કર્મનું સ્વરૃપ, અકર્મનું સ્વરૃપ અને વિકર્મનું સ્વરૃપ

અકર્મ વ્યુત્પત્તિ 1 [સંસ્કૃત] અ ( અયોગ્ય ) + કર્મન્ ( કામ ) [સંસ્કૃત] અ ( નહિ ) + કર્મન્…અર્થ –કર્મનો અભાવ; કર્મત્યાગ; અપ્રવૃત્તિ.દુષ્કર્મ, કુકર્મ.ગુનો, અપરાધ, ખોટું કામ નિષ્કામ કર્મ.નિષ્ફળ ગયેલું કામ.કામ વગરનું; ધંધા વિનાનું.દુષ્ટ; નીચ; હલકું; અધમ.ધાર્મિક ક્રિયા માટે નાલાયક….

‘તું કહે તે હું કરું.
અકર્મમાં સહજ સરું.’

આ કાવ્યને  સમર્થ જ્ઞાાની અને વિચારક મહર્ષિ વ્યાસ ના વિચારથી સમજવા પ્રયત્ન કરીએ’. કર્મયોગમાં તેમણે કર્મની હિમાયત કરી પણ તેનો અર્થ એ નથી કે તેમને અકર્મની વાત અસ્વીકાર્ય હતી. તેઓ માનતા કે સંસારમાં કર્મ કર્યા વિના રહી શકાય જ નહિ. સકળ સંસાર કર્મની ધરી ઉપર ફરે છે.જન્મ થયો એ જ પ્રથમ કર્મ. જન્મ થયો એટલે જીવન મળ્યું અને જીવન ટકાવવા કર્મ તો કરવું જ પડે. પણ તેઓ કર્મમાં લબ્ધાવાની વાતમાં નહિ માનતા. તેથી તેમણે ગીતામાં કર્મયોગની વાત આગળ કરી. કર્મયોગ માં કર્મ થાય પણ તેનો ડંખ ન રહે. કર્મનું પરિણામ મળે પણ કર્મનો દોષ ન લાગે. કર્મ કરવા છતાંય તે અકર્મ જેવું બની રહે.આ અધ્યાયની મહત્તા એટલા માટે છે કે તેમાં કર્મ કરવા છતાંય અકર્મમાં કેવી રીતે વર્તી શકાય તે વાત શ્રીકૃષ્ણ કરે છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે કર્મ શું છે અને અકર્મ શું છે તે વાતમાં બુદ્ધિમાન પુરુષો પણ ગૂંચવાય છે તેથી હું તને કર્મતત્ત્વ સમજાવીશ જે પ્રમાણે તું વર્તીશ તો તને કર્મનો બંધ નહિ પડે. 

‘ખબર પડે ન કોઈને
સુવાસ થઈને ખરું.
… હું તને વરું.
અને પછી હું ઓગળી
તને કહું બધું ખરું.’ શ્રીકૃષ્ણ કહે છે કે માણસે કર્મનું સ્વરૃપ, અકર્મનું સ્વરૃપ અને વિકર્મનું સ્વરૃપ જાણવું જોઈએ કારણકે કર્મની ગતિ ગહન છે. આટલી વાત કર્યા પછી શ્રીકૃષ્ણ અર્જુનને વિકર્મનું સ્વરૃપ સમજાવે છે જેનાથી કર્મ કરવા છતાંય કર્મનો દોષ ન લાગે. વ્યવહાર સચવાય છતાંય પરમાર્થ સિદ્ધ થાય.આ વાત સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે જે કર્મ શાસ્ત્ર- સંમત હોય, કામના અને સંકલ્પ વિના થાય તેમાં કર્મનો દોષ રહેતો નથી. જે પુરુષની કર્મમાં કે કર્મના ફળમાં આસક્તિ નથી હોતી તે કર્મ કરવા છતાંય જાણે નથી કરતો એમ માનવું. જે માણસ આશા કે અપેક્ષા રાખ્યા વિના કેવળ શરીર સંબંધી જ કર્મ કરે છે અને સંયમમાં વર્તે છે તેને કર્મ લાગતાં નથી. જે સ્વયં સંતુષ્ટ રહે છે અને હર્ષ- શોક, રાગ-દ્વેશ, જય-પરાજય, સફળતા- નિષ્ફળતા જેવા દ્વંદ્વોથી પર હોય છે તેને પણ કર્મબંધ થતો નથી.જે આસક્તિ રહિત હોય છે, જેનામાં દેહાભિમાન નથી હોતું અને જે પરમાત્મામાં ચિત્ત રાખીને વર્તે છે તેનાં કર્મ વિલીન થઈ જાય છે. જે સત્વ, રજસ, તમસ પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત થતો નથી તે કર્મ કરવા છતાંય કર્મથી અલિપ્ત રહે છે. આમ શ્રીકૃષ્ણ કર્મ- વિકર્મ અને અકર્મની વાત અર્જુનને સમજાવે છે.વાતનો ટૂંકામાં ટૂંકો સાર એ કે જે કર્તૃત્વના અહંકાર વિના કર્મ કરે છે અને જેનામાં કર્મના ફળની કોઈ અપેક્ષા નથી હોતી તેને કર્મ નથી લાગતાં અર્થાત્ કે તેને કર્મનો બંધ ન પડે, કે પડે તો શિથિલ પડે જેથી માણસ કર્મના પ્રભાવથી સત્વરે મૂક્ત થઈ જાય. આમ આ અધ્યાયમાં કર્મની એક ગહન વાત સમજાવ્યા પછી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે બધા સંશયોનો ત્યાગ કરીને તું સમત્વરૃપી કર્મયોગમાં સ્થિતિ કરીને સહજ આવી પડેલ કર્મ કરવા માટે તૈયાર થઈ જા.

……………………………………………………………….ખરી વાત છે. निमित्त मात्रं भव सव्यसाचिन्। હું મારી ઈચ્છા મુજબ ન કરું પણ તું કહે તે હું કરું. હું હથિયાર હરિનું થઉં. પ્રભુનું સાધનયંત્ર થયેલ હોય તેને કર્મફલ ન ચોંટે.

હરીશ દાસાણી.

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.