નથી ઉગમ નથી અંત

નથી ઉગમ નથી અંત
___________^_

સંત હવે હથિયાર ઉપાડે
યોદ્ધો બનતો સંત.
પ્રહેલિકા આ વણઉકેલી
નથી ઉગમ નથી અંત.
શૂળી પરથી નીચે ઉતરી
અણુભેદનથી આગ લગાડે.
પયગંબર તલવાર તજીને
નાનું નાજુક ફૂલ ઉપાડે.
હસતાં હસતાં ગાળ સાંભળે
અને અચાનક ચક્ર ચલાવે.
સહસ્ત્ર અંગો છેદ કરીને
અશ્રુપૂર્ણ નયનો એ નમાવે.
મુખમેં રામ બગલમેં છૂરી
કોઈ વાસના રહી અધૂરી.
માનવતા પશુતાની વચ્ચે
કઇ દોરી ને કઇ દૂરી?

જપતપ ક્રોસ તસ્બી ને માળા
દેખાતા એ ખૂબ સુંવાળા.
રંગ બદલતા અદ્ભુત એવા
કાળા ધોળા ધોળા કાળા.

હરીશ દાસાણી.મુંબઈ
15/05/2024
બુધવાર……….07/18નથી ઉગમ નથી અંત…ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે :ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।।….‘સંત હવે હથિયાર ઉપાડેયોદ્ધો બનતો સંત.પ્રહેલિકા આ વણઉકેલી’      તેથી જ સંતોએ કહ્યુ છે’ આ પરિવર્તનશીલ વિવિધ ઘટનામય વિશ્વને મિથ્યા-સાવ શૂન્ય જેવું માનો : ‘जगन्मिथ्या’.આવી અનુભૂતિ થયા પછી, આ ખાલીખમ, પરિવર્તનશીલ, ક્ષણભંગુર, દેશ-કાલમય વિશ્વ, એ એક પારમાર્થિક સર્સ્વરૂપ બ્રહ્મની જ અભિવ્યક્તિ તરીકે અનુભવાય છે : ‘जीवो ब्रह्मैव नापर :’ પ્રકૃતિ શૂન્યતાને ધિક્કારે છે. શૂન્યતા હંમેશાં પૂર્ણતાથી ભરેલી હોય છે.વેદવાણી-‘‘ત્યારે ‘સત્’ ન હતું અને ‘અસત્’ પણ ન હતું. આ જગત પણ ન હતું અને એની ઉપરનું આકાશ પણ ન હતું. તો આ ધૂંધળાપણું શેનાથી ઢંકાયેલું હતું? એ કોનું હતું? આ ગાઢ અંધકારના ઊંડાણમાં શું હતું? * * * ઉચ્ચતમ સ્વર્લોકનું આધિપત્ય કરનાર કદાચ એ જાણતો હશે. અને કદાચ એ પણ નહિ જાણતો હોય.’તેવી શાયર ગાલીબન થા કુછ તો ખુદા થા,કુછ ન હોતા તો ખુદા હોતાડૂબોયા મુઝકો હોનેને, ન હોતા મૈં તો ક્યા હોતા?‘જપતપ ક્રોસ તસ્બી ને માળાદેખાતા એ ખૂબ સુંવાળા.રંગ બદલતા અદ્ભુત એવાકાળા ધોળા ધોળા કાળા…’ સંસાર તો આવો જ છે.મંસૂરે કહ્યું છે–અગર હૈ શૌક મિલનેકા તો હરદમ લૌ લગાતા જાજલા કર ખુદનુંમાઈ કો, ભસમ તન પર લગાતા જા ꠶ ૧પકડકર ઇશ્કકી ઝાડૂ, સફા કર હિજ્ર એ દિલકોદૂઈકી ધૂલકો લેકર, મુસલ્લે પર ઉડાતા જા ꠶ ૨મુસલ્લા છોડ, તસબી તોડ, કિતાબેં ડાલ પાનીમેંકહે મંસૂર મસ્તાના, હક મૈંને દિલમેં પહચાનાવહી મસ્તોંકા મયખાના, ઉસીકે બીચ આતા જાપકડ દસ્ત તૂ ફરિશ્તોંકા, ગુલામ ઉનકા કહાતા જા 

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.