Daily Archives: જાન્યુઆરી 18, 2021

વૅ ગુ પર પધારવા અને સંકલન સમીતી અંગે સૌને આમંત્રણ અને પ્રતિભાવો ૧૨ cont.+આતાજી…

Image may contain: 4 people, including Gaurang Vyas

01/25/13 at 10:14 PM

Web Gurjari

webgurjari.in/
Web Gurjari. Just another WordPress site. Hello world! Welcome to WordPress.

પધારી આપનો પ્રતિભાવ /શુભેચ્છાઓ આપશોજી

jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To Pancham Shukla
CC jignesh adhyaru Pragna Vyas Chirag Chirag Patel Dipak Dholakia 01/29/13 at 7:26 AM
તેઓ નમ્રતાપૂર્વક પોતાને સંચાલનસમિતિ માટે યોગ્ય ગણતા નથી !! મદદ માટે ચોવીસ કલાક તૈયાર છે ! તેમનાં સૂચનો ધ્યાન આપવા જેવાં હોય છે. ત્રીજી કેડરમાં રહેવા તેઓ તૈયાર હતા ખરા. સૌ કહે તેમ કરીએ. (એમના ગ્રુપ દ્વારા નવાં પુસ્તકો વિકિ પર ચડાવવા લીધાં છે તેમાં તેમણે દલપતરામનું પહેલું નાટક લક્ષ્મી માથે લીધું છે !) તેમની દુકાન હોઈ સમય પણ આપી શકે છે…સાહિત્યમાં ખાંખાંખોળાં ખૂબ કરી શકે છે. યોગ્ય વ્યક્તિ જ છે.
મારો એક મેઈલ મોકલી રહ્યો છું…..તેમાં ઘણી બાબતો છે..જોઈ જવા સૌને વિનંતી છે.
– જુ.
2013/1/29 Pancham Shukla <spancham@yahoo.com>
જુ.કાકા
તમે અગાઉના જણાવ્યું’તું એ મુજબ અશોકભાઈને સમિતિ સભ્ય તરીકે લઈ લેવા જોઈએ અને એ પણ આ સર્ક્યુલેશનમાં હોય તો સારું.

– પંચમ
From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To: jignesh adhyaru <adhyaru19@gmail.com>
Cc: Pragna Vyas <pragnajuvyas@yahoo.com>; Chirag <patel.chirag@yahoo.com>; Chirag Patel <chipmap@gmail.com>; Pancham Shukla <spancham@yahoo.com>; Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
Sent: Tuesday, 29 January 2013, 6:04

Subject: Re: Let’s move on

બધાંને પત્ર મોકલ્યો પણ યાદી એટેચ કરવી રહી ગયેલી અને યાદી ડીલીટ પણ થઈ ગઈ હતી !!

અત્યારે યાદ આવી તે ફરી બનાવી છે. લીંક બહુ લાંબી ન થાય તે માટે અંગ્રેજીમાં કરી છે. બાકી યાદ આવશે તેમ મૂકીશું પણ તમારો અભીપ્રાય મને આપવાનું ભુલતા નહી. – જુ.

2013/1/29 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
મને લાગે છે કે મોકલવાનું /એટેચ કરવાનું ભુલાઈ ગયું છે !! વળી જે નમુનો બનાવ્યો હતો તે પણ કદાચ ડીલીટ થ ગયો લાગે છે મળતો નથી…ફરી બનાવીને મોકલીશ. સૉરી. – જુ.
2013/1/29 jignesh adhyaru <adhyaru19@gmail.com>
Jugalkaka,

Which are the categories?

Regards,

Jignesh Adhyaru
2013/1/29 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
મુ. બહેન તથા સૌ મીત્રો,

જિજ્ઞેષભાઈ,

આ સાથે કેટલીક કેટેગરીની યાદી મોકલું છું….એમાં સુધારા વધારા સૌ સુચવે પછી વહેલી તકે તેને સાઈટ પર ગોઠવી દઈએ.
(કેટેગરી વગેરે રોમન લીપીમાં પણ શબ્દો ગુજરાતીના જ હોય તેવો આગ્રહ રાખવાનો છે..પણ લીંક લાંબી ન થાય માટે અંગ્રેજીમાં મુકી છે.)

કેટેગરી, લખાણો, ચર્ચાઓ, કોમેન્ટ વગેરે બધું જ સાઈટ પર ગુજરાતીમાં જ રજુ થાય તેવો આગ્રહ અને તેનો પણ પ્રચાર કરતાં રહીશું જેથી અંગ્રેજીમાં લખનારાં સંકોચ અનુભવે !!

કેટેગરીની સાથે જ વેબગુર્જરી નામ સુંદર અક્ષરોમાં (તમારું અક્ષરનાદ છે તેવું) સાઈટ પર મુકવાનું ગોઠવજો. નામમાં હવે ડૉટઈન ન આવે તેવું કરજો…સરનામું webgurjari.in ને શીર્ષક નીચેની ટેગ પર લઈ લઈશું.

હજી થોડો સમય દીવડો તથા પ્રમુશ્રીનો સંદેશ પહેલા પાને રહેવા દેજો. અથવા તેને વીઝેટ બનાવીને મુકજો….આપણા સંદેશાઓને સાઈડ પર જરુર જણાય તો મુકીશું જેથી હમણાં સૌને પ્રેરણા મળે.

સૌને સૂચનો મુકવાનો વીનંતી છે જેથી તત્કાલ કામ શરુ થાય.

આપનો, જુગલકીશોર.

2013/1/26 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
મુ. બહેન,

દીપકભાઈની વાતમાં થોડું મેળવું છું :

૧) આજે અશોક મોઢ. સાથે લંબાણ વાત થઈ. તેમની પાસે કેટલીક નક્કર વાતો છે. તેઓએ પોતાના વીકીપીડીયાની બે પ્રવૃત્તીઓને આપણી સાથે જોડવાની રજુઆત સામે ચાલીને કરી છે. વિનય ખત્રીએ સૌથી પ્રથમ ફોન પર જબરો વીરોધી સુર નોંધાવેલો પણ એમણે જ સૌથી પહેલાં પોતાના ૧૧૫૦ સભ્યોની સંસ્થા આપણી સેવા માટે મુકવા જણાવ્યું હતું !!
આ બન્ને દાખલાઓ આપણને પોરસ આપનારા છે. અશોકભાઈને તો મે વીસ્તૃત નોંધ આપવા જણાવ્યુ જ છે.

૨) બીજી વાત તે હવે વહેલી તકે આપણા હેતુઓ સ્પષ્ટ કરવાના છે. એક વાર હેતુઓ નક્કી થાય પછી દરેક હેતુ મુજબ આપણે બેત્રણ સભ્યોની નાની સમીતી બનાવીને અશોક જેવી કેટલીક વ્યક્તીઓની સેવાઓ લઈ શકીશું ્ ને પછી આપણે જે તે સમીતી/ઓનું સંકલન કરાવનું રહેશે. દીપકભાઈએ કહેલી કામની વહેંચણીનો મુદ્દો બહુ જ મહત્તવનો હોઈ તે તે વીભાગના વડા તરીકે આપણે કામ કરવાનું આવશે. જેમ કે ટૅકનીકલ બાબતોની જે સમીતી હશે તેના ઉપર જિ.ભાઈ કે ચી.ભાઈને ફક્ત સલાહસુચનનું જ કામ રહે…

પ્રમુખશ્રી પછીની આપણી સંકલન સમીતી (મને સંચાલન કરતાં સંકલન નામ વધુ ગમે પણ તેનાથી જો સંચાલન ઢીલું પડે તો નકામું) રહેશે પણ હવે ત્રીજી કેડરની નાનીનાની સમીતીઓ બનાવીને દસથી પંદર ખાસ વીશીષ્ટ વ્યક્તીઓનો સમાવેશ કરીને સંસ્થાને લાંબાગાળાનો લાભ મેળવી શકાશે.

( ખાસ : જોકે આ બીજી સમીતીઓના સભ્યોની પસંદગી આપણને ભારે પડી જાય એમ પણ બને…તેથી તે વ્યક્તીની ભાષા, વર્તણુક, વીચારસરણી અને કોમેન્ટસમાં આજ સુધીના આપણા અનુભવોને ધ્યાને લઈને પસંદગી કરવાની થાય.)

૩) મેં આરંભમાં જ એક ઈમેઈલ એડ્રેસ લઈ રાખ્યું હતુ. તે web.gurjarI@gmail.com જેનો પાસવર્ડ web123gurjari456 છે. એનો ઉપયોગ કરવાની જરુર હોય તો બન્ને નીષ્ણાતોને વીનંતી છે.

૪) શ્રી અશોકની વાતમાંથી બે બહુ ઉપયોગી વાત મને મળી તે આ હતી ં
* નેટ પર કેટલીય વ્યક્તીઓની કામગીરી નાનકડી સંસ્થાજેવી છે. કેટલુંક વ્યક્તીગત અને સાંકડા ક્ષેત્રનું ને કેટલુંક જથ્થાબંધ કામ તેઓ કરે છે. આ દરેકનું એક એક પાનું આપણી સાઈટ પર હોય અને તે તે વ્યક્તી પોતાના પાના પર પોતાના અહેવાલ જેવા રીપોર્ટ મુકતા રહે ! જે તેના પેજ પરનું અપડેટ તેઓ કરે પણ એક જ સ્થળે બધી જ પ્રવૃત્તીનું તાજેતરનું કે અહેવાલરુપનું બધું સૌને મળ્યા કરે.
* બીજી વાત આપણા દ્વારા એક જ ગુગલગ્રુપ દ્વારા તે સૌની સાથેનો આપણો સંપર્ક એક સરનામે થઈ શકે તો આપણે એક જ પત્રથી સૌ સપોર્ટીંગ પ્રવૃત્તીઓને સંદેશો કહી શકીએ.

૫) બન્ને નીષ્ણાતો આપણને સાઈટ પરની સગવડોની માહીતી આપે અને હેતુઓ નક્કી કરીને આપણે કેટલાં વીઝેટ રાખવા વગેરે ટૅકનીકલ બાબતોની વીચારણા કરી શકીએ…મને હજી સાઈટની સુવીધાઓનો ખ્યાલ નથી..

૬) ત્રણ મીત્રો જિ; ચી; પંચમ ને વ્યવસાયનો સમયસવાલ હોય. તેમને મળતી રજાઓ પણ ભરચક્ક કામોવાળી હોય, જિજ્ઞેષભાઈને તો નોકરીના કામની મોટી જવાબદારી છે…પં. અને ચી.ને પણ હોય જ….એ સૌનો વીચાર કરીને આપણે છ જણાં નીયમીત રીતે હમણાં થોડો સમય કોન્ફરન્સ કરવાનું પણ રાખી શકીએ.

આપ સૌ સમક્ષ આટલી વાત. હજી કેટલીક ઝીણવટભરી વાતો છે જ, પણ તેને હવે પછી…

અત્યારે તત્કાલીક તો મને સાઈટ ઉપરનાં લખાણોની ભુલો સુધારવાની ટૅકનીક શીખવી દો જેથી ભુલવગરની સાઈટનો નમુનો આપણ બતાવી શકીએ.

– જુગલકીશોર

2013/1/26 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
મુ. પ્રજ્ઞાબેન,

ગઈ કાલે શાનદાર શરૂઆત થયા પછી હવે આગળ વધવાનું છે. હજી આરામ અને કરવાનો કે હરખમાં લહેરાતા રાહેવાનો સમય નથી આવ્યો.

મારાં કેટલાંક સૂચનો અહીં સૌના વિચાર માટે મૂકું છું.

એક તો, આપણે પાંચ જણ કામ કરીએ તે બેવડાય નહીં તેની વ્યવસ્થા કરીએ. આના મટે કામની સ્પષ્ટ વહેંચણી કરીએ. એક વ્યક્તિ એક કરતાં વધારે કામ કરી શકે પણ પોતાની મુખ્ય જવાબદારી ઉપરાંતનું કામ કરતી વખતે એના ઇન્ચાર્જની સાથે સંકલન રાખે એ જરૂરી છે.

દાખલા તરીકે, મારી વાત કરૂં તો દરેક બ્લૉગર સાથે ઇમેઇલ દ્વારા સંપર્ક રાઅખવા, એમને લખવા, માહિતી આપવા અનેવેબગુર્જરી પર જોડાવાનું સમજાવવાની જવાબદારી હું લેવા તૈયાર છું. જો કે આમાં થોડી મદદની જરૂર છે.સંસ્થાના ઇમેઇલના કૉન્ટૅક્ટ લિસ્ટમાં જેટલા બ્લૉગ છે તે બધા નાખવા પડશે. આમાંથી બધાં નામો એક એક કરીને નાખવાનાં થાય. જો કે બધાં ઍડ્રેસ ઇમ્પોર્ટ પણ કરી શકાય. પરંતુ મને એ બરાબર નથી આવડતું અને જીમેઇલનાં જ એડ્રેસ જીમેઇલમાં લઈ પણ શકતાં નથી. આપણા છ જણ પાસે આપણા એકાઉંટનો પાસવર્ડ પણ જરૂરી છે. જેથી ઍડ્રેસ ઉમેરી શકાય અને પત્રવ્યવહાર કરી શકાય.

બીજું, આપણે પોતે સમ્સ્થા તરીકે જે લખીએ તે પહેલાં શ્રી જુગલભાઈ પાસે જાય તો જોડણીના દોષોથી બચી શકીએ. આથી આપણું પોતાનું લખાણ જોડણીની દૃષ્ટિએ ‘સ્ટૅન્ડર્ડ’ બની રહેવું જોઈએ. જે ઊંઝા પદ્ધતિ વાપરવા માગે તેણે સ્પષ્ટ કહેવું જોઈએ, જેથી એનામાં સુધારા એ રીતે થઈ શકે. તે સિવાય મુખ્યત્વે આ વાત સાર્થને લાગુ પડે છે.

ત્રીજું, ખાસ કરીને કાવ્ય વિભાગમાં પંચમભાઈ ખાસ કામ કરી શકે. આમાં કોઈ કાવ્યનું રસદર્શન કરાવતા કે ગુણ દોષોની ચર્ચા કરતા લેખો પણ આપણા તરફથી પંચમભાઈ લખે તો માર્ગદર્શક બને અને સ્તર ઊંચું આવે. આપણો હેતુ કોઈને ઉતારી પાડવાનો તો ન જ હોય પરંતુ શું કાવ્ય છે અને શું બીલાડીના ટોપ છે તે કહેવામાં શું ખોટું? આપણે સાહિત્યનું સ્તર ઊંચે લઈ જવું હોય તો આ કપરી ફરજ પણ બજાવવી પડશે. આમાં શ્રી જુગલભાઈના સંપર્કથી કોઈ જાણેતા લેખક કે કવિ દ્વારા વિવેચનાત્મક લેખો પણ પ્રસિદ્ધ કરી શકીએ. દાખલા તરીકે શ્રી વિવેકભાઈ ટેલરનું પણ માર્ગદર્શ્નન મેળવી શકીએ. મહિનામાં એક લેખ આ જાતનો હોય તો બધા બ્લૉગ-્કવિઓ આપણી સાઇટ પર આવતા થઈ જશે.

એ જ રીતે બ્લૉગનું પણ પૃથક્કરણ કરી શકાય, પરંતુ એમાં અમુક જાતનું કન્ટેન્ટ હોવું જોઈએ અથવા ન હોવું જોઇએ એવી સલાહ ન આપી શકાય.
નવલકથાઓ માટેનાં પેજ, નવલિકાઓ માટેનાં પેજ, વિજ્ઞાન અને ટેકનોલૉજી વિશેનાં પેજ, વ્યાવસાયિક માર્ગદર્શનનાં વિદ્યાર્થીઓ માટેનાં પેજ, પણ શરૂ કરી શકાય એમ માનું છું. વિદ્યાર્થીઓ માટેનાં પેજ માટે કુશળ શિક્ષકોની મદદ લઈ શકાય. એમને આપણે ટીમમાં કોઈ સ્તરે લઈ શકીએ.

ચિરાગ અને જિજ્ઞેશ ઘણું બધું કરી શકે એમ છે. ટેકનિકલ ઉપરાંત નવી સામગ્રીની શોધ કરવી, વેબસાઇટ પર મૂકવી વગેરે કામો ઘણાં છે. એક દિવસ એવો આવે કે આ સાઇટ ગુજરાતીમાં જે કઈ છે અથવા જે કઈં નથી અને હોવું જોઈએ તે બધા માટેનું એક સૉર્સ બની રહેવી જોઈએ. એનો વિકાસ અમુક વર્ગોને લક્ષમાં રાખીને કરવો જોઈએ. ૨૬મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે આપણા રજિસ્ટર્ડ સભ્યોની સંખ્યા દસ હજાર પર પહોંચે એ ધ્યાનમાં રાખીને વિભાગો શરૂ કરવાનું ધ્યાનમાં રાખવું જોઇએ. આપણી સાઇટની વિશ્વસનીયતા પણ એટલા જ પ્રમાણમાં વધશે.

આ સાઇટ પર રેલવે, વિમાની ટિકિટોની સાઇટ્સની લિંક્સ મૂકી હોય અથવા અખબારોની લિંક મૂકી હોય તો એ સૌને ઉપયોગી થાય. માત્ર ગુજરાતી છાપાં નહીં, હિન્દી અને અંગ્રેજી છાપાં ની લિંક પણ મૂકી શકાય, કારણ કે મને લાગે છે કે માત્ર એક જ ભાષાઅનાં અખબારો વામ્ચીને ગુજરાત એક અલગ દ્વીપ બની ગયું છે. ગુજરાતમાં ચર્ચા થાય છે તો કયા કટાર લેખકે કેવું સારૂં-ખરાબ લખ્યું છે તેની જ ચર્ચા થતી જોવા માળી છે. માફ કરશો, ગુજરાત આવવાનું થાય છે ત્યારે આ અનુભવ થયો છે. આપણે ખાલી થતા જઈએ છીએ, એવી ચિંતા અને અકળામણ થતી હોય છે.

ઘણું લખ્યું.

સૌને શુભેચ્છાઓ. સૌ આના પર પોતાના વિચાર રજુ કરે એવી વિનંતિ.

દીપક

%e0%aa%86

આતાજીને શ્રધ્ધાંજલી

%e0%ab%a6%e0%ab%a7%e0%aa%b6%e0%aa%b0%e0%aa%a6

Sharad Shah says:

कोई नहीं रुकता यहां
मगर फिरभी
कोई नहीं झुकता यहां
ख्वाबमें हम कहां कहां,
किसीको कभी
प्रश्न उठता है यहां?
आता है सो जाता कहां?
दिखता कभी,
आता थे, अब नही यहां,
कुछ दिन बस यादे रहेंगी यहां,
देखते कभी,
दुसरे तो मरते यहां
मै न कभी मरा यहां,
एक दिन
मुझे भी मरना यहां,
जानले अभीभी मौका यहां,
थोडा जाग,
देखले खुदा कहां,
वह यहीं है, अभी है,
तुं ढुंढता कहां कहां.
शरद.

Leave a comment

Filed under Uncategorized