Daily Archives: મે 15, 2014

મીઠી છુરી: ફ્રેનેમી / પરેશ વ્યાસ

a1

 

 

 

…………………………………………………………..

પથ્થરો પોલા નીકળશેશી ખબર ? મિત્ર સહુબોદા નીકળશેશી ખબર?

એમની આંખો ભીંજાઈ’તી ખરી, આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

મિત્ર શબ્દમાં ‘સાચા’ વિશેષણ ઇન-બિલ્ટ છે. મિત્ર હોય એ સાચા જ હોય. બાકી બધા બોદા, રસકસ વિનાનાં, રણકાર 

વિનાનાં. મિત્રનાં સ્વાંગમાં તમારી પડખે ચઢેલા લોકો તમારી વ્યથા સાંભળવા તત્પર હોય, સાંભળીને એમની આંખો ભીંજાય 

ય ખરી પણ આંસુ કોરા નીકળે. મગરનાં આંસુ. મિત્ર છે કે મગર, કાંઇ ના પડે ખબર. યુ સી ! અને છતાં એ શત્રુ નથી. એ તમારા 

સહાધ્યાયી, સહકર્મી કે સહસંબંધી હોય. એ તમારા સહફેસબૂકી, સહટ્વિટરી કે સહવોટ્સએપી પણ હોય. પણ એ મિત્ર નથી 

જે અંદરખાને ઇર્ષ્યા કરે, જે બહારખાને બદબોઇ કરે. આવા મીઠી છુરી જેવા મિત્ર માટે શબ્દ છે: ફ્રેનેમી (FRENEMY). 

a2

ફ્રેન્ડ(મિત્ર) અને એનેમી(શત્રુ) શબ્દોનું સંયોજન. ગુજરાતીમાં ‘હિતશત્રુ’ શબ્દ છે.

પણ એનો અર્થ હિત કરવા જતામૂર્ખતાથી અહિત કરી નાંખેતેવો મિત્ર.

જેજાણી જોઇને બુદ્ધિપૂર્વક અહિત કરે તેવા ફ્રેનેમીને ગુજરાતીમાં તમે

‘મિતશત્રુ’ કહી શકો.

પરમદિવસે ચૂંટણીનું પરિણામ. દૂધનું દૂધ અને પાણીનું પાણી. કોણે કેટલું ઉકાળ્યું; એ ખબર પડી જશે. અને ત્યારે શત્રુનાં

ભાવિનો ફેંસલો પણ થઇ જશે. આઇ મીન, કોંગ્રેસ માટે ભાજપા અને ભાજપા માટે કોંગ્રેસ શત્રુથી જરા ય કમ નથી. બન્નેએ 

એકબીજાને સાંબેલાધાર ગાળો ભાંડવામાં કોઇ આભડછેટ રાખી નથી. પણ વડાપ્રધાનપદનાં દાવેદાર નમોએ પ્રાદેશિક પક્ષોની 

પણ માઠી કરી, એ નવીન વાત હતી. ચૂંટણી બાદ એમનાં સાથની જરૂર પડે ય ખરી. નમોએ દૂધ અને દહીં, એ 

બન્નેમાં પગ ન રાખ્યા. ચૂંટણી ભાષણોમાં મમતાદીદી, માયાબહેનજી કે જયલલિયાઅમ્મા સામે ટીકાનાં 

તાતા તીર છોડ્યા. સામે જવાબ પણ સણસણતા મળ્યા. હવે પરિણામનાં દિવસે ભાજપાને ધારેલી બેઠક 

ન મળે તો તૃણામૂલ, બસપા કે અન્નાડીએમકે પાસે સાથ લેવા કયા મોંઢે જવાય? રેડિફ ન્યૂઝ કહે છે 

કે ભાજપાનો આ પ્રાદેશિક પક્ષોની ટીકા કરીને એમની નારાજગી વહોરવાનો ગેમ પ્લાન ડેન્જરસ છે. 

પણ મોદી જીતની નજીક પહોંચી જશે તો બધાને પોતાનાં તરફ ખેંચી લેશે. વિનર ટેઇક્સ ઇટ ઓલ. બધા 

એમની સાથે જોડાઇ જશે. (સાચું પોલરાઇઝેશન !) ધ ‘ફ્રેનેમી’ ફેક્ટર ઇન પોલ કેલ્ક્યુલેશન્સ- શીર્ષક 

હેઠળનાં આ સમાચારનું તારતમ્ય એ હતું કે ચૂંટણી પહેલાની ગતિને ચૂંટણી બાદની વિધિ સાથે કોઇ સંબંધ 

નથી. એનડીએની સીટ્સની સંખ્યા કેટલી હશે, એનું ગણિત ભારતનો ઇતિહાસ ઘડશે. 272નાં જાદૂઇ અંકે 

પહોંચવા ઘણી વાર ફ્રેન્ડ કરતા ફ્રેનેમી અગત્યનાં બની જતા હોય છે. સ્નૂપગેટ એટલે કે માનુની ફોન 

ટેપીંગ પ્રકરણમાં યુપીએ સરકારની ઊઠતી બજારે તપાસપંચ નીમવાનાં દુરાગ્રહની ટીકા એનસી અને 

એનસીપી જેવા કોંગ્રેસનાં સાથી પક્ષો જ કરે છે. નમોની ખુલ્લેઆમ તરફેણ શું સૂચવે છે? શું શરદ પવાર

અને ઓમર અબ્દુલ્લા એનડીએનાં બેન્ડવેગનમાં જોડાઇ જશે? રાજકારણ એટલે એનેમીને અપગ્રેડ કરીને 

ફ્રેનેમીમાં તબદીલ કરવાની લલિતકલા. ટાઇમ્સ નાઉનાં ઇન્ટર્વ્યૂમાં પણ મોદીજીએ એ જ ઉવાચ્યુ. 

ચૂંટણી દરમ્યાન ભલે કરીએ વિરોધ, પણ ચૂંટણી પછી સૌનો સાથ, સૌનો વિકાસ. એનો અર્થ શું થાય? 

અત્યારે બારી ખુલ્લી છે. ચૂંટણી પછી બારણાં ય ખુલી જશે. પછી ઉમંગ છલકાશે. અનોખું તારામૈત્રક 

રચાશે. અંકગણિતનો દાખલો રસાયણશાસ્ત્રનું સમીકરણ બની જશે. દરઅસલ, રાજકારણમાં કોઇ કાયમી 

શત્રુ નથી, કોઇ કાયમી મિત્ર પણ નથી. બધા જ ફ્રેનેમી છે.

 રાજકારણમાં ફ્રેનેમી શબ્દ ઉપયોગ થતો રહ્યો છે. કેજરીવાલ માટે હિંદુસ્તાન ટાઇમ્સે એક સમાચારનું મથાળું બાંધ્યું હતુ કે 

કેજરીવાલ બીજેપીનાં એનેમી છે અને કોંગ્રેસનાં ફ્રેનેમી છે. રોઇટર્સનાં બ્રેકિંગવ્યૂઝ બ્લોગ ઉપર ‘અનકોમન પાર્ટી’ લેખમાં 

કેજરીવાલની આમ આદમી પાર્ટીને રોકાણકારોનાં ફ્રેનેમી કહેવાયા હતા. કાયમ મીડિયાનાં ડાર્લિંગ રહેલાં કેજરીવાલ હવે મીડિયામાં 

દેખાતા નથી. બન્ને હવે એકબીજાનાં ફ્રેનેમી થઇ ગયા છે. 

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa5

ફ્રેનેમી વ્યક્તિ, સમુદાય કે સંસ્થાનો વચ્ચે ચોક્કસ પ્રકારનાં વ્યક્તિગત, રાજકીય કે વાણિજ્યિક સંબંધો દર્શાવવા વપરાતો શબ્દ 

છે. એનો અર્થ થાય એવો શત્રુ જે દોસ્ત હોવાનો દેખાવ કરે અથવા એવો દોસ્ત જે તમારો હરીફ હોય, પ્રતિદ્વંદ્વી હોય. ઉર્દૂમાં 

પ્રેમિકાનો પ્રેમી હોય એવા પ્રતિસ્પર્ધી માટે રકીબ શબ્દ છે. 1953માં ‘નેવાડા જર્નલ’માં કટારલેખક વોલ્તેર વિન્શેલે વર્લ્ડ 

વોર પછીની અમેરિકા રશિયા વચ્ચેની કોલ્ડ વૉર વિષે જોક કરતા લખ્યું હતું કે ‘રશિયનોને આપણે ફ્રેનેમી કહીએ તો કેવું?’ ફ્રેનેમી 

શબ્દનો આ પ્રથમ ઉપયોગ હતો. તે પછી 1979માં છપાયેલા ક્લાસિક પુસ્તક ‘પોઇઝન પેનમેનશિપ: ફાઇન આર્ટ ઓફ મકરેકિંગ’ 

(ઝેરી લેખનકૌશલ્ય: ખાનગી વાતોને જાહેર કરી બદનામ કરવાની લલિતકલા !)માં પત્રકાર લેખિકા જેસિકા મિટફોર્ડે નોંધ્યું હતુ કે 

ફ્રેનેમી માની ન શકાય એટલો ઉપયોગી શબ્દ છે અને આ શબ્દ દરેક ડિક્સનરીમાં હોવો જોઇએ. આ શબ્દ જેસિકાને એની બહેન 

નાની હતી ત્યારે એની પાસેથી મળ્યો હતો. એની બહેનની એક બહેનપણી હતી જેને એ ફ્રેનેમી તરીકે ઓળખાવતી હતી. આમ તો 

બન્ને નાનકડી છોકરીઓ એકબીજાને ક્યારેય ગમતી નહોતી અને છતાં ક્યારે ય એકબીજાથી છૂટી ય પડતી નહોતી. પછી 2000માં 

તો જાણીતી અમેરિકન રોમેન્ટિક સિટકોમ ટીવી સિરિયલ ‘સેક્સ એન્ડ ધ સીટી’ એ આ શબ્દને લોકપ્રિય બનાવી દીધો. આખરે

જેસિકાની ઇચ્છા પૂર્ણ થઇ. ફ્રેનેમી શબ્દ 2008માં મેરિયમ વેબ્સટર ડિક્સનરીમાં અને 2010માં ઓક્સફોર્ડ ડિક્સનરીમાં શામેલ 

કરવામાં આવ્યો. કમનસીબે ત્યારે જેસિકા જીવતી નહોતી. 

aa

ફ્રેનેમી હોય એનું કરવું શું? એને કહી દેવાય કે તારે ‘ને મારે કટ. હેં ને? પણ એમ સંબંધોને દફનાવી 

દેવા સાવ સરળ નથી. વળી આમ જુઓ તો ફ્રેનેમી સાવ ખરાબ પણ નથી. સંઘરેલા સાપ જેવો છે. 

કોઇ દિ કામ આવે. વળી એની સાથે સારો સમય વીતાવ્યો હતો. હવે એને પડતો મુકવા માટે દિલ હૈ કે 

માનતા નથી. અને બધા સાથે બગાડીને આપણે ક્યાં જશું? સાચુ કહું તો મિત્ર તો એકાદ જ હોય. રાજેશ 

વ્યાસ ‘મિસ્કિન’ લખે છે એમ ‘ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એકાદ મિત્ર હોય પૂરતું 

છે.’ બાકી બધા ફ્રેન્ડ નથી, ફ્રેનેમી છે. 

a7

ફ્રેનેમી શબ્દ લિંગવાચક નથી. તેમ છતાં તમે માનો છો કે પુરુષોનાં મુકાબલે સ્ત્રીઓમાં ફ્રેનેમીપણું વધુ છે? 

એટ લીસ્ટ, આપણી ટીવી સિરિયલ્સનો ટ્રેન્ડ તો એવો જ છે. અને ફ્રેન્ડ કે ફ્રેનેમી; એ બે વચ્ચેનો ભેદ પારખશો કઇ રીતે? 

અને ફ્રેનેમી હોય તો એને ક્યાં સુધી સુધરવાની તક આપશો? અને ક્યારે ‘હવે બહુ થયું’ કહીને એને જાકારો દેશો? વધુ રસિક ભાગ 

આવતા અંકે: ફ્રેનેમી પાર્ટ- II. 

શબદ આરતી:

ઇસા પૂર્વ છઠ્ઠી સદીનાં ચાઇનીઝ આર્મી જરનલ સુન ત્ઝુનાં પુસ્તક ‘આર્ટ ઓફ વોર’માં લખ્યું છે કે ફ્રેન્ડ(મિત્ર)ને નજીક 

રાખો. એનેમી(શત્રુ)ને વધારે નજીક. જેથી એ પીઠ પાછળ વાર ન કરી શકે. આ ફ્રેનેમીનું શું કરીશું?

a3

..

4 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર