખો-વાર્તાઓ છાપામા આપતી અને ૧૫-૨૦ રૂપિયાના પુરસ્કારમાં હરખાતી. તેને આર્ટસમા જવું હતું, પણ અમે જીદ કરી સાયન્સ લેવડાવ્યું…નોકરી કરતાં વાર્તા-નાટક લખવા માટે ગુજરાતીના પ્રોફેસરની દોરવણી નીચે પ્રયત્ન કર્યો, અને ગઝલો માટે – ગુરુ શ્રી નયનભાઇ ની દોરવણી લીધી.”

અને હવે આવે છે Climax.

“આવતા જુનમા તે રીટાયર થાય બાદ આર્ટસ કોલેજમા દાખલ થવાનું નક્કી કર્યું છે!”

સલામ યામિનીબહેન, કલા અને સાહિત્ય માટે આવી લગની હોય તો સફળતાના શિખર સર કરતાં તમને કોણ રોકી શકે?

ચાલો તો આજે એમની એક ટુંકી બહેરની ગઝલ માણીયે.

ગઝલ

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.

વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

બાળક રડતું ‘મા. મા.’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.

આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે?

– યામિની વ્યાસ

 

ગઝલના મત્લાથી મક્તા સુધીનો એકે એક શેર અસરકારક વાત કહી જાય છે. મત્લામાં ગરમાળાની વાત છે. ગરમાળો એક પીળા ફૂલોવાળો સુંદર વૃક્ષ છે. કવિયત્રી કહે છે કે ગરમાળાએ એવું તો શું જાદુ કર્યું કે એની પ્રત્યેક ડાળ ઉપરથી ટંહુકા સંભળાય છે? એનો જવબ મળે એ પહેલાં જ મનમાં એક તરંગ ઊઠે છે, આ સમયના તાણાવાણા ચલાવી, આ વસ્ત્ર કોઈ કબીર ગુંથે છે? અહીં વસ્ત્ર અને તાણાવાણા સાથે યાદ કરવા કબીરથી સારૂં પાત્ર ક્યાં મળવાનું છે?

સમયની વાત કરી તો વીતિ ગયેલા વર્ષોની યાદ આવી ગઈ છે, પણ સીશ..અવાજ ન કરશો, આ યાદો તો કરોળીયાના ઝાળાં જેવી નાજુક યંત્રણાંમાં અટવાયલી છે. જરાક ભુલ થશે તો એ ખોવાઈ જશે.

ત્યાર પછીના શેરમાં તો યામિનીબહેનની કલ્પના કમાલ કરે છે. નાજુક પાંદડી ઉપર પડેલી ઝાકળ, પાંદડીને પીવી છે, એના માટે સૂરજના કિરણોની મદદ લેવી પડશે. સુરજ નીકળ્યા પછી ઝાકળ દેખાતી નથી, તો શું એને પાંદડી પી ગઈ?

તે પછીના શેરમાં માનવીય સંવેદનાની પરાકાષ્ટા છે. બાળક્ના રડવાનો અવાજ સાંભળી, માને ફાળ પડે છે, શું થયું મારા લાલને?

આખરે મક્તામાં એમના પ્રિય વિષય ગઝલને જ કહે છે, આવ આવ ! તારૂં સ્વાગત છે. તને ભલા કોઈ ટાળી શકે?

સમગ્ર ગઝલમાં ક્યાંયે ભાર લાગતો નથી, હલકા-ફુલકા ભાવવાળા શેર વાંચવાની મજા પડી.

-પી. કે. દાવડા

2 ટિપ્પણીઓ

Filed under ગીત, યામિની વ્યાસ

યામિની વ્યાસ-૧ (રજૂઆત- પી. કે. દાવડા)

Reblogયામિની વ્યાસ-૧ (રજૂઆત- પી. કે. દાવડા)

૨૦૧૨ માં પહેલી વાર મારો પરિચય શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ સાથે થયો. મારી કોઈ એક બ્લોગ-પોસ્ટ ઉપર એમનો પ્રતિભાવ વાંચીને મેં એમની બાબતમાં શોધખોળ આદરેલી. તે વખતે “પ્રજ્ઞાજી” અને “પ્રજ્ઞાજુ” બે વ્યક્તિઓ વચ્ચે મને confusion હતું, કારણ કે બન્ને બ્લોગ જગતમાં જાણીતા હતા. થોડા સમયમાં મારો એ બન્ને “પ્રજ્ઞા”બહેનો સાથે ઘરોબો થઈ ગયો, અને એ ગાઢ સંપર્ક આજ સુધી ચાલુ રહ્યો. પ્રજ્ઞાજુ એટલે કે પ્રજ્ઞાબહેન વ્યાસના સંતાનો પણ કલા અને સાહિત્યની દુનિયામાં ખૂબ જાણીતા હોવાની માહીતિ મારી પાસે હતી, પણ મારૂં પોતાનું કોઈ માધ્યમ ન હોવાથી, હું એમના વિષે અત્યાર સુધી લખી શક્યો નથી. વચ્ચે “સર્જક અને સર્જન” નામની મારી ઈ-મેઈલની શ્રેણીમાં મેં એમની સુપુત્રી યામિની વ્યાસ વિષે લખવાની તૈયારી પણ કરેલી, પણ સંજોગો વશાત એ થઈ શક્યું ન હતું. લગભગ એ શ્રેણીની શૈલીમાં, આવતી થોડી પોસ્ટમાં હું યામિની બહેન વિષે અને એમના સર્જન વિષે લખીશ.

યામિનીબહેનના કાર્યક્ષેત્રને બે ભાગમાં વહેંચી શકાય, કલા અને સાહિત્ય. કલાના અનેક ક્ષેત્રોમાં એમણે નામના મેળવી છે, પણ એ વાત હું ભવિષ્યમાં ક્યારેક લલિતકળા વિભાગમાં રજૂ કરીશ. સાહિત્યમાં પણ એમણે કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકી વાર્તા, નવલિકા, લઘુનવલ, સ્કીપ્ટ લેખન જેવા અનેક વિભાગોમાં સર્જન કર્યું છે. આ લેખ માળામાં હું કાવ્ય, ગીત અને ગઝલની જ રજૂઆત કરીશ.

ગઝલ

દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે

ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે

લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

-યામિની ગૌરાંગ વ્યાસ

આ બ્રહ્માંડ ગતિશીલ છે, એમાં કશુંયે સ્થિર નથી. ધરતીમાં ખોડાયલા વૃક્ષો અને મકાનો પણ પૃથ્વીની ગતિ સાથે ચાલે છે. મનુષ્ય અને પશુ-પક્ષીઓને વધારાની ગતિ મળી છે. સમુદ્રના મોજાંને પોતાની ગતિ છે, તો નદીને પોતાની આગવી ગતિ છે.

આ ગતિશીલ ગઝલના મત્લામાં યામિનીબહેને દૂર દૂર સુધી ચાલી જતી વાટની ગતિને ઓળખીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, કે કોણ જાણે એ ક્યાં સુધી જાય છે? બીજા શેરમાં એમની નજર નદી ઉપર પડે છે. એમના મનમાં પ્રશ્ન ઊઠે છે, અરે! આ ઘાટને મૂકીને નદી આટલી ઝડપથી ક્યાં જાય છે? જરૂર એ દરિયાને મળવા અધીરી થઈ હશે. પ્રિયતમને મળવા અધીરી થયેલી પ્રેયસી માટે નદી અને દરિયાના રૂપક સાહિત્યમાં વર્ષોથી વપરાઈ રહ્યા છે.

તે પછીના શેરમાં ટકોર કરે છે કે જીંદગી કેવી રમત રમાડે છે કે કેટલાક માણસો રમત અધૂરી મૂકીને ચાલ્યા જાય છે. અહીં યામિનીબહેને પાઠકો ઉપર એનું અર્થાઘટન છોડ્યું છે.

મનને કાબુમાં રાખવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. જેમ “હર હર મહાદેવ” બોલી દુશ્મનો ઉપર તુટી પડતી શિવાજી મહારાજની સેનાને રોકવી મુશ્કેલ હતી, તેમ મનમાં ચાલતી લાગણીઓને રોકવી મુશ્કેલ છે.

અને છેલ્લે મક્તામાં યામિનીબહેને સાહિત્યકાર તરીકે પોતાનો પરિચય આપ્યો છે. આઠ આઠ મહિનાના ઈંતેજાર અને તલસાટ પછી પણ માત્ર વરસાદના થોડા છાંટા પડતાં જ ધરતીમાંથી જે તૃપ્તીની સુગંધ ઊઠે છે, એ વર્ણવીને ગઝલને એક ઉત્તમ સાહિત્યના નમૂનામાં મૂકી દીધી છે.

1 ટીકા

Filed under કાવ્ય, યામિની વ્યાસ

Me too…/ યામિની ગૌરાંગ વ્યાસ

No automatic alt text available.Image may contain: textImage may contain: textImage may contain: textNo automatic alt text available.Image may contain: textNo automatic alt text available.

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, યામિની વ્યાસ, વાર્તા

મન તરબતર થઈ જાય તેવા વરસાદી કાવ્યો યામિની +

Image may contain: one or more people and text

 

रे रे चातक सावधान मनसा मित्रं क्षणं श्रूयताम्।
अम्भोदा बहवो हि सन्ति गगने सर्वेति नैताद्रशाः।।
केचिद् वृष्टिभिराद्रयन्ति वसुधा केचिद् गर्जन्ति वृथा।
यं यं पश्यसि तस्य तस्य पुरता मा ब्रूहि दीनं वचः।।
તેવો જ રહીમનનો દોહો છે!
रहिमन निज मन की व्यथा मन ही राखौ गोय।
सुनि अठिलैहैं लोग सब बाँटि न लेहै कोय।।

નિર્જન વનવગડે અલી વાદળી !
જળ શાં ઢોળવાં અમથાં?
રણે રગદોળવાં અમથાં?
એવા હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
હ્રદય શીદ ખોલવાં અમથાં ?

– કેશવલાલ હરગોવિંદદાસ શેઠ

 

2 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, યામિની વ્યાસ

અંત કહેવો નથી/ યામિની વ્યાસ

 

Yamini Vyas

 

વારતા તો બની અંત કહેવો નથી
તે છતાં પણ ગમી? અંત કહેવો નથી

શોધ બીજી કડી અંત કહેવો નથી
રમ તું અંતાક્ષરી અંત કહેવો નથી

તું પછી શું? પછી શું? પૂછે છે સતત
રાહ જો ને જરી અંત કહેવો નથી

છોકરો છોકરી ત્યાં હતા, બસ હતા
એક અફવા નડી અંત કહેવો નથી

એ હ્રદયરોગવાળા સહી ના શકે
લ્યો કરી કાળજી અંત કહેવો નથી

આંખ ભીની ને હોઠો મુંગા થઈ ગયા
બોલને આગળ, હજી અંત કહેવો નથી?

એ જરૂરી કે થોડોક ડૂમો રહે
મોકળે મન રડી અંત કહેવો નથી

દર વખત કોયડો ના ય ઉકલી શકે
અંત ખોટો કહી અંત કહેવો નથી

છે કથાનક સમયનું ગતિ છે સહજ
વાતને ફેરવી અંત કહેવો નથી

યામિની વ્યાસ

વારતા તો બની અંત કહેવો નથી
તે છતાં પણ ગમી? અંત કહેવો નથી
સુંદર મત્લા
હર પ્રણયની વારતાના અંત નોખા હોય છે,
ક્યાંક આંસુ, ક્યાંક કંકુ સાથ ચોખા હોય છે.
સુંદર વાર્તામા સુખાંત ય હોય, તો કયારેક અંતે અનંત વિરહ,
કયારેક ધાર્યા મુજબનો હોય તો કોઇ વાર્તાનો સાવ અણધાર્યો
અંત વાર્તા કાયમ યાદ રહે તેવો !
તો જીવનના અંત સુધીની વાત નજુમી પાસે જાણવા પ્રયત્ન થાય !
તારી માફક થઈ ગયા વરસો મને રસ્તા ઉપર
જો નજુમી જો હવે આગામી કેવી સાલ છે.
મારું મયખાનું ભલું જ્યારે ચાહું નીકળી શકું
શેખજી કાબામાં તો ચારે બાજુ દિવાલ છે.
આ શિખામણમાં બધું આવી ગયું સાંભળ જરા
જો સમય કરતાંયે મોંઘી આ દિલની ચાલ છે.
એક તૌબા એક તમાચાની જરૂરત છે ‘મરીઝ’
હાથ ઉપાડો કે બહુ નજદીક ખુદના ગાલ છે..
તો કેટલાક અંતની ફીકર જ કરતા નથી!
દર્દ! અજમાવી લે તારું જોર તું યે હદપર્યંત,
ગૂમડું ફૂટ્યા પછી આવી જશે પીડાનો અંત
તો કેટલાક
અંત ને આદિ મહીં રહેવાનો કાયમ હું જ છું;
છે છુપાવ્યો ભેદ પરદામાં એ મોઘમ હું જ છું,
મારી હસ્તીનો તમે શું તાગ લેવાના ભલા!
જેને વંદયા’તા ફરિશ્તાઓએ આદમ હું જ છું.
પણ મક્તામા મઝાની વાત કહી
છે કથાનક સમયનું ગતિ છે સહજ
વાતને ફેરવી અંત કહેવો નથી
આનંદ અંત ન જાણવામા જ છે

1 ટીકા

Filed under કાવ્ય, ગઝલ, યામિની વ્યાસ

મોરારીબાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વમા ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર નું ‘વહાલના વારસદાર

     મોરારીબાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વમા ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર નું ‘વહાલના વારસદાર ‘નાટકે સુરતનું નામ ગુંજતુ કર્યું અસ્મિતા પર્વમા રાષ્ટ્રીય કલા કેન્દ્ર નું ‘વહાલ ના વારસદાર ‘ નાટકની સફળતાપૂર્વક ની રજૂઆત કરી મોરારીબાપુ સહિત તમામ પ્રેક્ષકો દિલ જીતી લીધા નાટકના અંતે બાપુના હસ્તે લેખિકા યામિની વ્યાસ દિગ્દર્શક મેહુલ શર્મા અને તમામ કલાકારો નુ શાલ વડે સન્માન કરાયું

6 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ, યામિની વ્યાસ