કર્મ સબ કર્મ હૈ/સંત કબીર

મા.આનંદ રાવજી 

સંત  કબીરના સુંદર દોહાની સરળ સમજુતી માણી આનંદ કર્મના નશા’ અંગે સમજવા પ્રયત્ન કરીએ

તમે તે કેવી રીતે કરો છો? એક સરળ રસ્તો એ છે કે કર્મને શારીરિક રીતે તોડો. જો તમારું કર્મ સવારમાં આંઠ વાગે ઉઠવાનું હોય, તો તમે તમારું એલારામ સવારે પાંચ વાગે મૂકો. તમારા શરીરનું કર્મ એ છે કે તેને ઊઠવું ગમતું નથી. પણ તમે કહો, “ના, હું ઊઠીને જ રહીશ.” હવે તમે કઈક કરવા સભાન રીતે જૂની કાર્મીક પ્રક્રિયા તોડી રહ્યા છો. આ એકમાત્ર રસ્તો નથી, ત્યાં અન્ય ગૂઢ અને વધુ અસરકારક રસ્તાઓ છે, આ માત્ર  સૌથી પાયાનો રસ્તો છે .પ્રત્યેક સાધકે હમેશા નક્કી કરવું રહ્યું – શું તેણે માત્ર રસ્તાનો લ્હાવો લેવો છે કે તેણે મંજિલ પર ઉતાવળે પહોંચવું છે? જો તમે સાચે જ આધ્યાત્મિક માર્ગ પર હોવ, તો કઈ પણ ચોખ્ખું નથી હોતું. બધુ જ ઝાંખું હોય છે. તમે જેટલા ઝડપથી જાવ છો તેટલી ઝાંખપ વધતી જાય છે.

આ અંગે બીજા દોહા

ઔર કર્મ સબ કર્મ હૈ, ભક્તિ કર્મ નિષ્કર્મ

કહૈ કબીર પુકારિ કૈ, ભક્તિ કરો તજી ધર્મ -થી સમજવા પ્રયત્ન કરીએ                                                                              બીજા બધાં જ કર્મો સકામ છે સિવાય કે  ભક્તિ. ભક્તિનું કર્મ નિષ્કામ કર્મ હોવાથી તારક બની જાય છે. તેથી જ કબીર કહે છે કે ધર્મનાં તમામ સકામ કર્મકાંડને છોડીને ભક્તિમાં જ મનને લગાડો.. અહીં એકદમ સ્પષ્ટ ભાષામાં કયા કર્મ કરવાં જોઇએ તેનું માર્ગદર્શન આપે છે. ભક્તિનું કર્મ કરવા જેવું છે કારણ કે તે તારક બની જાય છે. નિષ્કામ ભક્તિ એટલે કામના વિનાની ભક્તિ જેમાં પરમાત્માનાં દર્શન સિવાય અન્ય કોઈ કામના હોતી જ નથી. તેવી ભક્તિ તારક છે. સકામ ભક્તિ તો બાધક છે. તેથી તેવી ભક્તિ ન કરવી.

વાચક મિત્રો, 

આ સાથે સંત  કબીરનો એક દોહો છે …

– આનં દ  રાવ I

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.