બાકીરહે, તે મોક્ષ!

 Spring+Blooms3
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની
સાક્ષીએ લગ્ન થાય છે અને થોડાક વધુ
શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો
સાક્ષાત્કાર થાય     છે!

ધુળ જેવી છે જીંદગી આપણી આંસુડા
રેડી એમાં કિચ્ચડ ના કર .!!!

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે
તેટલા પ્રયાસ કરો ….. આખરે તો
માબાપને જ અનુસરશે!

બરફ જેવી છે જીંદગીજેનો ભુતકાળ
પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી
પ્રશ્નો તો રહેવાના .
સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો
ભૂખ લાગે, અને દુઃખી લોકોનો પ્રશ્ન છે
કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે
મજુર એકી સાથે ખરીદી ના શકે;
અને જે ખરીદી શકે છે, તે શેઠ
તેને ઊપાડી ના શકે.

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશા� �
હોય છે, જેમાં એક ચકલુંપોતાની
તરસના છિપાવી શકે !!!સાચવવા પડે સંબંધો કદી સાચા નથી
હોતા, અને જો સંબંધો સાચા હોય,
તો એ ને સાચવવા નથી પડતા.

*

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,

માણસ નથી બદલાતા ખાલી તેમના
અભિગમબદલાય છે.
* માણસને સાચાસ્વરૂપમાં ઓળખવો
હોય તો તેને સતાસ્થાને બેસાડો.

*

જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે

પેન્સિલ પેહલા  રબર ઘસાઈ જાય!

*

જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ

હોય તો આખી જિંદગીજી વીશકાય છે,
પણ ક્યારેક ફક્તએક  સારીવ્યક્તિની
શોધમાં આખી જિંદગી વીતી જાયછે !

*
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન
હોવું જોઇએ, કે જેમાં પોતાના
મિત્રોના દોષો દફનાવી શકે!

*

મિત્રએવી વ્યક્તિ છે કે જે તમારા

હ્દયમા ગુંજ્તા ગીતને જાણે  છે, અને
ગીતને યાદ કરાવે  છેજ્યારે
તમે ગીતના  શબ્દો ભુલી જાઓ છો.

અને છેલ્લે ….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ
બાકી રહી જાય, તેમોત!
ઈચ્છાઓ ખુટી  જાયઅનેશ્વાસ
બાકીરહે, તે મોક્ષ!
A Father's Advise to His Son.

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “બાકીરહે, તે મોક્ષ!

  1. શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય, તે મોત!
    ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે, તે મોક્ષ!

    અહીં પુનર્જન્મની કડી છે :

    ઈચ્છાઓ બાકી રહી જાય અને મોત થાય તો ઈચ્છાઓ પુરી કરવા માટે અથવા તો ઈચ્છારહિત અંત:કરણ વિકસીત કરવા માટે પુનર્જન્મ!

    ઈચ્છાઓ ન હોય અને શ્વાસ બાકી રહે તો જીવનમુક્તિ!
    ઈચ્છાઓ ન હોય અને શ્વાસ ખુટી જાય તો વિદેહમુક્તિ!

    ઈચ્છારહિત થવા માટે ઈચ્છારહિત થવાની યે ઈચ્છા ન હોવી જોઈએ.

    વ્યક્તિને જ્યારે બ્રહ્મનો એટલે કે સ્વરુપનો એટલે કે સ્વયંનો નીરપેક્ષ આનંદ મળે છે ત્યારે કોઈ ઈચ્છા રહેતી નથી. સર્વોચ્ચ આનંદ મળે પછી ક્ષુલ્લક ઈચ્છાઓ બાકી ન રહે.

    જો સર્વોચ્ચ આનંદ ન મળે તો યે ઈશનો આનંદ, પ્રભુનો આનંદ, ભજનનો આનંદ મળે તો યે વિષયેચ્છા રહેતી નથી. ઉત્કૃષ્ટ આનંદ પાસે નિકૃષ્ટ આનંદ નગણ્ય હોવાથી.

    આનંદ રહિત વ્યક્તિઓ નિત્ય નિરંતર વિષયોમાંથી આનંદ લેવાની ઈચ્છાઓ રાખતા હોય છે.

    શ્રીમદ ભગવદગીતાના ૧૨મા અધ્યાયના પ્રથમ ૧૨ શ્લોકો જોઈએ :

    (साकार और निराकार के उपासकों की उत्तमता का निर्णय और भगवत्प्राप्ति के उपाय का विषय)

    अर्जुन उवाच
    एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
    ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥

    भावार्थ : अर्जुन बोले- जो अनन्य प्रेमी भक्तजन पूर्वोक्त प्रकार से निरन्तर आपके भजन-ध्यान में लगे रहकर आप सगुण रूप परमेश्वर को और दूसरे जो केवल अविनाशी सच्चिदानन्दघन निराकार ब्रह्म को ही अतिश्रेष्ठ भाव से भजते हैं- उन दोनों प्रकार के उपासकों में अति उत्तम योगवेत्ता कौन हैं? ॥1॥

    श्रीभगवानुवाच
    मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।
    श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥

    भावार्थ : श्री भगवान बोले- मुझमें मन को एकाग्र करके निरंतर मेरे भजन-ध्यान में लगे हुए (अर्थात गीता अध्याय 11 श्लोक 55 में लिखे हुए प्रकार से निरन्तर मेरे में लगे हुए) जो भक्तजन अतिशय श्रेष्ठ श्रद्धा से युक्त होकर मुझ सगुणरूप परमेश्वर को भजते हैं, वे मुझको योगियों में अति उत्तम योगी मान्य हैं ॥2॥

    ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते।
    सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम्‌ ॥

    सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
    ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥

    भावार्थ : परन्तु जो पुरुष इन्द्रियों के समुदाय को भली प्रकार वश में करके मन-बुद्धि से परे, सर्वव्यापी, अकथनीय स्वरूप और सदा एकरस रहने वाले, नित्य, अचल, निराकार, अविनाशी, सच्चिदानन्दघन ब्रह्म को निरन्तर एकीभाव से ध्यान करते हुए भजते हैं, वे सम्पूर्ण भूतों के हित में रत और सबमें समान भाववाले योगी मुझको ही प्राप्त होते हैं ॥3-4॥

    क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम्‌ ।
    अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥

    भावार्थ : उन सच्चिदानन्दघन निराकार ब्रह्म में आसक्त चित्तवाले पुरुषों के साधन में परिश्रम विशेष है क्योंकि देहाभिमानियों द्वारा अव्यक्तविषयक गति दुःखपूर्वक प्राप्त की जाती है ॥5॥

    ये तु सर्वाणि कर्माणि मयि सन्नयस्य मत्पराः ।
    अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥

    भावार्थ : परन्तु जो मेरे परायण रहने वाले भक्तजन सम्पूर्ण कर्मों को मुझमें अर्पण करके मुझ सगुणरूप परमेश्वर को ही अनन्य भक्तियोग से निरन्तर चिन्तन करते हुए भजते हैं। (इस श्लोक का विशेष भाव जानने के लिए गीता अध्याय 11 श्लोक 55 देखना चाहिए) ॥6॥

    तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात्‌ ।
    भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम्‌ ॥

    भावार्थ : हे अर्जुन! उन मुझमें चित्त लगाने वाले प्रेमी भक्तों का मैं शीघ्र ही मृत्यु रूप संसार-समुद्र से उद्धार करने वाला होता हूँ ॥7॥

    मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
    निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥

    भावार्थ : मुझमें मन को लगा और मुझमें ही बुद्धि को लगा, इसके उपरान्त तू मुझमें ही निवास करेगा, इसमें कुछ भी संशय नहीं है ॥8॥

    अथ चित्तं समाधातुं न शक्रोषि मयि स्थिरम्‌ ।
    अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ॥

    भावार्थ : यदि तू मन को मुझमें अचल स्थापन करने के लिए समर्थ नहीं है, तो हे अर्जुन! अभ्यासरूप (भगवान के नाम और गुणों का श्रवण, कीर्तन, मनन तथा श्वास द्वारा जप और भगवत्प्राप्तिविषयक शास्त्रों का पठन-पाठन इत्यादि चेष्टाएँ भगवत्प्राप्ति के लिए बारंबार करने का नाम ‘अभ्यास’ है) योग द्वारा मुझको प्राप्त होने के लिए इच्छा कर ॥9॥

    अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव ।
    मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥

    भावार्थ : यदि तू उपर्युक्त अभ्यास में भी असमर्थ है, तो केवल मेरे लिए कर्म करने के ही परायण (स्वार्थ को त्यागकर तथा परमेश्वर को ही परम आश्रय और परम गति समझकर, निष्काम प्रेमभाव से सती-शिरोमणि, पतिव्रता स्त्री की भाँति मन, वाणी और शरीर द्वारा परमेश्वर के ही लिए यज्ञ, दान और तपादि सम्पूर्ण कर्तव्यकर्मों के करने का नाम ‘भगवदर्थ कर्म करने के परायण होना’ है) हो जा। इस प्रकार मेरे निमित्त कर्मों को करता हुआ भी मेरी प्राप्ति रूप सिद्धि को ही प्राप्त होगा ॥10॥

    अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः ।
    सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्‌ ॥

    भावार्थ : यदि मेरी प्राप्ति रूप योग के आश्रित होकर उपर्युक्त साधन को करने में भी तू असमर्थ है, तो मन-बुद्धि आदि पर विजय प्राप्त करने वाला होकर सब कर्मों के फल का त्याग (गीता अध्याय 9 श्लोक 27 में विस्तार देखना चाहिए) कर ॥11॥

    श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्धयानं विशिष्यते ।
    ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम्‌ ॥

    भावार्थ : मर्म को न जानकर किए हुए अभ्यास से ज्ञान श्रेष्ठ है, ज्ञान से मुझ परमेश्वर के स्वरूप का ध्यान श्रेष्ठ है और ध्यान से सब कर्मों के फल का त्याग (केवल भगवदर्थ कर्म करने वाले पुरुष का भगवान में प्रेम और श्रद्धा तथा भगवान का चिन्तन भी बना रहता है, इसलिए ध्यान से ‘कर्मफल का त्याग’ श्रेष्ठ कहा है) श्रेष्ठ है, क्योंकि त्याग से तत्काल ही परम शान्ति होती है ॥12॥

  2. મોક્ષ અને ઇચ્છારહિત થવા બીજા જન્મો લઈશું પણ આ જન્મે તો સંબંધો અને સંજોગોને સમજી લઊં –
    “સાચવવા પડે એસંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય,
    તો એ ને સાચવવા નથી પડતા.”

    “વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના
    અભિગમ બદલાય છે.”

  3. શ્રી જગદીશભાઈ,

    “સાચવવા પડે એસંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય,
    તો એ ને સાચવવા નથી પડતા.”

    શરીર, ઈંદ્રિયો, પ્રાણ, અંત:કરણ સાથેના આપણાં સંબંધ વિશે વિચાર રજૂ કરુ,

    શરીર સાથે આપણે સંબંધ સાચવીએ છીએ વાસ્તવમાં હોતો નથી. શરીર અન્નથી ઉત્પન્ન થાય છે અને અન્નથી ટકે છે. જો થોડા દિવસ અન્ન ન મળે તો શરીર સાથે સંબંધ ન રહે. કોઈ બાપુ-માડીની વાત જવા દઈએ તે તો અપવાદ થયાં. અથવા તો અન્નની બદલે સીધા ઈનપુટ લેવાતા હોય જેમ કે સુર્યપ્રકાશ વગેરે.

    પ્રાણ સાથે આપણા સંબંધો શરીર છે ત્યાં સુધી રહે છે પ્રાણ ન હોય તો મૃત્યું થાય. જો કે મૃત્યું અને જન્મ તે માત્ર પાત્રાંતર છે. વાસ્તવમાં જન્મ અને મૃત્યું સાથે કે પ્રાણ સાથે આપણો વાસ્તવિક સંબંધ નથી. આ વાત ને સમજવા માટે એવા યોગીઓના દાખલા લઈ શકાય કે જેઓ સંપૂર્ણ પણે પ્રાણરહિત થઈને સમાધિમગ્ન સ્વરુપમાં અંતર્ધ્યાન થઈ ગયા હોય. સમાધી વખતે કાળ પણ રહેતો નથી. તે વાત સમજાવવા માટેના ઉદાહરણો મહાભારતમાંથી મળે છે પણ વિષય વિસ્તાર અટકાવવા તે અહીં લખતો નથી. તમે તેવા વીડીયો શોધજો.

    આ ઉપરાંત નિર્વિકલ્પ સમાધી વખતે અંત:કરણની વૃત્તિ પણ રહેતી નથી. તેથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સાથેનું તાદાત્મ્ય સંપૂર્ણ પણે છુટી જાય છે. તેવે વખતે માત્ર જેમની સાથે આપણો વાસ્તવિક સંબંધ છે તે બ્રહ્મ સાથે અભીન્ન થઈ ગયા હોઈએ.

    આમ શરીર, પ્રાણ, ઈંદ્રીયો કે અંત:કરણ સાથેના આપણાં સંબંધો સાચવવા પડતાં હોય છે પણ વાસ્તવિક રીતે આપણે બ્રહ્મ સાથે જોડાયેલ છીએ. બ્રહ્મ સાથે આપણે સંબંધ સાચવતા નથી તો યે બ્રહ્મ આપણાંથી કે આપણે બ્રહ્મથી સંબંધરહિત થઈ શકીએ તેમ નથી.

    વ્યવહારીક જગતના સંબંધો તમે સમજાવજો…

  4. અને છેલ્લે ….
    શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ
    બાકી રહી જાય, તેમોત!
    ઈચ્છાઓ ખુટી જાયઅનેશ્વાસ
    બાકીરહે, તે મોક્ષ!

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.