Daily Archives: નવેમ્બર 1, 2021

વિવિધ ભાષી કાવ્યો+લિન્ડી ઇફેક્ટ:

આજે*નર્મદ સાહિત્ય સભા વાક્ બારસ નિમિત્તે વિવિધ ભાષી કાવ્યોનો કાર્યક્રમ યોજશે*સુરત તા. ૩૧: નર્મદ સાહિત્ય સભા તેની પરંપરા મુજબ વાક્ બારસ નિમિત્તે સરસ્વતી વંદના સ્વરૂપે વિવિધ ભાષાના કાવ્યોની પ્રસ્તુતિ થશે. જેમાં પ્રફુલ્લ દેસાઈ (બુંદેલઈ), બકુલેશ દેસાઈ (હિન્દી), પ્રજ્ઞા વશી (પંજાબી), યામિની વ્યાસ (સિંધી), નરેશ કાપડિયા (અંગ્રેજી), ધ્વનિલ પારેખ (મરાઠી), શરદ દેસાઈ (મારવાડી), કપિલદેવ શુક્લ (સંસ્કૃત), રીતા ત્રિવેદી (સંસ્કૃત), નૈના પારેખ (કન્નડ), ડૉ. રાકેશ દેસાઈ (અંગ્રેજી), અશોક મોઇત્રા (બંગાળી), સુષમ પોળ (રાજસ્થાની), ડૉ. સુષ્મા ઐયર (રશિયન), ડૉ. પ્રશમા ડોકટર (પર્શિયન), વૃંદા કુલકર્ણી (જર્મન) અને દિલીપ ઘાસવાળા (ઉર્દુ) પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમ સોમવાર, તા. ૧ નવેમ્બરે સાંજે ૬ કલાકે ઓનલાઈન યોજાશે જેમાં આ લિંક દ્વારા જોડાવાનું આમંત્રણ છે: https://us02web.zoom.us/j/87088826148

લિન્ડી ઇફેક્ટ: કશું ય કેટલું ટકે? એની ભવિષ્યવાણી તું અમેરિકન પત્નીની જેમમને છોડીને ચાલી તો ન ગઈતેં મનેઅનેક મનુષ્યોની વચ્ચેવકીલોના સહારેકોર્ટમાં બદનામ પણ ન કર્યોન તો ક્યારેય આક્રોશ કર્યોન ફરિયાદ કરીમાત્ર એક દિવસ વાતવાતમાંતું આટલું બોલી ગઈ –‘આવતા ભવે પતિ તરીકે તમે તો નહીં જ !’ -વિપિન પરીખ અમેરિકન ટેક પાવર કપલ બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સ ૨૭ વર્ષનાં લગ્નજીવન પછી નક્કી કરે છે કે હવે છૂટાછેડા લેવા છે. આવતા ભવે તો શું, આ ભવમાં પણ નઈં. અખૂટ સંપત્તિનાં માલિક છે. ૧૨૪ ઉપર આઠ મીંડાં લાગે એટલાં ડોલર્સ છે એમની પાસે. સખાવત ય કેટલીય કરે છે. હજી બે વર્ષ પહેલાંની તો વાત હતી. એમની ૨૫ મી વેડિંગ એનિવર્સરી. અને બિલે ટ્વીટ કરીને કહ્યું કે ‘હું તારી સાથે જિંદગીનાં બીજા ૨૫ વર્ષ આમ જ હસીને ગુજારવાની રાહ પણ જોઈ શકતો નથી’. મેલિન્ડાએ એમનો એક સહિયારો ખડખડાટ હસતો ફોટો ટ્વીટયો અને લખ્યું કે ‘પચ્ચીસ વર્ષ અને ત્રણ બાળકો પછી પણ અમે આટલા ખડખડાટ હસી રહ્યા છીએ’. આપણી હિંદી ફિલ્મની ભાષામાં કહું તો બિલ કહ્યું કે -તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ- તો સામે મેલિન્ડાએ ગાયું કે -હસતે હસતે કટ જાયે રસ્તે, જિંદગી યૂંહી ચલતી રહે! પણ બીજા બે વર્ષ વીત્યા અને બ્રેકઅપ થઈ ગયું. એવું ય નહોતું કે પતિ ખૂબ પૈસાવાળો અને પત્ની બેબી ડોલ હતી. મેલિન્ડા ય કમ્પ્યુટર એન્જિનિયર અને એમબીએ ભણેલી, ખૂબ જ હોંશિયાર અને બુદ્ધિજીવી નારી હતી. પતિ જે માઇક્રોસોફ્ટમાં સીઇઓ હતો એ જ કંપનીમાં એ કામ કરતી હતી. પહેલી વાર બિલે ગેટે મેલિન્ડાને ડેટ માટે ઇજન આપ્યું તો મેલિન્ડાએ ના પાડી હતી કારણ કે એ ડેટ બે અઠવાડિયા પછીની હતી. જે ભાયડો એટલો બધો બીઝી હોય કે બે અઠવાડિયા હઉધી ઈને ટેમ નૉ હોય ઈ કીમ ચાલે?! પણ પછી તો તેઓ હળતા ગયા, મળતા ગયા અને આખા આ આયખાનું શું?- એમ વિચારીને પરણી ગયા. ખૂબ કમાયા. ખૂબ દાન કર્યું. લોકો કહેતા કે આ ટેક પાવર કપલ હંમેશા સાથે જ રહેશે, મરતે દમ તક. આટલો બધો સાથ રહ્યો હોય તો હવે તો શું છૂટા પડે? લોકપ્રિય અમેરિકન ઓનલાઈન મેગેઝિન ‘સ્લેટ’માં આ સમાચારનું અમે વિશ્લેષણ વાંચતાં હતા ત્યાં એક શબ્દ મળી આવ્યો. લિન્ડી ઇફેક્ટ (Lindy Effect). એ વળી શું?લિન્ડી ઇફેક્ટ એક થીયરી છે. એવી વસ્તુઓ જે કુદરતી રીતે લાંબુ ન ટકે, જલદીથી બગડી જાય- એની અહીં વાત નથી. પણ એવી વસ્તુઓ જે આમ લાંબુ ચાલવાની ક્ષમતા ધરાવતી હોય અથવા એમ થશે એવી અપેક્ષા હોય તો એ કેટલું ચાલશે?- એની ભવિષ્યવાણી થઈ શકે છે. જો એ પચ્ચીસ વર્ષ ટકી હોય તો બીજા પચ્ચીસ તો ખેંચી જ કાઢે. લિન્ડી ઇફેક્ટ એવું કહે છે કે જેટલું ટક્યું એટલું એ વધારે ટકશે. આમ સાદા શબ્દોમાં એવું સમજાય કે ટકી જવું અઘરું છે. સંજોગ બદલાય છે. જમાનો બદલાય એની સાથે કાલગ્રસ્ત થઈ જવાય. રોજ નવી નવી હરીફાઈ. અને છતાં કોઈ ટકી જાય તો એવી ભવિષ્યવાણી કરી શકાય કે એ જેટલાં વર્ષો ટકી ગયા એટલાં જ વર્ષો વધારે ટકી જશે. ના, મનુષ્યની જિંદગીને અહીં મૂલવી ન શકાય. એવું તો ન જ કહેવાય કે એ પાંચ વર્ષ જીવ્યો એટલે હવે પાંચ વર્ષ વધારે જીવશે અને સીત્તેર વર્ષ જીવ્યો એટલે હજી બીજા સીત્તેર વર્ષ જીવશે. કારણ કે મનુષ્યની જિંદગી નાશવંત છે. પણ લગ્નજીવનમાં એવું કયાં છે? આપણે તો સાત સાત જનમનાં બંધનની વાત કરીએ છીએ. ભવ ભવનું ભાવબાંધણું આપણે કરી દેતા હોઈએ છીએ. અહીં ‘ભાવ’ એટલે ફીલિંગ, ઇમોશન એવો અર્થ કરવો. બજારનો દર કે પ્રાઇસ એવી અર્થ અહીં નથી. અહીં એવું કહી શકાય પચ્ચીસ વર્ષો સુધી એક બીજાનાં હેવાયાં થઈ ગયા હોઈએ તો પછી એટલું જ બીજું ખેંચી કાઢી શકીએ. હેં ને? અગાઉ કહ્યું હોય એમ, લિન્ડી ઇફેક્ટ આમ કુદરતી રીતે નાશવંત ચીજ કેટલું ટકશે?- એ માટે નથી. જે નાશવંત નથી એવું તો કોણ હોય? જેમ કે કોઈ વિચાર કે કોઈ ટેકનોલોજી. એ જેટલાં વર્ષ અત્યાર સુધી ટકી એટલાં જ વર્ષો એ વધારે ટકી શકશે. તારક મહેતાકા ઊલટાં ચશ્માં ટીવી સીરિયલ્સ કેટલું ચાલશે? તો કહેવાય કે અત્યાર સુધી ચાલી ગઈ એટલું જ બીજું.. ઓહ! ડોન્ટ ટેલ મી! આજનો શબ્દ લિન્ડી ઇફેક્ટ પણ ન્યૂયોર્કનાં ટીવી કોમેડિયન્સને લગત છે. સને ૧૯૬૪માં ‘ધ ન્યૂ રીપબ્લિક’ મેગેઝીનનાં એક આર્ટિકલનું શીર્ષક હતું: ધ લિન્ડીઝ લૉ. દર અસલ ન્યૂયૉર્કનાં ‘લિન્ડીઝ રેસ્ટોરાં’માં ન્યૂયોર્કનાં કોમેડિયન્સ નિયમિતપણે એકઠાં થતાં અને કયા કોમેડી શૉઝ ઓડિયન્સને કેટલાં પસંદ પડ્યા, એનું એનાલેસિસ કરતા. આર્ટિકલમાં લેખક આલ્બર્ટ ગોલ્ડમેન લખે છે કે દરેક કોમેડિયન પાસે મર્યાદિત વિષય હોય છે લોકોને હસાવવા માટે. એટલે એ રોજ રોજ ટીવી પર આવે તો વહેલો ખતમ થઈ જાય. જો કે ગણિતશાસ્ત્રી લેખક મબેનોઈટ મેન્ડલબ્રોટ એમનાં પુસ્તકમાં જુદી વાત કહી. એમણે કહ્યું કે કોમેડિયન્સ પાસે ફિક્સ્ડ મટીરિયલ્સ હોતું નથી એટલે તેઓ જેટલું વધારે ચાલે એટલું ઓર વધારે ચાલે. નવું નવું આવતું જાય અને લોકોને ગમતું જાય. હવે સમજાય છે કે કેમ વર્ષોથી ચાલે છે: તારક મહેતાકા ઊલટાં ચશ્માં? લિન્ડી ઇફેક્ટ કેટલું બતાવે છે કે ટકી જાય એ વધારે ટકી જાય. લગ્ન જીવનનું પણ એવું જ છે. હવે આટલું સાથે રહ્યા તો હવે કયાં જઈશું? એટલી બધી એકબીજાની આદત પડી ગઈ હોય છે કે રોજ થતો બબડાટ કે કકળાટ ન હોય તો ય કાંઇ અડવું અડવું લાગે. અડવું લાગવું એટલે શોભા વગરનું-સારું નહિ લાગવું; કાંઈક ખૂટતું, રુચિ બહાર લાગવું. એટલે જ તો કડવું ચાલે પણ અડવું ન ચાલે! બિલ અને મેલિન્ડા ફેરફુદરડી ફરતા ફરતા છૂટા પડી ગયા. બંને બહુ ઇન્ટેલિજન્ટ હોય કે સ્વતંત્ર મિજાજનાં હોય તો આવું થાય. પણ સુરેશ દલાલનાં શબ્દોમાં પ્રેમની કુંડળી જ વિચિત્ર છે. ગ્રહો જેટલાં પાસ પાસે એટલાં સામસામે. શબ્દ શેષ: ‘હવે પછી શું વાંચવું એ માટે હું લિન્ડી ઇફેક્ટનો ઉપયોગ કરું છું. જે જેટલું જૂનું એટલું જ એ ભવિષ્યમાં પણ વધારે પ્રસ્તુત.’ –થોમસ વેસ્ચેનફેલ્ડર

Leave a comment

Filed under Uncategorized