Daily Archives: સપ્ટેમ્બર 2, 2018

જૂઈ મેળો કાર્યશાળા -૧ કાવ્ય -૨/ યામિની વ્યાસ

જૂઈ મેળો કાર્યશાળા -૧
કાવ્ય -૨

 

 

આદરણિય કુન્દનિકા કાપડીયા- ઈશા મા ને કવિતા સંભળાવી.

અરીસો

બાનો શૉક ઉતારતાં
તેરમે દિવસે શુભનાં ચાંદલાં થયાં,
હું ઘરની મોટી વહુ,
મારા કપાળ પર પણ થયો, સ્હેજ મોટો,
બાના કપાળ પર શોભતો એવો જ,
ગમ્યો, રહેવા દીધો.
આરતી પ્રગટાવી, ઉજાસ ફેલાયો,
આવો ઉજાસ તો બાના ચહેરા પર છેલ્લે સુધી હતો.
હાથ દુપટ્ટા પર ગયો,
હળવેકથી માથે ઓઢ્યો,
બા સાડલો ઓઢતાં, એ યાદ આવ્યું.
મારા મુખ પર પ્રસન્નતા આવી,
બાના મુખ પર તો કાયમ રહેતી.
આરતી પૂરી કરી દેવસ્થાનમાં આશ્કા આપી,
બાજુમાં જ બાનો ફોટો હતો ત્યાં આપવા ગઈ,
પણ..
ફોટો ક્યાં?
આ તો અરીસો….

યામિની વ્યાસ

3 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, ઘટના