Monthly Archives: ઓક્ટોબર 2022

રાહ જોતા પત્રો -યામિની વ્યાસ

Leave a comment

by | ઓક્ટોબર 31, 2022 · 1:34 એ એમ (am)

અમે ખાખરાની ખિસકોલી છીએ

અમે ખાખરાની ખિસકોલી છીએ…

પંજાબી, સાઉથ- ઇન્ડિયન, ચાઈનીઝ, થાઇ, ઇટાલિયન, કોન્ટીનેન્ટલ વગેરે પર પણ આપણે જીભ અજમાવી ચૂક્યા છીએ. પણ હવે સરકાર આપણને કહેશે કે શું ખાવું ?

મારી રસના પર રસ ઊમટયા
તું-દીધા તાંબૂલથી
– રમેશ પારેખ

રસના એટલે જીભ. તાંબૂલ એટલે નાગરવેલનું પાન. પણ આજે ગાવાનું મન થાય છે કે મારી રસના પર રસ ઊમટયાં તું – દીધાં ખાખરાથી… આપણા અસલ ગુજરાતી મોદી સાહેબે ખાખરાનાં વેરા ઘટાડયાં. અમારી જીભડી રસીલી થઇ ગઈ. એ જીભેથી હવે સરકારનાં વખાણ સિવાય અમારો કોઈ છૂટકો નથી. વ્હોટ અ દિવાલી ગિફ્ટ !

ચૂંટણી માથે છે. સરકારને ડર લાગે છે. જીએસટીનાં દર ઘટે છે. જે આઈટેમના દર ઘટયા એ પૈકી મોટા ભાગની વસ્તુઓ ગુજરાતને લગતી છે. ગુજરાતી વેપારી પ્રજા છે. વેરાની વસૂલાતની પધ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

દર મહિને જીએસટી રિટર્ન ફાઈલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. હવે ત્રણ મહિને રિટર્ન ભરાશે તો ચાલશે. યાર્ન, ઝરી, ડીઝલ પંપ, કાચનો ભંગાર સસ્તો થયો છે. સૂકવેલ કેરીની ચીરી, રોટલી અને ખાખરા ય સસ્તાં થયાં. સમગ્ર દેશને લાભ થશે. પણ ગુજરાતીઓને વધારે ફાયદો થશે. જ્યોર્જ ઓર્વેલનું એનિમલ ફાર્મ યાદ આવી જાય. બધા સરખાં છે.

પણ કેટલાંક (‘ગુજરાતીઓ’ વાંચવું) બીજા કરતાં વધારે સરખાં છીએ ! અન્ય લોકો પીએમના ગુજરાત પ્રેમની ટીકા કરે છે. દિલ્હીવાળા તો કહે છે કે ગોલાગપ્પાં પર જીએસટી કેમ ન ઘટાડયો ? ઇતના ગુજ્જુપન ? પણ સરકારની ગુજરાત પ્રત્યેની ધરાર જાહેર તરફદારી સારી વાત છે. ચૂંટણી પણ તો ગુજરાતમાં જ આવી રહી છે. હેં ને ? ખાખરાના ભાવ ઘટે એથી અમે અલબત્ત રાજી છીએ. અમે નખશિખ ગુજરાતી છીએ.

સરકાર આ જાહેરાતને રેશનાલાઇઝેશન ઓફ ટેક્સ રેઇટ્સ કહે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર રેશનાલાઇઝેશનનો અર્થ થાય છે : ‘કોઈ પ્રસ્તાવિત વિષય પ્રકૃતિના નિયમથી વિપરીત નથી એવું તર્કશુદ્ધ દલીલ વડે સમજાવવું તે…’ સરકાર કહે છે કે આવી સુધારા વધારા જાહેરાત ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ખાખરા અલબત્ત સેહત માટે લાભકારક છે. તળેલી અથવા તો ગળચટ્ટી અથવા બંને પ્રકારની જલસા-એ-જીભ વાનગીઓની સરખામણીમાં ખાખરા લૉ કેલરી ડાયેટ છે. ગુજરાતીઓનાં હૃદય માટે ખાખરા સારા છે.

આપણે એવી ખાખરાની ખિસકોલીઓ છીએ જે સાકરનો સ્વાદ જાણીએ છીએ પણ ડાયાબિટીસથી ડરીએ છીએ. હવે આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોય એ બધા પર જીએસટી વધશે પરંતુ જે ખોરાક આરોગ્યપ્રદ હશે એની પર જીએસટી ઘટશે. કેટલાંક અવિશ્વાસપાત્ર વર્તુળમાંથી જાણવા મળ્યું છે કે ક્રૂડ બાબતનું તમામ જીએસટી રેશનાલાઇઝેશન હવે ડાયેટીશ્યનની સલાહ મુજબ થશે. લો બોલો !

હે ઈશ્વર, લોકોને માફ કરજે. તેઓને ખબર નથી કે તેઓ શું ખાઈ રહ્યા છે ? તેલમાં ખદબદતા શાક અને ઘીમાં લસલસતી રોટલી. મિષ્ટાન્ન વિના તો ગુજરાતી થાળી અધૂરી અધૂરી લાગે. અને ગળ્યું ખાઈએ એટલે તીખું તો ખાવું જ પડે. ફરસાણ વિના તો કેમ ચાલશે રે ? આપણે જીભનાં સ્વાદને બેલેન્સ કરીએ છીએ અને એને બેલેન્સ્ડ ડાયેટ કહીએ છીએ !

વળી આપણે ગુજરાતીઓને ત્વરિતપાકી કચરાપટ્ટી વાનીનો જરાય ય છોછ નથી. બલકે એનાં તો અભરખાં છે. પિત્ઝા, બર્ગર આપણી દાઢે ભરાયાં છે. પંજાબી, સાઉથ- ઇન્ડિયન, ચાઈનીઝ, થાઇ, ઇટાલિયન, કોન્ટીનેન્ટલ વગેરે પર પણ આપણે જીભ અજમાવી ચૂક્યા છીએ. પણ હવે સરકાર આપણને કહેશે કે શું ખાવું ?

આજકાલ હોટલમાં જમ્યા પછી જીએસટી ચૂકવવો આકરો લાગે છે. વોટ્સ એપ પર એવા ય મેસેજ ફરે છે કે બિલ ચૂકવતી વેળા અહેસાસ થાય છે કે કુટુંબીજનો કે યાર દોસ્તોની સાથે સરકાર પણ આપણા ખર્ચે જમી જાય છે. પણ સાહેબ, એવું જ થવું જોઇએ. બલકે અમારી તો ભલામણ છે કે એ વેરો ૧૮% માંથી ૨૮% કરી દેવો જોઇએ. પછી તો હોટલમાં જવાપણું જ ના રહે.

ઘરે રહો. સ્વયંપાકી બનો. અને ઘરનો અન્નકૂટ આરોગો.જો બહારનું ખાઈએ તો જીએસટીનો માર ખાવાનો વારો આવે ને ? અમેરિકન લેખિકા અને કૂડ નેટવર્ક પ્રોગ્રામની યજમાન ઇના ગાર્ટન કહે છે કે ‘ડીનર માટે બહાર જવા કરતાં કાચી સામગ્રી ખરીદીને ઘરે રાંધવું એ પ્રેમ છે. જ્યારે ઇકોનોમી નબળી હોય ત્યારે તો એવું ફીલ-ગૂડ થાય એ જરૃરી છે.’ દિવાળીમાં કાજુકતરીની જગ્યાએ ખાખરાકતરી જેવું પીરસીને ફીલગૂડ કરાવવા બદલ સરકારનો જાહેર આભાર

Leave a comment

Filed under Uncategorized

કોઇ ન બસ -યામિની વ્યાસ

Leave a comment

by | ઓક્ટોબર 29, 2022 · 1:30 એ એમ (am)

આરતી અર્થ

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.

માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.

*પ્રથમ પંક્તિ*

*‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’*

 એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો. 

*બીજી પંક્તિ*

*‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’*

 બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.

 *ત્રીજી પંક્તિ*

*‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાંં`*

ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો. 

*ચોથી પંક્તિ*

*‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’*

એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે. 

*પાંચમી પંક્તિ*

*‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’*

અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો. 

*છઠ્ઠી પંક્તિ*

 *‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’*

 મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.

*સાતમી પંક્તિ*

*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’*

સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો. 

*આઠમી પંક્તિ*

 *‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’*

(દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.

*નવમી પંક્તિ* 

*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’*

નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.

*દસમી પંક્તિ*

*‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’*

દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.

*અગીયારમી પંક્તિ*

 *‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’*

નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

*બારમી પંક્તિ*

*‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’* બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.

*તેરમી પંક્તિ* 

*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’*

હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.

*ચોદમી પંક્તિ* 

 *‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’*

શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

*પંદરમી પંક્તિ* 

*’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.’* પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

*સોળમી પંક્તિ*

*‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’* અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.

*અંતિમ પંક્તિ*

*‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’*

આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે

Leave a comment

Filed under Uncategorized

 ચેતાવિજ્ઞાન

આ આનંદ રાવજી

‘પ્રાયશ્ચિત’–ધ્યેયલક્ષી અને હૃદય સ્પર્શી વાર્તા મારી આંખ ભીંજવી ગઈ!

આ વાર્તા  તમારા જ નહીં પણ અમારા સ્નેહીના 

જાત અનુભવ ઉપર આધારિત સત્ય ઘટના  છે.! 

 ચેતાવિજ્ઞાન માં તાજેતરમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે લોકો પ્રેમમાં પડે છે, ત્યારે મગજ  ફેરોમોન્સ , ડોપામાઇન , નોરપનેફ્રીન અને સેરટોનિન  સહિતના રસાયણોનો ચોક્કસ સમૂહ છોડે છે. આ રસાયણો એમ્ફટમીન ની જેમ જ કામ કરે છે અને મગજના આનંદ કેન્દ્ર ને ઉત્તેજિત કરે છે

યાદ 

વાહ રે માનવી,

તારું હૈયું ! એક પા લોહીના કોગળા 

તો બીજી પા પ્રીતના ઘૂંટડા !

માથાની તુંબડીમાં લાખ લાખ મોતી,

લ્યા હૈયાની કોથળી ખાલી,

અભાગિયા ! હૈયાની ચેંથરી ઠાલી ! 

ભૂલ્યા ભૂલાશે મહિયર માળખાં,

ભૂલી જાશું મોસાળે વાટ;

ૠણ ભૂલીશું ધરતી માતાનાં,

ભૂલી જશું પોતાની જાત;

વળી ભૂલી જવાશે કો’ અભાગિયાં,

ભૂલી જવાશે પ્રીતની રીત;

પણ નહીં રે ભુલાય એક આટલું,

કોક દન કરી’તી પ્રીત. ‘

प्रेमाची वयोगटानुसार स्वरूपे:

 १) स्नेह – प्रेमाचा हा प्रकार आपण आपल्याहून वयाने लहान असणाऱ्या व्यक्तीसोबत ठेवतो. यात एक काळजी किंवा माया असते. भूतदया किंवा पशुपक्षांबद्दल वाटणारी आपुलकी हीसुद्धा ह्यात मोडते. 

२) प्रेम – हा समान वयोगटातील व्यक्तींच्या दरम्यान असणाऱ्या संबंधांना दर्शवितो – ह्याचे उपप्रकार म्हणजे पत्नीप्रेम, भागीनिप्रेम, बंधुप्रेम, मित्रप्रेम इत्यादी.

 ३) आदर – हा प्रेमाचा प्रकार आपल्याहून वयाने मोठ्या अथवा ज्येष्ठ व्यक्तींकरता असतो. ह्यातही संबंधित व्यक्तीची वाटणारी काळजी – विशेषतः त्यांच्या आवडी-निवडी व विचारांची ठेवतात. ही वागणूक त्यांच्या जीवनाच्या अनुभवाची आणि त्यांनी आपल्या केलेल्या संगोपनाबद्दलची एक पावती आणि क्वचित प्रसंगी त्यांना आवडणार्या शिस्तबद्ध दिनचर्येची दखल असू शकते. पण हे सर्व प्रेमच! ४) ममता – हा तो प्रेमप्रकार की ज्याला अनुभवायला असे म्हणतात की देवही अवतार घेतात. स्त्रीला मातृत्व प्राप्त झाले की आपल्या बाळासाठी वाटणारे प्रेम म्हणजे ममता होय. 

५) भक्ती – प्रेमाचे परमोच्च रूप की ज्याचे वर्णन केवळ अशक्य. परमेश्वर आणि साधक जेंव्हा एकरूप होतात तेंव्हा जो प्रेमप्रकार घडतो तो म्हणजे भक्ती – भक्ती म्हणजेच एकरूपता. भिन्नता म्हणजे विभक्ती- परमेश्वर आणि भक्त दोघेही एकरूप होऊन आपापले वेगळे अस्तित्व घालवून परमोच्च एकरूपता अनुभवतात त्यासच भक्ती असे संबोधन आहे. 

६) एकरुपता_ प्रेम म्हणजे दोन जीव,नाते, संबंधी, एकत्र येवून विचाराची देवाण घेवाण करतात , त्याच्या विचारातील एकता म्हणजे प्रेम होय.

Leave a comment

Filed under Uncategorized

The process of meditation

The process of meditation begins with sitting in a relaxed position and having the mind cleared from every form of disturbances through thoughts. Then, the mind focuses on a thing or thought while every other thing that may impede the flow is cleared off 

7 Simple Steps

  1. Sit upright comfortably. …
  2. Breathe deeply. …
  3. Gently close your eyes. …
  4. Slowly scan your body, and notice any sensations. …
  5. Be aware of any thoughts you are having. …
  6. When your mind wanders, focus on your breath. …
  7. Gently open your eyes when you are ready.
  8. The 5-minute Guide to Meditation: Anywhere, Anytime
    1. Set a timer. Meditation and clock-watching don’t exactly go hand-in-hand, so set a timer on your phone or computer. …
    2. Ground yourself. …
    3. Check your posture. …
    4. Decide on the eyes. …
    5. Focus on the breath. …
    6. Notice your attention.

Leave a comment

Filed under Uncategorized

અધ્યાત્મ

અધ્યાત્મ એટલે સન્માર્ગ પર ચાલતા વ્યવહાર કરતા રહેવુ અને આવી રીતે વ્યવહાર કરતા કરતા અંતર્મનને ધીરે ધીરે પરમેશ્વરી મનના પ્રવેશ માટે ખાલી કરતા રહેવુ જ અધ્યાત્મ છેજ્યારે આપણાં જીવનનાં પ્રત્યેક કાર્ય આપણે પરમેશ્વર માટે કરીએ છીએ અને પરમેશ્વરને આપણી બધી વાતો એ જ ક્ષણે જ્ઞાત થાય છેઆ વાતને ધ્યાનમાં રાખીને જીવવુ જ આધ્યાત્મિક જીવન છે અને આ જ માર્ગ ખરેખર સત્ય પ્રેમઆનંદ અને નિત્યપ્રસન્નતા પ્રદાન કરનાર હોય છે

વિવેકાનંદે આધ્યાત્મિકતાનાં ત્રણ લક્ષણો બતાવ્યાં છે.

પ્રથમ લક્ષણ છે ‘શાંતિ.’ આધ્યાત્મિક વ્યક્તિ સત્યનિષ્ઠ હોવાથી વિવેકી હોય છે. માટે તે ‘સાચું’ જ કરે છે. માટે તે હંમેશ ‘શાંતિ’ ભોગવે છે. અશાંતિ તો અસત્યને અનુસરાય તો જ આવે. સત્યનિષ્ઠ તો હંમેશાં શાંતિ જ માણે. તેને આનંદ જ મળે. કેવળ શાંતિ જ આનંદ માણી શકે. એટલે આધ્યાત્મિક વ્યક્તિનું બીજું લક્ષણ છે કે તે પળેપળ ‘આનંદ’માં હોય. અને જેમ જેમ આ આનંદ વધતો જાયતેમ તેમ તેને વહેંચવાની પ્રબળ ઈચ્છા થાય. અથવા તો કહો કે વહેંચ્યા વિના રહેવાય જ નહીં. પણ વહેંચી તો શકાયજો પ્રેમ હોય. એટલે આધ્યાત્મિક વ્યક્તિનું ત્રીજું લક્ષણ છે ‘પ્રેમ’. અનર્ગળનિષ્કામનિર્મમ પ્રેમ. આવી વ્યક્તિ સમગ્ર જગતને પોતાની શાંતિ અને આનંદ વહેંચે છે. એટલે જેના પાસે બેસતાં શાંતિ-આનંદ અને પ્રેમનો અનુભવ થાયતો માનવું કે તે આધ્યાત્મિક વ્યક્તિ છે. અથવા તો જે અધ્યાત્મની સાધના કરેતેમાં જેમ જેમ આગળ વધેતેમ તેમ તેનામાં જો શાંતિ-આનંદ અને પ્રેમ વધતાં જાયસંકુચિતતા ખરતી જાયતો માનવું કે પોતે પ્રગતિ કરે છે. આ ત્રણેની સુગંધ જ સમગ્ર વ્યક્તિત્વમાં પ્રસરવા માંડશે. તેના સંપર્કમાં આવનારને પણ તે સુગંધનો સ્પર્શ થશે.

Leave a comment

Filed under Uncategorized

કલ્ચર ઓફ ઓફેન્ડેડનેસ:

કલ્ચર ઓફ ઓફેન્ડેડનેસ: લાગણી દુભાઈ જવાની સંસ્કૃતિ

સલમાન રુશદી ઉપર હુમલો થયો. લેખક છે એ. ‘સેતાનિક વર્સિસ’ પુસ્તકમાં ઇસ્લામ વિરુદ્ધ ટિપ્પણી છે, એવું કહીને તેઓની સામે ફતવો જારી થયો હતો. તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પણ વર્ષો પછી ફતવો આમ ટાઢો પડ્યો હતો. ગયે અઠવાડિયે તેઓ એક ભાષણ આપવા જઈ રહ્યા હતા ત્યારે એક કટ્ટરપંથીએ સ્ટેજ પર ધસી આવી ગળામાં અનેક ઘા કર્યા. અત્યારે તેઓ હોસ્પિટલમાં છે. માંડ બચ્યા. તેઓનાં મતે માત્ર મુસ્લિમ જ નહીં, અન્ય ધર્મમાં પણ કટ્ટરપંથીઓ તો છે જ. કશુંક લખાય કે બોલાય કે દેખાડાય, એમાંથી વિવાદ થાય એવું શોધી કાઢે અને પછી તેઓને વાંધો પડે. અને પછી જીભ કાપી નાંખો, હાથ વાઢી નાંખો, કત્લ-એ-ખાસ કરી નાંખો-નાં ફતવા જારી કરે. હિંસા અને ડરનો માહોલ થઈ ચૂક્યો છે આજકાલ. આપણે કલ્ચર ઓફ ઓફેન્ડેડનેસ (Culture Of Offendedness)માં જીવી રહ્યા છીએ, એવું તો સલમાનભાઈ રુશદી વર્ષોથી કહી રહ્યા છે.

આપણી ઓળખાણ આપણી સંસ્કૃતિ છે. હું કોણ છું? તો કે સીધો સાદો કટાર લેખક. રોજ સવારે સ્વિમિંગ કરનારો. ફૂડી તો જરાય નહીં. સામાન્યત: સ્વયંપાકી. પ્રકૃતિપ્રેમી. ધર્મ પ્રત્યે બિન-આંધળી આસ્થા. મિત્ર ઓછા પણ પાક્કા. કવિતા ય ગમે અને ગમ પડે એવું સંગીત પણ ગમે. (આ ‘ગમ’ શબ્દ મઝાનો છે. હિંદીમાં કહો તો અર્થ થાય દુ:ખ, ઇંગ્લિશમાં કહો તો ગુંદર અને ગુજરાતીમાં એનો અર્થ થાય સૂઝ, સમજ.) અને હા, જરૂરી હોય કે બિનજરૂરી- ક્યાંય કશીય દખલ નહીં કરવાની. ફરવાનું ગમે. ફેમિલી વેલ્યૂ અકબંધ. મૂળ હું સારો માણસ. પણ હવે મારી ઓળખાણ એનાથી થાય છે કે હું કોનો વિરોધી છું. હું કોનો તરફદાર છું. શું થાય તો હું જલદીથી વ્યથિત થઈ જાઉં, ઉગ્ર થઈ જાઉં? વર્ચ્યુઅલ તોડફોડને પછી હું જાયજ સમજુ. એકચ્યુઅલ તોડફોડ પણ કરી નાંખું. હું કટ્ટર બની જાઉં. ન ગમે તો કટ. આ સંસ્કૃતિ થઈ જાય મારી. મારી ઓળખાણ હવે હું કોને પ્રેમ કરું છું?- એનાથી નથી. હું કોને નફરત કરું છું-એનાથી થાય છે. આ કલ્ચર ઓફ ઓફેન્ડેડનેસ છે.

કલ્ચર શબ્દ આપણે જાણીએ છીએ. સંસ્કૃતિ. અથવા સંસ્કારિતા. આપણી વિચારસરણી, આપણાં રીતિરિવાજ. લોકોની સામાજિક વર્તણૂંક પણ કલ્ચર કહેવાય. મૂળ લેટિન શબ્દ ‘કોલેર’ એટલે વસવું, ઉગાડવું. જમીનને ખેડવી એ માટે ‘કલ્ટિવેટ’ શબ્દ છે. સન્માન કરવું એવો ય એક અર્થ છે. ટૂંકમાં, કલ્ચર એટલે માનવજાતની પ્રવૃત્તિનો ઢાંચો, સ્વરૂપ. એવી પ્રતીકાત્મક રચના કે જેનાથી એની ઓળખાણ મળે. હવે ઓફેન્ડેડનેસની વાત. ગુજરાતી લેક્સિકન અનુસાર ‘ઓફેન્ડ’ એટલે મર્યાદાભંગ કરવો, લાગણી કે મન દૂભવવું, -ને નારાજ કરવું, ખોટું લગાડવું, –ની ઉપર જુલમ કરવો, અપકૃત્ય કરવું, ગુનો કે અપરાધ કરવો, કાયદા, સદ્વ્યવહાર ઇ.નું ઉલ્લંઘન કરવું. ‘ઓફેન્ડેડનેસ’ એટલે દૂભવે તેવી સ્થિતિ કે નારાજગીની ગુણવત્તા. મૂળ લેટિન શબ્દ ‘ઓફેન્ડો’. ‘ઓબ’ એટલે સામો અને ‘ફેન્ડો’ એટલે ઘા કરવો, ફટકો મારવો. ઓફેન્સ (Offence) શબ્દ આપણે જાણીએ છીએ. ઓફેન્સ એટલે ગુનો, અપરાધ. પણ એના અન્ય અર્થ પણ છે. મર્યાદાભંગ, અતિક્રમણ, આક્રમક કૃત્ય, અપકૃત્ય, દુર્વર્તન, હુમલો, માઠું લગાડવું તે, માઠું લાગવું તે, ગુસ્સો, રીસ, નારાજી, નામરજી, ઇતરાજી, મનદુ:ખ. જ્યારે આ નારાજી, દૂભવણી આપણી સંસ્કૃતિ બની જાય ત્યારે એ કલ્ચર ઓફ ઓફેન્ડેડનેસ કહેવાય. વાતે વાતે મને વાંકું પડે. લાલસિંઘ ચઢ્ઢા, રક્ષાબંધન જેવી ફિલ્મ્સનું બહિષ્કારનું એલાન થાય. બહિષ્કાર અહિંસક હોય ત્યાં સુધી તો જાણે વાંધો નથી પણ મારફાડ, હિંસા એ આપણી સંસ્કૃતિ બની જાય. કોઈ પોઝિટિવ વાતની ચર્ચાની સંસ્કૃતિ પછી ક્યાં હોય? મારો રાજીપો નહીં, મારી નારાજી મારી સંસ્કૃતિ થઈ જાય. ચાહત ગઈ ભાડમા. નફરત, બહિષ્કાર, વિરોધ મારો રીવાજ, મારી તાસીર થઈ જાય. દરેક બાબતમાં. મારું લોહી અલબત્ત ઊકળી ઊઠે જો કોઈ મારા દેવી દેવતાનું અપમાન કરે. દાખલા તરીકે કાલિ માતા અંગેનાં એક ફિલ્મી પોસ્ટરમાં માતાને સિગારેટ પીતા દર્શાવે તે ન ચાલે. હું ઓફેન્ડ થઈ જાઉં. શું મારે ઓફેન્ડ ય ના થવું? થવું જ જોઈએ. ઓફેન્ડ થાય એવું કોઈ કરે જ શું કામ? હવે આ ઓફેન્ડેડનેસનો કોઈ માપદંડ નથી. ક્યારે શું, કોને, કઈ બાબતમાં, ક્યારે ‘ને કેટલું ખોટું લાગે? કેવડી ‘ને કેટલી એની લાગણી દુભાઈ જાય, એ નક્કી નથી. અમને તો લાગે છે કે આ કેટલાંક ચુનંદા રાજકારણીઓ અને ચોક્કસ મીડિયાની મિલીભગત છે કે જે લાગણીઓને ઉશ્કેરવાનું કામ કરે છે. પછી તો એની જ ચર્ચા ચાલે અને કેટલી ય અગત્યની વાતો ભૂલાઈ જાય- જ્યારે ઓફેન્ડેડનેસ આપણું કલ્ચર બની જાય. આ દૂભણ સંસ્કૃતિનું હવે કરવું ય શું?

‘ધ હિન્દુ’ અખબાર એકથી વધારે સમાચારનાં શીર્ષકમાં ભારત દેશને ‘રીપબ્લિક ઓફ ઓફેન્ડેડ’ કહી ચૂક્યું છે. દુભાઈ જતા લોકોનું પ્રજાસત્તાક! પણ ભારત જ નહીં, વિદેશમાં પણ, ખાસ કરીને અમેરિકામાં દુભાયેલ લોકો ધાણીફૂટ ગોળીબારમાં અનેક નિર્દોષ લોકોને મારી નાંખે છે. એ સાચી વાત છે ધર્મઝનૂન ‘કલ્ચર ઓફ ઓફેન્ડેડનેસ’માં મહત્વનો ભાગ ભજવે છે. પણ એ સિવાય પણ લાગણી દુભાઈ જવાના અન્ય કારણો હોઈ શકે છે. ફિલસૂફો કહે છે કે દૂભવણી એ શેતાને ગોઠવેલું છટકું છે. એક વાર એમાં ફસાયા એટલે કાંઈ સૂઝે જ નહીં. તો શું કરવું? ધ્યાન ન આપવું. અથવા મનોમન માફ કરી દેવું. પ્રતિક્રિયા આપવી નહીં. કારણ પ્રતિક્રિયાથી સામી લાગણી દુભાય અને વાતનું વતેસર થાય. પણ આ ફિલસૂફી છે. સામાન્ય માણસને સૂફી ફિલસૂફી સાથે ખાસ લેવાદેવા નથી. અમને લાગે છે કે આર્ટિસ્ટ્સ કાર્ટૂનિસ્ટ્સ, કોમેડિયન્સ,પોલિટિશયન્સ, રીલિજિયસ લીડર્સ વગેરે લોકો મનસા વાચા કર્મણાં સાચવીને બોલે, લખે, દેખાડે તો પ્રશ્ન આપોઆપ ઓછો થઈ જાય. તમે ક્યારેય પણ કોઈ મજૂર કે કોઈ ખેડૂત કે કોઈ ડ્રાઈવર કે કોઈ વોર્ડ બોયની વાતથી અનેક લોકોની લાગણી દુભાઈ હોય એવું સાંભળ્યું છે? આ દૂભવણી અને આ ફતવા અને આ માફીનામા અને પછી ઘીનાં ઠામમાં ઘી પડી જવાની ઘટનાઓ- આવું બધું ઓલ્યા ખાસ પ્રકારનાં લોકોનાં નખરાં છે. અભિવ્યક્તિની આઝાદી જ જો ન હોય તો આવું કશું ય થાય જ નહીં. પણ એ તો શક્ય નથી. અને અભિવ્યક્તિની આઝાદીનાં નામે કાંઈ પણ લખી, બોલી કે બતાડીને વિવાદ સર્જતા લોકોની પ્રજાતિ એવું માને છે કે જો કોઈ વિવાદ જ ન થાય તો પછી અમારો ધંધો ચાલે કઈ રીતે? આ સાલું ગજબનું બખડજંતર છે.

જેણે નક્કી કરી લીધું છે કે દુભાવું જ છે, એ ખૂણે ખાંચરેથી પણ કારણ તો શોધી જ કાઢે. ઝનૂની લોકોને સતોષ આપી શકાય એટલું સમાધાન કરવું શક્ય નથી. પણ થોડું ધ્યાન રખાય તો સારું. સાવ રાજાની પેલી ચોથી બોબડી રાણી જેવું- આપણે તો બોઈએ પણ નઈં ‘ને ચાઈએ પણ નઈં!- એવું ય નહીં. પણ જ્ઞાનેન્દ્રિય વશમાં રહે તો ઠીક. અને આપણે આમ ઝટ દુભાવું ય નહીં. હેં ને?

શબ્દ શેષ:

“માત્ર એટલે જ કે તમે દુભાયા છો એટલે તમે સાચા છો, એવું નથી.” –કોમેડિયન રિકી જાર્વિસ…… પરેશ વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

मित भुक, हित भुक और ऋत भुक

मित भुक, हित भुक और ऋत भुक
जर्मनी वालों को मिताहार का महत्व अब समझ में आया। देर से ही सही चलो आ तो गया। जर्मनी में हाल ही शोध से पता चला है कि जो लोग मिताहारी होते हैं उनकी स्मरण शक्ति अच्छी होती है। ठूस-ठूस कर खाने वालों में भूलने की आदत ज्यादा होती है। हमारे यहाँ तो आयुर्वेद में यह बात बरसों पहले कही जा चुकी है। इसकी एक दिलचस्प कथा है। चरक ऋषि चरक संहिता की रचना के बाद एक बार पृथ्वी पर यह जानने निकले कि उनकी बताई बातों का कितने लोग पालन करते हैं? एक स्थान पर एक वैद्यजी कुछ जड़ी-बूटी पिसते दिखाई दिए। सामान्य वेशधारी चरक ऋषि ने उनसे पूछा कि निरोग कैसे रहेंगे? वैद्यजी का जवाब था जो रोज त्रिफला का सेवन करे। चरक ऋषि को यह सुन कर बड़ी निराशा हुई। कुछ और आगे गए तो वहाँ भी एक वैद्यजी मिले उनसे वही सवाल किया, उनका जवाब था जो नियमित च्वयनप्राश का सेवन करे। ऋषिवर को फिर भी संतोष नहीं हुआ, लगा कि सारा किया धरा चौपट हो गया। यहाँ तो कोई उनके ग्रंथ का अर्थ समझता ही नहीं। जब वे निराश होकर लौटने को थे तो एक वैद्यजी दिखाई दिए। सोचा चलो इनसे पूछा जाए। ये वैद्यजी समझदार निकले- इनका जवाब था-मित भुक, हित भुक और ऋत भुक। अर्थात- जो मिताहारी हो, स्वयं के हित का ध्यान रखते हुए अपना आहार चुने और मौसम के अनुकूल आहार ग्रहण करता हो वह निरोगी है। तो दोस्तो चखो पर चरो मत, चरो तो फरो अर्थात यदि आपने ज्यादा चर लिया है तो फिर उसे चहल कदमी कर पचाइए। और न फरो तो मरो।

Leave a comment

Filed under Uncategorized

Swami Vivekananda

Swami Vivekananda (1863–1902) is best known in the United States for his groundbreaking speech to the 1893 World’s Parliament of Religions in which he introduced Hinduism to America and called for religious tolerance and an end to fanaticism.
altar decorated for Swami Vivekananda’s birthday celebration
Swami Vivekananda
(1863-1902)
Swami Vivekananda’s inspiring personality was well known both in India and in America during the last decade of the nineteenth century and the first decade of the twentieth. The unknown monk of India suddenly leapt into fame at the Parliament of Religions held in Chicago in 1893, at which he represented Hinduism. His vast knowledge of Eastern and Western culture as well as his deep spiritual insight, fervid eloquence, brilliant conversation, broad human sympathy, colourful personality, and handsome figure made an irresistible appeal to the many types of Americans who came in contact with him. People who saw or heard Vivekananda even once still cherish his memory after a lapse of more than half a century.
In America Vivekananda’s mission was the interpretation of India’s spiritual culture, especially in its Vedantic setting. He also tried to enrich the religious consciousness of the Americans through the rational and humanistic teachings of the Vedanta philosophy. In America he became India’s spiritual ambassador and pleaded eloquently for better understanding between India and the New World in order to create a healthy synthesis of East and West, of religion and science.
In his own motherland Vivekananda is regarded as the patriot saint of modern India and an inspirer of her dormant national consciousness, To the Hindus he preached the ideal of a strength-giving and man-making religion. Service to man as the visible manifestation of the Godhead was the special form of worship he advocated for the Indians, devoted as they were to the rituals and myths of their ancient faith. Many political leaders of India have publicly acknowledged their indebtedness to Swami Vivekananda.
The Swami’s mission was both national and international. A lover of mankind, he strove to promote peace and human brotherhood on the spiritual foundation of the Vedantic Oneness of existence. A mystic of the highest order, Vivekananda had a direct and intuitive experience of Reality. He derived his ideas from that unfailing source of wisdom and often presented them in the soulstirring language of poetry.
The natural tendency of Vivekananda’s mind, like that of his Master, Ramakrishna, was to soar above the world and forget itself in contemplation of the Absolute. But another part of his personality bled at the sight of human suffering in East and West alike. It might appear that his mind seldom found a point of rest in its oscillation between contemplation of God and service to man. Be that as it may, he chose, in obedience to a higher call, service to man as his mission on earth; and this choice has endeared him to people in the West, Americans in particular.
In the course of a short life of thirty-nine years (1863-1902), of which only ten were devoted to public activities-and those, too, in the midst of acute physical suffering-he left for posterity his four classics: Jnana-Yoga, Bhakti-Yoga, Karma-Yoga, and Raja-Yoga, all of which are outstanding treatises on Hindu philosophy. In addition, he delivered innumerable lectures, wrote inspired letters in his own hand to his many friends and disciples, composed numerous poems, and acted as spiritual guide to the many seekers, who came to him for instruction. He also organized the Ramakrishna Order of monks, which is the most outstanding religious organization of modern India. It is devoted to the propagation of the Hindu spiritual culture not only in the Swami’s native land, but also in America and in other parts of the world.
Swami Vivekananda once spoke of himself as a “condensed India.” His life and teachings are of inestimable value to the West for an understanding of the mind of Asia. William James, the Harvard philosopher, called the Swami the “paragon of Vedantists.” Max Muller and Paul Deussen, the famous Orientalists of the nineteenth century, held him in genuine respect and affection. “His words,” writes Romain Rolland, “are great music, phrases in the style of Beethoven, stirring rhythms like the march of Handel choruses. I cannot touch these sayings of his, scattered as they are through the pages of books, at thirty years’ distance, without receiving a thrill through my body like an electric shock. And what shocks, what transports, must have been produced when in burning words they issued from the lips of the hero!”
Swami Nikhilananda
Ramakrishna-Vivekananda Center,
New York

Leave a comment

Filed under Uncategorized