Daily Archives: સપ્ટેમ્બર 3, 2018

જન્માષ્ટમી – શ્રી કૃષ્ણ પ્રાગટ્ય 

હરિ ૐ   PL. OPEN PDF( Attachment A)
    TO READ THE FOLLOWINGS
Swami Sachchidananji, a karmayogi sant, is an eminent thinker and a preacher in his own right with a deep faith in Universal truth and science. He is a social reformer, a humanitarian, a philosopher, a welfare activist and many more. He belongs to no “panth”. He probes into human pitfalls with an aim to uplift the human values and the whole society at large. He preaches to the people to be free from magic, blind faiths, beliefs and miracles. “A Social and Cultural Reformist” I am not here to convert you from your faith, nor do I want to create any followers. I do not belong to any religious sect, nor do I seek donations. What I say may hurt your feelings and your beliefs, and sound like poison to your ears, but for the religion I was proudly born in and the country that I so dearly love, I will truthfully speak my mind, until the day I die. – SWAMI SACHCHIDANAND
 
www.sachchidanandji.org
EDUCATED PEOPLE LISTEN THE MOST
 
 

(A) SHREE KRISHNA PRAAGATYA – શ્રી કૃષ્ણ પ્રાગટ્ય 
 
 
 
જીવનની શરૂઆત જળથી થાય છે, એટલે જ્યાં જળ છે, ત્યાં જીવન છે. ચંદ્ર, મંગળ વિગેરે ગ્રહોમાં જળ નથી એટલે ત્યાં જીવન નથી. એક પ્રસિદ્ધ શ્લોક છે, करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि।। એનો અર્થ એવો છે કે પોતાના મુખમાં જેણે પોતાનો અંગુઠો મુકેલો છે અને વડના પાંદડા પર સુતેલા છે એવા બાલમુકુંદનું હું મનથી સ્મરણ કરું છું. આ બાલમુકુંદ કોણ છે? એ ડાર્વિનનો એક કોષી અમીબા છે, એટલે એ પોતેજ પોતાના અંગુઠાનો રસ લઇ રહ્યો છે. એને રૂપકમાં કહ્યું છે કે આ અમીબા હજારો, લાખો, કરોડો વર્ષો વીત્યા પછી માછલું (મત્સ્યાવતાર)  થયું, પછી કાચબો થયો (કુર્માવતાર), જે જમીન અને પાણીમાં રહી શકે, એટલેકે જીવન જે પાણીમાં હતું તે ધરતી પર આવ્યું. પછી વરાહ અવતાર, જે માત્ર જમીન પરજ રહે છે, પછી નૃસિંહ અવતાર અર્ધ સિંહ અને અર્ધ માણસ પછી વામન અવતાર એમ એક પછી એક રામાવતા ર(મર્યાદા પુરુષોત્તમ), કૃષ્ણાવતાર (પ્રેમાવતાર) અને બુદ્ધાવતાર (જ્ઞાનાવતર) થયા આ આપણો ક્રમ છે.  – સ્વામી શ્રી સચ્ચિદાનંદજી.  
     
http://sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss1141.htm:SATLECT   1
 
A – SHREE KRISHNA PRAAGATYA – BHADARAN – શ્રી કૃષ્ણ પ્રાગટ્ય – ભાદરણ – સ્વર્ગસ્થ ચુનીભાઈ ભુલાભાઇ પટેલની પુણ્ય સ્મૃતિમાં આપેલું પ્રવચન – કથાના બે મુખ્ય પાત્રો હોય છે, એક વક્તા અને એક શ્રોતા. વક્તા અડધું બોલે છે અને શ્રોતા એના પાસે અડધા ઉપરનું બોલાવે છે. વક્તૃત્વ પ્રેરણાથી આવતું હોય છે.સામે બેઠેલો વર્ગ જો પ્રોત્સાહન આપે તો ગાનારને, બોલનારને એક પ્રકારનું તાન ચઢે, રસ ચઢે છે. જો એનું હૃદય ઠરે, જો એનો આત્મા તૃપ્ત હોય, જો એનું મન તૃપ્ત હોય તો ગાય જેમ પારો મૂકે અને વાછરડાના ઉપર વ્હાલ કરીને મુકેલા પારામાં પવાલી ભરીને દૂધ આપે એમ વકતા છે, ગાયક છે, એનું હૃદય પણ જો ઠરે, એનો આત્મા પણ જો પ્રસન્ન હોય તો અંદરથી પરાવાણી નીકળે. કોયલને કોઈ કહેવા નથી જતું કે તું ટહુકા કર, પરંતુ એ ટહુકા કર્યા વગર રહી નથી શકતી. એમ વક્તા પોતે નથી બોલતો, પણ શ્રોતા એને બોલાવે છે. વક્તાની અંદર તો પરા, પશ્યન્તિ, માધ્યમ અને વૈખરી એમ ચાર સ્તરની વાણી હોય છે. @5.02min. પોતાનું હૃદય ઠરે, મનની ઊર્મિઓ જાગે એટલે આપોઆપ અંદરથી એક ધોધ-પ્રવાહ નીકળતો હોય છે. શુકદેવ અને પરીક્ષિત એકબીજાને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થયા. જો એ બંને ન મળ્યા હોત તો આપણને આ ભાગવત ના મળ્યું હોત. એટલે જેટલું શ્રેય શુકદેવને મળે એટલુંજ શ્રેય પરીક્ષિતને પણ મળે. પરીક્ષિતની જગ્યાએ કોઈ ઊંઘણસી કે કોઈ આંટીઘૂંટી રમનારો માણસ બેઠો હોત તો આ ભાગવત ના મળ્યું હોત. બંને એકબીજાને જોઈને બંનેની પરાવાણી નીકળે. એટલે सुख मुखात गलितं – આ શુકન મોઢામાંથી પડેલું એક પાકું રસફળ છે. જેના નશીબમાં હોય એ પીલો, ફરી ફરીને આ રસ પીવાનો મળશે નહિ. આ તો પરમેશ્વરે બહુ દયા કરી કે મૃત્યુના ઉપર પડદો પડી દીધો, એટલે હું રાજી છું, તમે રાજી છો એટલે બધા આપણે આનંદમાં રહીએ છીએ. બાકી કાલે મૃત્યુ થવાનું છે, એવી ખબર પડે તો અત્યારથીજ મરી જઈએ. આપણે ભાગવતના છેલ્લા ભાગને મહત્વ આપીએ છીએ, જેને આપણે શ્રી કૃષ્ણ ચરિત્ર કહીએ છીએ. એમાં વૈષ્ણવોનીજ વાત છે. એનું રહસ્ય બે ધરી તલવાર જેવું છે. એમાંની પહેલી ધાર કૃષ્ણને પુરેપુરો બદનામ કરનારી છે અને બીજી ધાર કૃષ્ણને પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા અખંડ સચ્ચિદાનંદ ઘન બતાવનારી છે. દુર્ભાગ્યવશ ભાગવત સાંભળનારા અને વાંચનારા તો ઘણા હોય છે પણ એ બીજી ધારા તરફ ધ્યાન નથી આપતા. આપણે આ બીજી ધારા ઉપર થોડું ધ્યાન આપવાનું છે. એના રહસ્યોને જાણવા અને પામવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું, એમાં લખ્યું છે, इति परमहंस्याम संहितायाम કે આ પરમહંસોની સંહિતા છે. જરા કલ્પના કરો કે પેલો જે પરીક્ષિત છે, જેના મૃત્યુનો પાંચમો દિવસ ચાલી રહ્યો છે અને મરવાના બેજ દિવસ બાકી છે ત્યારે એને ગોપીઓની લીલા સંભળાવવાની શી જરૂર? અહીં તો ૧૬૦૦૦ ગોપીઓની કથા છે અને એક મુમૂર્ષુ મરવાની તૈયારીમાં પડેલો જે વ્યક્તિ છે, એને સંભળાવવાની છે તો એમાં કંઈ રહસ્ય છે. આવો, આપણે એની શરૂઆત કરીએ. કંસ અને દેવકી બંને સગા ભાઈ અને બહેન. દુનિયામાં ભાઈ અને બહેન તો મળશે પણ ભાઈ અને બહેનની સંસ્કૃતિ દુનિયામાં મળશે નહીં. આ એક હિંદુ સંસ્કૃતિ મુખ્યતઃ:એવી છે કે જેમાં ભાઈ અને બહેન બંને છે. એમાંએ પાટીદારોની અંદર તો મોસાળું ભરવાનું, ભણેજાની જરૂરિયાત નિભાવવાની એમ ઠેઠ સુધી ચાલ્યા કરતું હોય છે, એટલે એમ એને ઢૂંસડા ખેંચવા પડતા હોય છે. @10.04min. એ કેટલાયેના ઢૂંસડા ખેંચતો હોય છે. ધોરીભાઈનો અર્થ સાંભળો. એટલે ભાઈ અને બહેનની જે સંસ્કૃતિ છે, એ ભારતમાં બહુજ સમજણ પૂર્વકની જોવા મળે છે કે જેથી સ્ત્રી જાતમાં એક પવિત્ર દ્રષ્ટિ રહી શકે. એટલે વિવેકાનંદે અમેરિકામાં જયારે સંબોધન કર્યું, બહેનો અને ભાઈઓ ત્યારે લોકોને નવાઈ લાગી કે અહીં તો લોકો કોઈને બહેન કહેતુંજ નથી.આ સંસ્કૃતિના પાયાનો ભેદ છે. એટલે પેલો કંસ પોતાની બહેનને કેટલાંયે દિવસ પોતાના મહેલમાં રાખ્યા પછી બહેનને વિદાય આપે છે અને ભાઈ ઉમળકાભેર ઘરની સારી-સારી વસ્તુઓ ભેટ આપે છે. હાથી, ઘોડા, દાસીઓ આપે છે કે મારા ઘરમાં ઢગલા છે, પણ મરી બહેન દુઃખી થાય એ નથી જોવું. આ પ્રાચીન કાળની વાત છે પણ આજે હજી એજ વાત ચાલુ છે. માંનું મન દીકરીમાં હોય અને દીકરીના મનમાં હંમેશા માં હોય છે. માંને જરાક કંઈ થયું હોય તો એ પોતાનું અડધું કામ મૂકીને દોડતી આવે અને દીકરીને કંઈ થયું હોય તો માં દોડતી જાય. એનું નામ તો સંયુક્ત જીવન છે, કૌટુંબિક જીવન છે. એટલે આપણે ત્યાં માત્ર પતિ-પત્નીનું જ રૂપ નથી પણ ભાઈ-બહેનનું પણ રૂપ છે. એમાં સ્ત્રી જાતિની પવિત્રતા અને પુરુષ જાતિની નિર્મળતા આ બંને એક જગ્યાએ ભેગા થાય છે. ઇતિહાસ જોજો, એક રાણી સામેના રાજા ઉપર રાખડી મોકલાવે અને કહે કે હું તારી બહેન છું, તો એ રાજા એના પતિ ઉપર આક્રમણ ના કરે. ઇતિહાસ આખો બદલાઈ જાય. એક ટાઈમ હતો જયારે ધરમની બહેન હતી અને ધરમનો ભાઈ હતો, એનો પણ ઇતિહાસ છે. કંસે એની બહેનને ઢગલાબંધ આપ્યું. બહેનને પૈસો મળે એનો એટલો આનંદ ના થાય કે જેટલો આનંદ એને સાસરાની અંદર છાતી કાઢીને પગ મૂકીને ઉભા રહેવાની હિમ્મત આવે કે મારા પિયરિયાં જેવા તેવા નથી. એનામાં એક હિમ્મત આવે, એક શક્તિ આવે. એટલે પેલી બહેન દેવકીને આનંદ છે, કંસને આનંદ છે, સૌને આનંદ છે. દેવકીને રથમાં બેસાડીને જ્યાં વિદાય કરવાનો પ્રસંગ છે, ત્યાં તો આકાશમાં ગડગડાટ થયો, સૌની નજર આકાશ તરફ ગઈ. એક ચિત્કાર કરતો અવાજ આવ્યો, કંસ તને ખબર છે, તારી બહેનનો આઠમો ગર્ભ તારો કાળ થશે, તારો નાશ થશે?

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ