કવિઓએ વૈરાગ ધારણ કરવાનુ કારણ નથી

Sun, Jun 2 at 11:16 AM

મા ‎હરીશ દાસાણીજી

આપ તરફથી મોકલેલ વિડિયો- પ્રસ્તુતિ  રજનીકાંત રાવલ…

માણ્યો.

હવે તો કવિઓએ વૈરાગ ધારણ કરવાનુ કારણ નથી.હવે તો કવિસંમેલનો થાય કે કાવ્ય પ્રસ્તુતી માટે બોલાવે ત્યારે સારી કદર થાય છે…વાહન વ્યવસ્થા અને ભેટ માનપત્રો પણ મળે છે.

પહેલા કવિઓની નીચોવી દિલને દીધુ તોય કદરદાની નથી જેવી સ્થિતી હતી.

આંખમાં આંસુ હતા, હોઠ પર ફરિયાદ હતી  .

ભૂલાઈ વાત હવે કોઈને કહેવાની નથી.

 એ જમાનામાં મુંબઈમાં કવિવર નર્મદનું નામ ગાજતું, અને ગુજરાતમાં કવીશ્વર દલપતરામનો દોર-દમામ હતો. સુરતમાં જન્મેલા નર્મદાશંકરને નર્મદ બનાવ્યો મુંબઈએ. દલપતરામ ડાહ્યાભાઈને અમદાવાદે કવીશ્વર દલપતરામ બનાવ્યા

કવિઓ  દલપતરામ અને નર્મદ વચ્ચેની સાઠમારીમા દલપતરામે કવિતા ગાઇ

સુણો સહુ સ્વદેશી જ્ઞાન ગર્થના સમર્થકો,

બનો બહુ હમેશ બેશ દેશ બુદ્ધિ વર્ધકો,

સ્વદેશ સુધર્યાની સારી વાત તે વિચારવી,

વિશેષ શુદ્ધ બુદ્ધિ બુદ્ધિવર્ધકે વધારવી. 

પછી નર્મદ ઊભો થયો. પહેલાં કહ્યું કે દલપતરામભાઈ તો સાગર છે ને ઘણાં વરસ થયાં કવિતા કરે છે. હું તો ખાબોચિયા જેવો ને નવો શીખાઉ છું. દલપતરામભાઈ જેવું મારી પાસે કંઈ નથી, પણ બધાનો આગ્રહ છે માટે ગાઉં છું. નર્મદે પોતાની કવિતા ગાવા માંડી કે તરત વિનાયકરાવ તેની ભારોભાર ‘વાહ વાહ’ કરવા લાગ્યા અને તેથી દલપતરામ ઝંખવાતા ગયા. 

કવિ ન્હાનાલાલ માટે કહેવાયુ…

ડાહ્યો ડાહ્યાલાલનો ડાહ્યો દલપતરામ

નફ્ફટ પાક્યો નાનકો બોળ્યું બાપનુ નામ 

ત્યારે ઘણા કવિઓને થતુ  …

એવા હૈયાસુના સમીપ હ્રુદય શા ઢોળવા અમથા

વન વગડે અલી વાદળી

જળ શા ઢોળવા અમથા રણે રગડોળવા અમથા 

અને કવિ થવાનુ ંમાંડી વાળતા માટે મા ‎હરીશજીના આ કાવ્ય ગાન 

કવિ આવો વૈરાગ તુ ધારણ ન કર…

કાવ્ય પંથે રસ ધરાવતા કવિઓ છંદશાસ્ત્રનો અભ્યાસ કરો -કાવ્યનું પઠન થાય કે ગીત, ગઝલ, ભજન વગરે બનીને ગવાય . ગાયકીની  મધુરતામાં ઉચ્ચાર, થડકા, યતી, અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરે પણ અગત્યનો ભાગ ભજવે છે. છંદના અભ્યાસ દરમ્યાન, આ બધાની સમજણ પડે છે. નિયમો અનુસાર લખવા સાથે  યોગ્ય શબ્દોનો ઉપયોગ,કાવ્યના વિચાર પાછળ ચિંતન,સંદર્ભની જરૂરીયાત શબ્દો વચ્ચે અને પંક્તિઓ વચ્ચેનો સંદર્ભ, વિચારોમાં પ્રાસનુ ધ્યાન રાખી કલમ ઉપાડો પછી…

વિશ્વ વિસ્તરતુ તારી પાસે આવશે અહીં

જે બને તેને ઝીલજે પણ સ્વાસ્થ રહી ભીતર

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.