અંતરપ્યાસ જગાવો , હરિવર! પ્રગટો હૈયે કોમલ ભોર.

ભવભવ ભટકી તવ મંદિરિયે
અવનત મસ્તક ચરણ ધરી ,
આર્દ્ર , ત્રસ્ત , આ  વિગલિત હૈયે
આવ્યો , શરણ ગ્રહો , શ્રીહરિ.
જીવનને મુજ હર ધબકારે
તું  જ રહો એક  જ રણકાર ,
કરુણાની તવ  શિતલ ધારે
ઝરજો પ્રેમલ ઉરઝ ણકાર.
આતમની તવ દિવ્ય પ્રભાથી
હરજો મુજ અંતર-અંધાર ,
તરલ તૂફાની ભવજલ તરણે
એકલ તું  જ રહો પતવાર.
રુક્ષ હૃદય, મુજ અંતર ધૂંધળું ,
મનડું મર્કટ સાવ નઠોર,
અંતરપ્યાસ જગાવો , હરિવર!
પ્રગટો હૈયે કોમલ ભોર.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.