જીવન સંધ્યા

જીવન સંધ્યાના અવનવા રંગો નિહાળી રહેલા આજના સીનીયર સિટીઝનો અને ટૂંક ભવિષ્યમાં જેઓ સીનીયર સીટીજનો થવાના છે એ સૌ જુનિયર સિટીઝનોએ ખાસ વાંચવા જેવો મજાનો લેખ આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં !

––‘અનામી ચીંતક’

સીનીયરનું સ્વરાજ

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સીનીયર સીટીઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો ‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલીક દુખી શી રીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !

ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે.જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે.

મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભીપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દીવ્ય હોય છે. સામેવાળી વ્યક્તી ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સીટીઝન મફત સલાહ કેન્દ્રનો માલીક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.

માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ card company, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો, ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.કવી વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફીસંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર ઓળખાવતો.

નોબેલ પારીતોષીક વીજેતા કવી પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહીમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે ઘણા સીનીયર સીટીઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે.એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે.એ મીજાજ એટલે સ્વરાજનો મીજાજ.

સ્વરાજનો મીજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું.મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી.મરજીના માલીકને, ‘માલીક’ની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ.સીનીયર સીટીઝનના સ્વરાજનું આ રહસ્ય છે.

જે વડીલોને સાહીત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નીસ્બત ન હોય તેમણે દુખી થવાની પુરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય.નવરાશ એટલે કર્મશુન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધી. વડીલોએ વારંવાર પોતાની જાતને પુછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વીશેષાધીકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધીકાર પ્રાપ્ત કરે છે. આ દુનીયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તીકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડીવીડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છુટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.

સીનીયર સીટીઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ ‘પોતાના પગ પર’ ઊભો છે. જેના પગ સાબુત તેનું ચાલવાનું સાબુત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર સ્ફુર્તીથી ચાલે, તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય.થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ પણ આપોઆપ મળે છે.

ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે છે. સ્ફુર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્ ઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે? એને કહેવાય રળીયામણું મૃત્યુ !

વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકો તરીકે અલાયદા રાખવા જોઈએ. પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.

પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.

કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ પ્રવેશે.ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ ‘તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચુકશો નહીં.’.

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં !

––‘અનામી ચીંતક’

Leave a comment

Filed under Uncategorized

Manas /Ravechi/ 933-2

Leave a comment

Filed under Uncategorized

Manas manorath/Ravchi Mata Mandir

Leave a comment

Filed under Uncategorized

Ram Katha part2

Leave a comment

Filed under Uncategorized

Ram Katha 933

Leave a comment

Filed under Uncategorized

Manas Manorath

Leave a comment

Filed under Uncategorized

Electricity with potato …

Leave a comment

Filed under Uncategorized

Manas Chaturbhuj

Leave a comment

Filed under Uncategorized

આઇકોનિક-પરેશ વ્યાસ

– આપણે શબ્દ ‘આઇકોનિક’નો અતિશય ઉપયોગ કરીને એની અસર ઘટાડી દીધી છે. 

ઓસરે છે લકીર પાણીમાં,

પથ્થરોમાં લકીર બોલે છે.એ જ માણસ અલગ તરી આવે

એનું જ્યારે ખમીર બોલે છે!

– મનસુખવન ગોસ્વામી

આપણે જીત્યા. જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ મેચ ઘોષિત થયા. ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં બુમરાહની બોલિંગ અદ્ભૂત હતી. એમાં પણ યોર્કર દડે ઓલી  પાપની વિકેટ તો….ઓહો, વાહ ક્યા બાત હૈ! બે સ્ટમ્પ્સ ઉખડયા અને બંને ગિલ્લીઓઅદ્ધર હવામાં ઊછળી. સચીન તેંડુલકરે એક્સ પર લખ્યુંથ ‘શું વાત છે, બુમરાહ ભાઈ. મઝા આવી ગઇ.’ આ ઇંગ્લિશ લિપિમાં ગુજરાતી ભાષાની કોમેન્ટ હતી જેમાં  ‘છે’-ની જગ્યાએ ૬ લખ્યું, એ એની પહેલી ઇનિંગમાં લીધેલી છ વિકેટનાં વખાણ થયા. મૂળ પંજાબી શીખ કુટુંબમાં અમદાવાદમાં જન્મ્યો હતો જસપ્રીત. એનાં પિતા મૃત્યુ પામ્યા ત્યારે એની ઉંમર માત્ર પાંચ વર્ષની. શિક્ષિકા માતાએ જસપ્રીતને ઉછેર્યો. ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે ગુજરાત તરફથી રણજી ટ્રોફીમાં એણે પદાર્પણ કર્યું. અને પછી તો આપણે જાણીએ છીએ. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ૬૦૪  વિકેટ્સ લેનાર હાલ રીટાયર્ડ ઇંગ્લિશ ક્રિકેટર સ્ટુઅર્ટ બોર્ડનો એક્સ ઉપરનો પ્રતિભાવમાં માત્ર એક શબ્દ હતો. આઇકોનિક (Iconic). અને આ શબ્દમાં ખરેખર સઘળું આવી ગયું.

મૂળ શબ્દ ‘આઇકન’. ગુજરાતી લેક્સિકન અનુસાર’આઇકન’ એટલે મૂર્તિ, પ્રતિમા, બાવલું, પૂતળું. ખ્રિસ્તી ધર્મમાં કોઈ ધાર્મિક સંતનું ચિત્ર પણ આઇકન કહેવાય. એ અર્થમાં કોઈ એવી વ્યક્તિ જે એનાં કામમાં કે ધંધામાં કાંઇક એવું કરી બતાવે કે લોકો એનો દાખલો આપે એ આઇકન. ઇન્ટરનેટની ભાષામાં કશુંક મોટું દર્શાવવા કશીક નાની સંજ્ઞાા કે ચિત્ર દર્શાવો એ પણ આઇકન. આપણે હસવું આવે છે-ની જગ્યાએ આપણે  સ્માઇલી ફેઇસનો ઇમોટિકોન ક્લિક કરીએ છીએ. ‘ઇમોટિકોન’ (Emoticon) એટલે ઇમોશન+આઇકન. મૂળ ગ્રીક શબ્દ ‘ઈએકન’, જેનો અર્થ થતો હતો એનાં જેવું અથવા તો ચિત્ર કે છબી.’આઇકોનિક’એટલે મૂર્તિ પ્રતિતાત્મક, મૂર્તિ પ્રતિમા વિષેનું. કોઈક પ્રતિમા જેવું.આ સાચો અર્થ છે ખરો પણ આ શબ્દ હવે આ અર્થમાં બોલાતો નથી. આઇકોનિક શબ્દ અલબત્ત વિશેષણ તરીકે વપરાય છે. જેને માટે વપરાય એ વ્યક્તિ કે વસ્તુની કોઈ વિશેષતા બયાન કરે એ વિશેષણ. અહીં વિશેષતા શું છે? બુમરાહની પોતાની આગવી બોલિંગ એક્શન. જે પિચ સ્પિનર્સ માટે બની હોય ત્યાં પણ આ ફાસ્ટ બોલર રીવર્સ સ્વિંગ કરીને વિકેટ્સ લે છે. આ ફાસ્ટ બોલર બેટ્સમેન ઉપર મનોવૈજ્ઞાાનિક રીતે હુમલો કરે છે. કાંઈ સમજાય નહીં કે આ બોલ અંદર આવશે કે બહાર જશે. અને એટલે બેટ્સમેન આઉટ થતા જાય છે. ટૂંકમાં, બુમરાહની એક પોતાની જ સ્ટાઈલ છે. આઇકોનિક એટલે લાક્ષણિક, બીજાથી કશુંક અલગ. એવી બોલિંગ જે એની ઓળખ બની જાય. આઇકોનિક શબ્દનાં સમાનાર્થી ઘણાં શબ્દો છે ઇંગ્લિશ ભાષામાં. લેજેન્ડરી (Legendary)  એટલે સુપ્રસિદ્ધ, રોમાંચક, અદ્ભૂત. લેન્ડમાર્ક (Landmark) એટલે સીમાચિહ્ન, સંસ્મરણીય ઘટના. કવિન્ટેટિસેન્સલ (Quintessential) એટલે સારસત્વરૂપ, ઉત્તમનો અર્ક વગેરે. 

મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર આઇકોનિક એટલે કોઈ એવી વ્યક્તિ જેનાં એટલા બધા વખાણ થાય કે એ પોતે એક આઇકન બની જાય. આ આધુનિક અર્થમાં દુનિયાભરની એડવર્ટાઈઝ અને પબ્લિસિટી કંપનીઓએ આઇકોનિક શબ્દ ભરપૂર ઉપયોગ કર્યો છે. આ જાહેરાત કર્તાઓ, ટીવી હોસ્ટસ વગેરે આપણાં  મનમાં એવું ઠસાવવાની કોશિશ કરે કે આ ચીજ પ્રથમ પંક્તિની છે. આમાં કોઈ ખામી છે જ નહીં. આ આઇકોનિક છે. તેઓ આપણને કહે કે ફલાણી વ્યક્તિ કે વસ્તુ એક અલગ તરાહથી ઉત્તમ છે. આ રીતે આ શબ્દ આ અર્થમાં અત્યારે ચલણમાં છે. સમાચાર છે કે ફ્રાંસનાં એફિલ ટાવરમાં એક સમારંભમાં ભારતનાં યુપીઆઈ પેમેન્ટનું ગ્લોબલ લોન્ચ થયું. ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું કે ‘આ લોન્ચિંગ આઇકોનિક એફિલ ટાવર પરથી થયું.’એટલે એમ કે એફિલ ટાવર તો આઇકોનિક છે, એમ અમારું યુપીઆઈ પણ આઇકોનિક છે. અયોધ્યામાં લતા મંગેશકરની યાદમાં એક ચોક છે જે પરિસરનું ઉદઘાટન થયું ત્યારે ‘પ્રધાનમંત્રીએ આઇકોનિક ગાયિકાને યાદ કર્યા’, એવું ઈન્ડિયા ટીવીએ લખ્યું. અને જ્યારે નવા સંસદ ભવનનું ઉદઘાટન થયું ત્યારે પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું હતું કે ‘નવા ભવનમાં જઈએ ત્યારે જૂની આઇકોનિક સંસદને યાદ કરીએ, જે માત્ર ઈંટ પથ્થરનું માળખું નહોતી, વર્ષોથી દેશનાં સમૃદ્ધ લોકતાંત્રિક વિરાસતનું પ્રમાણ હતી’. 

ટૂંકમાં, આઇકોનિક હોય એ એકદમ અસલ હોય, મૌલિક હોય, પ્રભાવશાળી હોય, અનોખું હોય. ઘણાં બધા લોકોને એ ગમે એવું હોય અને નીવડેલું હોય. આમ ‘ક્લાસિક’ (Classic) જેવું જ પણ હા, આઇકોનિકમાં સામાન્ય રીતે નજીકનાં ભૂતકાળની વાત હોય છે. આઇકોનિક હોય એ અલગ તરી આવે. આપણું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આઇકોનિક કહી શકાય. જાહેરાતમાં ગણીએ તો અમૂલ બ્રાન્ડ પણ આઇકોનિક છે. આપણું સફેદ રણ, આપણો ગરબો, આપણી વાવ પણ આઇકોનિક છે. એવું ય છે કે આપણે શબ્દ ‘આઇકોનિક’નો અતિશય ઉપયોગ કરીને એની અસર ઘટાડી દીધી છે. ગૂગલ ઉપર ‘આઇકોનિક’શબ્દ લખીને ક્લિક કરો ૦.૩૭ સેકન્ડ્સમાં ૧.૬૯ અબજ વેબસાઇટ્સનું લિસ્ટ ખૂલે છે. વર્ષો પહેલાં ‘સેવન યર્સ ઈચ’ ફિલ્મમાં મેરિલીન મુનરોએ પહેરેલો હવા ભરાઈને ફૂલીને ઉઘડતો જતો સફેદ ડ્રેસ અલબત્ત આઇકોનિક હતો પણ અત્યારે ફેશન ફુદ્દીઉર્ફી જાવેદની ડ્રેસ સેન્સને આઇકોનિક કેવી રીતે કહી શકાય? ઉર્ફી જાવેદ તો કિવિ ફ્ટની સ્લાઈસનું બ્લાઉઝ અને કપડાં સૂકવવાની ક્લિપ્સનું સ્કર્ટ પણ પહેરી ચૂકી છે. આ આઇકોનિક છે? આ તો શબ્દ ભવાડો છે. આઇકોનિક એટલે જેને બધા જાણે. એ જે પોતાના સ્થાન પર અધિકારપૂર્વક બીરાજે. નક્કી આપણે કરવાનું છે કોણ આઇકોનિક છે? અને કોણ ઓડનરી?

શબ્દશેષઃ

‘આઇકોનિક અને અલગ તરી આવે એવી વ્યક્તિ તરીકે લોકો મને યાદ કરે એવું કામ હું કરી જવા માંગુ છું’ – અપરંપરાગત મ્યુઝિકનો રચયિતા કેનેડિયન સિંગર ધ વીકન્ડ 

Leave a comment

Filed under Uncategorized

Manas/929

Leave a comment

Filed under Uncategorized