અહમ એટલે હું–

અહમ એટલે હું – તે અસ્તિત્વને માટે વપરાય છે: ‘હું છું’. પોતે જે સ્વરૂપ છે તેના માટે ‘હું છું’ એમ કહેવું, તે અહંકાર નથી. બધા જીવોને પોતાના અસ્તિત્વનું ભાન તો છે જ, કે ‘હું છું’ પરંતુ તેમને વાસ્તવિકતાની જાગૃતિ (વસ્તુત્વની જાગૃતિ): ‘હું કોણ છું? ‘ તે નથી.
અહમ દૂર કરવાનો નથી, અહંકાર દૂર કરવાનો છે. અહમ એટલે હું – તે અસ્તિત્વને માટે વપરાય છે: ‘હું છું’. પોતે જે સ્વરૂપ છે તેના માટે ‘હું છું’ એમ કહેવું, તે અહંકાર નથી. બધા જીવોને પોતાના અસ્તિત્વનું ભાન તો છે જ, કે ‘હું છું’ પરંતુ તેમને વાસ્તવિકતાની જાગૃતિ : ‘હું કોણ છું?’ તે નથી. પોતાના ખરા સ્વરૂપને ઓળખો, કારણ કે બંધન માત્ર સ્વરૂપની અજ્ઞાનતાના કારણે જ છે ! હું આ શરીર છું’ એ અહંકાર છે. ‘હું હરીશ છું’ તે પણ અહંકાર છે અને ખાલી આટલો જ અહંકાર નથી. પરંતુ આ યાદી બહુ મોટી છે, જેમ કે – ‘હું એન્જિનીયર છું’, ‘હું આમનો દીકરો છું’, ‘હું આમનો પતિ છું’, ‘હું આમની પત્નિ છું’, ‘હું આટલા વર્ષનો છું’, ‘હું તદુંરસ્ત છું’, ‘હું ઘઉંવર્ણો છું’ વગેરે…અહમ્ બ્રહ્માસ્મિ, એમાં અહમ્ તો વપરાય છે ને! કારણ કે અહમ્ તો હોવો જોઈએ, પણ શાનો? પોતાના સ્વરૂપનો અહમ્ હોવો જોઈએ. જે નથી તેનો અહમ્ કેમ હોવો જોઈએ?
શુદ્ધ અહંકાર એટલે જેમાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય.

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.