Daily Archives: જાન્યુઆરી 23, 2021

ડાયસ્પોરાનું સાહિત્ય અંગે પ્રેરણાદાયી ચર્ચા

સુશ્રી રેખાબહેન અને વેગુનાં સહુ સાથી મિત્રો

થોડા સમય પહેલાં ભારતની બહાર વસતાં ગુજરાતીઓનાં ઇન્ટરનેટ પરનાં કામને અલગથી રજૂ કરવાનો વિચાર વહેતો મૂકાયો, જેના પરિપાકરૂપે એ કાર્યનું સંકલન સુશ્રી રેખાબહેન સિંધલને સોંપાયું હતું.

આ  વિભગના વ્યાપ અને ભવિષ્યની કાર્યપદ્ધતિ વિષે રેખાબહેન સમયે સમયે તેમના વિચારો વ્યક્ત કરતાં રહ્યાં છે.

હવે બહુ થોડા સમયમાં આ વિભાગને વિધિપુરઃસર શરૂ કરવાની તૈયારીમાં તેઓ લાગી ચૂકેલાં છે,એ સમયે આ વિભાગનાં સંચાલનને લગતા કેટલાક વિચારો આપ સહુની વિચારણા માટે પ્રસ્તુત કરેલ છે.

૧. વિભાગનાં નામ અંગે પણ ઘણી ચર્ચાઓ થયેલ છે. આથી વિભાગનં નામ અંગેની કોઇ પણ ગુંચવણો દૂર કરવા માટે કરીને નામ પર ઓફિસિયલ સહમતિ કરી લેવી જોઇએ.

૨. વેગુ ની પરંપરા મુજબ દરેક વિભાગ માટે આપણે બ્રોડ-બેઝ્ડ સંકલન સમિતિ ગોઠવતાં હોઇએ છીએ, જેનો આશય કોઇ એક વ્યક્તિ પર વધારે પડતો બોજ ન આવી પડે તેમ જ સામગ્રીની શોધ વધારે વ્યાપક બની રહે તે રહ્યો છે. આ નવા વિભાગ માટે પણ રેખાબહેનનાં વડપણ હેઠળ આવી સમિતિનું ગઠન કરવું જોઇએ.

સમિતિઓનું ગઠન કોઇ વાડાબંધી તો નથી જ, તેથી અન્ય સહુ સાથી મિત્રો તો પોતાનાં યોગદાન આપતાં જ રહેશે તે વાતની ચોખવટની જરૂર તો નથી જ, પરંતુ નવા વિભાગનું ગઠન કરી રહ્યાં હોઇએ ત્યારે આ વાત દોહરાવી લેવાની લાલચ નથી રોકી શકાતી.

૩.વેગુ પર સામગ્રી મળી રહેવામાં સહુ સાથીઓની મદદ રંગ લાવવા લાગી છે, તેથી અઠવાડીયાનાં સામાન્ય દિવસોમાં પણ આપણે એક થી વધારે લેખ પણ પ્રસિદ્ધ કરતાં થયાં છીએ. જો કે આપણો સદાય એ પ્રયાસ રહ્યો છે કે કોઇ પણ પ્રકારની સામગ્રીનો એક સાથે ભાર ન થાય, અને તેથી એક જ વિષય કે પ્રકારના લેખો વચ્ચે તેમજ, શકય હોય ત્યાં સુધી એક જ લેખકના લેખો વચ્ચે ઉચિત અંતરાલ રાખવાનો પણ સંન્નિષ્ઠ પ્રયાસ કરતાં રહ્યાં છીએ.

આ સંદર્ભમાં આ નવા વિભાગના લેખોની પ્રકાશન અવધિ વિષે પણ વિચારણા કરવી જોઇએ. શરૂઆત દર પખવાડીએ એક લેખથી કરી તેવું મારૂં અંગત સૂચન છે. જો આ વિભાગને ઘણાં વૈવિધ્યસભર લેખકો, વિષયો અને સામગ્રી મળતાં થાય તો પછીથી દર અઠવાડીયાંના એક લેખ અંગે વિચારી શકાય.

૪. મારાં અંગત માનવા મુજબ હાલ આપણા સા.વિ. પર પણ મોટા ભાગની કૃતિઓ વિદેશ સ્થિત ગુજરાતીઓની જોવા મળે છે, તેથી ભવિષ્યમાં આ બન્ને વિભાગના વ્યાપ અને સામગ્રીના ઑવરલેપ અંગે પણ વિચાર કરવો જોઇએ.

સાદર વિચારણાર્થે

અશોક વૈષ્ણવ…………………

%e0%aa%85

વડિલો અને મિત્રો,

અશોકભાઈએ જે મુદ્દા મૂક્યા છે તે અગત્યના હોઈને મારૂં મંતવ્ય જણાવતા પહેલાં કેપ્ટનની વાત સંવેદનને સ્પર્શી ગઈ છે તેથી કહું કે વેબગુર્જરી આવા રત્નોને ઓળખીને એમનો લાભ ગુજરાતી વાંચકોને અને સાહિત્યને આપે છે તે માટે આપણે ગૌરવ લઈએ. કોઈ મૂલ્ય ન આંકે તેથી હીરાનું મૂલ્ય ઓછું થઈ જતું નથી. અમર થઈ ગયેલા કેટલાય કવિ-લેખકો અંગ્રેજી સહિતની અન્યભાષામાં પણ એમના જીવનકાળ દરમ્યાન ઓળખાયા નહોતા.  અમુક મંચ પર સુધી જવામાં રખેવાળોની મર્યાદા નડે છે. મોટેભાગે એમનો અહમ! પણ આપણે એ ચર્ચા જવા દઈએ અને આપણા કાર્યમાં કેપ્ટનને સામેલ કરીએ. ડાયસ્પોરા સમિતિમાં તેઓ પણ જોડાય એવી મારી વિનંતિ છે. સંકલનની મુખ્ય જવાબદારી હું ખુશીથી સંભાળીશ પણ વિસ્તાર વધારવા માટે સતત સહાયની આવશ્યકતા છે જેથી સમિતિ અંગેની અશોકભાઈની વાત મને ગમી છે. દેવિકાબેન આપણી સાથે જોડાયેલા છે જ તો તેઓ પણ આ સમિતિમાં સામેલ થઈ શકે.  વિપુલભાઈ જેવા અમેરિકા સિવાયના કોઈ જોડાય તો તે પણ ઉત્તમ વિચાર છે.  ભારત સહિત દુનિયાના જુદા જુદા દેશોમાંથી મળી સમિતિની સંખ્યા પાંચની કરીએ તો ય આ તો ‘ગમતાનો ગુલાલ’ થશે.

બીજુ વલીભાઈની વાતના અનુસંધાને કહું તો મારા પ્રથમ લેખમાં મારો પ્રયત્ન ડાયસ્પોરા સાહિત્ય કોને કહેવું?  એ ગુંચવાડાઓ શક્ય તેટલા દૂર કરવાનો છે અને તેથી જ ધીરજ માટે મેં સમય માંગ્યો. વિજ્યાદશમી સુધીની અવધિ પર્યાપ્ત થશે એમ લાગે છે.

‘ડાયસ્પોરા’ નામકરણ થઈ ચૂક્યું છે. હવે જો નામ બદલવાની વિધિ કરવી હોય તો ડાયસ્પોરાને હુલામણુ કરીને કરવી પડે. એ કાર્ય પણ સહેલુ નથી જ રખેવાળોએ તે માન્ય કરવું પડે અને એ થઈ શકે એવું લાગે તો જ વિચારવા રહ્યું બાકી વિચાર કરવાનો અર્થ નથી.

અઠવાડિયે એક કૃતિથી શરૂઆત થાય તો સારૂં એવો મારો મત છે.

%e0%aa%b0%e0%ab%87

રેખા સિંધલ

……………………

From: “Dipak Dholakia” <dipak.dholakia@gmail.com>
સુ શ્રી  હંસાબેન,

તમે રજૂ કરેલો મુદ્દો સારો છે. તેમ છતાં કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓ છે. ગુજરાતીઓ તો મુંબઈમાં પણ ઘણા વસે છે. આપણા ઘણા લેખકો મુંબઈના જ છે. ચંદ્રાકાન્ત બક્ષી મુંબઈના, ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી મુંબઈના. શિવકુમાર જોશી કોલકાતાના. સાહિત્યના ઇતિહાસકાર દીપક મહેતા દિલ્હીમાં હતા અને પછી મુંબઈ ગયા. હરીન્દ્ર દવે, સુરેશ દલાલ(?) વગેરે અનેક નામો છે. કેમ અલગ તારવવા?
વેબગુર્જરીમાં મોટા ભાગે તો એવું રાખ્યું છે કે વિદેશવાસી ગુજરાતીઓના લખાણમાં વિદેશી વાતાવરણની છાંટ હોય તેને ડાયસ્પોરાનું સાહિત્ય ગણવું. જો કે એનો કડકપણે અમલ કરવામાં મુશ્કેલીઓ પણ આવે છે, ખાસ કરીને કાવ્ય ક્ષેત્રે. એ સંપૂર્ણપણે ભાવનાઓનું ક્ષેત્ર છે.
બીજી બાજુ એ પણ ખ્યાલ રહે છે કે ભલે માત્ર ભારતીય થીમ હોય પણ લખનારની સાધના કેટલી જબ્બર હશે કે ભાષાની સંપૂર્ણ ઉત્કટતા જાળવીને લખે છે. જે આપણા માટે સહજ હોય તે તદ્દન નવા વાતાવરણમાં નથી હોતું.
ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ સામૂહિક રીતે સહિત્યસેવા કરતા હોય તો એને પ્રકાશિત કરવામાં અમને હંમેશાં રસ રહેશે. દિલ્હીમાં થતી આવી પ્રવૃત્તિના સમાચારો મે આપ્યા જ છે. દિલ્હીમાં સાહિત્યિક મંડળ ઊભું કરવું એમાં બહુ નિષ્ઠા જોઇએ અને એ વાત અમારા ધ્યાનમાં રહે જ છે.

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ, Uncategorized