Daily Archives: જાન્યુઆરી 14, 2021

મકર-સંક્રાંતી-ચિ.સૌ.રોમાને ૫૫ મી વર્ષગાંઠના અભિનંદન +

આપ સૌને મકરસંક્રાંતિ ના શુભ પર્વની શુભકામનાઓ પાઠવું છું. આ પર્વ આપણા સૌના જીવનને પ્રગતિની ઉર્ધ્વદિશામાં પ્રવૃત્ત કરે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરું છું.                                                                                                  હજુ યાદ છે–
ત્યારે અમે નળ, ઇલેકટ્રીસીટી અને પાકા રસ્તા વગરના ગામડામા હતા.
તેની ૧૪મી જાન્યુઆરી ૧૯૬૬ ની સવાર યાદ અપાવે-
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં ! (કલાપી)
— બપોરે પેટમા થોડો પ્રસુતી પહેલા દુખાવો થવા લાગ્યો હતો.ઘરમા જ પ્રસુતી કરવાની હતી અને પહેલાની જેમ મારા પતિ જ પ્રસુતી કરાવવાના હતા.એક ઓરડામા ટેબલ ગોઠવી બીજા સાધનો સ્ટરીલાઇઝ કર્યા અને સાંજના જરુર પડે પેટ્રોમેક્ષથી અજવાળુ કરવાનુ હતુ.
ત્યાં જ ઇમર્જન્સી વિઝિટ આવી.સારવાર કરી આવવામા એક-બે કલાક થાય તેમ હતુ.વાત ચાલતી હતી તેમા આશ્ચર્યજનક બન્યુ ! દુઃખાવો અલોપ!! મેં કહ્યું જરુર જઇ આવો અને બે કલાક બાદ આવ્યા ત્યારે લેબર પેનની શરુઆત થઇ ગઇ હતી.તેઓને કહ્યુ કે ઉતાવળા રાખજો.પહેલાની જેમ સરળ પ્રસુતિ કરાવી બેબીને પેટ પર સુવડાવી પ્લેસેન્ટા મૅનેજમેન્ટમા લાગ્યા.ત્યારબાદ જોયું તો બેબી ખસીને સ્તન તરફ આવ્યુ હતુ.હસતા હસતા તેઓ બોલ્યા આ બેબીનો સર્વાવઇલ રેટ વધુ લાગે છે આને તેનો ખોરાક ક્યા છે તે ખબર છે ! ત્યાર બાદ પ્લેસેન્ટાને નાની માટલીમા મુકી ધરતી માતાને અર્પણ કરવા આપી.
ત્યારે કોઇએ તેનુ કારણ પુછતા જણાવ્યું કે આને લીધે જન્મેલ બાળકનો આ ધરતી સાથે જીવનભરનો સંબંધ રહે છે.
.ત્યાર બાદ ‘યોનિમાર્ગમાં જન્મો હજી પણ ડિલિવરીનો સૌથી સામાન્ય માર્ગ છે’ અંગે ચર્ચામા જણાવ્યું કે આ બાળકો સિઝેરિયન દ્વારા જન્મેલા બાળકો કરતાં તેમના આજીવન  એકંદરે સારી તંદુરસ્તી જોવા મળે છે. યોનિમાર્ગ જન્મ એ બાળકની ત્વચામાં માઇક્રોબાયોમ્સને ફેલાવવાનો સૌથી અસરકારક માર્ગ છે માઇક્રોબાયોમ્સ મલ્ટીપલ બેક્ટેરિયાથી બનેલા હોય છે .એવું પણ જોવા મળ્યું છે કે સગર્ભા સ્ત્રીઓમાં સગર્ભા ડાયાબિટીઝની ગટ માઇક્રોબાયોટામાં રોગ સાથે સંકળાયેલ સૂક્ષ્મજીવાણુઓ ની વધારે માત્રા હોય છે. એમ કહેવામાં આવે છે કે, માતાઓ આંતરડાના સુક્ષ્મજીવાણુઓ તેમના બાળકમાં સ્થાનાંતરિત થનારા માઇક્રોબાયોમ્સના પ્રકારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.બાળકો જેઓ સિઝેરિયન દ્વારા જન્મે છે, તેઓમા અસ્થમા, એલર્જી, બળતરા આંતરડા રોગ અને મેદસ્વીપણા જેવી રોગપ્રતિકારક શક્તિ સંબંધિત વિકાર થવાની સંભાવના વધારે છે.Inline image

આજે ચિ સૌ રોમાને ૫૫ મી વર્ષગાંઠના અંતર ના શુભાશીસ.આપ સૌની શુભેચ્છાઓ/ શુભાશીસની અપેક્ષા. *

 

વૅ ગુના સંસ્મરણો પત્ર ૫

jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
શ્રી દીદી,
 

 કાલ સવાર સુધીમાં નક્કી થાય તો સારું. મેં તો આપના નામની જાહેરાત પણ કરી દીધી છે. જોકે અત્યાગ્રહ ન કરું,
પણ આજની પરીસ્થીતીમાં બીજા કોઈનો વીચાર કરવો ઠીક નથી તેથી ફરી વીનંતી કરું છું.
 વંદન સહ, –
જુગલકીશોર.

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized