હસ્તરેખા વળીશું ? યામિની ગૌરાંગ વ્યાસ

ભાગ્યના અવલંબન વગર કવિ પોતાની આગવી ખૂમારીથી જીવવા માંગે છે.
સહજ યાદ આવે-
 -ચં.ચી.મહેતાની પંક્તીઓ
કેવી  પડી છે  તુજ હસ્તરેખા, જાણે શું લાખે નવ હોય લેખાં
પૈસા પૂછે છે? ધનની ન ખામી, જાણે અહોહો તું કુબેરસ્વામી
અને
ડો.મહેશ રાવલની પંક્તીઓ
હસ્તરેખા પર જરા આધાર રાખી જોઇએ
સાવ નક્કર ભીંત વચ્ચે, દ્વાર રાખી જોઇએ !
 અને અજ્ઞાતની
હસ્તરેખા હવામાં ભળી,
સૂર્યનો આજથી ગજ નહિ.
કોઈથી દોરવાયા હતાં,
નાવ કાણી શઢ નહિ
…ની પ ર વા ક ર્યા વ ગ ર
 ટૂંક  સમયમા પ્રસિધ્ધ થનાર
યામિની ગૌરાંગ વ્યાસના “ફૂલ પર ઝાંકળનાં પત્રો”માંથી  સાભાર

પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?

સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?
ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?
નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?
મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?
જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
 ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?
 
16 ટિપ્પણીઓ

Filed under ગઝલ, યામિની વ્યાસ

16 responses to “હસ્તરેખા વળીશું ? યામિની ગૌરાંગ વ્યાસ

  1. અને મૌનને પણ હું સુણ્યા કરું છું
    અવાજો વળી શું ને પડઘા વળી શું?

    મૌનને સાંભળવાની સુક્ષ્મતા તથા …

    જગતના વિવેકો ને વ્યવહાર છોડી
    ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂક્યા છે,
    ભલે કોઈ અણજાણ આવે અતિથિ
    પ્રતીક્ષા વળી શું? ટકોરા વળી શું?

    આત્મરત રહેવાની તથા જગતની અકારણ ફિકર નહીં કરવાની ખુમારી સરસ રીતે વ્યક્ત થઈ છે.

    સુંદર.

  2. મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
    અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

    – સરસ !

  3. મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
    અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

    ખુબ જ સુંદર ભાવવાહી ગઝલ… આભાર

  4. યામિનીબેનની નખશીખ સુંદર ગઝલ.
    પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?

    સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

    સુંદર..

  5. સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?
    ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે…….

    ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?
    Nice Gazal ! I always enjoy Yamini’s Rachana,…..I picked a few lines thar touched me a lot…..& those words say a lot !
    Congrats to Yamini for the Publication ” Ful par zankarna patro “….& Pragnajuben, you have my Vandan for “planting the seeds in Yamini “……I hope Yamini will read this Post & the Comment (or may be this comments from my heart somehow reaches Yamini )
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com

  6. રદીફમાં રહેલાં અવકાશને યામિનીબ્હેને સુંદર કાફિયાના સથવારે વ્યવસ્થિત રીતે નક્કર અભિવ્યક્તિ વડે ઉજાગર કર્યો છે.
    એમની વાતના સમર્થન માટે પ્રયોજાયેલાં પ્રતિકો ય ગઝલને વધુ ઉઘાડ અને ઉઠાવ આપી રહ્યાં છે.
    અભિનંદન,યામિનીબ્હેન….!

  7. સાચી વાત છે, મહેશ અંકલની……
    રદ્દીફનાં અવકાશને યામિનીબેને પૂર્ણપણે સભર કર્યો છે.

    આખી ગઝલ જ કોપી પૅસ્ટ કરવી પડે.

  8. સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

    khub saras …

  9. ખૂબ સરસ રચના..ઉતારા વિશે વળી ઉધામા શું ? થાક લાગે ત્યાં થોભી જવાનું…
    કદી એકલી તો કદી કાફલો….
    વાહ…

    અભિનન્દન….

  10. આરંભથી લઈને ક્રમશઃ એકએકથી ચડિયાતા શેર રજુ થયા છે.
    “મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે” આ પંક્તી તો સ્વતંત્ર ઉભી રહીનેય કેટલું કહી જાય છે !

    બહુ મજાની, મનભર – મનહર રચના !

  11. ખૂબ સુંદર રચના…. અગાઉ માણી હતી તોય આજે નવેસરથી માણવું ગમ્યું…

  12. જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
    ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?
    sundar abhivyakti…

  13. સુરેશ જાની

    નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
    કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

    લાંબી બજેરની શુન્ય પાલનપુરીની ગઝલ યાદ આવી ગઈ

    નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી
    નથી કોઈ પણ માર્ગ દર્શક અમારો
    મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર
    અમારી અદાથી સફર કોણ કરશે?
    ————————-
    જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
    ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?
    આ શેર પણ બહુ જ ગમ્યો

  14. Sudhir Patel

    Very nice Gazal. Enjoyed it completely.
    Congratulations to Yaminiben in advance for her
    upcoming collection!
    Sudhir Patel.

  15. Harnish Jani

    જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
    ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?

    My life philosophy

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.