અકર્મ

અકર્મ
____
તું કહે તે હું કરું.
અકર્મમાં સહજ સરું.
ખબર પડે ન કોઈને
સુવાસ થઈને ખરું.
વિચારમાં ફરી ફરી
વિચારને હું ચરું.
અહમ્ ને હું ન સાચવું
પલે પલે જીવું મરું.
નજીક રહું કે દૂર રહું
હું સ્મિત થઈ હરુંફરું.
સજા કરે જે શિસ્તથી
તે યમનિયમથી હું ડરું.
કદીક સ્થિર થઈ જઉં
કદીક મનજલે  તરું.
પરોક્ષ સ્પર્શ સાંપડે.
તો શ્વાસમાં હું ભરું.
સ્વયંવરે સ્વયંપરે
રહીને હું તને વરું.
અને પછી હું ઓગળી
તને કહું બધું ખરું.

હરીશ દાસાણી.મુંબઈ
31/05/2024.
શુક્રવાર…….09/17

હરીશ દાસાણી.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “અકર્મ

  1. Ego is part of life.

    When life surrender to supreme “GOD”

    Ego surrender and left Zero.

    This change takes turn in life.

    And Ego and God comes near.

    • pragnaju

      જો આપણે અહંકાર કેન્દ્રિત હોઈશું, તો આપણે આપણા જેવા લોકોને શોધીશું. આ માત્ર વર્તન માટે જ નહીં, પણ માન્યતાઓ માટે પણ છે. કેટલાક તેને આદિવાસીવાદ કહે છે. જેમ આપણે આપણી જાતને બચાવીએ છીએ તેમ આપણે આપણી આદિજાતિનો બચાવ કરીએ છીએ. અમે અમારા જૂથમાં સારા સિવાય કંઈપણ જોવાનો ઇનકાર કરીએ છીએ, અને અમે ફક્ત જુદા જુદા જૂથોમાં જ અનિષ્ટ જોઈએ છીએ. રાજકારણ ખાસ કરીને આદિવાસી પ્રકૃતિનું છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણા આદિવાસીઓ એવા ઘરો છે જ્યાં આપણા અહંકાર શક્તિ મેળવી શકે છે.
      અહંકાર સારો દેખાઈ શકે છે. તે પ્રકાશનો દેવદૂત હોઈ શકે છે જે ભગવાનની બાજુમાં દેખાય છે પરંતુ ખરેખર તેની સાથે યુદ્ધમાં છે.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.