શ્રી હરિ શરણમ્ હરીશ દાસાણી

સહાય સંરક્ષણ સંભાળ.
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્.
સામે ઊભો છે આ કાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
હોળીની ના અડશે ઝાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
સહજ ગતિ. હરણની ફાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
સહુ હારે ને જીતે બાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
સ્નેહપૂર્ણ સ્વીકારે આળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
ગળે નહીં કપટની દાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
રાધા આપે તો લે ગાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
સહુ ફસાયા નાખી જાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
વચન દીધું છે તો તું પાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
આધિ વ્યાધિ ઉપાધિ ટાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્
નટવર સુંદર નટખટ વાળ
હરિ શરણમ્ શ્રી હરિ શરણમ્ હરીશ દાસાણી.મુંબઈ

અમારુ માનીતુ ખૂબ સુંદર ભજનસહાય સંરક્ષણ સંભાળ.
હરિ શરણમ્ શરણાગતભાવ-સમર્પણ જ સેવાનો એક પ્રાણ છે. આમ સમર્પણની હાજરી સેવા માટે અત્યંત આવશ્યક છે. સેવા સ્વયં ઉદ્ભવે – જન્મે અને તદ્પશ્ચાતના પ્રયત્નોએ આનંદદાયક શુભફળમાં પ્રગટ થાય. સેવામાં ઉમદા પ્રયત્નો હોય જ્યારે શરણ-સમર્પણમાં સહજતા દ્રષ્ટિમાન બને છે. સમર્પણમાં રહેલી આ સહજતા જ સેવાના ભગીરથ-પવિત્ર પ્રયત્નોમાં નવી ઉર્જા ભરી દે છે.  વિશેષ સેવાનું ક્ષેત્ર અનંત અને વિશાળતાથી ભરપૂર છે. સાથે સાથે સેવા એ કલ્યાણ, ત્યાગ, સદ્ભાવ, સંતોષ, શાંતિ, તૃપ્તિની પરિપૂર્ણ અનુભૂતિ અને પ્રીતિ કરાવે છે. જે મનુષ્યને સુખમય શાશ્વત પવિત્રતા તરફની સાધના કે ઉપાસના તરફ લઈ જઈ મોક્ષની ગતિ તરફ દોરે છે. સમર્પણભાવથી છલોછલ જ્યાં ભરપૂર ત્યાગ અને શરણાગતિ છે      જીવ ઠારવાનું, શાંતિ પામવાનું ધામ મંદિર કે તીર્થ છે.મંદિરનું એક ચુંબકીય આકર્ષણ હોય છે જે  ફક્ત બુધ્ધિથી જ વિચારે છે. એને મંદિરમાં કશું જ નહિ દેખાય. જેને આકાર જોઈનેય સર્જનહારનું સ્મરણ ના થાય તેને નિરાકાર ક્યાંથી દેખાય ? પણ જે માણસ દિલથી, સંવેદનાથી, લાગણીથી જીવે છે એના માટે મંદિર પવિત્રધામ છે. બિમાર થયા ચલો મંદિર, સ્વસ્થ થયા ચલો મંદિર, સુખી થયા ચલો મંદિર, દુઃખી થયા ચલો મંદિર. આવું કેમ થાય છે ? મંદિર સૌને કેમ ખેંચે છે ? કારણ. જે દેખાય છે એના જ વિચારો આવે છે અને જેના વિચારો આવે છે. તેની ઇચ્છા થાય છે. મંદિરની આરાધ્ય મૂર્તિ ધીરે ધીરે મનમાં પ્રવેશ કરે છે અને તેનું સ્વરૂપ સમય જતાં આત્મામાં આચ્છાદિત થઈ જાય છે.  મંદિરો  પાછળ આધ્યાત્મિક કારણ છે. મંદિર એક એવી જગ્યા છે જ્યાં લેણદેણ નથી. દાખલ થવાની કોઈ શરત નથી. આટલું ધન, આટલું જ્ઞાાન, આટલી પ્રતિષ્ઠા હોય તો જ પ્રવેશ મળશે એવો કોઈ નિયમ નથી. ભગવાનને તમે જેવા છો તેવા સ્વીકાર્ય છો. દુનિયામાં આ સિવાય એવી કોઈ જગ્યા નથી જ્યાં બિનશરતી તમે સ્વીકાર્ય હો !ભક્ત દ્રોહે ભક્ત્યભાવે ભકતેશ્વાનિત્ક્રમે કૃતે ।                                           અશક્યે વા સુશક્યે વા સર્વથા શરણં હરિ ।।સહાય    સંરક્ષણ      સંભાળ  


હરિ શરણમ્… શરણાગતભાવ


Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.