Monthly Archives: મે 2021

સ્મૃતિમાં તરહી મુશાયરો

Todayhttps://us02web.zoom.us/j/81211690328  · See original  · Rate this translation

37You and 36 others8 CommentsLikeComment

ખલીલ ધનતેજવીની સ્મૃતિમાં તરહી મુશાયરો માણોનર્મદ સાહિત્ય સભા યોજિત ખલીલ ધનતેજવીની પંક્તિઓ આધારિત તરહી મુશાયરો માણો.. 

Narmad Sahitya Sabha – Khalil Dhantejvi Tarahi Mushayro …YouTube · Naresh Kapadia23 hours ago

 Narmad Sahitya Sabha – Khalil Dhantejvi Tarahi Mushayro 19.04.2021

Narmad Sahitya Sabha – Khalil Dhantejvi Tarahi Mushayro 19.04.2021

Leave a comment

Filed under Uncategorized

ધડામ “વિધી”

May be an image of 1 person and text

Leave a comment

by | મે 30, 2021 · 7:05 એ એમ (am)

વસૂલ


વસૂલ
પ્રિયા પર રોજ કોઈ ને કોઈનો ફોન હોય જ. કઈ કંપનીમાં, કઇ શોપમાં, કઈ બ્રાન્ડમાં કેટલું સેલ ચાલે છે, કેટલા પર્સન્ટેજ છે, એક પર એક ફ્રી ક્યાં છે, ક્યાં વધુ લાભ થાય, કયા સ્ટોકમાં સિલેક્શન છે, કઈ જગ્યાએ કઈ સ્કીમ ચાલી રહી છે, ઓનલાઈન કે ઓફલાઈન, શોપિંગમાં ડિસ્કાઉન્ટ કે કુપન મેળવવાની વગેરે સઘળી જાણકારી પ્રિયા પાસે હોય. બસ ડિસ્કાઉન્ટ જોયું નથી ને એવું બન્યું જ ન હોય કે તેણે ખરીદી ન હોય. આટલામાં જ આ વસ્તુ આવી એમ કહીને એ બધાને બતાવીને હરખાતી. કોઈને કંઈપણ માહિતી જોઈતી હોય તો પ્રિયાને પૂછી લેતું. પોતાની સોસાયટીમાં, કિટીમાં, ફંક્શનમાં, પાર્ટીમાં હંમેશા કોઈપણ કોમ્પિટિશન કે હાઉઝી રમવાનું એ કહેતી અને એ જીતતી. ખૂબ ધ્યાનપૂર્વક એ રમતી. એ કહેતી કે એ એની કમાણી છે.
પ્રિયા સ્મિતાબેનની એકની એક લાડકી વહુ. વળી, સ્મિતાબેનની સહેલીની દીકરી. પ્રિયા નાની હતી ત્યારથી ખૂબ ચબરાક, ખૂબ વાતોડિયણ અને ખૂબ મીઠડી હતી એટલે સ્મિતાબેનને પહેલેથી જ ગમતી. સામેથી જ એણે દીકરા પ્રિયંક માટે પ્રિયાનો હાથ માંગ્યો હતો. સ્મિતાબહેન પણ રૂપાળી અને હોશિયાર વહુ માટે હરખાતાં હતાં. એની સાથે શોપિંગમાં પણ જતા અને પછી એમને પણ થતું કે આ વધારે પડતું થઈ રહ્યું છે.
પ્રિયંક ડૉક્ટર હતો. એને પ્રિયા ગમતી પણ આ વધુ પડતું એને પણ નહોતું ગમતું. એ હસતા હસતા કહેતો, “પ્રિયા, તે પહેલાં મમ્મીને ફસાવી અને પછી મને. ચાલ, હવે બહુ થયું. હવે કેટલા વોર્ડરોબ ભરવા છે તારે?”
પ્રિયા પણ હસીને કહેતી, “બસ બહુ થયું, બે દિવસ હોસ્પિટલ ન જાય તો કેટલા પેશન્ટને એકઠા કરવા છે? પ્રિયા ટીવી પર પણ દરેક શોમાં કોઇને કોઇ ક્વિઝ, કોઈ સવાલ હોય તો તે હંમેશા જવાબ આપતી અને તે જીતતી પણ ખરી. ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ જઈ આવી હતી પણ ‘ફસ્ટેસ્ટ ફિન્ગર ફર્સ્ટ’માં જરાક માટે રહી ગઈ હતી. તે છતાં પણ હાર્યા વગર તેના ઘણી જગ્યાએ પ્રયત્નો ચાલુ જ રાખતી. જીતતી અને હરખાતી. ઘરે કામવાળી, માળી, ધોબી વગેરે કોઈપણ હોય તેની પાસે એવું ઇચ્છતી કે તે એક્સ્ટ્રા કામ કરી દે. કામવાળીને પણ કહી દે કે આ પેટીકોટમાં નાડું નાખતી જા. મમ્મીના પગ દુખે છે તો માલીશ કરતી જા. ધોબી સાથે પણ કપડા માટે કચકચ કરતી. શોપિંગ કરવા જતી ત્યારે પણ વટ મારતી કે હું બાર્ગેનિંગ વગર પાછી ફરતી જ નથી. જ્યાં બાર્ગેનિંગ શક્ય જ ન હોય ત્યાં પણ તે ચેલેન્જ લગાવતી કે અને જ્યારે બિલ પે કરતી ત્યારે પણ કહેતી કે એક રૂપિયો ઓછો છે બીજી વાર તમે દસ લઈ લેજો. એમ કહીને સખીઓ આગળ રોફ મારતી. એવી જ રીતે બ્યૂટીપાર્લરના બહેન ઘરે સર્વિસ આપતાં એનું પણ એણે પેકેજ લઈ લીધું હતું. પાંચ સર્વિસના રૂપીઆ પહેલા આપી દેવાય તો એક ફ્રી સર્વિસ અપાય તેવું તેનું પેકેજ હતું. ઉપરાંત, આવા દસ કસ્ટમરને ઊભા કરી આપે તો એનું પેકેજ ફ્રી. એ સ્કીમ મુજબ એણે તો ફ્રીમાં જ આખું પેકેજ મેળવ્યું હતું. પાંચ મહિના તો તેણે સરસ સર્વિસ કરાવી. એમાં એના નખરા રહેતા કે આ નખ સરખો ફાઇલ કરી આપો, મોઢે વધારે મસાજ કરી આપો. હવે એક પેકેજ બાકી હતું ત્યાં કોરોના આવી ગયો.પતિ તો ડૉક્ટર. એને સ્ટ્રીકટલી કહ્યું હતું કે,” ઘરમાં કોઈને પણ અલાવ કરતી નહીં અને બ્યુટી ટ્રીટમેન્ટમેન્ટ વગર ચલાવી લે કારણ કે ઘરે ઉંમરવાળા મમ્મીપપ્પા છે.” એ વાત તો પ્રિયા એ માનવી જ પડી પરંતુ પ્રિયંક ગયો પછી તેણે સ્મિતાબેન પાસે જિદ્દ કરી કે મારે પાર્લરવાળીનું એક પેકેજ બાકી છે એ મારે વસૂલ કરવાનું છે. તો હું આપણી સોસાયટીના બહારના સ્પોર્ટ્સરૂમમાં બેસીને ફક્ત પેડીક્યોર કરાવી લઈશ એટલે ઇન્ફેક્શનનો કોઈ ચાન્સ ન રહે અને માસ્ક પણ પહેરી જ રાખીશ. જરા પગે વધારે મસાજ કરાવી લઈશ એટલે વસૂલ એમ કહી એણે પાર્લરવાળીને ફોન કર્યો.
પાર્લર વાળી બેને કહ્યું કે,” અત્યારે બહુ તકલીફમાં છું. હસબન્ડનો કેટરિંગનો બિઝનેસ બંધ થઈ ગયો છે,એઓને પગે ફ્રેક્ચર થયું છે.એમની સેવામાં હોવાથી હું બહાર જતી નથી. હું જ્યારે ફરી ચાલુ કરીશ ત્યારે તમને ડબલ વાર આ પેકેજનો લાભ આપીશ. અત્યારે આવવું શક્ય નથી.”પરંતુ માને તો પ્રિયા શેની? તેણે જીદ કરી કે આ સોસાયટીના બહારના સ્પોર્ટ્સ રૂમમાં મને પેડીક્યોર કરી જ આપ.”
તેની જીદ આગળ તે પાર્લરવાળી બેન આવી અને બેગમાંથી સાધનો કાઢવા માંડી.રહેવા દે, કહી પ્રિયાએ એક કવર પકડાવ્યું. પેલા બહેને જોયું તો તેમાં પાંચ હજાર હતા. તેણે પૂછ્યું, “આ નવા પેકેજના છે?”
“આજે તારી બર્થ ડે છેને?”
વાતોડિયણ પ્રિયાએ વાતવાતમાં તેની બર્થ ડે ક્યારે છે કે જાણી લીધું હતું. બ્યૂટી પાર્લરવાળી બહેનને ના સમજાયું,કહ્યું,” સારું થયું એડવાન્સમાં આપ્યા,મેડમ જરૂરજ હતી.”
પ્રિયાએ સ્મિત સાથે કહ્યું કે આ ગીફ્ટ છે અને એને હું વસૂલ કરતી નથી.
-યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

સ્ટાઇલમેં રેહનેકા…

સ્ટાઇલમેં રેહનેકા, ફેશનમેં નહીં..

– અર્વાચિંતનમ્- પરેશ વ્યાસ

– કહે છે કે ફેશન ત્યારે સારી લાગે જ્યારે તમને અંદરથી ફીલ ગૂડ થાય. અને જ્યારે અંદરથી તમે પોતે તમને પોતાને ગમો ત્યારે બીજાનો ગમો અણગમો શીદને ગણવો?

પછી મંકોડે લીધા ભૈ વરણાગી વેશ,એને જોઈને રાફડામાં ફેશન બદલાયત

અને લટકામાં કાતર્યા કરકરીયા કેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!                                                                                               

– ડો.ફિરદૌસ દેખૈયા

ઈ ઝરાયેલી ફેશન ડીઝાઇનર આલ્બર એલ્બાઝ કહે છે કે- મને પરફેક્શન પસંદ નથી. મને લાગે છે કે એ ડેન્જરસ છે. પરફેક્શન પછી કશું ય હોતું નથી. પરફેક્શન એટલે? પરફેક્શન એટલે પૂર્ણ અવસ્થા, પરાકાા, સૂરની ઊંચામાં ઊંચી માત્રા, ક્ષતિહીનતા, સંપૂર્ણતા નજીક પહોંચતી સર્વોેત્કૃષ્ટતા. ફેશન એટલે જ તો પરફેક્ટ હોતી નથી. જુઓને, ઇટાલિયન ફેશન બ્રાન્ડ ગુચ્ચીએ ચશ્માં  કાઢયાં એ ય ઊંધાં.

ટ્વીટર ઉપર એની ટીકા થઈ રહી છે, એની ઉપર જોક્સ થઈ રહ્યા છે. ખાસ કરીને એની કિંમતની ટીકા તો વ્યાજબી જ છે.  ૫૬૦૦૦ રૂપિયાનાં ચશ્માં. લો બોલો! અમેરિકન ઈરાનિયન  નવલકથા લેખિકા પોરિસ્તાએ લખ્યું કે ‘આવું શું કામ કરો છો?’ પછી બીજા ટ્વીટમાં લખ્યું કે ‘આ આખું વર્ષ જ આકરું ગયું છે, હું હવે સમજી.’ સઘળું ઊંધું જ થયું છે આ આખા વર્ષમાં, અને એને જોવું હોય તો ચશ્માં ઊંધાં પહેરવા પડે. બાય ધ વે, ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ઊંધાં ચશ્મા’ એટલે ખોટી દ્રષ્ટિ, ભ્રમ.

ફેશન કાયમી નથી. કાયમી હોય એ ફેશન હોતી નથી. ગુજરાતી લેક્સિકોનમાં ફેશનનો એક અર્થ આપ્યો છે : પ્રચલિત રૂઢિ, રિવાજ કે શૈલી. પણ અમારી દ્રષ્ટિએ એ સાચો અર્થ નથી. ‘પ્રચલિત’ અને ‘રૂઢિ’ બે વિરુધ્ધાર્થી શબ્દો છે.  ફેશન એ એવી અભિવ્યક્તિ છે જેમાં સૌંદર્યની કદર કરવામાં આવે છે.

વસ્ત્રો, પગરખાં, કેશકલા, લાલીલિપસ્ટિક કે પછી ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં.. પણ એ સાંપ્રત અભિવ્યક્તિ છે, આજની વાત છે. આપણે ‘ફેશન’ બોલીએ ત્યારે આગળ ‘લેટેસ્ટ’ વિશેષણ લગાડવાની જરૂર નથી. ફેશન એટલે જ લેટેસ્ટ. જે રૂઢિગત છે એમાં થયેલો લેટેસ્ટ ફેરફાર એટલે ફેશન.  

ફેશન વિષે હવે જો કે લોકો સજાગ છે. કોઈ પણ ગાંડાં જેવી ફેશન પ્રત્યે ગાંડાં કાઢતા નથી. હવે આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃત છીએ. ‘અત્યારે ખર્ચી નાંખો, વિચારો પછી’ એવું હવે કરતાં નથી. વર્ષ ભૂંડું ગયું છે. ભલે છપ્પનિયો દુકાળ નથી પણ તોય છપ્પન હજારનાં  ચશ્માં થોડા પહેરાય? એ ય ઊંધા. ચરક ષિ કહી ગયા હતા કે દેવું કરીને પણ ઘી પીઓ. કારણ કે ઘી શરીર માટે જરૂરી છે. એમણે એવું કયાં કહ્યું કે દેવું કરીને ફેશન કરો. હેં ને? એવી ફેશન શું કામની, જે ખતમ થાય એટલે ફેંકી દેવી પડે. એક ડચ કંપની લેટેસ્ટ ફેશનનાં જીન્સ ભાડે આપે છે. એકદમ અપટૂડેટ જીન્સ. વર્ષે પાછા દઈ દેવાનાં. પછી બીજા લઈ લેવાનાં. વાહ!

ફેશન અને સ્ટાઈલ શબ્દો એક સાથે વપરાતા હોય છે પણ એમાં તાત્વિક ભેદ છે. ફેશન બહારથી આવે છે. સ્ટાઈલ તમારી પોતીકી  હોય છે. એવું પણ કહે છે કે ફેશન ભલે પોતાની સંપત્તિનો, પોતાનાં પૈસાનો દેખાડો હોય પણ સ્ટાઈલનું એવું નથી. સ્ટાઈલ એ તમારી કલ્પનાશક્તિની અભિવ્યક્તિ છે. સ્ટાઈલ એટલે તમારી પોતાની વિશિષ્ટ શૈલી. ફેશનને કાળનાં બંધન હોય છે, સ્ટાઈલ એ કાલાતીત છે. પોતાની સ્ટાઈલ, પોતાની શૈલી એવી હોય કે બીજા માટે એ ફેશન બની જાય. બીજા તમને અનુસરે. સાદા  અને સીધા ચશ્માં ય તમારી સ્ટાઈલ બની જાય.

અમને અભિનેતા રણવીર સિંઘનાં કપડાં, ચશ્માં અને રૂપસજ્જા હમેશા વિચિત્ર જ લાગ્યા છે. એ એવું કેમ કરે છે? ખબર નથી. પણ એ મને ગમે તો ય મારે એને અનુસરવાની જરૂર નથી. કારણ મારી સ્ટાઈલ નોખી છે, મારી પોતાની છે. સ્ટાઈલ એ ધર્મ, સમાજ, રાજકારણ, સંસ્કૃતિ, સમાજ, હવામાન, વ્યવસાય વગેરે ઉપર આધારિત છે. ફેશન સીઝનલ છે. એ આવે ને જાય. અને હા, ફેશન મોંઘી હોય છે. પણ જરૂરી નથી કે સ્ટાઈલ મોંઘી હોય.

કહે છે કે ફેશન ત્યારે સારી લાગે જ્યારે તમને અંદરથી ફીલ ગૂડ થાય. અને જ્યારે અંદરથી તમે પોતે તમને પોતાને ગમો ત્યારે બીજાનો ગમો અણગમો શીદને ગણવો? બસ, લઘરવઘર ન રહેવું, સ્વચ્છ રહેવું, હસતાં રહેવું. ફેશનબેશન છોડો. સ્ટાઇલમાં રહેવું. ઊંધાં  ચશ્માં પહેરવા નહીં. ભ્રમમાં રહેવું નહીં. ઈતિ.

Leave a comment

Filed under Uncategorized

મમ્મી

મમ્મી
સૂરજ ઊગતા જ મેઘનાની દોડાદોડ શરૂ. “મમ્મી..કર્ટૅઇન ખસેડી જા ને બહુ લાઈટ આવે છે…”દીકરા રાજે અડધી ઊંઘમાં કહ્યું.
એટલામાં પિન્કીની બૂમ, “મમ્મી ટોવેલ…”
નાની ડૉલીએ પૂછ્યું, “આજે બ્રેકફાસ્ટમાં શું છે?”
મોટો કરણ જતા જતા, “જો મમ્મી, આપણી ગાડીની ચાવી લેવા આવશે સર્વિસ માટે, તો આપી દેજે. ગાડીનો નંબર તો યાદ છે ને?”
ને પછી તો…
“મમ્મી સાંભળ, આજે મારું કુરિઅર આવવાનું છે, સાઇન કરી લઈ લેજેને, પ્લીઝ.”
“મેં ઇલેક્ટ્રિશ્યિનને ફોન કર્યો છે, અહીં બે પોઇન્ટ નંખાવવાના છે.”
“મમ્મી આ નોટબુકમાં પેઇજ મૂક્યા છે ને એની ઝેરોક્ષ કરાવતી આવજે, જો ભૂલી નહીં જતી.”
“મમ્મી મારો દુપટ્ટો નથી મળતો. અરે! એ ઇસ્ત્રીમાં નહોતો આપવાનો? પૂછ તો ખરી!”
“રીંગ વાગે છેને તો મમ્મી ઊંચકી લેને. કહી દેને કે નીકળી ગયો છે રસ્તામાં જ હશે!”
“મમ્મી મારું ડ્રોઅર તેં ગોઠવેલુંને? એટલે જ કંઈ નથી મળતું. બધું જેમ હોય એમ રહેવા દેને.”
“હેલો.. મમ્મી, જો કબાટનાં નીચેનાં ખાનામાં ચેકબુક છે એના ફોટા પાડીને વોટ્સએપ કરી દેને”
“અરે આ શું બનાવ્યું? દાળઢોકળી! મમ્મી પ્લીઝ, મેગી બનાવી આપને..”
“અરે મમ્મી, મારો મોબાઇલ ચાર્જમાં મૂકી દેને.”
“તું અહીં જ છે તો જરા એ.સી….”
આખા દિવસની આવી ભાગદોડ પછી સાંજે મેઘના બારી બંધ કરવા ગઈ. આકાશમાં જોયું તો ઢળતો સૂરજ પણ જાણે ખો આપતો ગયો પછી બારણું બંધ કરવા ગઈ અને જોયું તો સામે મેઘનાની મમ્મી. એ હરખાતાં બોલી “અરે આટલી મોડી તું કેમ આવી, મમ્મી? “
ચપ્પલ કાઢતાં મેઘનાની મમ્મી બોલી, “અરે બેટા, આ કપુરિયા બનાવ્યા હતાને એ તારે માટે લેતી આવી. તને બહુ ભાવે છેને! અને દસ દિવસ પહેલાની નારી પૂર્તિમાં તારે સાતમું પાનું જોઈતું હતુંને? એ પસ્તીમાંથી શોધી કાઢ્યું તારા માટે ને તારી સાડીને ફોલ ટાંકવાનો હતોને? ને આ તારો ચાંદીનો ઝૂડો પોલિશ કરાવવા મૂકી ગઈ હતીને? ને…રૂ ની દિવેટ બનાવી દીધી છે, તને તૈયાર નથી ફાવતીને?”
હજુ તો જાણે કેટકેટલું કહેવાનું હતું. મેઘનાનાં બાળકોએ મેઘનાને, મેઘનાએ એની મમ્મીને અને એની મમ્મીએ કદાચ એની મમ્મીને. પેઢી દર પેઢી. આમ વિચારતો આભનો ચાંદ મરક મરક હસતો હતો.
== યામિની વ્યાસ 

Leave a comment

Filed under Uncategorized

મેના ગુર્જરી

May be an image of 5 people, including Gaurang Vyas and text

May be an image of text

Leave a comment

Filed under Uncategorized

પ્રાણવાયુ-પરેશ વ્યાસ

પ્રાણવાયુ પર પ્રાણ ટક્યા હોય છે

– અર્વાચિંતનમ્- પરેશ વ્યાસ

– જે ખાવાનું ખાઓ એ એન્ટિ-ઓક્સિડન્ટ હોય તો સારું. એન્ટિ-ઓક્સિડન્ટ એટલે? શરીરમાં કેટલાક મુક્ત અણુઓ હોય છે જેની સંખ્યા વધે તો શરીરને નુકસાન થાય

કામના શતાયુની!                                                                                                               

તને તો રક્તમાં પડી જરૂર પ્રાણવાયુની!                                                                                            

 -યામિની વ્યાસ

પ્રા ણવાયુ…. કેવું સરસ નામ છે. પ્રાણ જેની ઉપર ટક્યા છે એ પ્રાણવાયુ. ઓક્સિજન શબ્દનું મૂળ ખોટું છે. ગ્રીક શબ્દ ‘ઓક્સિ’ એટલે તીવ્ર અથવા તો એસિડ અને ‘જન’ એટલે જે એસિડ પેદા કરવામાં જરૂરી છે તે. વૈજ્ઞાાનિક દ્રષ્ટિએ ખોટી માન્યતા હતી એ. એસિડ પેદા કરવા માટે ઓક્સિજન જરૂરી નથી. પણ સત્તરમી સદીનું આ ખોટું નામ ઓક્સિજન એક શબ્દ તરીકે ટકી ગયું.  અમને અલબત્ત આપણો દેશી પ્રાણવાયુ શબ્દ ગમે છે. આ એક સાચૂકલો શબ્દ છે. વાત જાણે એમ બની કે ગત અઠવાડિયે અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રાણવાયુ ઘટી ગયો. ડોક્ટર્સ સતત દેખરેખ રાખી રહ્યા છે. તેઓ સાજા જરૂર થશે. પણ હાલની કોવિડ-૧૯ બીમારી જન જનને પ્રાણવાયુની અગત્યતા સમજાવી રહી છે. ઘણી એવી ચીજો છે જે આપણી ચોતરફ હોય જ છે. પણ એની કિમત આપણે સમજતા નથી. જેમ કે હવા અથવા હવામાં રહેલો પ્રાણવાયુ. એની બહાર કે અંદર ઉણપ સર્જાય તો મુશ્કેલી પડે છે. આજકાલ કોઈ પણ બહારી લક્ષણ વિનાનાં કોવિડ-૧૯ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આવા કોવિડ પોઝિટિવ કિસ્સાઓમાં પોતાના ઘરે જ  એકાંતવાસમાં રહીને સારવાર કરાવવાની સલાહ સરકાર આપે છે. સારવારમાં ખાસ કરીને ઓક્સિજન લેવલ અને ટેમ્પરેચર ઉપર સતત ધ્યાન આપવું જરૂરી છે. જો ઓક્સિજન લેવલ ૯૫% થી ઘટે કે ટેમ્પરેચર ૧૦૦ ડીગ્રી ફે.થી વધે તો હોસ્પિટલ ભેગા થઈ જવું જોઈએ. જે હજી કોવિડ-૧૯માં સપડાયા નથી એમને અભિનંદન. પણ આવા લોકોએ લોહીમાં ઓક્સિજન લેવલ જાળવી રાખવા શું કરવું જોઈએ? 

૧. જીવનશૈલી: બધા જ વારંવાર પોકારી પોકારીને કહે કે સાત્વિક ખાવાનું અને કસરત કરવાની… મઝાની લાઈફ! પણ આપણે આળસ પ્રધાન માનવી છીએ. આડા પડીને ફોનને મચેડ મચેડ કરવા સિવાય કશું કરતાં નથી. શરીર માટે શુદ્ધ હવા જરૂરી છે. શરીરને શ્રમ મળે એ જરૂરી છે. પણ.. સુધરી જાવ, હજીય મોડું થયું નથી.

૨. ખાણીપીણી: જે ખાવાનું ખાઓ એ એન્ટિ-ઓક્સિડન્ટ હોય તો સારું. એન્ટિ-ઓક્સિડન્ટ  એટલે? શરીરમાં કેટલાક મુક્ત અણુઓ હોય છે જેની સંખ્યા વધે તો શરીરને નુકસાન થાય. એન્ટિ-ઓક્સિડન્ટ ખોરાક આવા નુકસાન કરે એવા મુક્ત અણુઓને વશમાં રાખે છે. ટામેટાં, તડબૂચ, ગાજર, પપૈયાં, પાંદડાવાળા શાક જેવા કે કોબી અને ભાજી જેવી કે પાલક વગેરે સારા. ગ્રીન ટી પણ એન્ટિ-ઓક્સિડન્ટ  ગણાય છે. 

૩. શરીર મુદ્રા: જીવન બેઠાડું કે સૂતાડું થઈ જતું હોય છે. ટીવી અને સ્માર્ટ ફોનનું  વ્યસન એવું કે વ્યક્તિ આડીઅવળી વિચિત્ર રીતે વળેલી મુદ્રામાં ઢગલો થઈને બેઠી કે સૂતી હોય છે. જ્યારે બેસો તો ત્યારે ટટાર બેસવું. ચાલતી વખતે પણ છાતી કાઢીને ચાલવું. હવા ફેફસામાં જાય તો પ્રાણવાયુ વધે ને? ગરદન અને કમર સીધી રાખવાનું આપણે ભૂલી જઈએ ત્યારે મુશ્કેલી થતી હોય છે.  

૪. પ્રદૂષણ નિવારણ: હવા પ્રદૂષિત હોય છે. ખાસ કરીને શહેરની હવા. આપણે એ વિષે ખાસ કરી શકતા નથી. પણ એવી હવા જરૂર લઈએ કે જેથી પ્રદૂષિત માત્રા ઘટે. નદી કાંઠે કે બાગબગીચામાં ચાલવું કે દોડવું સારું. ખુલ્લી હવા અને ઝાડપાન પ્રાણવાયુ માટે જરૂરી છે.

૫. વ્યસન મુક્તિ: વ્યસન નડે છે. ખાસ કરીને તમાકુ, ગાંજો વગેરે. દારૂ પણ આંતરિક ઓક્સિજન લેવલ ઘટાડે છે. વ્યસનથી ઘણી બરબાદી થતી હોય છે. એમાં ઓક્સિજન લેવલમાં જો ઘટાડો થાય તો એ સાંપ્રત સમયમાં ઘાતક નીવડી શકે છે. 

આ લ્લે લે! આમ તો આમાં કાંઇ પણ નવું નથી. આ બધા મુદ્દાઓ સદા સર્વદા સાચા જ છે. એમને અપનાવી લઈએ તો સર્વ સારા વાના થઈ જાય. ઊંડા ઊંડા શ્વાસ લો. લોહીમાં ઓક્સિજન લેવલ   વધારો. હેં ને?

કોઇકે કહ્યું છે કે માણસ પ્રેમ વિના જીવી શકતો નથી, પણ મને લાગે છે કે ઓક્સિજન વધારે જરૂરી છે! પ્રાણવાયુ વધારો, પ્રાણ બચાવો. ઈતિ.

Leave a comment

Filed under Uncategorized

મિત્રનો પ્રસાદ

નાનપણથી શીખતા આવ્યા છીએअमृतं चैव मृत्युश्च द्वयं देहेप्रतिष्ठितम्।मोहादुत्पद्यते मृत्युः सत्येनोत्पद्यतेऽमृतम्॥अमरत्व और मृत्यु दोनों शरीर में निवास करते हैं।मृत्यु लोभ से आती है और अमरत्व सत्य से। ઘણા ખરા જાણે-   સામાન્ય વાત-આત્મા મરતો જ નથી, પણ જ્યાં સુધી તમે આત્મસ્વરૂપ થયા નથી, ત્યાં સુધી તમને ભો લાગ્યા કરેને . આયુષ્યનો કાળ બદલી શકાતો નથી પણ ગતિ ફેરફાર થઈ જાય છે.  મરતી વખતે ‘યા મતિઃ સા ગતિઃ’સંસારના બધા સંબંધોથી માનસિક મોહનો ત્યાગ જ સાચુ વૈરાગ્ય કહેવાય છે અભ્યાસ અને વૈરાગ્ય. ભગવાને અર્જુનને આ જ વાત કહી છે, ને સાથે સાથે મનને વશ કરવા માટે બે રામબાણ ઉપાય બતાવ્યા છે આવા ભજન દ્વારા વૈરાગ્ય દ્રઢ થવામા મદદ રુપ થાય છે.ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી;અંતર ઊંડી જે ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી… ત્યાગ꠶ ૧
વેશ લીધો રે વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂરજી;ઉપર વેશ તો આછો† બન્યો, માંહી મોહ ભરપૂરજી… ત્યાગ꠶ ૨
કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાયજી;સંગ પ્રસંગે તે પાંગરે, જ્યારે જોગ ભોગનો થાયજી… ત્યાગ꠶ ૩
 અવનિ ઉપરે, બીજ ન દીસે બહારજી;ઘન વરસે વન પાંગરે, એમ ઇન્દ્રિય વિષે આકારજી… ત્યાગ꠶ ૪
 દેખીને લોહ ચળે, એમ ઇન્દ્રિય વિષય સંજોગજી;અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગજી… ત્યાગ꠶ ૫
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથજી; રે વર્ણ આશ્રમથી, અંતે કરશે અનરથજી… ત્યાગ꠶ ૬
ભ્રષ્ટ થયો રે જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;ગયું રે ઘૃત મહી માખણથી, આપે થયું અશુદ્ધજી… ત્યાગ꠶ ૭
પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગીજી;‡નિષ્કુળાનંદ એ નરનો, વણસમજ્યો વૈરાગ્યજી… ત્યાગ꠶ ૮ તો બીજી તરફ ગુંજાય સ્વર:- કે.એલ. સાયગલ બાબુલ મોરા નૈહર છૂટો જાય 

મોરા નૈહર છૂટો હી જાયચાર કહાર મિલ મોરી ડોલિયા સજાવો
મોરા અપના બેગાના છૂટો જાયેમોરા નૈહર છૂટો જાયઅંગના તો પરબસ ભયો
ઔર દેરી ભઈ બિદેસલે ઘર બાબુલ આપનોમૈં ચલી પિયા કે દેસ  — બાબુલ મોરાઆમ ઘણાનો મૃત્યુનો ભય  ન રહેતા સહજતાથી સ્વીકારાય છે પણ કબિરની આ અદભુત વાતમૃત્યુનો આનંદ ! મન ક્યારે સ્વીકારશે ? અને ડાઘવાળી ચુંદડી સાથે ? ‘અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યે … અભ્યાસ તથા વૈરાગ્ય-એ બે વાતોથી મનને કાબુમાં રાખી કબીરજી સમજી પ્રયત્ન કરતા …………………………….?આનંદરાવજી

Leave a comment

Filed under Uncategorized

ભેંસ – સૌમ્ય જોશી

બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે.

ભેંસ પાડી શકે છે રાત.

પૂંછડીની પીંછીથી લસરકા મારીને એ સાંજને રંગે છે પોતાના રંગમાં.

ને કાળી કરે છે ઈંટાળી ગમાણ.

કાળૉ કરે છે રાખોડી ખીલો.

સાંકળ પરનો છીંકણી કાટ પણ કાળો કરી દે છે.

બધું કાળું કરીને એમાં કાળું કાળું ઊભી રહે છે ભેંસ.

બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે.

  • *

ભેંસ સ્થિતપ્રજ્ઞ.

મોઢા પર માખ બેસે તો બેસવાય દે.

આ જોને,

એના આંચળની દોલતથી ગેમરિયો માલદાર થઈ ગ્યો,

પ્રવીણભાઈનું કોલેસ્ટેરોલ વધી ગ્યું,

કાનુડાએ મટકી ફોડી,

રમાકાકી મેળવણ માંગવા આયાં,

ગોમટેશ્વર નાહ્યાં,

કુરિયન કિંગ થઈ ગ્યા ચરોતરના,

અશ્વત્થામાએ હઠ પકડી,

પણ ભેંસ સ્થિતપ્રજ્ઞ.

આટલું થ્યું

તોય મોઢા પરની માખ ના ઊડી.

.( સૌમ્ય જોશી )

Leave a comment

Filed under Uncategorized

સાત્વિક ભોજન…

Leave a comment

by | મે 22, 2021 · 7:02 એ એમ (am)