સ્વામી સચ્ચિદાનંદજી स्थितधीर्मुनिरुच्यते+ ભજન

Side 7B – UNJHAA AASHRAM – “प्रजहाति…….स्थितप्रज्ञस्तदोच्यते”…..(गीता 2-55). હે પાર્થ મનની અંદર રહેનારી આ કામનાઓ છે, એ જયારે ઊતરી જાય અને પછી પોતેજ પોતાનામાં    તૃપ્ત થઈને રહે છે. એ કેવી રીતે ખબર પડે? दु:खेष्वनु द्विग्न् मना:…..स्थितधीर्मुनिरुच्यते…..(गीता 2-56). દુઃખ આવે તો મનમાં ઉદ્વેગ ન થાય. અને સુખ આવે તો એને લાત નથી મારતો, ભલે આવે, એમાં સ્પૃહા નથી. એટલે જે દુઃખ અને સુખમાં ઉદ્વેગ રહિત હોય અને જેના રાગ, ભય અને ક્રોધ ગયા હોય એને સ્થિતપ્રજ્ઞ કહેવાય. અર્જુન આવો સ્થિતપ્રજ્ઞ માણસની અંતકાળમાં સ્થિતિ કેવી થાય છે તે “एषा ब्राह्मीस्थिति: पार्थ….ब्रह्मनिर्वाणम्रुच्छति…(गीता 2-72).  @5.00min. બ્રાહ્મી સ્થિતિમાં માણસ કોઈપણ ક્રિયા કરે પણ એની સ્થિતિ બ્રહ્મમાં હોય છે. સાસુ-વહુની વાત સાંભળો. તમારું શરીર જ્યાં બેઠું છે, ત્યાં તમારી સ્થિતિ નથી પણ જ્યાં તમારું મન ચોંટ્યું છે એ તમારી સ્થિતિ છે. આવી બ્રાહ્મી સ્થિતિ જેને પ્રાપ્ત થઇ હોય એને કદી મોહ ન થાય. સોનાનો ઢગલો જોઇને કે કોઈનો સરસ બંગલો જોય, એને કદી મોહ ન થાય. આવી ને આવી સ્થિતિમાં અંતકાળ સુધી રહે તો એનું બ્રહ્મનિર્વાણ-મોક્ષ થાય. યુદ્ધથી ભાગી છૂટવું એ કાયરતા છે, પલાયન વૃત્તિ છે માટે ઊભો થા અને યુદ્ધ કર. કૃષ્ણ કહે છે કે તારે બીજું શું સમજવું છે? પણ કાલે સમજાવીશ. કૃષ્ણ કનૈયા લાલકી જય. @10.32min. શ્રી મદ ભગવદ ગીતા વ્યક્તિ અને પ્રજાનું ઘડતર કરનારો ગ્રંથ છે. આપણે ધર્મનું પાલન શા માટે કરવું જોઈએ? ધર્મનું પાલન કરીએ તો શું પ્રાપ્ત થાય છે? શું લાભ થાય છે? અને ન કરીએ તો શું હાની થાય છે? એવો પ્રશ્ન તમને થવો જોઈએ. એનો જો તમને સચોટ જવાબ મળે તો એમ સમજવાનું કે ધર્મ તમને લાભદાયી છે. ધર્મનું પાલન કરવાથી કેટલા માણસો મોક્ષે ગયા એનું કોઈ પ્રમાણ નથી. ગયા હશે એમ માની લો. જો કે આપણા શાસ્ત્ર અને જૈનોના શાસ્ત્ર પ્રમાણે, આ સમયમાં કોઈનો મોક્ષજ નથી, કારણકે આ પાંચમો આરો છે અને આપણે ત્યાં કળિયુગ છે એટલે આ સમયમાં કોઈનો મોક્ષ થતોજ નથી. જો આ વાત સાચી હોય તો હમણાં મોક્ષનો પ્રયત્ન બંધ કરી, આ સંસાર સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો પહેલો પ્રશ્ન એ છે કે ધર્મનું પાલન કરવાથી આપણને શું લાભ થાય છે? ભગવદ ગીતા એવો ગ્રંથ છે જે વ્યક્તિનું અને સમગ્ર પ્રજાનું ઘડતર કરે છે. કોઈ પ્રજા ઘડાયેલી છે એનું જો માપ કાઢવું હોય તો એના ત્રણ રૂપો યાદ રાખો. શું એ પ્રજા ધર્મના દ્વારા શૂરવીર થયેલી પ્રજા છે? એ પ્રામાણિક થયેલી છે? એ ગુણગ્રાહી(સદગુણને ગ્રહણ કરનારી)  પ્રજા છે? આ ત્રણ ગુણો જો પ્રજામાં આવ્યા હોય તો એ દુનિયાની મહાન પ્રજા થશે. પરંતુ ગમે એટલો ધર્મ પાળવાથી પ્રજા શૂરવીર ન થતી હોય, પ્રામાણિક ન થતી હોય કે ગુણગ્રાહી ન થતી હોય તો એમ સમજવાનું કે ધર્મના ઘડતરમાં કંઈ કચાસ રહી ગઇ છે. પહેલું ઘડતર શૌર્યનું છે, બાકીના ગુણો આપોઆપ આવે છે. તમારા છોકરાંઓને પહેલાં બહાદુર બનાવો, ગુંડા નહીં. અસામાજિક તત્વો બહાદુર નથી હોતા, એ તો કાયારતાનાં કારણે ગુંડા થાય છે. @15.00min. પહેલામાં પહેલું ઘડતર પ્રજાને શૂરવીર બનાવવાનું છે. આપણા ઘડતરમાં કચાસ રહી ગઈ છે? રાજકોટના જંકશન પર અંગ્રેજોના સમયમાં એક બનેલા બનાવની વાત સાંભળો. ટ્રેનમાંથી બે પતિ-પત્ની ઉતર્યા, સ્ત્રી બહુ રૂપાળી હતી. નીતીકારે લખ્યું છે કે “भार्या रूपवती शत्रु पुत्रशत्रुर पण्डित, रूणकर्ता पिता शत्रु माताच व्यभिचारिणी” સૌન્દર્ય અને શીલ બે ભેગાં થાય તો એમાંથી સુગંધ નીકળે. સૌન્દર્ય હોય અને સાથે ચંચળતા હોય તો? પત્ની બહું રૂપાળી, સામે ડબ્બામાં એક ગોરો સોલ્જર થોડું પીને બેઠો હશે એટલે વિકારો થયા એટલે જઈને એણે સીધો પેલી સ્ત્રીનો હાથ પકડી ખેંચી. @21.24min. આખું સ્ટેશન થીજી ગયું. એટલામાં એક કાઠીનો છોકરો અઢાર-વીસ વર્ષનો, એણે આ દ્રશ્ય જોયું, તલવાર ખેંચીને હાથ પર મારી મૂઠ અને સ્ત્રીનો હાથ છોડાવી દીધો. પેલી સ્ત્રીને લઈને એના પતિ સામે ઊભી કરી દીધી. પતિને બે તમાચા માર્યા કહ્યું કાયર, બાયલા, તારામાં રક્ષણ કરવાની તાકાત નથી તો આ રૂપાળી સ્ત્રીને પરણ્યો કેમ? આ કોઈ એક વ્યક્તિની વાત નથી, સેંકડો વ્યક્તિની વાત છે. હમણાં અમદાવાદથી એક ટ્રેન ઉપડેલી એમાં એક બ્રાહ્મણ કુટુંબ બેસેલું અને એક ગુંડો આવ્યો અને કહ્યું કે મારે તારી સ્ત્રી સાથે બેસવું છે. બંને લડ્યા. ડબામાં દોઢસો માણસો છે, સ્ત્રીને નગ્ન કરી અને આ બધાં માણસો દ્રષ્ટા થઇ ગયા. @25.28min. મને રહી રહીને એમ થાય છે કે કોઈ શીખની સ્ત્રી સાથે કોઈએ આવું કરવા માંડ્યું હોત તો શું પરિણામ આવત? આપણા ઘડતરમાં અને શીખના ઘડતરમાં શું ફર્ક છે? એક મુસલમાને પોલિસને સમાચાર આપ્યા તો પોલીસ કહે છે આવું તો અહીં રોજ થાય છે. એક નડીયાદ પાસેની બીજી ઘટના સાંભળો. બે છોકરીઓને બે વિધર્મીઓ હેરાન કરી રહ્યા છે. આખા ડબામાં કોઈ ભીષ્મ તો કોઈ દ્રોણ થઈને બેઠા છે. આ લોકો રોજ એવું કરતા હોય છે. એવામાં એક વીસ વર્ષનો શીખનો છોકરો ચડ્યો એણે બેમાંથી એકને પકડીને તમાચો માર્યો એટલે એ પ્લેટફોર્મ પર પટકાયો, બીજો એમજ ભાગી ગયો. લોકો વખાણ કરવા લાગ્યા કે બહુ સારું કર્યું, પણ પેલા ડબામાં દોઢસો માણસો શું કરતા હતા? આ હિન્દુમાંથી બનેલી શીખ પ્રજા આટલી બળવાન કેમ થઇ? આપણા ઘડતરમાં ખામી રહી ગઈ છે. પ્રજા કેવી રીતે ઘડતી હોય છે? @30.23min. ગુરુ નાનકદેવ થયા અને એમણે શીખ ધર્મની સ્થાપના કરી. સંતોની વાણી વાંચજો. ગુરુ નાનકદેવ અફઘાનિસ્તાન અને ત્યાંથી પણ આગળ ગયા. મસ્જીદમાં જઈને ઉતર્યા. સ્વામીજી મસ્જીદમાં, પર્યુષણ વખતે જૈન સમાજમાં અને સ્વામીનારાયણ એમ બધે આમંત્રણ મળ્યે પ્રવચન કરવા જાય છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. સૂફીઓ હૃદયની શુદ્ધિ ઉપર બહું ભાર મુકે છે, કર્મકાંડ ઉપર ભાર નથી મુકતા. અહીં ધરો ચઢાવોને, ફૂલ ચઢાવોને, કંકુ નાંખોને, ચોખા નાંખોને, આ લાકડું મુકોને , સોપારી મુકો, અરે, મુક્યા હવે, ફેંક એક તરફ લઈજા અહીંથી. નાનકદેવ કિબલા તરફ પગ રાખી સુતા હતા. બાદશાહે જોયું કે આ તો કોઈ મહાપુરુષ છે. એમણે કહ્યું કે ફકીર તમે કાબા તરફ પગ રાખ્યા છે. નાનકે કહ્યું જે તરફ ભગવાન ન રહેતો હોય તે તરફ મારા પગ ફેરવી દે. રાજાએ નાનકના પગ બધી દિશામાં ફેરવ્યા પણ બધે કાબા દેખાવા લાગ્યું. બાદશાહે એમને મહેમાન બનાવ્યા અને વ્યસન લેવા કહ્યું. નાનકે કહ્યું, गांजा भांग अफीण नशा, शाम खाय सुबह उत्तर जाय, नानक नशा नामका चढ़ा रहे अठजाम” @35.10min. નાનકદેવે એવા ધર્મની સ્થાપના કરી કે જેમાં કોઈ ઊંચ નહિ કે નીચ નહિ, કોઈ આભડછેટ નહિ, સાથે બેસો, ભગવાનની પ્રાર્થના કરો, એક તારો લો, મંજીરા લો અને ભજન કરો. શીખ અને શીખડી પરણતા હોય ત્યારે વચ્ચે ગુરુ ગ્રંથ સાહેબ મુકીને ચાર ફેરા ફરે એટલે પરણી જાય. કાંઈ વાંધો નથી આવતો, વર્ષો સુધી બધું સારી રીતે ચાલે છે. ગુરુ નાનકે મુસ્લિમ ધર્મની સામે ટકી શકે એવો, સરળ અને સહજ ધર્મની સ્થાપના કરી, પણ એમાં એક રૂપાંતર કરવાની જરૂર હતી જે ઔરંગઝેબ સામે ટકી શકે એટલે 10મા ગુરુથાયા, ગોવિંદ રાય. વધુ આગળ બીજી કેસેટમાં સાંભળો. @37.20min. ગાંધીજીનો સંઘર્ષ. @40.28min. વાસ્કો-ડી-ગામાનું રાષ્ટ્રીય તાપ. @44.48min. भजन – अर्जुनको रणभूमि विशे हरि  – श्रीमति मीनू पुरुषोत्तम.
http://www.sachchidanandji.com/cgi-bin/playlect.cgi?../SATLECT2/mp3ss405.htm:SATLECT2   5૨૧. જળકમળ છાંડી જાને બાળાજળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો

રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો

લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો

બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો

૨૨. જશોદા! તારા કાનુડાને

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Don’t limit your challenges –

challenge your limits.

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.