Daily Archives: જુલાઇ 15, 2015

જેને તું ચાહે છે સાચે હું જ છું / કાવ્ય-ગોષ્ઠિ…અને મદન મોહનજીની યાદ

વિચાર સૌંદર્ય અને વિચર વિશિષ્ટ બાનીમાં અભિવ્યકતિ એ કોઇ પણ કાવ્ય પ્રકારનાં અવિભાજ્ય અંગ ગણાય

 

                                                                                                                                                               જેને તું ચાહે છે સાચે હું જ છું ? 00000
             માનવી આજે સ્પર્શ ભૂખ્યો છે તેવો અગાઉ કદી ન હતો  સ્પર્શ જાદુ કરે છે. ઘણા દર્દીને વૈદ્ય કે ડોક્ટર કે  આધ્યાત્મ માનવીએ પોતાના શરીર સાથે તન્મય થવું જોઈએ. બીમાર હોય ત્યારે પોતે પોતાના અંગોને સ્પર્શી ન શકે તો તેના નીજી વ્યક્તિ કે વ્હાલી વ્યક્તિએ તેને પ્રેમાળ સ્પર્શ આપવો જોઈએ. જો વ્હાલી વ્યક્તિનો સ્પર્શ મળે તો ઉંઘ ન આવતી હોય તો આવી જાય છે. બાળકને માતાના સ્પર્શની અસર ટ્રાન્કવીલાઈઝર જેવી થાય છે.
   અને સમજાય છે કે પછી એ મારી બસ, ઈમેજ છે…!
  અને
Naresh Kapadia's photo.મદન મોહન કોહલી એટલે કે મદન મોહનજીનો જન્મ જાણે કે સંગીત માટે જ થયો હતો. તેમનો જન્મ 1924ની 25મી જૂનના રોજ થયો હતો. 50થી લઈને 70ના દાયકા સુધી સંગીત જગત પર જાણે કે તેમનું જ રાજ હતું.  ફિલ્મી સંગીતનો એ સુવર્ણકાળ હતો. ૧૯૭૫માં આજના જ દિને તેઓ નાની ઉંમરે દુનિયા છોડી ગયા હતા.આમ તો મદન મોહને ૧૦૦ ઉપરાંત ફિલ્મોમાં સંગીત આપ્યું હતું પણ લતાજી સાથેના તેમના ગીતો આજે પણ યાદગાર છે. પહેલાના સમયમાં તો મદન મોહનજીની માત્ર ફિમેલ વોઈસને સૂટ થતા ગીતો બનાવતા હોવા માટેની હળવી આલોચના અને આક્ષેપો થયા હતા. જો કે રફી સાહેબે ગયેલું હકીકતનું ગીત ‘કર ચાલે હમ ફિદા જાન તન સાથીયો’ જેવા સેંકડો હિત ગીતો મદન મોહનની દેન છે.લતાજી મદનમોહનજીને મદન ભૈયા કહીને બોલાવતા હતાં. મદન મોહનજીનું લતાજી સાથેનું કનેક્શન બહુ જ નિકટ હતું. લતાજી મદનમોહનજીને બહુ જ આદર આપતા હતાં તો બીજી બાજુ મદન મોહનજી પણ લતાજીને એટલો જ આદર આપતા હતાં.મદન મોહનજી લતાના અવાજથી એટલા પ્રભાવિત હતાં કે તેમણે એક વાર તો એમ પણ કહ્યુ હતું કે “કમબખ્ત લતા કભી બેસૂરી નહીં હોતી.”હકીકત ફિલ્મનું ગીત ‘ઝરા સી આહટ હોતી હૈ’, ફિલ્મ વો કૌન થી? ના ગીતો ‘નૈના બરસે રિમ ઝિમ’ અને ‘લગ જા ગલે’ અને ‘જો હમને દાસ્તાન અપની સુનાઈ’ જેવા ગીતો લોકોને આજે પણ ભૂતકાળની યાદોમાં લઈ જાય છે.

ફિલ્મ દેખ કબિરા રોયામાં લતાજીએ ગાયેલા ગીતો ‘તૂ પ્યાર કરે યા ઠુકરાયે’ અને ‘મેરી વિણા તુમ બિન રોયે’ યાદગાર છે. મદન મોહનજી સાથે ગાયેલા લતાજીના ગીતો આજે પણ તેના સૌથી સુંદર ગીતો ગણાય છે.

તેમના મૃત્ય પછી પણ તેમણે તૈયાર કરેલું છેલ્લુ સંગીત યશ ચોપરાની ફિલ્મ ‘વિર-ઝારા’ માટે આપવામાં આવ્યુ હતું. તેમના પુત્ર સંજીવ કોહલીએ પિતાની વણવપરાયેલી 30 ધૂનમાંથી 8 ધૂન યશ ચોપરાને આપી હતી. આ ધૂનને પણ લતાજીએ સ્વરબદ્ધ કરી હતી.

વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ, જાના થા હમસે દુર બહાને બના લીયે..અબ તુમને કિતને દુર ઠીકાને બના લીયે, લગ જા ગલે સે ફિર યે હંસી રાત હો ના હો…, તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યાં હૈ..,તુ જહાં જહાં ચલેગા, મેરા સયા સાથ હોગા, યુ હસરતો કે દાગ, જો હમને દાસ્તાં અપની સુનાઈ આપ કયું રોયે, હૈ ઇસી મેં પ્યાર કી આબરુ જેવા અત્યંત મધુર, કર્ણપ્રિય ગીતોની ભેટ આપનાર મદન મોહનની પુણ્યતિથીએ અમારી શબ્દાંજલિ

બુધવારની સાંજ મદન મોહન ને નામ.. જરૂર આવજો.

કાશ આવી શકત ! આપને શુભેચ્છાઓ

1 ટીકા

Filed under કવિતા, ઘટના, યામિની વ્યાસ