About

પ્રજ્ઞા. પ્રફુલચંદ્ર .વ્યાસ
જન્મ-સૂરત
હાલ અમેરિકા.
શોખ-વાંચન,રાસ-ગરબા,સંગીત,નાટકો અને રખડવું

47 responses to “About

  1. પ્રજ્ઞાબેન,,,,નમસ્તે…..તમને જાણવામાં ભુલો થઈ તો માફી ચાહું છું…..તમે તમારો પરિચય તમારી સાઈટ પર મુક્યો તેનો ખુબ જ આંનદ થયો…..મારા વિષે તો તમે મારી સાઈટ પર મારું જીવન ઝરમર વાંચી જણ્યું હશે જ ! જ્યારે જ્યારે તમે મારી સાઈટ પર આવી તમારો પ્રતિભાવ મુક્યો તે વાંચી જે ખુશી થઈ તેને શબ્દોમા કેમ કહી શકું ? તમારી સાઈટ પર પ્રસાદી મુકતા રહેશો. ……ચંદ્રવદનભાઈ

  2. પ્રજ્ઞાબેન,

    આપનો પરિચય જાણીને આનંદ થયો.

    આપનો આ બ્લોગ ફન-એન-ગ્યાન ટૂલબાર (http://funngyan.com/toolbar/) પર ‘મહિલા વિશેષ’ વિભાગમાં ઉમેરી દીધો છે….

  3. આપનો પરીચય થયો આનંદ સાથે આવકારું છું

  4. Dear Pragna,

    Your Gujarati poems,Articles and Critic is impacting the mind of the reader.
    Your blog is a new welcome to Gujarati surfers and blogers on the internet world.
    Please Stay connected.
    Regards

    Trivedi Parivar

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  5. I am sure that our Gujarati blogs are going to get more and more great literature from you. Hidden treasure is now coming to light! Thanks.

  6. ૧– સ્વાગતમ્
    ૨– પરીચય આટલો ટુંકમાં ?
    ૩– જે અનુભવધન પામ્યાં છો એને બ્લોગપન્ને ક્યારે
    મુકવાનાં ? એ ખજાનો જ હશે… રાહ જોવાશે.
    ૪–‘ની’રવ ન જોઈએ ?

    • પ્રજ્ઞા-પુર્ણીમા અહો !
      નીરવ રવે ધારા અલૌકીક, સ્વર્ણીમ વહો ! ….. પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

      સકલ જગતની વ્યાપી ભૌતીકતા નરી,
      અકલ વંચનાભરી બૌધીકતા ભરી;
      એને અપરા જ્ઞાનની કરણી-કથા મા, કહો ! …પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

      અંધારાં ગાઢ, ઝાંખી દીશાઓ બધી,
      ના સુઝે પથ, અટવાતી કેડીઓ વધી;
      પ્રખર, પ્ર-તાપ અજવાળતો દિશા રહો ! …… પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

      આકાશે કલા ચન્દ્રની ઘટતી–વધતી રહે સદા,
      અજ્ઞાનની ઘટે, વધે જ્ઞાનની તદા;
      હવે જ્ઞાનની દ્વીતીયા બની પુર્ણીમા, લહો !

      પ્રજ્ઞા-પુર્ણીમા અહો !

  7. pragnaju

    ૧– સ્વાગતમ્
    આભાર
    ૨– પરીચય આટલો ટુંકમાં ?
    ક સવિસ્તાર લખ્યું હતું પણ અમારા સીક્યુરીટીની મગજમાં ઉતેરે તેવી સલાહ આવી કે આઈ.ડી
    ચોરાઈ રહેવાની દહેશત રહે છે.
    ખ મૂળમાં તો ટપાલ ટીકીટ પાછળ લખી શકાય તેટલો પરિચય (વિચાર અમૃતા પ્રિતમનો છે- એટલે તેની આત્મકથાનું નામ પણ એવું જ આપ્યું હતું)
    ગ મારી દિકરીને જ્યુરી ડ્યુટીમાં ઈન્ટરનેટ ગુનાહ અંગે જવાનું થયું અને જાત જાતની વાત જાણી.
    કોઈને ફોન # આપવો નહીં-તેના પરથી રહેઠાણ ખબર પડે.અજાણ્યા સાથે ચેટ ન કરવું.તેથી
    કાળજીથી ઈ-મેઈલ કર્યા-તેમાંથી મારા ભત્રિજાની પુત્રવધુએ ગુજરાતી વાંચવા-લખવા અંગે
    માહિતી મોકલી-લખતા લખતા કોમેંટ લખવા માંડી અને બ્લોગ પણ શરુ કર્યો.હવે વિનોબાજીની બ્રહ્મચર્યની વાત પર મારી કોમેંટ પછી સવિસ્તાર બીજા સંતોની વાણી જણાવવાનું સૂચન થયું. આ અંગે ગાંધીજીનાં વિચારો (-જો કે લેખનાં ઉતારા જ છે) અંગે અને સૂફી વાણી અંગે સલાહ-સૂચન આપવા વિનંતી.
    ૩– જે અનુભવધન પામ્યાં છો એને બ્લોગપન્ને ક્યારે મુકવાનાં ? એ ખજાનો જ હશે… રાહ
    જોવાશે.
    સંતો કહે છે કે- ગુંગાને ગોળનાં સ્વાદ જેવું અનુભવનું છે. એ જવા દઈએ તો પણ બોલનાર લખનાર પણ અનુભવની વાતમા અસત્ય કહે છે….નારદ ભક્તી સુત્ર પ્રમાણે અવચનીય છે.
    કેટલાકને મુ ભગવતીભાઈ જેવાઓને સહજતાથી પરમ લખાવે તેવું થાય છે તેવી કૃપા પાત્ર થઈએ તો…!
    ૪–’ની’રવ ન જોઈએ ?
    આ પણ ભજનની પંક્તીઓમાંથી લીધું છે-અને બરોબર લાગે છે
    નિરવ રવે રટજો રજની-દિન
    એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
    બસ એક કામ , મમ એક ધામ ,&
    ટપાલ ટીકીટ પાછળ પરીચયવાળી વાત મનમાં બેસી ગઈ. નીઃશેષ થવાની વાત કેટલી સરસ બેસે છે, આ વાતે !! નારદજીની વાત પણ લગભગ એ જ અનુસંધાને ગમી. ‘અવાચક’ બની જવું ક્રીયાપદ ઈશ્વરીય લીલાને જોઈને ક્યારેક થઈ આવતી અનુભુતીનો સરસ પડઘો પાડે છે. અ–વાચકો હવે વધી રહ્યા છે એ મુદ્દેય અવાચક બની જવાય છે. લેખન શબ્દ આયુર્વેદમાં ખોતરવાના અર્થમાં વપરાય છે ! લખવાની કામગીરી આંતરીક ખોતરકામ કરે છે ! વાચકો એને વાંચે કે ન વાંચે; વાંચીને બરાડી ઉઠે કે અ–વાચક થઈ જાય – આ બધું આ પ્રવૃત્તતીમાં જોડે જોડે છે. સાર્થ જોડણીકોશ મુજબ નીરવ જ છે. ભજનમાં કેમ એમ લખ્યું હશે, શી ખબર. સારું થયું તમારી સાથે આ મુદ્દે લખ્યું; ‘લેખન’કાર્ય એ બહાને થયું. સાભાર, વંદન સહ,–
    જુગલકીશોર.

  8. પ્રજ્ઞાબેન,
    તમારો પરિચય મેળવવાનું કૂતુહલ હતું. બહું આનંદ થયો.
    અમુક વાતોનું ખંડન આપણે ફકત જ્ઞાન મેળવવા માટે કરતા હોઈએ છીએ. પણ એ પહેલાં જ્ઞાન મેળવવાની પાત્રતા એટલે કે અહમ(હું કોણ?)નું ખંડન કરવું પડે . મને લાગે છે કે તમારી જ્ઞાન પચાવવાની શક્તિ ઘણી વધારે છે. ફરી ફરી અહીં તહીં મળતાં રહીશું

  9. Sudhir Patel

    Pragnaben,

    Namaste and wish you all the best and success for this blog.
    I always like to read your comments and enjoy along with the poems and gazals on almost all Gujarati blogs.
    With regards.
    Sudhir Patel.

  10. બહુ વખત થી આપને ઓળખુ છુ,પણ તમારા પ્રતિભાવથી જ્.ાજે વધારે જાણવાનો મોકો મલ્યો… તમારી કમેન્ટસ પર હુ કુરબાન છુ…જે ઓછી વાત માં બહુ બધુ કહી જાય છે..બસ હુ તો હજી બાલમંદિર ની વિધ્યારથીની છું.. અને આપ જેવા બધાનાં સાથ સલાહ ની આશા રાખુ છુ…

    આપની ચાહક નીતા કોટેચા

  11. સુરેશ જાની

    હવે ઓફીશીયલી પરીચય મળ્યો !!

  12. nilam doshi

    nice to read..thanks pragnaben…

    tamari sundar comments vanchavani maja avati hati.

    ane have tamaro blog vanchavani pan maja..

    khub saras

    abhinandan

  13. પ્રિય પ્રજ્ઞાઆંટી, નમસ્તે…!

    તમારો બ્લોગ ઘણીવાર વાંચુ જ છું… પરંતુ હવે કોમેંટ પહેલા જેટલી લખતી નથી, એટલો સમય વાંચનમાં વધુ વિતાવું છું.

    તમે આ બ્લોગ ખરેખર સરસ રીતે ચલાવો છો… ખૂબ ખૂબ અભિનંદન.

    ચા.ગુ. વખતે મળવાનો મોકો હતો તોય ના મળ્યાનો અફસોસ રહી ગયો… ખેર, like they say- there is always next time, right?!! 🙂

    Regards….

  14. આદરણીય પ્રજ્ઞાજી,

    આપના પ્રતિભાવો મારા બન્ને બ્લોગ પર લગભગ નિયમિત મળતા રહે છે એ વાતનો મને ખુબ ખુબ આનંદ છે… મને જરાય પણ ખ્યાલ ન હતો કે તમે પણ બ્લોગ ચલાવો છો… આજે પ્રથમ વખત જ આપના બ્લોગની મુલાકાત લીધી છે… ખુબ મજા આવી… આપની સફર ચાલુ રાખજો… અને સફર દરમ્યાન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સમય મળે મારા બ્લોગની મુલાકાર લઈ આપના અભિપ્રાયનો પ્રસાદ આપતા રહેજો…

    રાજીવ (શબ્દ-સાગરના કિનારે…)

  15. kamlesh

    Pu. Pragnyakaki,

    A very nice blog. This is my first click.

    Keep up with spreading good and encouraging thoughts.

    Aa no bhadra kratvo yantu vishwath for the blog.

    Pranams.
    Kamlesh

  16. Pranam! I regularly read your cooments on all the Gujarati blogs. I am glad to read your “Parichay” here. I am newcomer to this world of internet blogging and expect that people like you would visit and encourage my new blog:http://binatrivedi.wordpress.com/

  17. Dear Aunty,
    bas, aaje j tamaro blog joyo.. tamari comments hu vaanchti ane aapne naam thi olakhti… pan, aaje aapne ahi mali aanand thayo..

  18. શોખમાં સર્ફીંગ અને બ્લોગીંગ ઉમેરી દો.

  19. Ramesh Patel

    I have always felt that your comments bring everyone together and just like your name
    it is full with depth of subject.
    congratulation and best wishes.

    Ramesh Patel(Aakashdeep)

  20. કોમેન્ટમાં તો આપને ઘણી વખત જાણવાનો પ્રયત્ન કર્યો છે પણ હવે તો બ્લોગર તરીકે આપની પાસેથી વિશેષ જાણવા મળશે. આમેય પ્રતિભાવ તો લેખના ભાવ પ્રમાણે આપવાનો હોય છે જ્યારે પોતાના બ્લોગમાં તો અંતરનો ભાવ રજુ કરી શકાય. આપની પાસેથી વધુને વધુ જાણવાની જીજ્ઞાસા સાથે આવતો રહીશ.

    સાદર વંદન.

  21. Back to your Blog….Read again my comment….I feel honored as you frequently visit & comment on the Posts published on my Blog Chandrapukar…Please do continue !
    I had always admired you….without meeting you I feel you were a teacher….if so, the students must have loved you in Surat,Gujarat. I want to know more of you …may be one day ! I know you are afraid to give your personal info…you must rightly do so !But, may be one day I can meet you “in your Photo” That’s my wish !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    See you soon on Chandrapukar!

  22. પ્રિય પ્રજ્ઞાબહેન,
    તમારો નાનકડો પરિચય અને બધાની કૉમેંટ્સ તથા તમારા જવાબો.. બધું જ વાંચ્યું… બહુ જ સરસ..
    લતા હિરાણી

  23. આજે પહેલી વખત આપના બ્લોગની મુલાકાત લીધી
    ખરેખર બહુજ સુન્દર બ્લોગ છે.દરેક લેખમાં ઉન્ડુ
    તત્વચિન્તન ભરેલુ છે.તમારા પ્રતિભાવ અનેક બ્લોગ
    ઉપર વાંચ્યા છે. આજે બ્લોગ વાંચીને આપનો પરિચય
    થયો.

  24. નિરવ – જોડણી દોષ !

    નીરવ
    ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
    1 [सं.] વિo શાંત

  25. Capt. Narendra

    પ્રજ્ઞાબહેન,
    આશ્ચર્ય, ચકિત, wonder struck, બંગાળીમાં કહીએ તો ‘ચોમોત્કાર’ – આ બધા શબ્દો ઉણાં પડે છે આપનો બ્લૉગ જોઇને, આપના વ્યક્તિત્વના કેવળ ઓછાયાને જોઇને. આજના અંકમાં તો આપે આધિ ભૌતિક, આધિ દૈવિકને પાર કરી આધ્યાત્મિક મહાસાગરના તીરે લાવી મૂક્યો. મહાસાગર એટલા માટે કે તેમાં ગહનતા છે, પણ તે તરસ છીપાવી શકતો નથી. એના માટે તો તેમાં ઊંડા ઉતરવું જ જોઇશે.

    મૃત્યુ પછીની સ્થિતિની વાત અધુરી રહી છે તે પૂરી કરશો તો ઘણો આભારી થઇશ.

    બ્લૉગ જગતમાં ઘણું ભ્રમણ કર્યું, પણ આજે તેમાં સાર્થકતા અનુભવી. જીપ્સીને આપના બ્લૉગમાં આવી અથાંગ સમુદ્રના તીરે બેસી એટલા જ ગહન સાગર અને શશી, સાગર અને ક્ષીતિજનાં દર્શન કરવા મળ્યા. આભાર!

  26. આજે (તા. ૩૦/૧૨/૨૦૧૦) પરેશભાઇ વ્યાસને મળવાનું થયુ અને તેમના દ્વારા આ બ્લોગ વિશે જાણ્યુ. બસ હજી તો અહી આવ્યો જ છુ. વાંચવાની શરૂઆત કરુ છુ.

  27. પ્રજ્ઞાજુબેન, મૂલવણી કરતી આપની સ્નેહાળ શબ્દરચનાઓ વિવિધ બ્લોગ પર વાંચીને અભિભૂત થવાનું ઘણી વખત બનેલું. આદરણીય ડો. ચંદ્રવદનભાઇ (ચંદ્રપુકાર) ના પોકારો સાંભળવા તેમના બ્લોગ પર ગયો!! અને ‘નિરવ રવે, સહજ્ ભાવોનો દ્યોતક’ સુધી આવ્યો. પ્રજ્ઞાજુબેને ક્યાંક લખેલું યાદ આવ્યું કે, એટલે તો બ્લોગનું શીર્ષક નિરવ રવે…રાખેલું છે..

    આપનો અત્યંત ટૂંકો પરિચય વાંચ્યો..

    ગુલઝારના એક ફિલ્મી ગીતની કડીઓ યાદ આવી ગઇ..
    .. નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ , ગર યાદ રહે..

    આદરણીય પ્રજ્ઞાજુબેન, આપના શબ્દો એ જ આપની પહેચાન છે..
    ગુલઝારના ગીતમાંના ‘આવાઝ ’ શબ્દને બદલે આપના પરીચય માટેઃ-

    .. નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેરે શબ્દ હી પહેચાન હૈ , ગર યાદ રહે..
    એમ કહેવું ઠીક રહેશે ને?

    સાદર પ્રણામ.

  28. Please read આજનો પ્રતિભાવઃ ‘નિરવ રવે’ નો રવ … on http://www.girishparikh.wordpress.com and give your commnets. Thanks.

  29. aaje j tamara blog ni mulakat thai.have thati raheshe.
    tamara pratibhavo gani vakhat vanchya chhe. tamne vadhu janva gamshe.

  30. પ્રજ્ઞાબેન,
    આપનો પરિચય વિગતોમાં ભલે ટૂંકો રહ્યો, પરંતુ આપનો સાચો પરિચય આ બ્લોગમાં પોસ્ટ થતા આપના અભ્યાસ પૂર્ણ લેખો ,કાવ્યો,ગઝલો વિગેરેમાંથી મળે છે.

    અન્યોના લેખોની પસંદગી પણ સુંદર અને માણવા જેવી હોય છે.

    બ્લોગમાં થયેલ કાયા પલટથી નવા રૂપે એની ઉપયોગીતામાં વૃદ્ધિ કરી છે એ ગમી.
    અભિનંદન.આપનો બ્લોગ આથી પણ વધુ સફળતા પ્રાપ્ત કરે એ માટે મારી અનેક શુભેચ્છાઓ.

  31. chandravadan

    પ્રજ્ઞાજુબેન,

    આજે જ્યારે મેં તમારો ઈમેઈલ પરથી તમારા બ્લોગ પર પ્રવેશ કર્યો ત્યારે “એબાઉટ” યાને તમારા પરિચય વિભાગે પહોંચી ગયો.

    અને….અન્ય પ્રતિભાવો સાથે મારા અંગ્રેજીમાં લખેલા બે પ્રતિભાવો ફરી વાંચ્યા. એ પ્રમાણે “બે શબ્દો” દર્શાવવાની તકો લીધી હતી એનો આનંદ થયો.

    પણ….થોડી ક્ષણો બાદ, મારા મનમાં આજે “ગુજરાતી”માં લખવાની ઈચ્છા જગૃત થઈ.

    તમે તમારા વિષે “ટુંકાણ”માં ફક્ત ચાર લીટીઓ લખી હતી….અને જુગલકિશોરભાઈએ સવાલ કર્યો ત્યારે તમે તમારા “સીક્યુરીતી મન”ના આદેશ વિષે ઉલ્લેખ કરી, આ વાત બંધ કરી.

    તમો મારા બ્લોગ પર આવી અનેક પ્રતિભાવો આપ્યા તેનો હું ઋણી છું…અને, તમે આપેલા “સરસ” પ્રતિભાવરૂપી વિચારો અન્ય બ્લોગ પર વાંચી હું ખુબ જ પ્રભાવીત છું.

    આવા પ્રભાવ સાથે મને તમારા પર “સ્નેહ” છે, એથી જ, મેં મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર “જે જાણ્યું” આધારીત તમારો પરિચય પ્રગટ કર્યો હતો.

    ત્યારબાદ….અનેકવાર, તમારા વિષે “જરા વધુ” જાણી, તમોને વધુ કહેવા માટે ભલામણ કરી હતી…પણ ગુરૂ ( યાને બ્લોગ ગુરુ ) ની સલાહ પ્રમાણે તમે મક્કમ રહ્યા છો.

    ચાલો…..જાણ્યું કે એક નારી..નામે પ્રજ્ઞાજુબેન….જેમનો જન્મ સુરતમાં….જરૂર ઉચ્ચ અભ્યાસી….જે પ્રફુલ્લભાઈની સાથે લગ્ન કરી શુક્લમાંથી વ્યાસ કહેવાયા….જેમના લગ્નને ૫૦ ઉપર વર્ષો

    પહેલા થયા હતા….અને સંતાનસુખે દીકરીઓ સંગે એક દીકરો પરેશ….અને આજે છે અમેરીકામાં.

    આટલું જાણી…સાથે કોઈવાર તમોને ફોટામાં નિહાળ્યાનો આનંદ…પરિવારમા તમારા પતિદેવ પ્રફુલ્લભાઈ…પરેશ..યામીનીને પણ જોવાનો લ્હાવો.

    ફક્ત એક મારી ઈચ્છા અધુરી પુરી કરશો….મેં તમારા માટે બે પુસ્તકો ભેટરૂપે ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદીને પોસ્ટ કરી હતી…તો તમે એમને મળો તો જરૂરથી લઈ લેશો….મારૂં લખાણ કે પુસ્તક

    વાંચન જ્ઞાન અલ્પ છે, છ્તાં મારા “ભાવ”ને સ્વીકારશો.

    તમરી તબિયત સારી રહે..પરિવારમાં સૌ સારા રહે એવી પ્રાર્થના !

    ….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope you will continue to inspire me with your words as you visit my Blog Chandrapukar !

  32. આદરણીય પ્રજ્ઞાજુબેન,
    મારી ગઝલનો એક શેર યાદ આવે છે ..
    વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા,
    આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે ..
    એ હિસાબે આપ નિશ્ચિત શતાયુ છો ..શતં જીવો શરદઃ
    જ્ઞાનની પરબ સમા આપ અને આપની પરબ સમો આ બ્લોગ એકમેકને ધન્ય બનાવતા રહે એ જ શુભેચ્છા.

  33. અગાઉ પણ આવી ચુક્યો હતો , પણ ઉતાવળે કશું લખાયું ન હતું , પણ આજે તો એક વાત સ્પષ્ટ થવી જ જોઈએ કે તમે આટલું બધું ક્યાંથી શોધી લાવો છો , ક્યારેક તો કમેન્ટ ના જવાબમાં જ એક નાનો લેખ સમાવિષ્ટ થઇ જાય છે !

    હજી તો એક / બે પોસ્ટ માંડ વચાણી હોય , ત્યાં તો ૪ નવી પોસ્ટ આવી જ ચુકી હોય છે ! હેટ્સ ઓફ ટુ યુ . નિરંતર સર્જન , બહુ ગુણવતાયુક્ત સમય માંગી લે છે . પણ તમે હમેંશા Quantity સાથે Quality આપો છો .

    આમ જ સાગર કિનારે બેસી અમારા માટે મોતી વીણી લાવશો અને અમે તે માણતા રહેશું .

    • pragnaju

      ધન્યવાદ
      અમે નસીબદાર છીએ કે આપ જેવા મિત્રો મળ્યા છે.
      અને ઘણી વાર મિત્રો આપે અને અમે વહેંચીએ છીએ!
      કાવ્યો/ગઝલો અંગે શીખવવા પ્રયત્ન કર્યો…
      ન ફાવ્યું તો અમને ગમે તે લખવા પ્રેરણા આપી.!
      ભૂલા પડ્યા તો રસ્તો બતાવ્યો…અને અહીં
      રહે છે આમ તો પટેપ્સો તટી, મેરીલૅંડમાં એ કિન્તુ,
      મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ @ યા. કો
      અથવા
      રહે છે આમ તો હ્યુરોન તટી, મીશીગનમાં એ કિન્તુ,
      મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ @ યા. કો
      અને હંમણા ત્રીજી દિકરીને ત્યાં…………….
      રહે છે આમ તો પી ડી તટી, દ.કેરોલીનામાં એ કિન્તુ,
      મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ @ યા. કો
      છતા મિત્રો મળતાં જ રહે !
      નીરવ રવે- સહજ ભાવો દ્યોતક થતા રહે
      અને ગાજરની પપુડી ખાઇ જવી પડી નથી!

  34. આદરણીય વડીલ બહેન શ્રી પ્રજ્ઞાજુ બહેન,
    નિરવ રવે રટજો રજની-દિન
    એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
    બસ એક કામ , મમ એક ધામ ,
    ટપાલ ટીકીટની પાછળ લખાય તેવો ટૂંકો પરિચય પણ જીવન સફરમાં
    મીઠી વીરડી બની રહે એવો અલભ્ય અનુભવનું ભાથું ભરેલું છે.

  35. પ્રિય પ્રજ્ઞાબેન,

    તમારી કોમેન્ટ અને વિચારો તો સુરેશભાઈ, વિનોદભાઈ, રાજેન્દ્રભાઈ, ડો,ચંદ્રવદનભાઈ વગેરેના બ્લોગ ઉપર તો ઘણા વાંચ્યા છે, પણ આજ રોજ શ્રી સુરેશભાઈના બ્લોગ ઉપર જસપાલ ભટ્ટીના સમાચાર વાંચતાં તમારા બ્લોગની વિગત મળી. ૧૯૮૦ આસપાસ દૂરદર્શન ઉપર અને પછી તેમના શેખર સુમન સાથેના બહુ ટીવી શો જોયા છે. તેમના અચાનક મૃત્યુના સમાચાર બહુ આઘાતજનક છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવે પ્રાર્થના.

    તમારો બ્લોગ વાંચ્યો, બહુ આનંદ થયો. નવું નવું ઘણું સરસ જાણવા મલ્યું.

    મનસુખલાલ ગાંધી
    Corona(Los Angeles), CA 92880
    mdgandhi21@hotmail.com

  36. P.K.Davda

    બહેન,
    લાંબા સમયથી બે પ્રજ્ઞા વચ્ચે Confusion હતું. ક્યારેક પ્રજ્ઞાજુ અને ક્યારેક પ્રજ્ઞા દાદભાવાલા !! સાત આઠ મહિના પહેલા બહેન પ્રજ્ઞા દાદભાવાલાનો પ્રત્યક્ષ પરિચય થયો, છતાં પણ Confusion તો રહ્યું જ. થોડા દિવસ પહેલા શ્રી સુરેશભાઈ જાનીનો પરિચય થયો ત્યારે ખબર પડી કે પ્રજ્ઞાજુ એટલે પ્રજ્ઞા વ્યાસ. ચાલો મોડું તો મોડું પણ એક ને બદલે બે બહેનો થઈ એ કંઈ ઓછો લાભ છે?
    પરિચય વધસે એટલે સંપર્ક વધસે. ત્યાં સુધી
    સસ્નેહ,
    પી.કે.દાવડા

  37. આપની કોમેન્ટ્સમાંથી તો ઘણું જાણવા મળ્યુ છે, આજે બ્લોગ વાંચી સહજ આનંદ થયો.

  38. Ritesh Mokasana

    આદરણીય પ્રજ્ઞાબેન, જયારે કોઈ વડીલ મારા બ્લોગ ની મુલાકાત લે ત્યારે મને એવું લાગે છે કે મારી ગેરહાજરીમાં કોઈ મારો મહેમાન નીકળી ગયો ને મારાથી તેનાં સ્વાગત માં ખોટ રહી ગઈ ! એની વે, મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર બ્લોગ જગતના અમુક લોકો ને ખુબ ઈજ્જત ને મોટી હસતી ની નજરે જોઉં છું જેમના એક છો તમે ! ..વધુ લાગતું હોય તો ક્ષમા કરશો ..મુલાકાત લેતા રહેશો…ને મોજમાં રાખતા જશો…રીતેશ.

  39. વેબ ગુર્જરી -પર -આવેલા -પરમનું ની ભીતર -પરના લેખ પર ની કોમેન્ટ આપની છે?
    કોમેન્ટ નો છેલ્લો ફકરો અદ્વિતીય (ખુ… બ… જ…. સુંદર) છે……Vow….

    • vimla hirpara

      માનનીય પ્રજ્ઞાબેન,વેબગુર્ઝરીના દરેક લેખને અંતે તમારી અર્થપુર્ણ કોમેન્ટ વાંચીને તમારા વિશાળ વાંચનમનન વિષે કોઇ સંદેહ ન રહે. તમારી સાથે અર્થપુર્ણ ચર્ચા વિચારણા કરવાનુ ગમે. હા, સલામતી કે પ્રાઇવસી માટે સાવચેત રહેવુ પડે. પણ આ તો એવુ થાય કે તમે અજાણ્યા કે અનિષ્ટ તત્વોને રોકવા દરવાજા બંધ કરોએટલે સારા ને કયારેક સહાયક તત્વો પણ રોકાય જાય. અંધકારને રોકવા બારી વાસો તો પ્રકાશપણ અંદર ન આવી શકે. તમારા જેવા વિદ્રવાનને આનાથી વધારે તો શું કહી શકાય? એ જ વિમળા હિરપારા

  40. આદરણીય પ્રજ્ઞાબેન,
    આપની કોમેન્ટ ઘણી વાર વાંચી છે, વેબ ગુર્જરી પર તથા બીજા અનેક બ્લોગ પર આપની કોમેન્ટ એટલી બધી માહિતી સભર હોય છે કે મુળ લેખ ગૌણ બની જાય છે. આ પહેલા પણ તમારો બ્લોગ જોયેલ, પરંતુ પ્રતિસાદ ઘણો મોડો આપી રહી છું, આળસ બીજુ તો શું હોય!
    “દાવડાનું આંગણું ” પર આપનો મળવા જેવા માણસ પર વધારે પરિચય મળ્યો અને ફરી વાર તમારા બ્લોગ પર આવી જે મનમાં આવ્યું તે લખ્યું. તમે ખરેખર મળવા જેવા વ્યક્તિ છો.ક્યારે મળાશે? ક્યારેક જરુર મળીશું.

    • pragnaju

      અહીં અમેરીકામા
      રહે છે આમ તો પટેપ્સો તટી, મેરીલૅંડમાં એ કિન્તુ,
      મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ @ યા. કો
      અથવા
      રહે છે આમ તો હ્યુરોન તટી, મીશીગનમાં એ કિન્તુ,
      મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ @ યા. કો
      અને હંમણા ત્રીજી દિકરીને ત્યાં…………….
      રહે છે આમ તો પી ડી તટી, દ.કેરોલીનામાં એ કિન્તુ,
      મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ @ યા. કો

  41. આપની વાતો અને પ્રતિભાવો અન્ય જગ્યાએ વંચાતા રહ્યા છે પણ આજે અહીં આવીને લાગ્યું કે હું ઘણો મોડો પડ્યો છું.

  42. Raksha Shukla

    બધું જ વાંચવું ગમે છે. આપનું પીરસેલું તો બધું જ સુંદર. કેવું સુંદર વ્યક્તિત્વ ! અમારી યામિની ખૂબ ભાગ્યશાળી કે આવી તેજસ્વી મા પામી. એટલે જ યામિની પણ મલ્ટીટેલન્ટેડ. આપની સક્રિયતામાંથી કેટલું શીખવા મળે ! આપને વંદન.

Leave a reply to Daxesh Contractor જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.