Daily Archives: જાન્યુઆરી 19, 2021

વૅ ગુના સંસ્મરણો -૧૧ પ્રથમ પાના પરની પ્રાસ્તાવિક વાતમાં પ્રમુખશ્રીનો સંદેશ+મોરપિચ્છ-વિનોદ જોશી

https://youtu.be/_glZS80BVXI

From: pragna vyas <pragnajuvyas@yahoo.com>
Subject: Re: WG/ વેબ-ગુર્જરી’માં તું જ રહો ધબકાર . …
To: “jjugalkishor Vyas” <jjugalkishor@gmail.com>
Cc: “Dipak Dholakia” <dipak.dholakia@gmail.com>, “Pancham Shukla” <spancham@googlemail.com>, “jignesh adhyaru” <adhyaru19@gmail.com>, “Jignesh Adhyaru” <jigneshadhyaru@yahoo.co.in>, “Chirag Patel” <chipmap@gmail.com>
Date: Friday, January 25, 2013, 10:01 AM

                                                                 ૐ

dipa_l વેબ-ગુર્જરી’માં તું જ રહો ધબકાર . …  હે અમ જીવનાધાર !   

અહીં જે કાંઈ આલેખાયું છે એમાં અમારાપણાનો ભાવ રાખીએ તો એ અવિવેક જ લેખાય. પરંતુ આ સાથે એ સ્પષ્ટતા પણ કરીએ કે આવું કહેવામાં પણ એ દ્વારા અમારું અહમ્ પોષવાનો ભાવ એમાં છૂપો પડ્યો હોય એવી શક્યતા નકારી ન શકાય. આખરે અમે એક સામાન્ય અદના માનવ છીએ. અમે કોઈ સંત કે સાધુ નથી જ. છતાં એ પણ સાચું કે અમારા મનના પેટાળમાં જે કાંઈ આવતું ગયું તે લખતા ગયા. હા, એ લખાઈ ગયા બાદ જ્યારે અમે અમારું લખાણ જોઈ જવામાં ગુંથાઇએ ત્યારે એમાં ફેરફાર અવશ્ય કર્યા છે, જે વિચારની સ્પષ્ટતા માટે આવશ્યક જણાયા.

બ્લૉગવિશ્વમાં કાંઈક લંગડાતે ડગે પ્રારંભ કર્યો હતો. આજે એ માર્ગમાં અમે ઈશ્વરકૃપાએ આગળ વધી રહ્યાં , તે પણ કાંઈક ખોડંગાતે ડગે. આજે અમે ચુંમ્મોતેરમું પસાર કરી રહ્યાં છીએ. અમે પસાર કરેલો માર્ગ લાંબો છે અને અમે કાંઈક થાક પણ અનુભવી રહ્યાં છીએ. પરંતુ અનેક મિત્રોના ટેકા છૂપું છૂપું આગળ વધવા અણસાર કરી રહ્યા છે, અને અમે ખેંચાઈ રહ્યાં છીએ. અમારી અંદરના એ ખેંચાણના પરિપાકરૂપે અહીં જે કાંઈ આલેખાય એ વેબ-ગુર્જરીના પવિત્ર પ્રવાહમાં બાંહ ભરવામાં, ભલે આંશિક રૂપે, તોય સહાયભૂત બને છે.

અહીં ‘અમે’થી જે ઉદ્બોધન થયું છે તે પોતાને જ ઉદ્દેશીને, – લાઉડ થિંકિંગ જ ગણો ને – કરેલું હોઈ એમાં કોઈ ગેરસમજને સ્થાન ન રહે…

હે મમ જીવનાધાર !

સાચા-ખોટાનો, સારા-નરસાનો ભેદ સમજી, ‘સાચું માટે સારું’ એ સ્વીકારી , એ સ્વીકૃત દિશા પ્રતિનું પ્રયાણ તે પુરુષાર્થ .

અમને ઊઠાવ અને પુરુષાર્થી બનાવ.

પહેલાં અંતર-અંધકારને હઠાવ !

અસ્તુ.

– પ્રજ્ઞાબહેન વ્યાસ.

જે દેશના યુવાનો શિક્ષિત છે, સંસ્કારી છે, સમદર્શી હોઈ અંતર જેમનું વિશાળ છે તે દેશને ધન્ય છે, કારણ તેનું ભાવિ ઉજજવળ હશે.

જે દેશના ધનિકો ઉદાર અને કરુણામય છે તે દેશને ધન્ય છે, કારણ તેમના દિલની ઉદારતા તેમને મુક્ત મનના બનાવી દેશને કૃપણ બનતો વારશે; જ્યારે તેમના અંતઃકરણની કરુણા તેમની દયાદૃષ્ટિ પર ચઢતાં પડળને વીંધી તેમના ઔદાર્યને દેશના કારુણ્યને વિદારવા પ્રવૃત્ત કરશે.

ધન્ય છે તે દેશને જેની પ્રજા પોતાના દેશના સર્વોચ્ચ શિખરે કોઈ પણ પ્રકારના બાહ્ય દેખાવ, કે નાત, જાત,ધર્મ કે રંગભેદથી ન રંગાતા, દેશના સર્વોત્તમ અધિકારીનું વરણ મુક્તપણે કરી, પોતાના દેશની પ્રગતિને સર્વોચ્ચ લેખી, દેશની સમગ્ર પ્રજાને પ્રગતિ-પંથે દોરવા કટિબધ્ધ રહે છે, કારણ એવો દેશ સમગ્ર વિશ્વનું સુકાન બની વિશ્વનો ભોમિયો બનશે.

ધન્ય છે તે દેશને જેની સાચી સંપત્તિ તેનો સંત મનાયો છે; કારણ જે કાંઈ ચિરંજીવી છે તે છે સંત પુરુષોનો વિચાર-વારસો.

ધન્ય છે તે દેશને જેણે વિશ્વના હરકોઈ સંતની આરાધનાથી પોતાના અંતરને નવપલ્લવિત રાખ્યું છે; કારણ વિશ્વ-વિભૂતિઓનું બહુમાન એટલે જ વિશ્વ-વિકસિત ઉન્નત વિચારધારાઓનું સહિષ્ણુતા-ભર્યું પૂજન;.અને સંતનું સાચું પૂજન તે કે જેમાં સંતોએ સંસારનાં સૌ ગઠબંધન ફગાવી જે માર્ગ સ્વેચ્છાએ અખત્યાર કરી સંતપણું પ્રાપ્ત કર્યું, તે માર્ગને વરવું.

 

— On Fri, 1/25/13, jjugalkishor Vyas <jjugalkishor@gmail.com> wrote:

From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
Subject: WG
To: “pragna vyas” <pragnajuvyas@yahoo.com>
Cc: “Dipak Dholakia” <dipak.dholakia@gmail.com>, “Pancham Shukla” <spancham@googlemail.com>, “jignesh adhyaru” <adhyaru19@gmail.com>, “Jignesh Adhyaru” <jigneshadhyaru@yahoo.co.in>, “Chirag Patel” <chipmap@gmail.com>
Date: Friday, January 25, 2013, 8:21 AM

મુ. દીદી,

મારા આ પહેલાનો મેઈલ મોકલીને મેં જિ.ભાઈને ફોન દ્વારા પૂછ્યું તો તેમણે સારા સમાચાર આપ્યા કે અત્યાર પૂરતી સાદી સાઈટ તૈયાર થઈ ગઈ છે. %e0%aa%9a%e0%aa%bf%e0%aa%b0%e0%aa%97ચીરાગભાઈનો સંપર્ક થયો નથી તેથી અત્યારે તો સૌ કોઈ ફક્ત WebGurjari.in આટલું જ ટાઈપ કરીને એડ્રેસબારમાં પેસ્ટ કરશે એટલે સાઈટ ખૂલશે.
હવે મુખ્ય વાત. જિ.ભાઈનું કહેવું છે કે પ્રથમ પાના પરની પ્રાસ્તાવિક વાતમાં પ્રમુખશ્રીનો સંદેશ, સંકલનસમિતિનાં નામોની પછી તરત જ આપણા સૌ સમિતિસભ્યોના ટૂંકા સંદેશાઓ પ્રગટ કરવા છે. તેઓ આપણા છનું ગ્રુપ બનાવી રહ્યા છે તેમાં પણ આ વાત તેઓ લખવાના છે કે દરેક સમિતિસભ્ય પોતાનો એકબે ફકરાનો સંદેશ સીધો જ એમને મોકલે જેથી તેઓ મુખ્ય પાના પર પેસ્ટ કરી શકે.
આપ સૌને આવો એક સંદેશ સીધો જિ.ને મોકલી આપવા નમ્ર વિનંતી છે.
આભાર અને શુભેચ્છાઓ સાથે,

આપનો,

 
– જુગલકીશોર. 

 NET–ગુર્જરી: http://jjkishor.wordpress.com/
———————————————————————————–
વાચનયાત્રાઃ    http://sites.google.com/site/vachanyatra/
आयु-Digest : http://ayurjagat.wordpress.com/

%e0%aa%86
← તેમનો મગર હમ ન હોંગે અણસાર 
 તેમને ગમતા-તેમના શબ્દમા અનુભવેલ– બોટાદકરના કાવ્ય ની યાદ આપે
અવસાન
( શિખરિણી )
અધૂરી અાશાઓ હૃદય મહિં રાખી હૃદયની, અહો ! સૂતો આજે કરી અહીં પથારી મરણની; 
વહે ધીમી નાડી, શિથિલતર અંગો થઈ ગયાં, હવે લેવા શ્વાસો પરિમિત મદર્થે રહી ગયા.
ગઇ અાંખો ઉંડી, પ્રથમ સમ દૃષ્ટિ નવ પડે, ક્રમેથી કર્ણાદિ અબળ અતિશે ઇંદ્રિય બને; 
ઘડી ઉંડો ઉંડો ઉતરી પડું પાતાલ-તલમાં, ઘડી વાયુવેગે વિવશ વિચરૂં વ્યોમ–પથમાં.
ઘડી હાહાકારે બધિર શ્રવણે આ બની જતા, ધડી મંજુ ગાને હૃદય અનુવર્તે રસિકતા; 
ઘડી સ્વર્ગસ્થોનો સહચર બનીને વિચરતો, ધડી જીર્ણારણ્યે, ભયંકર નિદ્રાઘે ભટકતો.
સમીપે શું થાયે ? ખબર નહિ તેની ધડી પડે, વિલાપો વ્હાલાંના સકરૂણ ઘડીમાં મન દહે, 
ઘડી કાન્તાસંગે કદલીવનમાં કેલિ કરતો રીસાતી રામાને પ્રણય-પટુતાથી રીઝવતો.
ઘડી અંકે રાખી સુતવદન હોંશે નિરખતો, શુણી કાલાં ઘેલાં મૃદુ વચન હૈયે હરખતો;
 થતી હૃત્સૃષ્ટિમાં બહુ વિધ ક્રિયાને અનુભવું, ન જાણે જેનારાં, પરવશ નહિ હું કહી શકું.અરે ! એની આશા સહજ સહુ લાગી સળગવા, વિચારો ધારેલા ઉર ઉછળી આવે ખસી જવા.
ભિષણ ધ્યાનાભાસે ધમની અવલોકે કર ધરી, ઘડી અાશાવેશી, ઘડી ઉર નિરાશા ઉલટતી; અ
રૂએ માતા પેલી, જનક–મન છાનું અહીં રુએ, નિરાશે, નિઃશ્વાસે, વ્યથિત બની મારૂં મુખ જુએ;
 રે ! શાને ઘેલા વિફળ વિષયે યત્ન કરતે ? ઉકાળા આ કાળા દઈ વિવિધ કાં દેહ ભરતો ?
ચડ્યું સ્કંધે ચાહી નહિ મરણ પાછું હઠી જશે, ઉપાયો સૌ તારા વન-રૂદન જેવા થઇ જશે.
 
 દશા આ સર્વેની જરૂર બનવાની જગતમાં, હું આજે તું કાલે નહિ ધરવી શંકા નિધનમાં.
ઉદાસી મિત્રો ને પરિચિત જનો સૌ કળકળે, પૂછે વારે વારે, અભિલષિત ના ઉત્તર મળે; 
રહી શાંતિ વ્યાપી પિતૃવિપિન જેવી સદનમાં, શુણી શું મૃત્યુનો પદરવ સહુ મૌન ધરતાં ? 
અરે ! આ એકાંતે રડતી મમ ભોળી પ્રિયતમા, મૂકે છે નિ:શ્વાસો પ્રલયસમયસ્પર્શન સમા;
 ઘડી પાસે આવી મુજ વિલોકી નવ શકે. અધીરાં આંસુને વિપળ પણ રેાકી નવ શકે.
દશા એના દુ:ખી હૃદય તણી કેવી થતી હશે ? નિરાધારા દારા વિપદનિલથી વેપતી હશે ! 
 
સુભાગી શુંગારો ઘડી પછી શું એના ઉતરશે ? અરે ! શું મૃદ્ધંગી પ્રિયવિરહ વૈધવ્ય ભજશે ?
દયા લાવી એની નિકટ જન કોઈ નથી જતું, મુંઝાણી જાણી ના પતિવચનથી શાત કરતું; 
પડે જેને માથે સહન જગમાં તે જન કરે, સહુ દુઃખે ડૂબ્યાં, ક્યમ ઇતરનું સંકટ હરે ?
રૂદંતી રામાની સમીપ શિશુ પેલાં ટળવળે, મુખે વીલે રોતાં, જનની મુખ જોતા પળપળે;
 “અહો ! માતા ! શાને રૂદન કરતી દીન વદને ? “પિતા કાં ઉઠે ના ? નિકટ નવલે કેમ અમને ?”
“બિચારાં ઓ ! મારાં શિશુ સતત ભાગી સુખતણાં ! “શિરે છાયાં અભ્રો નિરખી ન શકો સંકટ તણાં;
“રડે શાને બાપુ ! તમ જનક આરોગ્ય લઈને,”પથારીથી કાલે જરૂર ઉઠશે સ્વસ્થ થઈને.
“હસી બેાલી હેતે તમ હૃદયને હૃષ્ટ કરશે, “રમાહીને રંગે, સતત લઈ સંગે વિચરશે;” 
દિલાસા દેતી ને હૃદય સરસા ચાંપતી અરે ! પરંતુ પ્રાણેશે હૃદય કંઈ વિશ્વાસ ન ધરે.
પિતાને સૌ પૂછે, કંઈક જન પૂછે જનનીને, પરંતુ આને કયાં પૂછવું મમ આરોગ્ય જઈને ?
 ભુંડા ભાવી તર્કો હૃદય પટ ચીરે અયુતધા, મને વ્હાલાં કેરાં અહિતશતશંકાકુલ સદા.
ઘડી એક સ્થાને ઠરી નવ શકે ધીરજ ધરી, વિપજ્જાલે પેસી હરિણી સમ કંપે હર ધડી;
 સુરોને સંભારી વિહિતવિનયા પ્રાર્થન કરે, પતિને મૃત્યુના કર થકી મૂકાવા કરગરે.
ઘડીમાં શાંતિથી શ્રવણ દઈ સાશંક શુણતી, સગાંના સંવાદે ભયચકિત ભીરૂ ભડકતી;
 અરેરે ! સંસારે જરૂર સુખ શોધ્યું નવ જડે, વડા વિઘુત્પાતે કદલી ઢળીને કાં નવ પડે ?
ખરે ! પામી મૂર્ચ્છા, નહિ જઈ ઉઠાડે નિકટ કો, ધડી જાતાં ઉઠી, અહહ ! દુઃખકારી સમય શો !
 સગું તેનું સાચું નહિ જગતમાં કો પણ રહ્યું,પતિ પ્હેલાં હા ! શું સકળ સુખ દૂરે વહી ગયું !
અરે ! શાને શાણી ! મમ હૃદયરાણી ! ટળવળે ? સલુણી છોડી દે રૂદન, નહિ તેથી કંઈ વળે, 
વિપત્તિ પ્રાણીને સહન કરવાની શિર સદા, સુખો દુઃખો સર્વે મનુજ-ગણ માટે નહિ મૃષા.
સ્થિતિ જોને ! કેવી બહુવિધ બને એક દિનની ? ઋતુના ભેદેથી ષડવિધ નથી શું વરસની !
 
 અને તેવી રીતે સમય વધતાં આ શરીરની, દશાભેદે એવી સ્થિતિ થતી સદા સંસૃતિ તણી.
શિરે સૌને શાણી ! મરણ રજની ને દિન વસે, સુએ, બેસે સર્વે પણ વિપળ ત્યાંથી નવ ખશે; 
 
જવું વ્હેલું મોડું ત્યજી જગત, પ્રાણી સકળને, રડ્યાથી, કુટ્યાથી, વિધિનિયમ મિથ્યા નહિ બને.
સગાં ને સંબંધી પવનવશ સૌ અભ્ર સરખાં, થઈ ભેગાં છૂટે વિવિધ ભવનોમાં વિહરતાં;
 
 ગયા જોને ! કોટિ મનુજ, ત્યજીને સર્વ મમતા, જવું તેવી રીતે, શરીરધરને શી અમરતા ?
વિપત્તિ જે વ્હાલી ! શરણગતની સત્વર હરે, ત્યજાવે સૌ ચિંતા, પ્રણયરસથી માનસ ભરે; 
પ્રભુની પ્રાપ્તિને પુનિત પથ ઉદ્ઘાટિત કરે,અરે ! એ મૃત્યુનું શરણ ભયકારી ક્યમ ઠરે ? 
વિયેગાવસ્થાને અમુક દિન તું સહ્ય ગણજે ! નિરાંતે દેહાંતે મુજ હૃદયને આવી મળજે ! 
અદેહીની સૃષ્ટિ, સતત સુખવૃષ્ટિ થકી ભરી, યથાકાળે કાન્તે ! અભય બનવું ત્યાં પદ ધરી.
નહિ જ્યાં સંસારી સહજ પણ દુઃખો રહી શકે, નહિ જેની કીર્ત્તિ સુરગુરૂ સમાએ કહી શકે;
 સુરોની સંગાથે રસભરિત જ્યાં અંતર રમે, પ્રિયે ! એ સૃષ્ટિમાં ગમન મનને કેમ ન ગમે ?
જવા દે ઉત્સાહે વિતથ જગમાંથી મન ત્યજી, પરાનંદે પ્રીતિ પ્રકટ થતી ના રોક્ય રમણી ! 
રૂએ છે આ બાળો, દઈ દિલ દિલાસો નિકટ લે ! નબાપાંનાં દુઃખો મન નયનને પ્લાવિત કરે.
ઘડીમાં તેઓનું જનક-સુખ બ્હોળું બળી જશે, શિરશ્વત્રાભાવે ભવવિપિન માંહે ભટકશે;
 
 નહિ એ શું મારાં ? વળી નહિ હું એનો પણ રહ્યો? ખરે ! એ સંસારી સુખ-સમય પૂરો થઈ ગયો.
હવે તે શાંતિથી, વિમળ મનથી પ્રાપ્ત મરવું, હવે શાને માટે જડ જગતમાં ધ્યાન ધરવું ? 
હવે શાને માટે મરણ–પળથી લેશ ડરવું ?હવે શાને માટે પરમપદવૈમુખ્ય વરવું ? 
સુખી રે’જો, સર્વે, ગત મનુજને વીસરી જજો, જગદ્ધયાપારોમાં ફરી વિવશ,
 સંક્રાન્ત બનજો; રહે ના કૈં ભીતિ તન–મન થકી તેમ કરજો, 
દશા આ પર્યન્તે સહન કરવા તત્પર થાજો !

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized