મંદિર તારું વિશ્વ રૂપાળું/દર્શન કરોBeautiful Views of Planet Earth

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે
પળપળ તારા દર્શન થાયે, દેખે દેખણહારા રે
નહિ પુજારી, નહિ દેવ, નહિ મંદિર મેં તાળા રે
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સુરજ તારા રે
વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે
બાળપણથી ઈશ્વરની જેમ મારા હર્દયમાં આ કાવ્ય સ્થાપિત છે. કદાચ પ્રનાલીકામાં નવું અર્થઘટન કરવાની પ્રેરણા આજ કાવ્યથી મારામાં આરંભય હશે, તેવું લાગે છે. પ્રભુ સાથે સીધું જોડાણ આ કાવ્ય કરાવે છે
અદભુત કાવ્ય છે ‘કાવ્ય વિશેષ’ પુશ્તાકમાં સુરેશ દલાલે તેનો સુંદર રસાસ્વાદ કરાવ્યો છે.
કાવ્ય, હર્દય, મન, બુદ્ધિ, સ્વર અને સૂરનો સ્પર્શી સામાન્યમાં સામાન્યને ગળે ઉતારી જાય તેવું રસમય આ કાવ્ય છે. જે ઉત્તમ બોધકૃતિ પણ બનવા સમર્થ છે. પ્રકૃતિ, પ્રભુની ઉત્તમ વિભૂતિ છે. પ્રકૃતિમાં ઈશ્વરના દિવ્ય ગુણો વિશાળતા, અનંતતા, અમરતા અને કલ્યાણભાઈ સમાઈ જાય છે. પ્રકૃતિ ઈશ્વરનું આકાર, સ્વરૂપ ધારણ કરે છે. અને જે શુભ કલ્યાણમય હોય તે જ સ્થાન મંદિર બની શકે. એટલે કવિ સમગ્ર વિશ્વને ‘મંદિર’ તરીકે ઓળખાવે છે.
કોઈ એક સ્થાન હોય તો દ્રષ્ટિ મર્યાદા આવે, જયારે સમગ્ર વિશાવને આવરી લેવામાં આવે તો વિશાળતા દિવ્ય થાય. સુંદર સર્જનહારની સુંદર કૃતિ વિશ્વ પ્રકૃતિ મંદિર છે.
કાળ – સમય અને રૂપની તેમાં મર્યાદા નથી, જ્યાં જે સમયે શુભ દ્રષ્ટિ કરશો તો તે મંદિરમાં પ્રભુરુપી શુભ કલ્યાણમય સૌન્દર્ય ભાવ આપોઆપ પ્રગટ થશે જ.
મંદિર હોય, પ્રભુ હોય તો બંધન આપોઆપ ખરી પડે એટલે આ મંદિરનો કોઈ ઠેકેદાર – પુજારી નથી કે નથી તાળા કે સમય રૂપી બંધન. મુક્તિ સ્વતંત્રતા પ્રભુની પ્રાણપ્યારી ચેતના છે. તે અહી સર્વ વ્યાપી છે. બસ આ સૌન્દર્ય, સત્યને, અદભુતતાને પામવાની પ્રેમ, શરણાગતિ, વિશ્વાસ, શ્રદ્ધા, સમર્પણની જોઈએ તો તે હાજરા હજૂર છે. તમારી શોધની તલશાર જરૂર રંગ લાવી શકે. બાળક જેવી નીર્દોશત્તા અને પવિત્રતા અને કવિ જેવી દિવ્ય દ્રષ્ટિ વિશ્વાસ અને સમતા જોઈએ. શાણપણ અને બાળપણ રૂપી બુદ્ધિ હર્દયના હલેશા એ આ શોધ જરૂર પૂરી થઇ શકે.

 Devika.bansal21@gmail.com [funonthenet]

Hi,

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, કવિતા, ઘટના, વિજ્ઞાન

2 responses to “મંદિર તારું વિશ્વ રૂપાળું/દર્શન કરોBeautiful Views of Planet Earth

 1. ખુબ સુંદર..ખુબ સુંદર..

  આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?
  અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે
  .
  હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,
  ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.

  છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,
  આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s