Daily Archives: ઓક્ટોબર 28, 2014

ગંગા સતી ભજન/ સ્વર નારાયણ સ્વામી

From: Pravin Tamboli <tambolipsr@yahoo.com>

Subject: ganga sati bhajans narayan swami

Check out this video on YouTube:

http://youtu.be/rMrCFCqfHZM

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
ને આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી
ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી

રજ કર્મથી સદા દૂર રહેવું
ને કાયમ કરવો અભ્યાસ રે,
પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં
ને શીખવો વચનનો વિશ્વાસ રે …. સરળ ચિત્ત રાખી

ડાબી ઇંગલા ને જમણી પિંગલા
ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
ને કાયમ રહેવું વ્રતમાન રે …. સરળ ચિત્ત રાખી

નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે
એમ નક્કી જાણવું નિરધાર રે,
ગંગાસતી એમ રે બોલિયા રે
ખેલ છે અગમ અપાર રે …. સરળ ચિત્ત રાખી

– ગંગા સતી

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized